રાધાષ્ટમી ના અભિનંદન

       
22
 રાધા રાણીનો અવતરણ દિવસ રાધાષ્ટમી (ભાદરવા સુદ આઠમ) છે. શ્રીમદ્ ભાગવતમ્ માં રાધાનો કોઇ ઉલ્લેખ નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણ , દેવી ભાગવતગર્ગ સંહિતા વગેરેમાં રાધાનું વર્ણન મળે છે. આ પુરાણોમાં રાધાનો જન્મ અને તેના જીવન સંબંધમાં જુદી જુદી કથાઓ આપેલી   ઓશો ‘ જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. કરુણા અને પ્રેમને તમેજુદા ન પાડી શકો.“કૃષ્ણ અને રાધાને ન સમજો … ત્યાં સુધી તમે પ્રેમને પણસમજી ન શકો અને કરુણાને પણ ન સમજી શકો. કૃષ્ણ એ પ્રેમ છે અને રાધા એકરુણા છે. કરુણા અને પ્રેમ નું યુગલ અદ્‍ભૂત છે. જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છેત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણ ને તમે ભિન્ન ન કરી શકો. જેમ સિક્કાને બે બાજુહોય છે  છે.
આજે માણીએ  મુકેશ જોશીની રચના
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
–  મુકેશ જોશી 
2222

  • 20150920_12435320150921_17034420150921_170733

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “રાધાષ્ટમી ના અભિનંદન

  1. Very very nice!!completely ignorant about radhashtmi, being vaishnav I should know that…but thanks for information.

  2. રાધા એટલે કૃષ્ણ પ્રેમની ધારા

  3. Anila patel

    Krushna vina Radha ane Radha vina premni kalpanaj kaik adhoori adhoori lage.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.