ઋષિ પંચમી कौन जाने कलकी खबर नही – श्री नारायण स्वामी.

આજે ઋષિ પંચમી અર્થાત- સામા પાંચમ…..
સ્ત્રીઓ પોતાના સ્ત્રી સહજ દોષો થી મુક્તિ મેળવવા આ વ્રત- ભારત વર્ષ ના સાત મહાન ઋષીઓ –
કશ્યપ, અત્રિ, ગૌતમ, ભારદ્રાજ, વિશ્વામિત્ર, જમદગ્નિ અને વસિષ્ઠની પુજા કરે છે.
આપણા હિંદુ ધર્મ ની આ તો વિશેષતા છે કે- જ્યાં જીવન- એ હરપળ અધ્યાત્મ સાથે જોડાયેલું રહે છે.

RUSHI PANCHMI KATHA ઋષિ પંચમી કથા ऋषि …

Aug 30, 2014 – Uploaded by Alpa Yogesh Desai

By Yogesh Kantilal Desai, Anandnagar, Chalthan, Tal- Palsana, Dist- Surat.

Side B – MUMBAI – રાજસ્થાનમાં એક સંપ્રદાયના કડક રિવાજથી સાધુનું મરણ. ઉનાળાના દિવસોમાં સાંજે જમ્યા પછી છત ઉપર સુઈ ગયા. એમના પર  જૈનોની અસર છે એટલે સુતા પહેલા બધું પાણી ધોળી દીધું અને રાત્રે એક સાધુને સખત તરસ લાગી, કોઈએ પાણી આપ્યું નહિ એટલે સાધુનો જીવ નીકળી ગયો. આ ધર્મમાં અધર્મ છે.  કદીપણ કુદરત વિરોધી નિયમો ન પાળશો. કુદરત મિત્ર છે. શંખેશ્વરમાં એક સાધ્વીનું મરણ પણ એજ પ્રમાણે થયું તે સાંભળો. @3.10min. સ્વામીજીનું ઘણા વર્ષો પહેલાં અમરનાથની યાત્રામાં જવાનું થયું, ત્યારે ખાસ આતંકવાદ જેવું કશું હતું નહિ. એક ગોડાઉનમાં ઉતર્યા એમાં એક માણસને ઠંડી ચઢી તે એક લશ્કરના કેપ્ટને કહ્યું, इसकी ठंडी मैं अभी उतार दूँ.  એ કેપ્ટને વ્હીસ્કી થોડી પીવડાવી અને શરીર પર ઘસી એટલે સારો થઇ ગયો. આને આપદ ધર્મ કહે છે. આ  અધર્મમાં ધર્મનું ઉદાહરણ છે. સાધુઓએ સ્ત્રીનો સ્પર્સ ન કરવો આ એક નિયમ છે પરંતુ નદીમાં તણાતી સ્ત્રીને બચાવવી એ ધર્મ છે. નિયમો હોવા જોઇએ પરંતુ જડતા ન હોવી જોઇએ. એક  શાસ્ત્રીજી જયારે કુંડ નજીક સંધ્યા કરતા હતા ત્યારે ભરેલા કુંડમાં છોકરું ડૂબતું હતું તો શાસ્ત્રીજી ન ઉઠ્યા અને છોકરુંને ડૂબવા દીધું  આ ઘટેલી ઘટના છે. લોકો ભેગા થયાં અને શાસ્ત્રીજીને પૂછ્યું તો કહ્યું કે “हां मैंने देखाथा लेकिन मैं पूजामें बैठा था” બે-ત્રણ વર્ષ પછી એક બીજું છોકરું એજ પ્રમાણે ડૂબી ગયું, પણ  શાસ્ત્રીજી ન ઉઠ્યા તે ન ઉઠ્યા. આ ધર્મમાં અધર્મ છે. @7.13min. મોટા મોટા શહેરોમાં, કોઈ મોટા મહાપુરુષો પધારે ત્યારે મોટા મોટા બેન્ડ, વાજા અને સરઘસ કાઢવામાં આવે છે ત્યારે કલાકોના કલાક સુધી રોડ જામ થઇ જાય છે, કોઈ વિદ્યાર્થી સ્કુલ નથી જઈ શકતો, કોઈ કોર્ટ કચેરી નથી જઈ શકતો, કોઈ દુકાને નથી જઈ શકતો, કોઈ બિમાર માણસ ડોક્ટરને ત્યાં નથી જઈ શકતો, કેમ? મહારાજનો વરઘોડો નીકળ્યો છે. આ ધર્મમાં અધર્મ છે. હમણાં અમદાવાદમાં વરઘોડાને વધારે આકર્ષક બનાવવા માટે દશમાં માળે દોરડા પર ચઢેલો એક નટ પડી જતા મરી ગયો હતો. એક ઈઝરાઈલની સભામાં પ્રધાનમંત્રી પધારેલા તે વિષે સાંભળો. હવે એને આપણાં પ્રધાનમંત્રી સાથે સરખામણી કરો. @10.31min. સ્વામીજી 18 દિવસ ચીનમાં ફર્યા, એક પણ જગ્યાએ લાઉડ સ્પીકર જોયુજ નહી, કોઈ સપ્તાહ નથી, કોઈ હોમ-હવન નથી થતો, કોઈ યજ્ઞ નથી થતો, કોઈ સમૈયો નથી થતો અને દેશ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. તમારો ધર્મ બધાને ન્યાય આપે છે? તમારો ધર્મ સત્ય છે? એટલે પ્રકૃતિની, કુદરતની નજીકમાં છે? અને જો સત્ય અને ન્યાય બંને ભેગા થાય તોજ એને ધર્મ કહેવાય. શબ્દ સંપદા સંસ્થાના શ્રી વિનુભાઈ મહેતાનો પરિચય. આપણે ધાર્મિક થવું જોઇએ, નાસ્તિક થવું નથી.ધર્મને અધર્મથી મૂક્ત કરો તો પછી પ્રજા આપોઆપ અધર્મથી મૂક્ત થશે. આપણે બધાને ધર્મ આપવો હોય તો પછી ધર્મને અધર્મથી મુક્ત કરો, પછી પ્રજા આપોઆપ અધર્મથી મુક્ત થશે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત.   @16.00min. મહર્ષિ દયાનંદ વિશે સત્સંગ સરિતામાં પ્રવચન. @19.13min. સ્ત્રીને સરખા અધિકાર અપાવ્યા. હિંદુ ધર્મથી વટલાયેલી પ્રજાને પાછી હિંદુ ધર્મમાં લેવાની વ્યવસ્થા કરી. @23.08min. જોધપુરના મહારાજાને ત્યાં ગયા અને નર્તકી નન્ની જાન અને રાજાના સંબંધો વિષે જાણ્યું અને રાજાને કહ્યું “देखो जो सिंह होता है वो सिंहनी पीछे दौड़ता है, कुतियोंके पीछे नहीं दोड़ता है”. રાજાને હાડો હાડ લાગી ગયું. નન્ની જાન દુશ્મન બની અને દૂધમાં ઝેર અપાવ્યું. પોતાને ઝેર આપનાર જગન્નાથ રસોઇઆને માફી આપી. “क्षमा रूपम् तपस्वी नाम”  ચાણક્ય લખે છે કે તપસ્વીનું ખરું સ્વરૂપ ક્ષમા છે. સૂરજ બુઝાવ્યાનું પાપ પુસ્તક વિશે સાંભળો.  સન્યાસીઓ માટે પ્રતિબંધ છે કે જીવતા માણસોની જયંતી ઉજવાય નહી. હમણાં અમારી બાજુમાં પોતાની જયજયકાર કરાવવા, દારૂખાનું સહીત 11 કરોડ ખર્ચવામાં આવ્યા. આ પૈસાથી કાઠીયાવાડમાં કેટલાયે ચેક ડેમો બાંધી શકાત. @30.32min.  મહર્ષિ દયાનંદે ઉત્તર ભારતમાં અસંખ્ય DAB કોલેજો કરી. ગાંધીજીના મોટે ભાગેના કાર્યકરો આ કોલેજોમાંથી થયા એ ગાંધીજીએ સ્વીકાર્યું છે. સત્યની ભૂખ લઈને, આપણે જયારે સાચા માણસની શોધ કરવા નીકળીએ તો તમારામાં એટલો વિવેક તો હોવો જોઈએ કે શોષણ ખોરો કયા છે? અને સાચા ત્યાગીઓ કયા છે? સાચા ત્યાગીઓને આપણે ભૂલી ગયા છીએ અને લૂંટનારાને છે,સોટરા છે, એ બધાને આપણે ભગવાન કરીને બેસાડી દીધા છે, એનાથી પ્રજાનું કલ્યાણ નહિ થાય.@32.15min. આપણે ઈશ્વર પૂજક બનવાનું છે. માણસ એ માણસ છે. માણસ કદી ભગવાન થતો નથી, જન્મે અને મરે એ ભગવાન હોયજ નહિ, ભગવાન અજન્મા અને અનન્ત છે. સત્સંગ સરિતાનો આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @33.41min.  રાજસ્થાનના એક જૈન મંદિરનો ઈતિહાસ પ્રગટ-અપ્રગટ ઉપાસના.  @39.52minभजन – कौन जाने कलकी खबर नही – श्री नारायण स्वामी.

 

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s