રામભક્ત સ્મૃતિ સભાસ્વામી સચ્ચિદાનંદજી

http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss1125.htm:SATLECT   11

 381.Maare_Maravu_Nathi

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “રામભક્ત સ્મૃતિ સભાસ્વામી સચ્ચિદાનંદજી

 1. રામભક્ત વિષે આ વાંચીને કઇંક સ્મૃતિઓ ઝંકૃત થઇ ગઇ. રામભક્ત મહારાજના પટ્ટશિષ્ય હતા, તેઓને મુંબઇવાળા રામભક્ત તરીકે ઘણાં ઓળખતા. તેઓ કુલ ૧૮ વખત પરદેશ ગયેલા અને પરદેશમાં મંદિરોની સ્થાપના કરેલી.

  શ્રી રામભક્તને બે દિકરા હતા. એક દિકરો ટી.વી. ચેનલનો વ્યવસાય કરતો. જે ઇલેક્ટ્રીકનો શોક લાગવાથી યુવાન વયે દેવલોક પામેલ. તેના રામભક્તને એ પુત્ર બહુ પ્યારો હતો. પણ તેના મૃત્યુને કારણે આકુળ-વ્યાકુળ નહીં થવા જેટલા સ્વસ્થ રામભક્ત હતા. તેમણે સાચા અર્થમાં ભક્તિ પચાવેલી હતી. બીજો દિકરો માનસિક નબળાઇ સાથે જન્મેલો છે. તેમને ત્રણ દિકરીઓ છે. જે પૈકી (૧) યોગીનીબેન, અને (ર) નિલમબેન અમદાવાદમાં પરણાવેલા છે.

  રામભક્ત. સુરતમાં રામભક્ત રહેવા ગયા અને ધનતેરસના દિવસે એમનો દેહવિલય થયેલો. પણ તેની પહેલાં રામભક્ત અમદાવાદમાં, વેદ મંદિર, કાંકરીઆ પાસે પીન્ક પાર્ક સોસાયટીમાં રહેતા. અમદાવાદામાં શ્રી રામભક્તને અપેક્ષિત મઝા ન્હોતી એવું કોઇકવાર તેમના ઉચ્ચારણો પરથી આછી ઝાંખી થતી. એવું પણ ક્યારેક અવલોકન થયેલ છે કે, અમદાવાદના બધા ભક્તો ભજનમાં શ્રી રામભક્તના ભજન તો ગાય જ.. કારણ કે, એ ભજનોમાં શબ્દોની મજબૂતી હોય…રાગ-તાલ-લય અને ભાવ પણ હોય.

  જેમના લખેલા ભજન ગવાય એ રામભક્ત પોતે એ ભજનમાં ક્યારેક હાજરી આપે તો, ઘણાં ભક્તોને તે ના ગમે. કારણ કે, ભક્તિના મેદાનમાં ડબલસેન્ચ્યુરીનું બેટ લઇને ઉતરનાર રામભક્ત સામે કોઇપણ બની બેઠેલો ભક્ત વામણા જ લાગે..કારણ કે, સમય બદલાતા ભક્તિના નામે પ્રોફેશનલ માણસો આ ક્ષેત્રમાં આવી જવાની ત્યારે શરૂઆત થઇ ચૂકી હતી. અને એવા માત્ર ભજનો ગાવને કારણે, અથવા તો, બીજાના ભજનોની નકલો કરીને આડા-અવળા શબ્દો લખીને કોપી કરીને ભજનો રચનાર અને ભગત કહેવાતી વ્યક્તિઓને તેમની અાભા જાળવવા માટે અસલ નક્કર સોના જેવા રામભક્ત માટે દ્વેષ કરવો એ જ ધર્મ બની જતો. કારણ કે, એવી વ્યક્તિઓએ તેમની નોકરી છોડીને ભજન કરવાની બાબતને જ વ્યવસાય તરીકે વિધિસર રીતે સ્વીકારેલો હોય. પણ સમાજ ભજન ગાનારને ભક્ત જ કહે. અને એવી વ્યક્તિઓ પણ કાળ ક્રમે હૈશો હૈશોમાં ભગત જ બની બેસે.

  મારા ધર્મપત્ની (મીનાબેન પી. ઠક્કર) (http://minabenbhajan.blogspot.in/) ભજન ભક્તિ સાથે સંકળાયેલા હોવાથી અને આખ્યાન-ભજન કરતા હોવાથી શ્રી રામભક્ત સાથે પરિચયમાં આવવાનું બનેલું જે એક કૌટુંબિક સંબંધમાં પરીણમેલો છે. રામભક્તને અમે દાદા કહેતા. દાદા મીના માટે કહેતા કે, મી – ના. હું કંઇ નથી. દાદા કહેતા કે, મીનાનું ભજન મંડળ એટલે વહુ ભજન કરે અને સાસુ ઢોલ વગાડે. દાદા એવો આગ્રહ રાખતા કે, દર રવીવારે પીન્ક પાર્ક સોસાયટીના નિવસાસ્થાને થતી સાંજે ૪.૦૦ વાગ્યાની ભક્તિ સભામાં મીનાએ અને મારે જવું. હું ન જઇ શકુ તો, મીનાએ તો જવું જ. અને મીનાના ના જઇ શકવાના કારણે ક્યારેક દાદા ફોન કરીને હેલ્લો બોલીએ એટલે સીધો પહેલો સવાલ કરે, ‘તમે કેમ અમારી છોકરીને અમારા ઘેર નથી આવવા દેતા ?’ અને પછી એ કૃત્રિમ ગુસ્સો છોડી દઇને પછી નવું લખેલું ભજન ફોનમાં સંભળાવે. દાદાનો ફોન બે-પાંચ મિનિટમાં પૂરો ના થાય. તેઓ બહુ પ્રેમાળ હતા. દર રવીવારની સભામાં તેમને ત્યાં આવનારી વ્યક્તિઓમાં ગુજરાત રાજ્યના અનેક વિભાગોના રહેલા જાણીતા અશોકભાઇ ભટ્ટ હોય, એ જ રીતે, ફિલ્મી ગીતોની મ્યુઝિક પાર્ટી ચલાવતા અંબરીષભાઇ (વિસરાતા સૂર અને વિસ્તરતા સૂર – એ નામે કાર્યક્રમો આપે જેમના ગૃપના કલાકારો કમલેશ અવસત્થી, બંકીમ પરીખ જેવા કલાકારો રહેતા.)

  દાદાના લોકપ્રિય ભજનો
  સંખ્યાબંધ છે… તેમાના કેટલાકઃ

  (૧) ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે, મારો ચાલે છે વહેવાર,
  રહીશ ના દૂર,(રાગઃ તેરી પ્યારી પ્યારી સૂરતકો કીસીકી નજર ના લગે)
  (ર) હૈયાના હેતુ તું આવ, શ્યામ મારે લેવો છે લ્હાવ..https://www.facebook.com/puthakkar/videos/10205143724735492/
  (૩) હું તારી બોલાવું જય, વ્હાલા મારી ખબર તું લે (રાગઃબચપનકી મહોબ્બતકો દિલસે ના ભૂલા દેના)
  (૪) ઓ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ લૂછાવે આંસુ..
  (૫) તું મારા હૃદયમાં વાસ કરે તો, વગર ભાડે રહેવા દઉં (ચાંદી સી દિવાર ના તોડી પ્યાર ભરા દિલ તોડ દિયા)
  (૬) ઓ વ્હાલા મારીા પતંગ તુંઝ ચગાવજે..
  (૭) મળી છે કાયા માનવની, જગતમાં ધૂપસળી થાજે.. (ખિલૌના જાન કર તૂમ તો મેરા દિલ તોડ જાતે હો)
  (૮) હું શરણે તારે આવ્યો છુ, પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરૂ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s