વધુ અદકેરું શું યાચું ? વિભો !

આપવું જો હોય તો કંઈ આપ એવું,

પ્રકૃતિ જેથી રહે તૃષ્ણા હીણી મુજ ;

ધૈર્યપોષ્યા કૂજતા કર્તવ્યની બાંધી ધૂરા

હૈડે લઘુ પમરી રહું હું પાંગરી !

માનવભર્ગ હું –

નિર્ભિક, આરતપૂર્ણ ને કંઈ આત્મનિર્ભર  ;

ચેતના-અંબારથી સરસો ભર્યો

કૈં ઝૂમતો કાપી રહું મુજ જિદગીનો વિષમ દવલો પંથ                                                                                                     ’ને સદા ચઢતો રહી , કર્તવ્યની એ માધુરીને માણતો

પોંખી રહું પૂંજી મહામૂલી , જીવન સંતોખતી .

દેવા ! કદા એ શક્ય ના , તો આપ મુને ધૈર્ય

કો એવું અટલ , જેથી ધરું હોંસે , પિસાતું તો ય મોંઘું ,

નાનકું મુજ આ જીવન ;  ને અર્ઘ્ય એ અર્પી

બનું તુજ પ્રેમનું પ્રણતું પૂજન !

આથી વધુ અદકેરું શું યાચું ? વિભો !

1 ટીકા

Filed under કાવ્ય

One response to “વધુ અદકેરું શું યાચું ? વિભો !

  1. Let us work, for work indeed is body’s best prayer to the Divine.
    – Mother, Pondicherry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s