મિસૉજિની: હિટ એન્ડ મિસ સોનમ કપૂર…પરેશ વ્યાસ

+Greetings For Shri Ganesh Chaturthi

૦૦૧ ૦૧૨૨

1234 ૦૧૨૩

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
૦૦૦૦૦

હે મારા હાથ, આ દમયંતીવેડાં ફોગટ છે
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે
–રમેશપારેખ

જૈન ધર્મ પર્યુષણ પર્વ નિમિત્તે મુંબઇ મહાનગરપાલિકાએ માંસ મચ્છી પર પ્રતિબંધ મુક્યો. એનાથી વ્યથિત થયેલી સોનમ કપૂરે કહ્યું કે હે મારા હાથ, તમે ટ્વિટો કે કેટલાંક બંધ મગજનાં અસહિષ્ણુ મિસૉજિનિસ્ટ લોકોને કારણે આપણે ત્રીજા વિશ્વનાં દેશ જ રહી જવાના છીએ. ટૂંકમાં આપણો વિકાસ, વિકાસ અને વિકાસ…. શક્ય નથી. પોતાનો ધર્મ બીજા પર થોપવાની વાત હતી અથવા તો કદાચ માંસ મચ્છીનાં વ્યવસાય પર નભતા ગરીબ લોકોની રોજીરોટીનો સવાલ હતો. એટલે કદાચ બહેન સોનમે આવું કહ્યું હોય. આમ પણ કોઇ ધર્મની કે ધાર્મિક લાગણી દુભાવવાની વાત આવે તો વિવાદ થાય જ. પણ અહીં વિવાદનું કારણ ધર્મ નહોતો. વિવાદનું કારણ હતો એક શબ્દ. મિસૉજિની (Misogyny). અર્થ થાય સ્ત્રી પ્રત્યેનો દ્વેષભાવ. હવે માંસ મચ્છીનાં પ્રતિબંધ અને સ્ત્રીઓ પ્રત્યેનો દ્વેષભાવ, એ બે વચ્ચે કોઇ તાર્કિક સંબંધ નથી અને એટલે જ સોનમ પર પસ્તાળ પડી કે એને શબ્દની સમજ નથી. સોનમે ચોખવટ કરવાની કોશિશ કરી કે એનો મતલબ કોઇ એક ચોક્કસ બાબતે નહોતો પણ લોકોની સામાન્ય માનસિકતા વિષેનો હતો. પણ લોકોએ ટ્વિટર પર સોનમની અણછાજતી ટીકા કર્યે રાખી. એને બિમ્બો(Bimbo) એટલે કે બ્યુટી વિધાઉટ બ્રેઇન તરીકે સંબોધી. એને પોતાનાં $20000 નાં બ્રાન્ડેડ ચામડાનાં પર્સમાં $2નો શબ્દકોષ રાખવાની સલાહ આપવામાં આવી. અમે તો એટલું જાણીએ કે મિસૉજિની શબ્દનો ખોટો ઉપયોગ થયો. પણ પછી તે પછી લોકોનું વર્તન ચોક્કસપણે મિસૉજિનિસ્ટ હતું. સોનમ એક સ્ત્રી છે એટલે એની પર ટીકાનો ધોધ વરસ્યો. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એવી માનસિકતા ચોમેર જોવા મળે એ મિસૉજિની છે.
‘મિસૉ’ શબ્દનાં મૂળમાં ગ્રીક શબ્દ મિસૉસ એટલે તીવ્ર અણગમો, તિરસ્કાર, ધિક્કાર. અને ‘જિની’ એટલે સ્ત્રી. સ્ત્રી પ્રત્યેનો તિરસ્કાર. સ્ત્રી એટલે પગની જૂતી. આ મિસૉજિની માનસિકતા આજકાલની નથી. દાર્શનિક એરિસ્ટોટલે કહ્યું હતું કે સ્ત્રીમાં કુદરતી ખામી હોય છે. સ્ત્રી એ અધૂરી પુરુષ છે. સમાજશાસ્ત્રી એલન જોહ્નસન કહે છે કે મિસૉજિની એટલે મનમાં રૂઢિ કરી ગયેલી એવી સાંસ્કૃતિક માનસિકતા કે આ તિરસ્કારને પાત્ર છે કારણ કે એ સ્ત્રી છે. પુરુષ પ્રધાન દેશોમાં સ્ત્રી પ્રત્યેનાં અત્યાચારનાં મૂળમાં મિસૉજિની માનસિકતા છે. જોક્સથી પોર્નોગ્રાફી સુધી સ્ત્રીઓ સતત તિર્સ્કૃત થાય છે, એની મજાક ઉડાવાય છે. એની પર અત્યાચાર થાય છે. પોતે નબળી છે એવી માનવા એ મજબૂર બની છે. આમ ભલે સ્ત્રીને મહિલા એટલે મહા+ઇલા(મહાન બુદ્ધિમાન સ્ત્રી) કહીને સંબોધીએ પણ એની સાથે વર્તણુંક તો એક અબળા તરીકે જ થાય છે.
મિસૉજિની શબ્દ આમ તો સ્ત્રી પ્રત્યેના તિરસ્કારને દર્શાવે છે પણ હવે એનો અર્થ વિસ્તર્યો છે. હવે સ્ત્રીઓ પ્રત્યેનાં પૂર્વગ્રહ અથવા કલુષિત મંતવ્યને પણ મિસૉજિનીની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. દ. આફ્રિકાનાં ફિલોસોફર, વ્યંગકાર અને સામાજિક ટીકાકાર મોકોકોમા મોખોનોઆનાના મતે મિસૉજિનિસ્ટ એ છે જે માને છે કે સ્ત્રી માત્ર ભૂલને પાત્ર..Too err is woman!
આપણે એમ માનીએ કે ભારતમાં જ આવું થાય. આપણે રહ્યા પછાત. સોનમનાં મતે ભારત એટલે ત્રીજા વિશ્વનો દેશ. પણ જેને પહેલું વિશ્વ ગણાય છે એવા અમેરિકાનાં પ્રેસિડન્ટની ચૂંટણીનાં હાલમાં આગળ ચાલતા મૂરતિયા ડોનાલ્ડ ટ્રમ્પ મિસૉજિની માનસિકતા ધરાવે છે એવા સમાચાર છે. ફોક્સ ન્યુઝની યજમાન મેગન કેલીએ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે તમે ભૂતકાળમાં સ્ત્રીઓને ડુક્કરી, કૂતરી, જંગલી કે ચીતરી ચઢે એવા પશુ તરીકે નવાજી છે એ સંજોગોમાં તમે કઇ રીતે કહી શકો કે તમે અમેરિકાનાં પ્રેસિડન્ટ માટે જરૂરી હોય એવો સહિષ્ણુ સ્વભાવ ધરાવો છો? ડોનાલ્ડ ટ્રમ્પે યજમાનની આ સીધો સવાલ પૂછવાની ચેષ્ટાને અન- પ્રોફેસનલ ગણાવી. અને એ સંદર્ભે એક અન્ય ઇન્ટર્વ્યૂમાં અણછાજતી કોમેન્ટ કરી કે કેલીની આંખમાંથી લોહી નીકળતું જોઇ શકાતુ હતુ, આંખમાંથી અને બીજે ક્યાંકથી. આ બીજે ક્યાંકથી લોહીનું નીકળવું, એનો શું અર્થ સમજવો? જો કે પાછળથી ટ્રમ્પે રદિયો આપતા કહ્યું કે એનો કહેવાનો મતલબ એવો નહોતો કે મેગન કેલી માસિક રજસ્રાવમાં હતી એટલે ઇન્ટર્વ્યૂ દરમ્યાન એ ઉગ્ર હતી. આ અગાઉ એક વાર પોતાની દીકરીનાં સુંદર ફિગરની ચર્ચા કરતા ટ્રમ્પે મજાકમાં કહ્યું કે જો હું એનો પિતા ન હોત તો એની સાથે ડેટિંગ કરતો હોત. અલબત્ત મજાક હતી પણ એ વાતમાં પોતાનાથી નાની ઉંમરની સ્ત્રી સાથે સંબંધ રાખવાની મિસૉજિનિક માનસિકતા એમાંથી છતી થતી હતી.

મિસૉજિનિક માનસકિતાનો કોઇ ઇલાજ નથી? ર.પા.ની કાવ્ય પંક્તિનો ઉલ્લેખીને વાત કહું તો સંસારમાં મિસૉજિનિક મહાકાય મત્સ્ય જીવે છે, જળ મરી ગયેલા છે. સોનમ કે કોઇ પણ સ્ત્રીનાં દમયંતીવેડાં ફોગટ છે. કોશિશ તો પુરુષો ઉર્ફે નળરાજાઓએ કરવી રહી. એ ન ભૂલીએ કે આપણે યત્ર નારીષ્યતુ પૂજયન્તેનો દેશ છીએ.

શબદ આરતી:

“ સ્ત્રી અને પુરુષ અલગ સર્જાયા છે. એમની ભૂમિકા અલગ અલગ છે. પણ એમનાં અધિકાર સરખા છે.”

–હરી હોલકેરી(1937-20110), ફિનલેન્ડનાં પૂર્વ પ્રધાનમંત્રી       ૦૦૦૦૦૦

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

3 responses to “મિસૉજિની: હિટ એન્ડ મિસ સોનમ કપૂર…પરેશ વ્યાસ

 1. સ્વીકારીએ કે ન સ્વીકારીયે પણ માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં મેઇલ ડોમિનેટિંગ સમાજ રચના જ અસ્તિત્વમાં છે. જો કે આધુનિક પુરુષ સ્ત્રી સમાનતા સમજતો થયો હોવા છતાં વાસ્તવિક વ્યવહારમાં, સ્વીકારમાં અધકચરો સાબિત થયો છે.
  આના મૂળમાં મહિલાઓની માનસિક શરણાગતીવાળું માનસ પણ અગત્યનો ભાગ ભજવે છે. પિતા, પતિ અને પુત્રના આધિપત્યને સાહજિક રીતે સ્વીકારી લેતી, ‘સ્ત્રીની ભુદ્ધિ પગની પાનીએ’ માનવા વાળા મુર્ખ misogynist પુરુષો પણ ઓછા નથી.
  ખરેખર તો માનસિક લઘુતાગ્રંથીવાળા પુરુષો માટે મિસૉજિની એક તેમની લઘુતાનું આવરણ છે. પરેશભાઈનો ખુબ સરસ લેખ. ધન્યવાદ.

 2. હે મારા હાથ, આ દમયંતીવેડાં ફોગટ છે
  મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે
  –રમેશપારેખ

  વાહ રમેશ જ આવી કલ્પના કરી શકે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s