ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા/અજ્ઞાત

સંતના ઉદ્‍ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે.ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે. એ  સંત લોકોની ધર્માંધતાને આમ પડકારતા.
મનમા ગંગાસતીનું ભજન ગુંજે છે
અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
કપટ નહીં મન માંહ્ય જી,
ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.
દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
ગુરુજીના વેચાયે વેચાય જી
બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત
અમરીયા બની જે નિતનિત ખેલે રે
મરવું તો આળપંપાળ જી
ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.
જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
લાભ ને હાનિ મટી જાય જી,
આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત
મનથી રે રાજી તમે એમ જ રહેજો
તો રીઝે સદા નકળંક રાયજી
ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત

2 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ

2 responses to “ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા/અજ્ઞાત

 1. Sharad Shah

  ગંગાસતીના ભજનો જે પાનબાઈને ઉદ્દેશીને લખાયા છે તેનો એક એક શબ્દ જ્ઞાનનો ભંડાર છે. જે વાત કહેવા બીજા ઋષિમુનીઓએ મોટા મોટાં ગ્રંથો લખ્યા તે ગંગાસતીએ તેમના પાંચ પચ્ચીસ લીટીના ભજનમાં એ વાત કહી દીધી. એક એક ભજન ખુબ જ માર્મિક છે. સમજાય તો બેડો પાર.

 2. ગંગા સતી નું આ ભજન મને ખુબ ગમે છે .

  મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
  મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
  વિપત્તિ પડે તોય વણસે નહીં;
  સોઈ હરિજનનાં પ્રમાણજી.

  ચિત્તની વૃતિ જેની સદા રહે નિર્મળી,
  ને કરે નહીં કોઈની આશજી;
  દાન દેવે પણ રહે અજાચી,
  રાખે વચનમાં વિશ્વાસ જી – મેરુ.

  હરખ ને શોકની આવે નહી હેડકી,
  આઠે પહોર રહે આનંદજી,
  નિત્ય રહે સત્સંગમાં ને
  તોડે માયા કેરા ફંદજી – મેરુ.

  તન મન ધન જેણે ગુરુને અર્પ્યાં,
  તેનું નામ નિજારી નર ને નારજી,
  એકાંતે બેસીને અલખ આરાધે તો,
  અલખ પધારે એને દ્વારજી – મેરુ.

  સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
  શીશ તો કર્યાં કુરબાન રે,
  સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
  જેણે મેલ્યાં અંતરનાં માન રે – મેરુ.

  સંગત કરો તો એવાની કરજો,
  જે ભજનમાં રહે ભરપુરજી,
  ગંગા સતી એમ બોલિયાં, પાનબાઈ
  જેનાં નેણોમાં વરસે ઝાઝાં નૂરજી – મેરુ.

  – ગંગા સતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s