ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત/મકરન્દ દવે__++

001Sharad Shah

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.
પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.
ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.
રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત
છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત
પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત
અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત – મકરન્દ દવે

2 મિત્રો, ક્યાંક કોઈ વાત હૃદયના તાર ઝણઝણાવી જાય તે મિત્રો સાથે શેર કરું
છું. બીજું કોઈ પ્રયોજન નથી. આપના હૃદયને પણ સ્પર્શે તો અન્ય મિત્રો સાથે
શેર કરતા રહેજો. આપણો પોતાનો દિવો પ્રગટ્યો નથી એટલે બીજાના દિવા ન
પ્રગટાવી શકીએ તો કાંઈ નહી પણ થોડો પ્રેમ તો અચુક વહેંચી શકાય.
મકરંદભાઈના શબ્દોમાં………….
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
00012000000000

Harnish jani

શરદભાઈ, હવે કદાચ થોડો જ વખત. નવી ખેતી બંધ છે, જૂનો માલ કોઠારમાં છે તે જ બજારમાં ઠાલવી રહ્યો છું. હવે બોલવાને બદલે સાંભળવાનો પ્રયત્ન કરૂં છું. તમે અને સુરેશભાઈ લગામ ખેંચીને રાખશો તો ભટકી જવાની સંભાવના ઘટસે.શરદભાઈ, છપાવવા માટે Wait listed  થવાને બદલે આમ જ ઈ-મેઇલથી મોકલ્યા કરજો, અમારા સુધી સીધું અને ઝડપી પહોંચસે.     હરનીશભાઈ, હું પોતે જ હજી શીખ્યો નથી તો તમને ક્યાં શીખવાડું? તમે પણ શું ગરીબ માણસની મઝાક કરો છો?

0012sbjani2006@gmail.com

કવિતા કરવાનો આપડો ટેમ હાલી જ્યો એટલે સીધી ભાષામાં …..
‘મદ’ની વાત સાચી અને ખોટી.
     જ્યારે આપણે મદમાં હોઈએ ત્યારે અટકી ગયો છે, એવો આભાસ થાય. ખાઈમાં પડીએ કે જીવનનો અંત નજીક આવે ત્યારે પણ એ અટકી ગયો છે – એમ લાગે.
    પણ … સમય વહેતો જ રહે છે.એ કદી અટકતો નથી. આપણે માનીએ છીએ કે, આપણો સમય વીતી ગયો. પણ ના.. હવે બાંકડે બેસી મોજ કરવાનો સમય આવ્યો – તો મોજ કરીએ.
     જે પરિસ્થિતિમાં હોઈએ , એને માણી શકીએ , તેવી તાકાત આવે તે જીવન જીવવાની કળા. એ જેટલી નાની ઉમરે આવે તેટલા આપણે સુખી. પણ… જ્યારે પણ એ આવે ત્યારે આપણે જીવતા થયા કહેવાઈએ.
 લો….. કોડીઓ રમી લો … કાલે કદાચ નહીં રમાય.

 જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
તેને
પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
હાંસલ કરવા જેટલો વિકાસ
તમે કરી શકો -તે
તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

***
જીવનની પ્રત્યેક ઘડી
પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
તમારા જીવનને
નવી તાજગી,
નવી તાકાત
અને
સર્જનાત્મકતાથી
સભર કરી દેશે.  
ઓશો 

હુ નો’તો સફરમાં ,સફરમાં તો નાવ હતી
Sorry… something wrong with my Guj fonts…
Wonderful. This may strike only to Ra Shu. What a person, what life? 
He too is deeply in love with Bahma Vedant Swami. I feel so sorry that Sharadbhai and myself never thought of meeting him at his place. 

When I had taken Valida to Ra Shu’s place – he was in full bloom and we had enjoyed the roaring of lion in his own cave! When Valida recited his Haiku about Shwan vanita (!) he had a hearty laugh – just like the laugh of a kid. 

    These are immortal moments in one’s life – which money can not buy.

   My meeting Ma.Da. in 1997 was also similarly memorable. 
  La Tha may share his experiences @ Ma Da and Ku Ka.
આ બધા મિત્રોમાં ઓશો અંગે કહી શકે તેવા માત્ર શરદ ભાઈ જ છે. ૨૬ વર્ષની આજુબાજુની ઉમરે એમણે ઓશો પાસેથી દિક્ષા લીધી હતી. માધવપુર એમની મઢૂલીમાં એ વખતનો ફોટો જોયો હતો. એનો ફોટો મારા સેલફોનમાં લીધેલો , પણ એમાંથી ડાઉન લોડ થઈ શકે તેમ નથી, અને ઈમેલ પણ નથી થતો. શરદ ભાઈને વિનંતી કે, અમને એ મોકલે.
 શરદ ભાઈનો તો આભાર માનું એટલો ઓછો છે – મોજના આ રસ્તે ચઢાવવા માટે. બાકી બહુ હવાતિયાં માર્યા.
 જે કોઈ મિત્ર દેશ જતા હોય , તેમણે માધવપુર જવું જ જોઈએ, અને એ ૮૩ વર્ષના મહામાનવની આંખોમાં છલકતો પ્રેમ એક વાર નજર અંદાજ઼ કરવો જોઈએ.

  001234pkdavda@gmail.com ઓશો જીવનમાં અને જીવનબાદ રહસ્યમય હતા અને રહ્યા. મેં ઓશો તરફી અને ઓશો વિરૂધ્ધ એમ બન્ને દલીલો વાંચી છે. શું માનવું શું ન માનવું એ નક્કી કરવું સહેલું નથી. મને એમના લખાણ ગમ્યા છે કારણ કે એમાં Intelligent Logic  છે, અને તરત ગળે ઉતરી જાય એવી વાતો છે. દા.ત. રામ અને કૃષ્ણ ના સંજોગો કરતાં કબીરના સંજોગ બહુ ખરાબ હતા, છતાંપણ કબીરે કંઈ ઓછું હાંસિલ નથી કર્યું.

 

 lakant46@gmail.com 

    00      La’Kant sends Greetings
​સાંઈ અલગારી સંત કિસમના ઋષિ-કવિ, તેમને કુન્દનિકાબેન કાપડિયા સાથે ઘાટકોપર[મુંબઈ]ના
તેમના ત્યારે જીવાતા ગૃહસ્થ-પ્રેમ જીવનનાં કાળમાં ઘણી નજદીકથી જોવાના લ્હાવા લીધા છે. 
આજકાલ, એમનો સ્વામી આનંદ[1887માં સૌરાષ્ટ્રમાં જન્મેલા પૂર્વાશ્રમમાં હિમતલાલ દવે ]
સાથેનો 20 વર્ષનો (1955-75)બેન હિમાંશી શેલત દ્વારા સંપાદિત અને સંકલિત પત્રવ્યવહાર 
[ સ્વામી અને સાંઈ ] ​અને એમાંના વિશેષ કરીને ભજનિકો અનેઓલિયા વ્યક્તિત્વવાળા 
અનેક લોકોના જીવનની વાતો માણી રહ્યો છું. અતીવ આનંદના  અવસર ઉજવાય છે !
શરદભાઈ દ્વારા પેશ કરાયેલ “વસ્તુ”નાં અનુસંધાને તેમાંથી થોડુંક જુદા એટેચમેન્ટ દ્વારા ,
“વોટ્સ -એપ” પરથી ‘ફોટો સ્વરૂપે મોકલાયેલા
‘કન્ટેન્ટસ’.જો કે, ઈમેજ ઝાંખી છે, પણ ‘પિકાસો’  
કે અન્ય માધ્યમ દ્વારા એન્લાર્જ કરી વાંચી શકાશે .આના અનુસંધાન અને સંદર્ભે અન્ય
​ બે રચનાઓ -એક રાજેન્દ્ર શુક્લની અને એક  બેજુ/બય્જુ જાનીની ​ પણ છે  મ્હાણ માટે ….
હુ નો’તો સફરમાં ,સફરમાં તો નાવ હતી [રાજેન્દ્ર શુક્લ]

જી​ન્દગી [ બઈજુ જાની ]​ અ પ્રકારના સત્સંગથી ” કૈંક’ “લખાણું  તે પણ …’આપ-વડાઈ’ ખાતર નહીં, પણ,

એક આનંદ-મ્હાણ ની લ્હાણી  …..
​અણસારો…..
અણસારો ​ તારા ખેલનો,હવે, આવી જાય છે,સાહિબ,
​ધારણા મારી ‘કન્વિકશન’-પ્રતીતિ બને છે,સાહિબ.
તને​ મળ્યા પછી જોને,કેટલો દૃઢતર બન્યો, સાહિબ,
પ્રશ્નોના​ ઉત્તર સ્વયં મળતા,તૃપ્તિના ઓડકાર,સાહિબ.
ભીતરના નઝારા થતા હકીકત,તું પ્રત્યક્ષ પ્રગટે સાહિબ,
સળવળ​,રણઝણ,અનુભવાય,આનંદલહરી સરકે સાહિબ,
અન્ય સ્વીકારે કે નહીં,’કંઈક’,તું સ્વીકારે,બસ છે,સાહિબ​,
હું​ મને નીરખું-પારખું,ઓળખું ‘કંઈક’,સઘન યારી સાહિબ,
નકશા-યોજના શેં બનાવવા?સ્વીકાર’જે છે તે’નો સાહિબ. 
મોક્ષ કોઈ અપાવે?શક્ય છે?શુદ્ધાત્માતત્વનો હ્રાસ નૈ સાહિબ?*
તારો​-મારો ક્રમ જુદો હશે ‘કંઈક’​,અંતે બધું એક જ સાહિબ !
હું​ મને કવચિત સંબોધતો ​આમ,સ્વયમ મને કહી “સાહિબ” !
ક્યારેક ‘હું’ અને ‘તું’ના ભેદ બને  એવા તો અકળ ‘કંઈક’,
અંતર​-ચક્ષુના પારદર્શી અક્સ ​તંતોતંત સમજાતા ,સાહિબ !
 ઝીંદગી (1) આયનામાંહ્યલો...હરદમ હાદ્સાચો સાથી હુ નો'તો સફરમાં ,સફરમાં તો નાવ હતી [રાજેન્દ્ર શુક્લ] અનોખા ઇંધણા- ૨ મકરંદ દવે

1 ટીકા

Filed under અધ્યાત્મ, કાવ્ય, ઘટના, Uncategorized

One response to “ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત/મકરન્દ દવે__++

  1. Good collection. Such dialogs are second to no literature. These are not comments – these are resounding echoes of pure love from heart.
    Congrats for preserving them.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s