ગુરુભાવ સ્વામી સચ્ચિદાનંદજી

Side B –  UNJHAA AASHRAM – કોઈ શેઠને ત્યાં તમે નોકરી કરતા હોવ અને શેઠે તમને ધંધો શીખવાડ્યો તો શેઠ પણ તમારા ગુરુ છે. એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં, અધ્યાત્મના ક્ષેત્રમાં કોઈ સાચો રસ્તો બતાવે તો એના પ્રત્યે તમે ગુરુભાવ રાખો, પણ કંઠી બંધાવવાની કે કાન ફૂંકાવવાની કઈ જરૂર નથી. વાડામાં પડવાની જરૂર નથી. જો તમે આવું રાખો તો પ્રજા વિભાજીત થતી અટકે. દત્તાત્રય જેમ ૨૪ ગુરુ કર્યા એમ તમે સાચું કહેતા હો તો તમે સાચું કહેતા હો તો તમે પણ મારા ગુરુ છો. ગાંધીજીએ કહ્યુ ગોખાલે મારા ગુરુ  છે, પણ રાજકારણમાં, રસ્કિન મારા ગુરુ છે પણ અર્થતંત્રના, ટોલસ્ત્રોય સ્ત્રોય મારા ગુરુ છે, પણ સમાજ ક્ષેત્રના. એટલે સજ્જનો આ જે ગુરુ પૂનમ આપણે ઉજવીએ છીએ, એના પાછળનો આ મેસેજ છે. આપણે બે કામ કરવાના છે, એકતો રીવર્સ પાછું જવાનું છે કે ભણો અને ભણાવો અને વિદ્યાર્થી સમાજને દરેક ક્ષેત્રમા ભરપુર બનાવો એ સાચો આચાર્યવાદ છે, સાચો ગુરુવાદ છે. આ ગુરુવાદનું પરિણામ અંધશ્રદ્ધામાં આવ્યું છે અને એના કારણે ભારતનું પતન થયું છે. તમારો છોકરો માંદો થયો અને હું આશીર્વાદ આપું અને મટી જાય? જો હું સાચો ગુરુ હોઉં તો કહું કે તું એને દવાખાને લઇ જા. કોઈ સારા ડોક્ટરને બતાવ. બીજા અંધશ્રદ્ધાના ઉદાહરણ સાંભળો. સાચું અધ્યાત્મ ચમત્કાર અને આશીર્વાદથી મુક્ત-પર હોય છે.બુદ્ધના સમયનું એક ઉદાહરણ સાંભળો. @5.10min.  હમણાં એક સજ્જને મને કહ્યું કે આપણા ફલાણા મુખ્ય મંત્રીએ મોંઘામાં મોંઘી ૭૦૦૦ રૂપિયે મીટરની ખાદી ગાંધી હોલમાંથી ખરીદી. તમે જયારે સાત હજાર રૂપિયે મીટરનું કપડું પહેરો તો એક ૨૫ રૂપિયે મીટરનું કપડું લઈને પણ કોઈ ગરીબનો ઝભ્ભો કરાવી શકો છો. આ ૨૫ રૂપિયાનું કાપડ તમારા મનની શુદ્ધિ માટે છે. શેઠાણીએ બુદ્ધને કહ્યું ભગવાન તમારી સાધ્વીઓને બબ્બે સાડી આપવાની આજ્ઞા કરો. બુદ્ધે પૂછ્યું કેમ? તો શેઠાણીએ કહ્યું, હું જતી હતી ત્યારે તમારી બે સાધ્વીઓ નદીમાં વસ્ત્ર વિનાની ન્હાતી હતી, કારણકે એની પાસે બીજી સાડી ન હતી, એટલે મને કરુણા થઇ એટલે મને આશીર્વાદ આપો કે હું દર વર્ષે બબ્બે સાડીઓ આપું. બુદ્ધે કહ્યું તથાગત(એટલે બુદ્ધ) શ્રાપ અને આશીર્વાદથી પર હોય છે. આપેલા શ્રાપ કે આશીર્વાદની અસર હોતી નથી. જે આંતરડીમાંથી જીભ ઉપર આવે એજ આશીર્વાદ કે શ્રાપ ફળે છે. @10.50min.  આશીર્વાદ તો તમારી માંનો લાગે. માંની આંતરડી ઠરે અને માં અંદરથી કહે કે જા બેટા ભગવાન તારું ભલું કરશે ત્યારે અવશ્ય થશે. પણ જો માંની આંતરડી કકળશે તો લીલા લહેર કરતાં હોય અને માં પાછલી જિંદગીમાં દુઃખી દુઃખી થઇ જાય તો નખ્ખોદ આવી જતાં વાર નહિ લાગે. એટલે સજ્જનો,અધ્યાત્મનો અર્થ ચમત્કાર નથી, આશીર્વાદ કે શ્રાપ નથી. આજે તો આશીર્વાદ આપવાનો પ્રચાર થાય છે, કે આશીર્વાદ લો, તમે આશીર્વાદ લો. તમે જો મને સમજી શક્યા હોવ અને હું તમારા જીવનમાં થોડો પણ રાહબર થઇ શકતો હોઉં તો તમે ઈશ્વરનું ભજન કરો, ઈશ્વરને શરણે જાવ, જપ કરો, ધ્યાન કરવું હોય તો ધ્યાન કરો પણ કોઈ વ્યક્તિ પૂજા ના કરો. સંતને સંત તરીકે માનો, કોઈ વ્યક્તિને ભગવાન માનશો નહીં. બીજી વાત છે, મેં સાધુ કેમ ન બનાવ્યા? જો બનાવ્યા હોત તો શિષ્યોના ટોળાં અહીં ચારે તરફ બેઠા હોત. મોર તો એની પાંખોથી સારો લાગે એમ મહંત એની જમાતથી સારો લાગે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં ઋષિ પધ્ધતિ છે આ જે સાધુ પ્રથા છે, એ શ્રમણોની (બુદ્ધ અને મહાવીર) છે, પછે દેખા-દેખી આપણે ત્યાં આવી. આપણે ત્યાં તો ઋષિ પધ્ધતિ છે. વ્યાસ, કણાદ, કપિલ, વશિષ્ઠ બધા મહાન છે. એ સમાજનું અંગ છે. એ વૈરાગ્યનો ઉપદેશ આપે છે પણ સમાજ છોડાવતા નથી પણ કર્તવ્યનું ભાન કરાવે છે. પત્ની છોડવા માટે નથી. આશ્રમમાં એક પાટીદારનો છોકરો સાધુ થવા આવ્યો એ વાત સાંભળો. “કોઈ કોઈનું નથી રે” એવું નથી, સૌ કોઈ એકબીજાના મદદગાર છે.  રેલ આવી ત્યારે ડૂબવાની પણ કર્યા વગર પણ આપણા લોકો છત પર ત્રણ-ત્રણ દિવસથી બેઠેલા લોકોને પાણી તથા ખાવાનું આપવા ગયા હતા. એ લોકો સગાં-વહાલાં ન હતા પણ ગયા કે નહીં? કેમ કોઈ કોઈનું નથી? માણસ માણસને મદદ કરે છે, તમને મદદ કરતા અને લેતા નથી આવડતી એટલે કોઈ કોઈનું નથી રે એમ કહો છો. @15.09min. જેવી રીતે કોઈ માણસ(પતિ) મરી જાય એટલે એની પત્ની રોતી રોતી દરવાજે આવે એટલે લોકો એને પકડી લે, એમેય એની ઇચ્છાજ એવી હોય એમ ઉપવાસ પર ઉતારનારો પહેલેથીજ પારણાની વ્યવસ્થા કરતો હોય છે. પેલી બારણાની આગળ અટકી જાય એજ બરાબર છે. ચિતા પર ચઢી જાય તો શું થાય? એના છોકરાઓનું શું થાય?આ ઉપદેશજ ખોટો છે. તમે કે પત્ની મરી જાય તો જે બાકી છે, એણે જવાબદારી પૂરી કરવાની હોય એ કર્તવ્ય છે. એ ઋષિ માર્ગ છે. શ્રમણ માર્ગ નકારાત્મક છે. તેઓ કહેશે, લો ભેગું શું આવ્યું? આ બાબતમાં અંગ્રેજો બહુ સારું જીવન જીવી જાણે છે. અંગ્રેજો જયારે આફ્રિકા છોડે ત્યારે બધું એના નોકરોને આપી દેતા હોય છે. આપણાં લોકો જયારે આફ્રિકા છોડે ત્યારે પગ લુંછણીયા પણ સાથે લઇ જાય છે.આશ્રમમાં એક મણીબહેન રહેતા એની વાત સાંભળો. ૯૨ વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા. તમારી પાસે પૈસા પડી રહ્યા હોય તો બસ આપોજ આપો. આનું નામ વૈરાગ્ય છે. મેં જોયું કે આ આખો શ્રમણ માર્ગ છે, એ બરાબર નથી, એમાં નકારાત્મકતા છે, એટલે મારે એને આગળ ચાલુ રાખવો ન જોઈએ. @20.06min. આ મારા આશ્રમો છે, પાછળથી કોઈ ગૃહસ્થ એનું સારી રીતે સંચાલન કરે, કોઈ તુકારામ હોય, કોઈ જલારામ જેવો કોઈ ગમે તે હોય. સ્ત્રી પવિત્ર છે, મારી બાયપાસ સર્જરીની બુકલેટમાં લખ્યું છે. આપણે સ્ત્રીઓ પર ખોટી ઘ્રણા કરાવી. વિરમગામમાં એક દંડી સ્વામી સાથેની વાત સાંભળો. તમે જેટલો આડંબર કરો, જેટલો દેખાવ કરો  અને એ દેખાવને જો તમે પૂજો તો તમારા હાથમાં કદી સત્ય આવવાનું નથી. બાળકની માફક નિર્દોષતા, નિર્ભયતા હોવી જોઈએ. એટલે હું કોઈ દિવસ તમારી સાથે મોઢું ચઢાવતો નથી, હંમેશા હસતોને હસતો રહું છું. @24.51min. એટલે સજ્જનો, આજે જો તમે ભેગા થયા કે તમે આ પ્રકારની ગુરુ પ્રથાથી મુક્ત થાવ. આપણે એક ઈશ્વરવાદી છીએ, એમાં બધા ભગવાન અને માતાજી આવી ગયા. બધું એકજ તત્વ છે અને અમે એ પેઢીના મુનીમો છીએ, શેઠ નથી. અમારું કામ છે, શેઠની નોકરી કરવાની એટલે તમે બહુ બહુ તો અમને મુનીમ સમજો, એવું માનતા નહિ કે હું કોઈ દિવ્ય પુરુષ છું. એવી કોઈ ભ્રાંતિ ન રાખો કે હું કોઈ ફલાણો અવતાર છું અને ફલાણો ચમત્કાર કરું છું અને બધાનો ઉધ્ધાર કરવાનો છું, એજ મુખ્ય ઉદ્દેશ છે. આપણે હળીમળીને એકબીજાને જીવનમાં સાથ-સહકાર આપીએ અને જીવન વધારે કલ્યાણકારી બને એવા પ્રયત્ન કરીએ એવી પરમેશ્વરને, સદગુરુને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @27.09min. શ્રીમદ ભગવદ ગીતા-ઊંઝામાંથી “ગુણલક્ષી સન્યાસ” નું દ્રષ્ટાંત સાંભળો. @46.18min. नानक भजन – साधू मनका मान त्यागो – बिजोय चाँद. 
 

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s