વ્હાલપના તાંતણાથી બાંધુ/યામિની વ્યાસ +/તવ પ્રેમ-પૂજનને./અજ્ઞાત

 

Here are few golden words at the event of

 HAPPY RAKSHA BANDHAN

0000
The festival of true love between a brother & sister
 IMG_1369 IMG_1385

 .વિટંબો લૂમતાં છોને , પ્રપાતો ઝૂમતા છોને ,

ડગું ના ધ્યેયથી આડો , રહું તવ ભાવનો ભૂખ્યો .

હજો ના હેરતો ગમની ભલે ખંજર ખૂંપે દિલમાં ,

રહું તવ પ્રેમના પગથારનો નિર્ભય અટલ રાહી .

રહો બસ જોમ આપ્યાનું , ન મારે યાચવું કંઇએ ,

મળે જે તે સ્વીકારીને રહું મનમોદતો રાહી  .

પ્રભો ! બસ ધીરતા દેજે , ડગું ના રાહથી ક્ષણભર ,

સ્મરણ તારું રહો રમતું , હૃદયને ચૂમતું પળપળ .

કદા મમ રાહથી ફંટાઈને બેફામ હું વાધું ,

બનું મનપાશનો ભાગી કદા તુને વિસારી હું ,

લહી માનવસહજ એ એબ , વિભુવર ! ક્ષમ્ય એ ગણજો ;

બની મુજ રાંકનો સાયો કૂળો , કર નાથ ! મુજ સહાજો .

રહો વિશ્વાસ મુજ ભાથું , ઉમળકો આત્મશ્રધ્ધાનો ,

રહો બસ ઝૂમતું હૈયું સ્મરી તવ સાથ જે લાધ્યો .

પિતા ! બસ એટલું દેજે , વિસારું ના કદી તુને ;

નિરંતર હું રહું પોંખી મધુ તવ પ્રેમ-પૂજનને.

0000000000

3 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, કાવ્ય, ગીત

3 responses to “વ્હાલપના તાંતણાથી બાંધુ/યામિની વ્યાસ +/તવ પ્રેમ-પૂજનને./અજ્ઞાત

 1. રક્ષા બંધન – ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનું બંધન . રાખડી એનું પ્રતિક છે.

 2. Ramesh Patel

  રક્ષાપર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ..યામિનીબેનની વીરાને વ્હાલે વધાવતી સુંદર રચના.

  બહેની મારી છલકે આંખે
  સદા લાગણી ભીંનીં જ
  પરછાઈ તું પાવન પ્રેમની
  શોભે ભાવ સીંચી જ

  નિર્મળ ઝરણું જાણે જગનું
  સાચી સ્નેહ કહાણી જ
  બહેન મારી તું પુષ્પ દિલી
  દેશું વીરપસલી જ

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s