ટંગ-ઇન-ચીક: જોરકા ઝટકા, ધીરેસે લગે./પરેશ વ્યાસ

1111

નાનકડો દેશ નામે સિંગાપોરની સુવર્ણ જયંતી ઉજવાઇ રહી છે. સિંગાપોર પહેલાં મલેશિયાનો હિસ્સો હતો પણ 1965માં અલગ અસ્તિત્વ મળ્યું અને પછી તો બેમિશાલ વિકાસ થયો. વસ્તી ફક્ત 55 લાખ. આજે 50 વર્ષે એમને એક જ ચિંતા કોરી ખાય છે કે સિંગાપોરમાં જોઇએ તેટલા બાળકો પેદા થતા નથી.  એ જાણીને જાણીતી કોન્ડોમ બ્રાન્ડ ડ્યુરેક્સે તાજેતરમાં જ છાપાઓમાં જાહેર માફી માંગતી જાહેરાત છાપી કે આ તો અમારી જ ભૂલ છે. સિંગાપોરે વિકાસની હરણફાળ ભરી છે પણ જન્મદર કાચબા ગતિએ ચાલે છે. અમે જ એ માટે જવાબદાર છઇએ. માટે હે પ્રેમાળ પરણેલા સિંગાપોર નિવાસીઓ, અમારા કોન્ડોમ વાપરશો નહીં. સંતતિનિયમનની અમારી ચીજવસ્તુઓને ત્યાગો. ત્યેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગીને ભોગવો. સમ રીતે ભોગવો. તમને અમારા સમ છે. પ્રેમ કરતા રહો, મહેનત કરતા રહો અને સિંગાપોરનાં વિકાસમાં સહભાગી થાઓ કારણ કે દેશનો વિકાસ ડોલર અને સેન્ટમાં નહીં પણ બાળોતિયા અને બાબાગાડીમાં મપાય છે. આબાદી(વસ્તી) જ આબાદી(સમૃદ્ધિ) છે. લો બોલો ! એક નજરે એમ લાગે કે માફી માંગી પણ આ તો એક પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જ થઇ. એનું અર્થઘટન એવું ય થાય કે અમારી પ્રોડક્ટ એવી જડબેસલાક છે કે પુરુષનાં વીર્ય શુક્રાણુ અને સ્ત્રીનાં અંડકોષનું મિલન જ થવા દેતા નથી. અમે પરફેક્ટ છીએ અને એ પરફેક્શન માટે અમે દિલગીર છીએ. ‘ડીએનએ’ અખબારે લખ્યું કે આ ટંગ-ઇન-ચીક (Tongue-in-Cheek) જાહેરાત છે. શું છે આ ટંગ-ઇન-ચીક?

ટંગ એટલી જીભ અને ચીક એટલે ગાલ. ટંગ-ઇન-ચીક એટલે જીભને ગાલમાં ભરાવવી. જીભ જે તરફ વાળીને ગાલમાં ભરાવીએ એટલે એ તરફની આંખ પણ ક્ષણિક મીંચાઇ જાય. આંખ મારતા હોય એવું લાગે. આ પલકારો, આ મટકારો મજાકનો સૂચક છે. રમૂજ છે આ. જો કે આ વાત કહેવાય છે પૂરેપૂરી ગંભીરતાથી પણ એનો અર્થ કાંઇ બીજો જ હોય. ઘણી વાર તો સાંભળનાર કે વાંચનાર એનો અર્થ સાવ ચૂકી પણ જાય. આ એક પ્રકારની વક્રોક્તિ છે જેને ગંભીરતાથી લઇએ તો રમૂજ સમજાય નહીં. ‘ટંગ-ઇન-ચીક’ને ગુજરાતીમાં કહેવું હોય તો ‘દાઢમાંથી બોલવું’ કે ‘વળમાં બોલવું’ એવું કહી શકાય. વર્ષો પહેલાં ટંગ-ઇન-ચીક બોલવું એ અપમાનનું સૂચક હતું; પણ પછી એનો અર્થ બદલાયો. તમે જીભને ગાલમાં ઘાલો એટલે તમે ખડખડાટ હસવાનું ટાળી રહ્યા છો. ટંગ-ઇન-ચીક દબાયેલું ટીખળ છે. એ દેખાય તેવું ન હોય. ઝટ ન પણ સમજાય. પણ એટલું નક્કી કે એનો ઇરાદો કોઇને ઉતારી પાડવાનો નથી. આ હાસ્ય ઝીણું છે, નાજુક છે, ચાતુર્યપૂર્ણ છે પણ ખંધુ નથી. એમાં કોઇને નુકસાન પહોંચાડવાનો ઇરાદો હોતો નથી. હા, કોઇને લાગી આવે તો એ એનો પ્રોબ્લેમ છે. આમ પણ હાસ્ય ક્યારેય નકારાત્મક હોતું નથી. નકારાત્મક હોય એ હાસ્ય કહેવાતું નથી.  

ટંગ-ઇન-ચીકનાં કેટલાંક તાજા રસપ્રદ સમાચાર ટાંકી રહ્યો છું. છે. કટાર લેખક ટ્વિંકલ ખન્ના પોતાના પુસ્તક ‘મિસિસ ફનીબોન’નાં વિમોચન પ્રસંગે કહે છે કે ભારત મંગળ પર પહોંચ્યું છે પણ ભારતીય નારીઓ ચંદ્રનાં દર્શન કરીને પતિનાં દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. રિશી કપૂર એફટીઆઇઆઇ(ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડીઆ)નાં વિવાદી ચેરમેન યુધિષ્ઠિર ગજેન્દ્ર ચૌહાણની ગોડવૂમન રાધેમાનાં આશીર્વાદ લઇ રહ્યાની તસ્વીર સાથે ટંગ-ઇન-ચીક ટ્વિટ કરે છે ‘એફટીઆઇઆઇનાં મહત્વકાંક્ષી વિદ્યાર્થી રાધેમા એફટીઆઇઆઇનાં આચાર્યને આશીર્વાદ આપી રહ્યા છે.’ અદાકારી કાંઇ ખાન, ખન્ના કે કપૂરનો ઇજારો નથી! જય રાધેમા ! એક અન્ય સમાચાર એ છે કે શિવાજીનાં વીરતાની ગાથાને આત્મસાત કરી ચૂકેલા મહારાષ્ટ્રનાં ખ્યાતનામ ઇતિહાસકાર બાલાસાહેબ પુરન્દરેનાં પત્ની નિર્મલાતાઇને કોઇ પત્રકારે પૂછ્યું કે તમારા અને પુરન્દરેસાહેબની ઉંમરમાં કેટલો તફાવત છે? નિર્મલાતાઇને ટંગ-ઇન-ચીક જવાબ દીધો: “300 વર્ષ”. વીતેલા વર્ષોની પોર્નસ્ટાર સની લિયોને બોલિવૂડમાં પદાર્પણ કર્યું ત્યારે એને આપણી સંસ્કૃતિની અસ્મિતાનાં રક્ષકો તરફથી ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. પણ તાજેતરમાં જ્યારે ભારત સરકારે વર્ચ્યુઅલ કામશાસ્ત્ર પર કામચલાઉ  પ્રતિબંધ મુક્યો ત્યારે સની લિઓને કોઇ પણ શબ્દો વિના, માત્ર સ્માઇલી દ્વારા આંખ પટપટાવતા ટંગ-ઇન-ચીક ટ્વિટ્યુ:  😉 😉’ . કોઇ પણ શબ્દો વિનાનાં સંકેતચિત્રો ઘણીવાર વ્યંગની અજાણ્યા મુલકમાં સ્વૈરવિહાર કરાવતા હોય છે.

આપણે ભલે પછાત રહ્યા. પણ આપણામાં ટંગ-ઇન-ચીક સેન્સ ઓફ હ્યુમરની કોઇ કમી નથી. આ એક જ આપણો પોતીકો, સર્વને પોષાય એવો, મનોરંજનનો આગવો તરીકો છે. ટીવી સિરિયલ્સની સાસુઓથી લઇને સીઆઇડી સુધી રહસ્યની અનેક ગુફાઓમાં હું રોજરોજ ખુલ જા સીમ સીમ કરતો રહું છું. એમેઝોન, સ્નેપડીલ કે ફ્લિપકાર્ટ પરથી બિનજરૂરી ખરીદીનાં મનોરથ સજાવતો રહું છું. વોટ્સ એપ્સ પર આવેલા ફની ફની વીડિયોને ફોરવર્ડ કરતો રહીને મારી પોતાની, દેશ પ્રત્યેની, ફરજ નિભાવતો રહું છું. બર્થડે પાર્ટીમાં મળેલી ગિફ્ટ્સને સલૂકાઇથી રીસાયકલ કરતો રહું છું. ખોટા ખર્ચા શા કાજે કરવા? શ્રાવણ માસમાં ભોળા ભાવે શ્રદ્ધાથી બે હાથ ચીપીને તીન પત્તી રમતો રહું છું. જીવવું એક જુગાર નથી તો બીજું શું છે? અને હા, આવતી ચૂંટણીની રાહ જોઉં છું. મતદાર તરીકે મારો માભો પડે એવો આ જ તો એક અવસર છે. મધ્યમ વર્ગનો બિન-અનામત કેટેગરીનો એક અબોલ જીવ બીજું કરી ય શું શકે?

11111

શબદ આરતી:                                                                                               એક સાંપ્રત ટંગ-ઇન-ચીક વન લાઇનર:
     ‘ભારત એક જ એવો દેશ છે જ્યાં લોકો પોતાને પછાત ગણાવવા માટે    લડે છે.’

         –અજ્ઞાત

9 ટિપ્પણીઓ

Filed under ઘટના

9 responses to “ટંગ-ઇન-ચીક: જોરકા ઝટકા, ધીરેસે લગે./પરેશ વ્યાસ

 1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  મારા ફેસબુક મિત્રો મારી અવળ ચંડાઈ જાણે છે. મેં પોસ્ટ કર્યું હતું. “મેં અત્યારે જ શ્રીમાન હાર્દિક કુમાર પટેલને ઝી ટીવી પર જોયા. ખુબ શાંત સજ્જન વિદ્યાર્થી લાગે છે. જરા પણ ગુંડા જેવા નથી લાગતા. હવે હું એમની વાતો માનતો થયો છું. પટેલોને નીમ્નમાં નીમ્ન ઘણીને બધું જ મફત આપી દેવું. એમાં જ ભારતનું કલ્યાણ છે.”

  બસ આવી જ કંઈ વાત આ લેખના અંતમાં શબ્દ આરતીમાં છે.

  આ લેખના લેખક શ્રી પરેશભાઈ વ્યાસના શબ્દોને જ જરા જૂદી રીતે રજુ કરું તો……..

  મારા ગમતા બ્લોગ પર આવેલા, અને મને ખૂબ ગમેલા લેખો કે વાર્તાઓ રિબ્લોગ કરીને મારા વ્હાલા વાચકો પ્રત્યેની ફરજો બજાવતો રહું છું.

  આવો જ એક સરસ, વાંચવા ગમે એવો મજાનો શ્રી પરેશ વ્યાસનો લેખ પ્રજ્ઞાબહેનના બ્લોગ niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક* ના આભાર સહિત આપને માટે રજુ કરું છું. મને આશા છે કે આપને ગમશે જ.

 2. સરસ મારા સ્વભાવનો લેખ.
  મેં મારા બ્લોગ ‘પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી’ માં સમાવી દીધો એ જ મારો આદર અને પ્રતિભાવ…….

 3. pragnaju

  himatlal joshi
  to me
  પ્રિય પ્રજ્ઞા બેન
  મને કોમેન્ટ લખવા માટે વોર્ડ પ્રેસ મને તકલીફ આપે છે .પાસ વર્ડ માન્ય નથી રાખતો . એટલે મને રીપ્લાય માં લખું છું .
  છેલ્લું વાક્ય એ છે કે વિશ્વમાં ભારતજ દેશ એવો છેકે જ્યાં પછાત રહેવા માટે લડે છે . આના જવાબ જેવું લખાણ
  આનો અર્થ એ થયો કે ઓરન્ગ્ઝેબે જ્યારે જજિયા વેરો નાખ્યો આ વેરો જે મુસલમાન ન હોય એ લોકોએજ ભરવાનો હતો . એટલે પોતાને વેરો ન ભરવો પડે એ હેતુથી ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે લાઈનો લાગેલી ઇસ્લામ ધર્મનો અર્થ સમજ્યા વગર અને જોકમાં કહેવું હોય તો ” સુન્નત કરી કરીને હ્જામના અસ્ત્રા બુઠા થઇ ગયેલા .”
  મહાન ઇસ્લામમાં એવું લખ્યું છે કે કોઈ બીજા ધર્મની નિંદા કરવી નહી એ લોકોના ધર્મ માં માઠું લાગી એવા શબ્દો બોલવા નહી જો તમે એવું કરવા જશો તો એ લોકો ઇસ્લામ ની નિંદા કરશે બોલો આવો ઇસ્લામ ધર્મ કેટલા લોકો પાળે છે ,?અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનના આગળ થોડા માણસો બેઠા હતા . એમાં એક સન્યાસી બેઠો તો એક ભાઈ વાત કરતો હતો આ સન્યાસીનું અને બીજા હિંદુ લોકોનું મન દુભાઈ એવી વાત કરી
  કે
  आजतो मैने एक गर्भ वती गाय को काटी આ વાત સાંભળી સન્યાસીએ આવી વાત કરનારની ગરદન પકડી ટુંપો દીધો . એને મારી નાખવાનો સન્યાસીનો ઈરાદો હતો . જો ત્યાં બેઠેલા હિન્દુઓએ છોડાવ્યો ન્હોત તો ગાય ને મારી નાખનાર પોતે મરી જાત .
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.————-

 4. Mari janma be vyakti evi chheke jene anamatana labh laine potana dikarone bhanavya, bannene nokari pan mali gai ane pachhi parnavavana thaya tyare e anamatmathi bahar nikalava taiyar thayela, bahar nikalyake nahi e khabar nathi pan banne bhrahman-ni dikrione parnya e hakikat janava mali chhe temano ek London ane Newzelandma rahe chhe.

 5. દબાયેલું ટીખળ
  મસ્ત શબ્દ પ્રયોગ. જો કે,’ ટન્ગ ઇન ચિક’ ની પણ આજે જ ખબર પડી. થેન્ક્સ ટુ પરેશ ભાઈ.
  ———
  હાદજન તરીકે તમારી ક્ષતિ કહેવાય કે, આને પહેલા હાદ પર છાપવા મોકલવો જોઈતો હતો.
  ખેર અમે ત્યાં હવે ના લઈ શકીએ !!! ( અમે કોપે પર બિન સત્તાવાર પ્રતિબંધ મૂક્યો છે.)
  —-
  જોક્સ એપાર્ટ….એક અંગત દબાયેલું ટીખળ ઈમેલથી જણાવીશ.

 6. શ્રી પરેશભાઈ નો ખુબ જ મજાનો લેખ

  આ હું ટંગ-ઇન-ચીક સાથે નથી કહેતો !!

 7. Sharad Shah

  સુંદર લેખ.પરેશભાઈને ધન્યવાદ અને નાની ભેટ.
  “તું ટીખળને હું પણ ટીખળ
  જીવન છે એક મહા ટીખળ
  શાને બધી વ્યાધી-ઊપાધી
  ઝટ એમાંથી બહાર નીકળ.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s