Side 1B – AMARILLO – લક્ષ્મી નારાયણ ઉદાહરણ ક્રમશ: એટલે ગોવાર્ધનનો અર્થ શું છે? જે સકામ વૃત્તિની ઉપાસના છે, એમાં નારાયણ નથી વસતો. સકામ વૃત્તિમાં દેવોપાસના, સિધ્ધોપાસના હોય, કોઈ ઓલિયાની હોય, પીરની હોય, કોઈ દરગાહ હોય અને કોઈ દેવી પણ હોય, પણ એ ઉપાસના પરબ્રહ્મની ન હોય. પરબ્રહ્મની ઉપાસના આગળ ઈન્દ્રની માયાનું જોર ચાલતું નથી. જયારે ઇન્દ્ર થાકે, હારે ત્યારે નમસ્કાર કરે અને કહે કે ભાઈ તને હું વંદન કરું છું. તારા આગળ મારું જોર ચાલતું નથી. એનું નામ કહેવાય ગોવર્ધન લીલા. @3.01min. બીજા દિવસનું પ્રવચન – કૃષ્ણનું આધ્યાત્મિક ચરિત્ર શું છે? એમાં જે કંઈ રહસ્ય છુપાયેલું છે, એની ચર્ચા ચાલી રહી છે. વિશ્વ જ્યારથી થયું છે, જ્યાં સુધી રહેશે, જેટલા પ્રાણીઓ, જીવો નાના હોય કે મોટા, અણુના કોય કે બ્રહ્માંડ જેવડા હોય, એકેએકનું સુખ પ્રાપ્તિનુંજ ધ્યેય હોય અને એ માટે એ મહેનત કરે છે. એવો કોઈ જીવ હોય કે જે દુઃખી થવા માટે પ્રયત્ન કરતો હોય? સૌનો એકજ પ્રયત્ન હોય કે હું સુખી થાઉં, મારા માણસો સુખી થાય, આનું નામજ પ્રવૃત્તિ છે. તમે આ દેશમાં કેમ આવ્યા? આજ બધું કે એથી વધુ તમારા દેશમાં તમને મળ્યું હોય તો કોઈ આવે ખરા? જીવ માત્રની પ્રવૃત્તિ છે કે હું સુખી થાઉં પણ દુઃખી ન થાઉં. આની અંદરજ તમારું જીવન છે. @5.11min. પણ તમને ખબર છે કે સુખ કદી દુઃખ વિનાનું હોતુંજ નથી. એટલે શાસ્ત્રમાં એને દ્વન્દ્વ કહ્યા છે. એટલે એક હોય તો બીજું હોય હોયને હોયજ. કોઈ વિજય પરાજય વિનાનો હોતોજ નથી. કોઈ રાગ, દ્વેષ વિનાનો હોતોજ નથી. એટલે શાસ્ત્રમાં કહ્યું છે “द्वंद्वातीतो विमत्सर:” …..(गीता 4-22 ). અર્જુન તું દ્વન્દ્વથી પર થા. દ્વન્દ્વમાં રહીશ ત્યાં સુધી તું સુખી ન થઈશ. અહીંયા મોટા ભાગના જે માણસો મળે છે એ બધા એમજ કહે છે કે અહીંયા સુખ નથી. આજ લોકો જયારે દેશ આવે છે ત્યારે અમેરિકાના વખાણ કરે છે. આ માણસની એક દુર્બળતા છે કે એને જે મળ્યું છે એની એને મહત્તા સમજતો નથી હોતો, જ્યાં નથી મળ્યું હોતું ત્યાં એનું મન ચોંટ્યા કરતુ હોય છે. એ સારું છે કે જે મળ્યું એમાં અટકી જશો તો તમારો વિકાસ નહિ થાય. ઘણીવાર હદ પર વગરના દુઃખથી તમે આત્મહત્યા કરવા તૈયાર થાવ પણ એ આત્મહત્યાની પાછળ પણ સુખનીજ ભાવના હોય છે. કોઈને મરવું પસંદ નથી પણ માણસ મોટા દુઃખો માંથી છૂટવા માટે નાનું દુઃખ વ્હોરી લેતો હોય છે. સુખીઓ માણસ કોઈ મરવા તૈયાર નથી થતો હોતો. એટલે હું તમને એક ખાસ વાત કહું છું કે કોઈ આત્મહત્યા કરવાનો હોય તો એના પ્રત્યે સહાનુભુતિ રાખજો. @10.12min. એટલે આખી દુનિયામાં માણસ માત્રને એકજ ઈચ્છા છે કે હું સુખી થાઉં, પણ એને ખબર નથી કે સુખ જે મળશે તે દુઃખ વિનાનું હોતુંજ નથી. પ્રત્યેક સુખની અંદર કોઈને કોઈ દુઃખ હોયજ છે અને પ્રત્યેક દુઃખની અંદર દૂરના ખૂણામાં સુખ છુપાયેલુંજ હોય છે. શ્રી મદ ભાગવત દ્ન્દ્વાતિત સ્થિતિમાં જવા માંગે છે. કૃષ્ણે જે બધા અસુરો માર્યા છે, એ બધા મારા અને તમારા અંદર છે. સુખને બે ભાગમાં વિભક્ત કર્યું છે. એક બહારનો સુખનો ઢગલો બધાને દેખાય છે, પણ અંદરનો ઢગલો કોઈને દેખાતો નથી. ઉદાહરણ સાંભળો. દુનિયામાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં તમને બધું બરાબર હોય. એટલે કહેવત છે, “ડુંગરા દૂરથી રળિયામણા” બાહ્ય સુખ છે, એ વસ્તુને આધીન છે જયારે અંતર સુખ છે, એ તમારી સાધનાને આધીન છે. એટલે જેને બાહ્ય પક્ષના ઉધાર પક્ષનું ભાન થયું હોય અને એમાંથી જેનું મન અસંતુષ્ટ રહ્યું હોય, એને અંતર જગતમાં આવવાનું. બાહ્ય સુખનું નામ ભૌતિક જગત છે. અંતર સુખનું નામ આધ્યાત્મિક જગત છે. આપણા શાસ્ત્રકારોએ બેયનો મેળ કર્યો છે કે બહારનું સુખ તમે ભોગવી લો, અનુભવી લો અને એમ જો તમને લાગતું હોય કે આનો કોઈ છેડો નથી, અંત નથી કોઈ સમાપ્તિ નથી, તો પછી તમે અંતરસુખમાં આવો અને પછી તમે જોશો કે જે બાહ્યસુખ માટે રખડતા હતા એના કરતાં અંતરમાં વધારે સુખ પડ્યું છે. કોઈ યોગી ગુફામાં વર્ષો સુધી એકલો બેસી રહે છે, કેમ? એ અંતર સુખથી તમારા કરતાં વધારે આનંદમાં રહે છે. એટલે મીરાંબાઈએ લખ્યું છે કે “उलट गई मेरी नैन पुतलियाँ” મારી આંખ પહેલા બહારનું જોતી હતી હવે બધું અંદરનુંજ જુએ છે. આજ વાતને સમજાવવા માટે શ્રી મદ ભાગવતમાં બધી લીલાઓ મૂકી છે. ગોવાળીયા બધા ભેગા થયા છે અને ગેડીદડો રમી રહ્યા છે. નજીકમાં કાલિંદીનો ધરો છે અને એમાં એક ભયંકર સર્પ કાળીનાગ રહે છે અને તેથી આખી જમુના ઝેર-ઝેર થઇ ગઈ છે. @15.08min. એટલુંજ નહિ, ઝેરની અસરથી ઉપર આકાશમાં ઉડતા પક્ષીઓ નીચે પડે છે. શરત એવી કરી કે આ દડો જેનાથી કાલિંદીના ધરામાં પડે, એણે કાઢી લાવવો. પછીની લીલા સાંભળો. ભાગવતને સમજવું હોય તો કદમના વૃક્ષને સમજજો. કૃષ્ણે કદમના ઝાડ ઉપર ચઢી જોરથી યમુનામાં કુદકો માર્યો. કૃષ્ણનું સૌન્દર્ય જોઈ હળાહળ ઝેર ભરેલી નાગણીઓ પણ આંખો ફાડી જોતી રહી ગઈ, કે આ કોણ છે? આ સાત વર્ષના લાવણ્ય ઉપર મુગ્ધ થઇ ગઈ. “કહેરે બાળક તું મારગ ભુલીયો કે તારા વેરીએ વળાવીઓ” નરસિંહ મહેતાએ કાવ્યમાં આ લીલા સરસ રીતે બતાવી છે. નાગણે બહુ પ્રાર્થના કરી, વિનંતી કરી, ત્યારે કૃષ્ણે કહ્યું, હું એને મારીશ નહિ પણ એક શર્તે છોડીશ કે તું આ કિનારો છોડીને બીજા કિનારે ચાલ્યો જા.@20.13min. ઝેર ભરેલું વાતાવરણ હતું એની જગ્યાએ અમૃત ભરેલું વાતાવરણ થઇ ગયું. મારે તો તમને કહેવું છે કે આનો અર્થ શું છે? તે સાંભળો. માનોકે દડો દુબે નહિ પણ ડૂબી ગયો સમજો તો પણ નદી કિનારે ઝાડ ક્યાંથી આવ્યું? ચાણક્યનો એક શ્લોક છે, “नदी तीरे चये व्रुक्षा, परगेहे सुकामिनी, मंत्री हीना राजा नह्: शीघ्र नश्यन्ति नसंशय” નદી કીનારેનું ઝાડ, પારકા ઘરમાં રખડનારી નારી અને મંત્રી વગરનો રાજા એનો નાશ અવશ્ય થઇ જાય. કામ વિના, પ્રયોજન વિના, જયારે જુઓ ત્યારે પારકા ઘરમાં રખડ્યા કરતી હોય એવી સ્ત્રીનું વ્યક્તિત્વ સમાપ્ત થઇ જાય છે. મંત્રી વિનાનો રાજા કદી ચિરંજીવી ન હોય. કૃષ્ણ ઝાડ ઉપર ચઢ્યા અને ભૂસકો માર્યો. કુવામાં પડવાનો અનુભવ સાંભળો. કુવામાં તમે પડો તો એના વેગમાંથી પ્રતિવેગ થાય, એ તમને નીચે ટકવા નહિ દે. નીચે જવું હોય તો ભૂસકો નહિ મારવો @25.19min. પણ રેચક પ્રાણાયામ કરો તો શરીર નીચે જાય અને કુંભક કરો તો શરીર ઉપરનું ઉપરજ રહેશે. હવે રૂષ્ટપુષ્ટ છોકરું ધીબાંગ દઈને પડે અને અવાજ થાય તો નાગની ઊંઘ ઉડે કે નહીં? પ્રાણી શાસ્ત્રનો કોઈ જાણકાર હોય તો પૂછજો કે નાગ એ પાણીનું પ્રાણી નથી અને જમીનનું પ્રાણી છે તો એ પાણીમાં રહી શકે? નાગને શ્વાસ લેવા માટે વારંવાર ઉપર આવવું પડે. નાગણીઓ કૃષ્ણને મનાવે છે કે તું પાછો જા. જયારે કૃષ્ણ માન્યા નહિ, ત્યારે નાગણીઓએ નાગને ચરણ ચાંપી, મૂછ મરડી જગાડિયો. નરસિંહ મહેતા કહે છે, અલ્યા કોઈક તો સમજો કે નાગને પૂંછડું હોય પણ ચરણ ન હોય. કૃષ્ણને હાથ હતા, તો નાગ કેવી રીતે બાથ ભીડીને લડી શકે? પછી કૃષ્ણે કાળીનાગને નાથીઓ. શું કૃષ્ણ વાયર લઈને ગયા હતા? નાગણીઓ કહે છે, અમે અપરાધી કાંઈ ન સમજ્યા અને પછી કૃષ્ણને મોતીઓથી વધાવીઓ. કૃષ્ણે નાગને છોડી દીધો અને એને બીજે જવાનું કહ્યું. @29.58min. આને કાલીનાગની લીલા કહેવાય છે. તમને એવું લાગે કે આ કોઈ ઘટના છે? જો ઘટના નહિ લાગતી હોય તો એના આધ્યાત્મિક અર્થમાં આવો. ભાગવત પરમ હંસોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તમારી ત્રણ નદીઓ છે, ગંગા, યમુના અને સરસ્વતી. શાસ્ત્રકારોએ એને તમારી નાડી ઇડા, પિંગલા અને સુશુમ્ણા જોડે સરખામણી કરી છે. “शतम् चैकाच हृदयस्यनाड्यस्तासा न मूर्धा न अभिनिस्रितैका, तयोर्ध्व मायन अमृतत्व मेति विस्वंगअन्ये उत्क्रमणे भवन्ति” (उपनिषद). તારા હૃદયમાંથી ૧૦૧ નાડીઓ નીકળી છે. પછી એમાંથી ૭૨-૭૨ હજારના બીજા ભાગ નીકળ્યા છે. એમાંથી એક ઠેઠ બ્રહ્મ્રરન્દ્ર સુધી સીધી ચાલી ગઈ છે. બે નાડીઓ નાકમાં આવીને વણાંક લઇ લીધો છે. એમાં એક સૂર્ય સ્વર અને બીજો ચંદ્ર સ્વર છે. જેને સ્વર વિજ્ઞાન ( શિવ સ્વરોદય ) આવડતું હોય તો તમને ખબર પડશે કે અથવા નિશ્ચિત કરી શકશો કે આ કામ થશે કે નહીં? એટલેકે તમે નિર્ણય આપી શકો. એક નાડી સૂર્ય નાડી ઉષ્ણતા આપે અને બીજી ચંદ્ર નાડી શીતળતા આપે અને એ બંને પોણા-પોણા કલાકે બદલાયા કરે છે. કુદરતની આ ગહન રચના છે. એટલે કોઈ યોગ, પુસ્તકો વાંચીને, સમજ્યા વિના કરે તો એ કેટલીક વાર એવું ભયંકર નુકશાન થાય કે પછી એકજ નાડી ચાલે. જો ફક્ત ચંદ્ર નાડીજ ચાલે તો એનું લીવર ખતમ થઇ જાય. ભૂખજ ન લાગે. જો ફક્ત સૂર્ય નાડીજ ચાલે તો શરીરમાં કાયમ બળતારાજ ચાલ્યા કરે. એટલે કોઈ પુસ્તક વાંચીને યોગ કરવા ન લાગી જશો. જમ્યા પછી (વામ કુક્ષી) તમે ડાબે હાથે સુઈ જાવ તો તમારી સૂર્ય નાડી ચાલુ થઇ જાય, એટલે પેટમાં જે ખાધેલું છે એને પુરતા રસ મળે અને ખાધેલું બરાબર હજમ થઇ જાય. ઇડા અને પિંગલા વચ્ચે ચાલનારી ત્રીજી નાડી સુશુમ્ણા છે, જે બ્રહ્મ્રરન્દ્ર સુધી ગયેલી છે. આ જે સુશુમ્ણા નાડી છે એ કદમ વ્રુક્ષ છે. યોગી સુશુમ્ણા દ્વારા ઉપર ચઢે પછી એ ભૂસકો મારે છે. આ જે હૃદય છે, એ કાલીન્દરનો ધરો છે અને એ ધરામાં હજાર ફણા વાળો મન એ કાળીનાગ છે. મનથી કોઈ વધારે ઝેરીલું નથી અને મનથી કોઈ મોટું અમૃત નથી. @35.04min. માણસના ઉપર દુનિયા જેટલા અત્યાચાર કરે છે એથી પણ કોઈ વધારે અત્યાચાર કરતુ હોય તો તમારું એ મન છે. કારણકે એ હજાર ફણોવાળો સર્પ છે. એટલે ૮૪ કોષનું શરીર છે એને એણે ઝેર ઝેર બનાવી દીધું છે. એની પાંચ ઇન્દ્રિઓ એની નાગણીઓ છે અને એ અહર્નિશ મનની સેવા કર્યા કરે છે. હવે પેલો કૃષ્ણ છે એ સુશુમ્ણા ઉપર ચઢી ભૂસકો મારે છે અને પછી મન સાથે એ તુમુલ યુદ્ધ કરે છે અને એ ભયંકર યુદ્ધની અંદર મન હારે છે. પછી પેલી ઇન્દ્રિયો હાથ જોડીને ઊભી રહી છે. એટલે કૃષ્ણે કહ્યું હું તમને મારીશ નહિ પણ મારે તમારો કિનારો બદલી કાઢવો છે. એક તરફ અતિશય વિષય, પારાવાર લંપટતા છે, બીજી તરફ નિવૃત્તિ છે, નિરોધ છે. નાગ-નાગણી બીજા કિનારે ચાલ્યા ગયા. “जितम् जगत के सत्रव्हसन्ति निजयेंद्रियाणी” આ દુનિયામાં તમારા મોટામાં મોટા શત્રુઓ તમારી ઇન્દ્રિયો છે. મોટામાં મોટા મિત્રો પણ ઇન્દ્રિયો છે. “तान्येव मित्राणि जितनियां” જો એ ઇન્દ્રિયો જીતાયેલી હોય તો એના જેવા કોઈ મિત્રો નથી. જયારે એજ મનને તમે બદલી નાંખો છો, એટલે કહેશે “तुहीं…तुहीं…राम…राम…श ्री कृष्णम शरणम मम…श्री कृष्णम शरणम मम” પછી જયારે નાગ અને નાગણીઓએ કિનારો છોડી દીધો ત્યારે આખા વ્રજમાં અમૃત અમૃત થઇ ગયું. વ્યાસ શુકદેવના માધ્યમથી પરીક્ષિતને કહે છે, તું કઈ આમાંથી સમજ્યો? જે નાગની વાત કરી છે એ નાગ આપણા સૌની અંદરજ છે. @39.47min. થોડા દિવસો વ્યતીત થયા હશે અને એક દિવસનો પ્રસંગ છે. હજી સૂર્યોદય થવાને થોડી વાર છે અને ગોપીઓ બધી નહાવા ગઈ છે. કૃષ્ણ કોણ જાને ક્યાંથી આવ્યા અને બધાના કપડાં ભેગા કરી, લઈને ઝાડ ઉપર ચઢી ગયા. પછી સૂર્યોદય થયો, ગોપીઓએ જોયું અને પ્રાર્થના કરવા લાગી કે અમારા કપડાં આપી દો. કૃષ્ણે કહ્યું, એમ નહિ બે હાથ જોડી ઉગતા સૂર્યને નમસ્કાર કરો તો કપડાં આપું. એટલે ગોપીઓએ બે હાથ જોડી પ્રાર્થના કરી એટલે ભગવાને કપડાં આપી દીધા. આને વસ્રહરણ લીલા કહેવાય છે. સ્વામીજી જયારે ૧૨ વર્ષના હતા ત્યારે એક પૂરાણીએ કથા કરેલી, ત્યારે સ્વામીજીના મગજ ઉપર એવી ખોટી અસર થઇ કે ભગવાન આવા હશે? જે ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા એજ ભગવાને ગોપીઓના વસ્ત્રો હર્યા? મને લાગ્યું કે આવા ભગવાન હોતા હશે? ધીરે ધીરે પરમેશ્વરની કૃપા થઇ ત્યારે સમજણ પડી કે આ કોઈ ઘટના નથી. આના પાછળ, વ્યાસજી કંઈ બીજી વસ્તુ કહેવા માંગે છે. જરા વિચાર કરો, સોળ હજાર ગોપીઓનો આંકડો બંધ બેસતો કેમ આવી ગયો? શું કારણ છે? જે ગામમાં ૧૬૦૦૦ ગોપીઓ રહેતી હોય તો ત્યાં એમના ધણીઓ, છોકરાંઓ, સાસુ-સસરાઓ નહિ રહેતા હોય? ફક્ત ગોપીઓજ કેમ આવી? બીજા માણસોને કેમ ન એવું થયું કે ચાલો આપણે પણ ન્હાવા જઈએ? @43.05min. ભજન – વ્હાલા મારા વૃંદાવનને ચોક, કે વહેલા ��
Bahuj saras. Vachine je atyarsudhi nahotu samjayu te have samajma avava lagyu.