કૂજી રહું તુજમાં ગળી/અજ્ઞાત

કોણ એ , જે ણે મુને સૂતો જગાડી, ખૂબ ઢંઢોળી,

જખમ કંઈ કારમા દઈ દઈ નવાજ્યો સ્વગૃહે પ્રેમે ?

અજાણ્યા રાહ પર મુજને મૂકી , રાખી નિરંતર લડખડાતો ,

હાંફતો , કણસારતો , તો યે સહારો થઈ રહી ,

એ હસ્ત ગેબી દૂરથી પ્રેમે પ્રસારી

કોણ એ મુજને સદા પોંખી રહ્યું ?

ને હું નગુણો મતલબી ! થઈ સાવ એકલપેટ શો

મારી દ્વિધાને પોંખતો , સ્વપ્નીલ જગત કંડારતો ,

અણસાર સૌ છાના ફગાવી , પી રહી ઉરદગ્ધતા ,

છૂપા કૂડા ઘૂંટડા ગળી , હીન તૃપ્તિની એ કબ્રને

ખોદી ખૂંદી , મન મોદતો

જૂઠે પ્રપંચી પારણે ઝૂલી રહ્યો ?

તો યે પિતા મારા ! વિસારી એબ સૌ ઉર-ભીંસતી

અણસાર કૈં છાના દઈ મુને કીધો તારો ઋણી .

દેજે પિતા ઉરધૈર્ય : સૌ મુજ એબને ફૂંકી ફૂંકી

એ ધૂમ્રગોટે સ્વાંતને શૃંગારતા જગ વિસ્તરી ,

મનમ્હોરતો ઊંચે ઊડી , ઉર-ગગનમાં તુને મઢી

તારે  સહારે આત્મને તુજ ચરણપદ્મે હું ધરું.

ને આમ હું મુજને વિસારી તુજ ઉરે ઉરને મઢી

તારા અનુપ આવાસને કંડારતા , શણગારતા ,

કૂજી રહું  તુજમાં ગળી

1 ટીકા

Filed under કાવ્ય

One response to “કૂજી રહું તુજમાં ગળી/અજ્ઞાત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s