“वीरता परमो धर्म”સ્વામી સચ્ચિદાનંદજી

Side A – AEKTAA PARMO DHARMA –  AMDAVAD  – एकता परमो धर्म – અમદાવાદ – મોરબી તરફના પટેલ સમાજની સભામાં આપેલું પ્રવચન – કોઇપણ શક્તિશાળી વ્યક્તિને, સમાજને કે રાષ્ટ્રને શક્તિ વિનાના બનાવી દેવા હોય તો એકજ કામ કરવાનું કે એને લક્ષ્ય વિનાનું જીવન આપી દેવાનું. લક્ષ્ય ન હોય તો તમારી શક્તિ કામે લાગે નહીં. તમારામાં લક્ષ્ય છે તો એને ત્રણ ભાગમાં વહેંચી શકાય. તમે ઉદાર લક્ષી જીવન જીવો છો? સમાજ લક્ષી કે રાષ્ટ્ર લક્ષી જીવન જીવો છો? તો એના આધારે તમારી શક્તિ ખીલવાની છે. તમે જો પેટ લક્ષી જીવન જીવતા હોવ, તો તમારી શક્તિ પેટ પૂરતીજ ખીલવાની છે. વાસ્કો-ડી-ગામા કે કોલંબસ રોટલાની શોધમાં ન હોતા નીકળ્યા. પણ એમની પાસે એક મહાન લક્ષ્ય હતું એટલે એમણે દરિયાના દુઃખો સહન કર્યા. વાસ્કો-ડી-ગામા નવ મહીને ભારત પહોંચેલો. એની પાસે ભયંકર ક્રિમીનલ કેદીઓ હતા. ત્યાંની મહારાણી ઈઝાબેલાએ પોતાના દાગીના વેચીને નાવડા બનાવડાવી આપ્યા હતા. ૧૩ નાવોમાથી ચાર નાવો તો ડૂબી ગઈ હતી, બધી વિદામ્બનાઓને પર કરીને ભારત પહોંચો હતો. મને એમ થાય કે આપણે કેમ કોઈ વાસ્કો-ડી-ગામા પેદા ન કર્યો? આપણે ઓસ્ટ્રેલિયા પહોંચવાના બદલે આપણે આપણે સાવ નજીકના આંદામાન-નિકોબાર પણ ન શોધ્યા? @5.00min. એના બે કારણો હતા, પહેલું ધર્મે સમુદ્ર યાત્રા પર પ્રતિબંધ મુક્યા હતા, કે બહાર જવાયજ નહિ, અભડાઈ જશો. ધર્મ તમારા ચિંતનનું માળખું ગોઠવે છે. એ ચિંતનના માળખામાંથી લક્ષ્ય પેદા થાય છે. ધર્મે એકજ વાત ગોઠવી કે બધા હિમાલય તરફ દોડો અને આત્માનો સાક્ષાત્કાર કરી પરલોક સુધારો. આપણે ઘણા મોટા-મોટા આચાર્યો પેદા કર્યા પણ ખારવો કેમ ન પેદા કર્યો? આ બધા ખારવાઓમાં કેટલાયે વાસ્કો-ડી-ગામા હતા, પણ એની પાછળ કોઈ ઈઝાબેલા ન હતી, સમાજ ન હતો, ધર્મ ન હતો કે રાષ્ટ્ર ન હતું. એ બિચારા માછલાં મારીને પેટ ભરતા હતા અને આપણે એને પાપી-પાપી કરીને હડધૂત કરતા હતા. ક્યાં ભૂલ કરી આપણે? એ ભૂલના પરિણામો અનામતના દ્વારા આપણે ભોગવી રહ્યા છીએ. પ્રજા તલવારથી કે ગોળીથી  મરતી નથી, ઉલટી બળવાન થઈને બહાર આવે છે. પ્રજા એકજ રીતે મરે છે કે એના મસ્તિષ્કની અંદર એક નાનું સરખું લક્ષ્ય મૂકી દો, એટલે આપોઆપ મરી જશે. આ લક્ષ્ય જયારે ધર્મના દ્વારા, અધ્યાત્મના દ્વારા મુકવામાં આવ્યું હોય ત્યારે એને દૂર ન કરી શકાય. સ્વામીજી જયારે ઋષિકેશ, હરિદ્વાર, કાશીમાં રહેતા હતા ત્યારે બધા સાધુઓ ભેગા થઇ એકજ વાત કરતા કે  “कौपीनवंत: खलुभाग्यवंत”એક કૌપીન પહેરીને રહો, પાંચ ઘરની ભિક્ષા કરી લો, કાલ મરી જવાનું છે અને બધુંજ અહીંનું અહીં  રહી જવાનું છે. આ દેશમાં ૩૦૦૦ પાદરીઓ જે કામ કરે છે, તે કામ અમે ૬૦ લાખ સાધુઓ નથી કરી શકતા, કારણકે આપણે પાસે કોઈ લક્ષ્ય નથી. તમે એવું કોઈ મંદિર, આશ્રમ, મઠ જોયો કે જેમાં બિન-હિંદુઓને હિંદુ બનાવવામાં આવે? @10.02min. હું જયારે ૨૩-૨૪ વર્ષનો હતો ત્યારે એક દંડી સ્વામીની વાત સાંભળતો. પાટીદારોને ત્યાં જમવા માટે મને ઠપકો આપ્યો કે તું તારું પેટ કેમ ફોડી નથી નાખતો? બ્રાહ્મણ પટેલને ત્યાં જમે એટલે પટેલોની સામે એનું ડીવેલ્યુએશન થઇ જાય અને જો બ્રાહ્મણ રસોઈઓ બોલાવીને રસોઈ બનાવડાવે તો એજ લોકો એના વખાણ કરે કે મહારાજ બહુ પવિત્ર છે. આપણે ક્યાં ભૂલ કરી બેઠા છીએ?  મારે તો તમને એટલુજ કહેવાનું છે કે તમે પ્રજાના મગજમાં બિલકુલ નાનું લક્ષ્ય મૂકી દો કે આટલું મળ્યું એટલે બસ થઇ ગયું, પ્રજા મરી જશે. આવું નાનું લક્ષ્ય પ્રજાને અમે આપ્યું એટલે પ્રજાનો ક્રીમ વર્ગ દરિયા તરફ દોડવાને બદલે હિમાલયમાં પલાંઠી વાળીને બેસી ગયો. અમે પલાંઠીને પુજાવતા હતા ત્યારે પેલા સાહસ કરતા હતા. હવે આ પ્રજા ગુલામ નહિ થાય તો બીજું થાય શું? મારું એવું માનવું છે કે પહેલા સમાજ હતોજ નહીં. પહેલા જાત હતી, ન્યાત હતી, ગોળ હતો પણ સમાજ ન હતો. ઉત્તર ગુજરાતના એક પટેલની વાત સાંભળો. જેણે પોતાની દીકરીને ડોક્ટર (MBBS) બનાવી પણ સમાજના આગેવાનોએ એને ન્યાત બહાર લગ્ન કરાવવાની ના પાડી એ વિષે સાંભળો. @15.00min. સમાજમાં સામે કોઈ ડોક્ટર હતો નહીં. સમાજ પાસે દીકરીને બીજા પટેલ વર્ગમાં પરણાવવા વિનંતી કરી તો સમજે કહ્યું કોને પૂછીને દીકરીને ડોક્ટર બનાવી? આવનારા સમાજમાં હવે દીકરી તમારી મર્યાદા રાખવાની નથી. તમારા નિયમો જો વ્યહવારિક અને કલ્યાણકારી ન હોય તો તૂટી જવાના છે. ભણતરથી સમાજમાં જાગૃતિ આવી અને કુરિવાજો બંધ થઇ રહ્યા છે. આજે આ જાગૃતિના પચાસ વર્ષ પછી અહિયાં બે ડોસીઓ સિવાય કોઈએ માથા ઉપર ઓઢેલું નથી. આપણી સ્ત્રીઓ મુસલમાનોનો બીકથી મોઢા ઢાંકતા હતા, કારણકે મુસલમાન કોઇપણ રૂપાળી સ્ત્રીને જુએ એટલે એને ઉપાડી જાય. તમે સીતારામને, લક્ષ્મીનારાયણમાં કે રાધાકૃષ્ણના ફોટામાં ઘુંઘટો જોયો? મેં સમાજની એકતાના બે સુત્રો આપ્યા છે. “एकता परमो धर्म” અને “वीरता परमो धर्म” કોઈ સમયે કોઈએ કહેલું “अहिंसा परमो धर्म” પણ હવે સંદર્ભ બદલાઈ ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે એ જૂની વાત ચાલે નહીં. નહિ તો માર ખાઈ-ખાઈને મારી જશો. અંગ્રેજો આવ્યા અને ગુલામી આવી, આ વાત સાથે હું સહમત નથી. મારો તમને બધાને પ્રશ્ન છે કે અંગ્રેજો ન હતા ત્યારે આપણે આઝાદી ભોગવતા હતા ખરા? @20.00min.અંગ્રેજો પહેલાં પાટીદારો વેઠ કરતા હતા એ વિષે સાંભળો. એક માણસે મને પ્રશ્ન કર્યો કે એક વિદેશી (EAST INDIA  COMPANY) આવી અને આખા દેશને ગુલામ બનાવ્યો, તો અત્યારે સેંકડો વિદેશી કંપનીઓ આવી તો ભારતની દશા શું થશે?  આ એક મોટો ભ્રમ ફેલાઈ રહ્યો છે. મેં કહ્યું તમે પાયામાંથીજ ભૂલ કરી રહ્યા છો. માનો કે આ દેશમાં ઇષ્ટ ઇન્ડિયા કંપની આવીજ ન હોત તો શું થાત આ દેશનું? જરાક તો વિચાર કરો. તો આખો દેશ ક્યારનોયે મુસલમાન થઇ ગયો હોત, કારણકે આપણાં અહીં સત્તાનું વેક્યુમ હતું. અને એનું મૂળ કારણ હતું, હિંદુ પ્રજા વેર-વિખેર હતી, એકતા ન હતી, વીરતા ન હતી. આજેય પ્રજામાં જોઈએ તેવી વીરતા નથી. અંગ્રેજોએ ભલે આપણને ગુલામ બનાવ્યા પણ એના કારણે આટલો મોટો ભારત આપણને પ્રાપ્ત થયો, જે કોઈ ઇતિહાસમાં આટલો મોટો ભારત ન હતો. આંદામાન-નિકોબારની તો આપણને ખબરજ ન હતી. જયારે ગયા ત્યારે અબજો રૂપિયાની સિલ્લક મુકીને ગયા, એ પણ આપણે સમજવું જોઈએ. કાશીમાં પ્રિન્સ કોલેજમાં સ્વામીજી ભણ્યા તે અંગ્રેજોની સ્થાપેલી હતી. એમણે સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો. એના બધા પ્રિન્સીપાલો ગોરા હતા અને એમણે બધાએ ઘણું કામ કર્યું. મારે તો તમને આટલોજ મુદ્દો સમજાવવો છે કે તમારે શું કરવું છે? તમારે પહેલા એકતા કરવાની છે. પણ તમારું વિભાજન, ટુકડે-ટુકડા કરાવ્યા કોણે? એને જ્યાં સુધી ઓળખો નહિ ત્યાં સુધી તમે એકતા ન કરી શકો. તમારું પહેલું વિભાજન વર્ણ વ્યવસ્થાએ કરાવ્યું છે, કેવી રીતે તે સાંભળો. સુપર પ્રજાની બે નિશાનીઓ છે, એક તો એક માઈગ્રેશન કરે છે અને બીજું ધંધો બદલે છે. મુંબઈની આખી જાહો-જલાલી બહારથી આવેલી પ્રજાની છે. ત્યાંની મૂળ પ્રજા હજીએ વાસણ માંજવાનું કામ કરે છે. પટેલો આખી દુનિયામાં બધે ફેલાઈ ગયા. @24.55min. મેક્ષિકોમાં પણ મોટેલ ચલાવતા પટેલ ભાઈ મળી ગયા. પટેલ આખી દુનિયામાં ફેલાયો એને કારણે એ રૂડો-રૂપાળો છે. અમારા દંતાલીમાં, વર્ષમાં ૭૦ વાર આખું ગામ જામે છે, પણ તે ડોલરના કારણે, ખેતીના કારણે નહીં. સ્વામીજીનું પુસ્તક “અધોગતીનું મૂળ વર્ણ-વ્યવસ્થા’ જરૂર વાંચજો. આપણા દેશમાં જે કોઈ પરદેશીઓ આવ્યા એમણે તો મુઠ્ઠીભર માણસોનેજ  જીતવાના હતા. આ મુઠ્ઠીભર માણસો સિવાય બાકીની પ્રજા તો ટેક્ષ ભરનારી પ્રજા છે. એટલે એક વિભાજન જાતિવાદ-કોમવાદથી થયું. બીજી તરફ સંપ્રદાયોજ સંપ્રદાયો, પંથોજ પંથો. આજે એમનો આંકડો ૨૦,૦૦૦નો છે. એમાં ૯૦૦-૧૦૦૦ તો ભાગવાનો છે. એક ભગવાન કહે છે કે આપણે મહાત્મા થઈએ તો નીતિ-નિયમમાં રહેવું પડે પણ એક વખત જો ભગવાન થઇ જાવ તો જે કરો એ લીલાજ કહેવાય અને પેઢીની પેઢીનો ઉદ્ધાર થઇ જાય.બધા સંપ્રદાયો-પંથોના સુત્રો અલગ અલગ છે. તમે એક કેવી રીતે થઇ શકશો? જો તમારે એક થવું હોય તો પાયાની ભૂલોને સુધારવી પડે. એ ભૂલો સુધારવા માટે મેં એકેશ્વરવાદનું સૂત્ર આપ્યું કે પરમેશ્વર એક છે, એકછે ને એકજ છે. પણ સમીકરણ સાથે તમે એને ભગવાન રામ કહો, શિવ કહો, કૃષ્ણ કહો બધું એકજ છે. @30.05min. એ તો “एकमसद विप्रा बहुधा वदन्ति” ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવાં અંતે તો હેમનું હેમ હોયે. આજે આપણે શરૂઆત કરીએ તો ૫-૨૫ વર્ષે એનું પરિણામ આવશે. એટલે આપણે વિભાજીત પ્રજા છીએ અને એને આપણે એક કરવાની છે. એને માટે સાચા પ્રયત્નો કરવાના છે. હું ઘણીવાર પાટીદારોને કહું છું કે તમે લેઉઆ-કડવાના ભેદતો દૂર કરો. આપણે બ્રાહ્મણથી માંડીને શુદ્ર સુધી એકતા કરવાની છે. એક વૃદ્ધ સ્વામીની વાત સાંભળો. હવે જાતિભેદના સિદ્ધાંતો બહુ ચાલશે નહીં. આ સિદ્ધાંતો રાખીને તમે બળવાન થઇ શકશો ખરા? એક જૈન સજ્જન કહે છે કે માછલાં ખાનારનો પક્ષ લો છો. સ્વામીજીએ કહ્યું, ભલે એ માછલાં ખાતો હોય પણ એ મારો ભાઈ છે. અરે તમે ડુંગળી-લસણ નહિ ખાનારા આખી બેન્કોની બેંકો ખાઈ જાવ છો એના કરતાં પેલા માછલાં ખાનારા તો ઘણા સારા છે. કેટલીયે  વિધવા અને કેટલાયે ગરીબ માણસોને તમે રડાવ્યા છો. અરે એ માછલાં ખાનારો તમારી સાથે હશે તો બંગલામાં બેસીને તમે રોટલી ખાઈ શકશો. જો તમે એને હડધૂત કરશો તો તમારા બંગલાની રક્ષા તમે નહિ કરી શકશો. હવે આપણે શુદ્ર શબ્દને અને બ્રાહ્મણ શબ્દને પણ કાઢી નાંખીએ. હવે આપણે માત્ર માનવ છીએ, બધા ભાઈઓ છીએ. ૨૬મી જન્યુઅરિનો એક પ્રસંગ સાંભળો કે જે દિવસે વડોદરાની એક પારુલ પટેલ લશ્કરનું પ્લેન ઉડાવી રહી હતી. @35.02min. “वीरता परमो धर्म” “एकता परमो धर्म” વીરતા અને એકતા બંનેનો સરવાળો કરો. આપણે માત્ર બાદબાકી કરી. અર્જુનમાંથી કર્ણ અને એકલવ્યની બાદબાકી કરી. હવે બધાનું સરવાળાનું ગણિત કરો. આ ગણિતનો પહેલાં કર્યું હોત તો અનામતનો કોઈ પ્રશ્નજ ન હોત. આજે આ માઈનસવાળા પૂછે છે કે તમે અમને આપ્યું શું? તમે કહો છો કે અમારી સંસ્કૃતિ મહાન પણ એ તમારી સંસ્કૃતિએ અમને આપ્યું શું? હવે આપણે સરવાળાનું ગણિત કરવાનું છે. કેવી રીતે? તે સાંભળો. તમારી પાસે સ્નેહ મિલન હોવું જોઈએ. તમારું હૃદય ઘ્રણાથી કે નફરતથી નહિ પણ લાગણીઓથી ભરેલું હોવું જોઈએ.જોઈએ. લાગણીઓનું નામજ સ્નેહ છે, એ ચિકાસ છે, એનાથી માણસ એક બીજા સાથે જોડાય છે.લાગણીમાંથીજ જીવન આવે છે. લાગણીને કચડી નાંખવામાં જીવન નથી. એટલે આપણાં પૂર્વજોએ દિવાળી અને બેસતા વર્ષને દિવસે સ્નેહ મિલન નક્કી કરેલું છે. એ સ્નેહ મિલનથી તમે રિસાયેલા હોય અને દુશ્મન થયેલા હોય એમના હૃદયને પણ તમે જીતી લો. પણ તમારામાં વાત-વાતમાં અપમાન કરવાની વૃત્તિ હોય તો તમે એકતા ન કરી શકો. એકતા ન કરી શકો તો તમે બળવાન ન થઇ શકો. પાણીપતના યુદ્ધની વાત સાંભળો. પેશ્વા બ્રાહ્મણોએ શુદ્ર એવા જાટ રાજાની મદદ ન સ્વીકારી એટલે @40.02min. પેશ્વાનું એક લાખ મરાઠાઓનું લશ્કર મરાયું અને ત્યાંથી ભાગવું પડ્યું. રાજા સુરજમલે શરણું આપ્યું. આ વિનાશના મૂળમાં બે કારણો હતા. એક જ્યોતિષ પ્રત્યેની અંધશ્રદ્ધાએ એક મહિના સુધી પેશ્વાને લડવા ન દીધો અને બીજું કારણ જાટ પ્રજાને શુદ્ર ગણી એની મદદ ન સ્વીકારી. ચોઘડિયાં તો જૈન ધર્મમાંથી આવેલાં છે, એટલે આ ચોઘડિયાંનું ભૂત મગજમાંથી કાઢી નાંખવું જોઈએ. હવે આ શુદ્ર શબ્દને પણ કાઢી નાંખો કે હવે આપણે માત્ર ભારતીઓ છીએ, હિંદુઓ છીએ. તમે મિલકત તો કમાયા, મંદિરો બાંધ્યાં તો એનું રક્ષણ કોણ કરશે? એટલે તમે વીર બનો. આપણે સોમનાથનું રક્ષણ તો ન કરી શક્યા અને આજે પણ બે આતંકીઓ આવે અને આખા મંદિરને ધમરોળી નાંખે, અંદર દોઢસો તો સાધુઓ બેઠા હતા તો પણ કશું કરી શક્યા નહીં. માંનોકે કોઈ ગુરુદ્વારા પર હુમલો થયો હોત અને અંદર દોઢસો શીખો હોત તો કમાન્ડો બોલાવવાની જરૂર પડત કરી? એક-એક શીખ પોતે કમાન્ડો છે. @44.49min. એક વાણીયા સજ્જનની વાત સાંભળો. આ સ્નેહ મિલન છે અને આ સ્નેહ મિલન જમણવાર પુરતોજ નથી, પણ એની સાથે એક મેસેજ છે. (આ તારીખ ૧૫ નવેમ્બર ૨૦૦૩ની સ્વામીજીની ભવિષ્યવાણી છે.) બહાદુર બનો, બળવાન બનો, તમારું રક્ષણ, તમારા ઘરનું, તમારા મહોલ્લાનું રક્ષણ તમારે જાતે કરવાનું છે. આવનારો સમય બહુ ખરાબ આવી રહ્યો છે. આતંકવાદ મટવાનો નથી પરંતુ ઘણો ફેલાવાનો છે. સરકારની પણ મર્યાદા છે. સરકારમાં વોટ લેનારા માણસોમાં તો વિભીષણોજ-વિભીષણો (ફૂટી જનારા, સ્વાર્થી) છે. એમને લંકાની ગાદી પર બેસવાનું છે, બાકી તો પ્રજાનું જે થવાનું હોય તે થાય. એટલે આવનારો સમય બહુ ભયંકર આવી રહ્યો છે, ત્યારે આપણે જાગવું પડશે. સજ્જનો આ અમદાવાદનો આટલો મોટો અખિલ પાટીદાર સમાજ, મોટી મેદની જોઇને આનંદ થયો. તમે આ બે સુત્રો લઈને ઘરે જજો કે  “वीरता परमो धर्म” અને “एकता परमो धर्म”  આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @47.31min. राष्ट्र भक्ति गीत – कदम कदम बढ़ाये जा, खुशीके गीत गायेजा ये जिंदगी है कोमकी, तू कोमपे लुंटाये जा. 

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to ““वीरता परमो धर्म”સ્વામી સચ્ચિદાનંદજી

  1. Anila patel

    Sanghe shakti kalau yuge– kaliyugma sangh shaktij balavan— ane virata parmo dharm– banne swamijie kaheli vat aapane svikarva yogy chhe. swamijie bahuj saras samjavyu chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s