૨૭ -૨૮મી એ ચંદ્રગ્રહણ…

A Full Moon Eclipse in Aries 

૦૦૦૦૦૦૦૦૦

૨૭ સપ્ટેમ્બરે ચંદ્ર ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત દેખાશે : સુપરમુન ગ્રહણ

વોશિંગ્ટન : ૩૦ વર્ષ પછી પ્રથમ વખત દુનિયાના ઘણા બધા લોકો વિલક્ષણ ચંદ્રગ્રહણ ૨૭મી સપ્ટેમ્બરે નિહાળી શકશે. પૂર્ણ ચંદ્રગ્રહણ ૧ કલાક અને ૧૨ મિનિટ સુધી રહેશે અને એ ઉત્તર અને દક્ષિણ અમેરીકા, યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના અમુક ભાગો અને પેસેફીક વિસ્તારના પૂર્વ ભાગોમાં દેખાશે.

પૃથ્વીની છાયા ચંદ્રના પ્રકાશને થોડી ઝાંખી પાડશે જે રાત્રે ૮:૧૧ વાગે શરૂ થશે. (ભારતીય સમય પ્રમાણે ૨૮મીએ સવારે ૫:૪૧ કલાકે) લોકો સંપૂર્ણ ચંદ્રગ્રહણને અડધી રાત્રે જોઈ શકશે. એ વખતે ચંદ્ર મોટો દેખાશે. એક કલાક સુધી ચંદ્રને આ રીતે જોઈ શકાશે. નાસાના અધિકારીને માહિતી આપી કે ચંદ્રનો આકાર સંપૂર્ણ ગોળાકાર નથી. ચંદ્ર ઘણી વખત પૃથ્વીની નજીક આવે છે અને અમુક વખત એની પરિધિ પૃથ્વીની નજીક હશે જે વર્ષનો સૌથી નજીકનો સમય હશે. આ સમયે ચંદ્ર પૃથ્વીની એના સામાન્ય અંતરથી ૩૧૦૦૦ માઈલ નજીક હશે.

આ સમયે ચંદ્ર ૧૪ ટકા મોટો અને ૩૦ ટકા વધુ પ્રકાશિત દેખાશે. જેનાથી આ ગ્રહણને સુપરમુન ગ્રહણ કહેવાયુ છે. જો કે, ચંદ્રના ભૌતિક આકારમાં કોઈ ફેરફાર થતો નથી. એ ફકત આકાશમાં મોટો દેખાય છે.(૩૭.૨) સૌજન્ય અકીલા

૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦

Pitri Paksh (Shradham) From Septe

s (0.33 seconds)

mber 27th

2 ટિપ્પણીઓ

Filed under ઘટના

2 responses to “૨૭ -૨૮મી એ ચંદ્રગ્રહણ…

 1. લાલચંદ
  ‘લીલો સૂરજ’ – મનહર મોદી યાદ આવી ગયા!

  • pragnaju

   તમારા પ્રતિભાવથી અમારા ડૉ વિવેક મનહર ટેલરની રચના યાદ આવી આંખ નમ
   રોજની જેમ જ
   આજે પણ
   જાતજાતના રંગના સૂરજ
   કોરા કાગળ પર ઊગી આવ્યા હતા.
   પીળો સૂરજ… ભૂરો સૂરજ… લીલો સૂરજ…
   વાદળી.. પોપટી… જાંબલી… નારંગી… મોરપિંચ્છ…
   નાચતો સૂરજ… ગાતો સૂરજ…
   ખાતો… પીતો… રમતો… કૂદતો…
   ને અચાનક
   ઘડ-ધડ-ધડ-ધડ કરતીક એક લાલ પીંછી બધા પર ફરી વળી.
   ભરયુવાનીમાં કપાળથી કંકુ ખરે
   એમ
   પૂર્વમાં જ આથમી ગયેલા બધા સૂરજ
   આકાશને પૂછતા ગયા –
   આ લાલ રંગ આપણે જ ભેગાં મળીને બનાવ્યો હતો ને
   બીજા પર નાંખવા માટે ?
   હવે… આકાશ શું બોલે ? અને અમારા
   ક્યાં છે ? – જયન્ત પાઠક
   જાંબુડાના ઝાડ ઉપર લટકતો
   લીલો લીલો મારો સૂરજ ક્યાં છે ?

   ક્યાં છે મારા ખેતરખૂણાના કૂવામાં
   કબૂતરાંની પાંખો ઉપર સૂતેલો
   ભોળો ભોળો અંધકાર ?

   પ્રભાતપંખીનાં પગલાંની લિપિમાં
   આળખેલો
   ડુંગર ફરતો, ચકરાતો એ ચીલો ક્યાં છે ?

   ક્યાં છે મારી પથ્થર વચ્ચે
   પાણી લઈને વહેતી
   શમણા જેવી નદી ?

   વનપરીના નાનકડા ખોબા જેવી તરંગની
   આંગળીઓ વચ્ચે
   પવન રમાડતી
   પેલી મારી તલાવડી ક્યાં છે ?

   ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,
   ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં
   અંધારાની કાળી ગાયને દહોતી મારી બા ?
   ક્યાં છે….?અને આ ભાવવાહી
   mari aankhe kanku na-મારી આંખે કંકુના સૂરજ …
   Video for લીલો સૂરજ’▶ 5:19
   http://www.youtube.com/watch?v=MvbN3Q0Su_0
   Aug 12, 2015 – Uploaded by tia joshi
   મારી આંખે કંકુના સૂરજ આથમ્યા મારી વ્હેલ શણગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ! સ્વર : ભુપીંદર સિંગ સંગીત : અજિત શેઠ કવિ : રાવજી પટેલ
   ધન્યવાદ અમારા વિચારવાયુ આગળ વધે તે પહેલા..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s