नानक नशा नामका चढ़ी रहे दिन-रात.સ્વામી સચ્ચિદાનંદજી

Side B – SAVARKUNDALA – પશ્ચિમના દેશોમાં ચર્ચો વેચાય છે, તે આપણા હિંદુ ભાઈઓ લઈને એમાં મંદિર બનાવે છે. આ પશ્ચિમના લોકોમાં આજે ધર્મ ઝનૂન રહ્યું નથી. @1.39min. ગુરુનાનકદેવ ફરતાં ફરતાં એક મોટી મસ્જીદમાં ઉતર્યા અને કિબલા સામે પગ કરીને સૂઈ ગયા. ત્યાંના મૌલવીએ એના પગને ફેરવ્યા પણ બધીજ દિશામાં એને કિબલા દેખાયું. ત્યાંના બાદશાહે એમને મહેમાન બનાવ્યા અને શરાબ પ્યાલીની ઓફર કરી ત્યારે નાનકદેવે કહ્યું, “गांजा भांग, अफ़ीण मद, उतर जात परभात, नानक नशा नामका चढ़ी रहे दिन-रात.” દિલ્હીની ગાદી ઉપરના બાદશાહો શસ્ત્રનીજ ભાષા સમજે છે એટલે ગુરૂનાનકે શીખોને શસ્ત્ર ઉપાડવાનું કહ્યું, એ ધર્મ છે. આ સુધારો છે. આપણે શાંતિ-શાંતિની વાતો કરી અને કબૂતરો ઉડાડ્યાં પણ ખબર ન હતી કે ઉપર તો બાજ ફરે છે. આવા સંજોગોમાં દોઢા બાજ પેદા કરો તો શાંતિ મળે. ભીખ માંગવાથી સંધી નથી થતી હોતી. ઇઝરાઈલ ક્યા સંધિની વાતો કરે છે? ગુરુ ગોવિંદસિંહે સિંહો બનાવ્યા. આપણે ત્યાં શસ્ત્રો ઉપાડવાનો સંદેશો હતો પણ તે દબાઈ ગયો. રામ-લક્ષમણ 14 વર્ષ સીતાજીને સાથે લઈને વનમાં ફર્યા, પણ કોઈની તાકાત નહિ કે સીતાજીની ઉપર આંખ ઉપાડી શકે, કારણકે એમની પાસે ધનુષ્ય-બાણ હતાં. તમારી શસ્ત્ર સાથે એવી અહિંસા હોવી જોઈએ કે હિંસકોને ફફડાટ થાય. @7.52min. જંગલમાં કોનું રાજ છે? દરિયામાં કોનું રાજ છે? આકાશમાં કોનું રાજ છે? કૃષ્ણ અહિંસક છે, પણ શસ્ત્ર સાથે અહિંસક છે. આપણે આ વાતને સમજીજ ન શક્યા. તમારી રક્ષા તમારે જાતે કરવાની, એને માટે તમારો વહાલો અવતાર નહિ લે. એક ઓળખીતા કથાકારની વાત સાંભળો કે એણે વીર-રસને કેવી રીતે કરુણ-રસ બનાવી દીધો કે બધી બહેનો ખુશ થવાના બદલે રડવા લાગી. @11.08min. જો તમારે ધર્મને બચાવવો હોય તો સમય સમય ઉપર ફોરમેન પેદા કરવા પડે. ટેક્ષટાઈલ મિલો કેમ બંધ પડી? કારણકે નવી મશીનરી લાવ્યા નહીં. ગુરુ સમર્થ સ્વામી રામદાસે શિવજીને કહ્યું કે બેટા, માળા હું ફેરવીશ પણ તું તલવાર ફેરવ. આજે તલવારની ભાષા ચાલે છે.ગુરુ ગોવિંદ સિંહ આધ્યાત્મિક પુરુષ છે, ઋષિ છે, તલવારની ધાર ઉપર એમનું અધ્યાત્મ છે, પલાયનવાદ નથી. આપણે ત્યાં એક એવો યુગ આવીને ઉભો રહે છે કે, આખો દેશ ગુલામ થઇ ગયો. અંગ્રેજોએ જોયું કે અહિ તો પોપાબાઈનું રાજ છે. મુઠ્ઠીભર અંગ્રેજોએ આખા દેશને કબજે કરી લીધો. તમારા વખાણ કરીને હું તમને નશો ચઢાવવા નથી માંગતો, તમે તમારો ઈતિહાસ જુઓ, તમારી દશા તમે જુઓ. અંગ્રેજોની અસરમાં આપણા દેશમાં એક નવી જાગૃતિ આવી, એ વિષે ગવર્નર ત્રિવેદી સાથેની વાત સાંભળો. મધ્ય પ્રદેશ ગુજરાત કરતાં 100 વર્ષ પાછળ છે, કેમ?  ગુજરાતમાં અંગ્રેજોને લીધે જાગૃતિ આવી, બીજે ક્યાં ક્યાં જાગૃતિ આવી તે વિષે તથા રાજા રામમોહનરાય વિષે સાંભળો. રાજા રામમોહનરાયે વીલીઅમ બેન્ટીન સાથે સતી પ્રથા બંધ કરાવી. શકોની(ચીનમાંથી આવેલી પ્રજા) સાથે આવેલો આ સતીપ્રથાનો રીવાજ હતો. આ આર્ય રીવાજ નથી. પ્રશ્ન એ છે કે આ સતી પ્રથા બંધ કરાવવાનો કાયદો કોઈ ધર્મગુરુએ કેમ ન બનાવડાવ્યો?  @17.54min.  સ્વામીજીએ બંગાળના ગામડાં જોયાં અને આંખમાં આંશું આવી ગયાં કે 25 વર્ષના ગાળામાં આ કમ્યુનિષ્ટોએ શું કર્યું? એટલી કંગાલિયત કે તમે કલ્પના ન કરી શકો. કોઈ પાકું મકાન જોવા નહિ મળે, કોઈ સ્કુલ નહિ દેખાય. એક કપડું પહેરીને સ્ત્રીઓ ફરતી હોય. લંડનની વાત સાંભળો, ત્યાં આપણી દશ ટકા સ્ત્રીઓ મુસલમાન સમાજમાં જાય છે. નાના-મોટાં રજવાડાંઓએ અકબરને દીકરી આપી પણ આપણે કોઈ મુસલમાનની દીકરી સ્વીકારી નહિ, કેમ? આજે પણ રાજસ્થાનમાં એક જાતિમાં એવો રીવાજ છે કે મોટી દીકરીને મુસલમાનમાં પરણાવવાની. તમારે એવા ફોરમેનની જરૂર છે કે રોટી અને બેટી વ્યહવારની ઉદારતા આપે. તમે કોઇથી વટલાતા નથી, અભડાતા નથી. આ ક્ષય રોગને રોકવો હોય તો રોટી-બેટી વ્યહવારની ઉદારતારાખો. @23.27min.  હું એમ કહી શકું કે છેલ્લા 100 વર્ષમાં ધર્મને સૌથી વધારે પ્રભાવિત કરનાર કોઈ વ્યક્તિ હોય તો મહાત્મા ગાંધીજી. બારડોલીમાં ગાંધીજીએ એક હરિજનભાઈ મુકુંદ કલાર્થીના લગ્ન એક વૈષ્ણવ વાણીયાની દીકરી જોડે કરાવ્યા હતા, આજે આ બહેન બારડોલીનો આશ્રમ સાંભળી રહી છે. હવે કુંડળી જોવાની શરુ થઇ છે. એક 36 વર્ષના કુંડળીમાં મંગળવાળા કોલેજના પ્રોફેસરનું ઉદાહરણ સાંભળો. એક જ્યોતિષે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડ્યું, તે સાંભળો. આ એક આપણાં સમાજનો નવો રોગ છે. ગાંધીજી અંગ્રેજો સાથે લડે છે પણ અંગ્રેજોને ગાળો નથી દેતા. અસ્પૃશ્યતા નિવારણ નું આંદોલન કરે છે પણ ધર્મ ગુરુઓ કે બ્રાહ્મણો સાથે દુશ્મનાવટ નથી કરતા. કાશી ગયા, પંડિતોને અસ્પૃશ્યતા નિવારવા હાથ જોડ્યા, કહ્યું કે હું શાસ્ત્ર નથી જાણતો પણ હું મોટું શાસ્ત્ર જાણું છું કે ભગવાનને ત્યાં આવો ભેદ ન હોય. નિરાશ થઈને પાછા આવ્યા પણ પંડિતોને ગાળો નથી દીધી. ફોરમેન તરીકે ધર્મ સુધારવાનું મોટું કામ ગાંધીજીએ કર્યું. સ્ત્રી જાગરણ, વિધવા વિવાહ, કન્યા શિક્ષણ, આંતર જ્ઞાતિય લગ્ન, મંદિરમાં આવવાની બધા માટે છૂટ અને સૌથી મોટો સુધારો ગાંધીજીની બિન-ખર્ચાળ પ્રાર્થના. @29.37min. એક ઓળખીતા સંતને ત્યાં અન્નકુટના અલગ અલગ પડીકાંના પ્રસાદ વિષે સાંભળો. મદિરમાં દુકાન ન થવા દેશો. આપણું તો કોઈ મંદિર દુકાન વિનાનું હોયજ હીં. મંદિરને દુકાન બનાવી દેશો તો મંદિરનું તેજ ઉડી જશે. ઈંદોરમાં એક મહારાજ આવક વધારવા દર વર્ષે એક એક દહેરું બનાવે છે. ગાંધીજીએ સુધારો કર્યો, ઈશ્વરની પ્રાર્થના કરો, ઈશ્વરમાં નિષ્ઠા રાખો પણ એને ખર્ચાળ ન બનાવો. ગાંધીજીએ જે વાત કરી તેજ વાત સુફીઓએ, આપણાં સંતોએ અને ગીતાએ કરી. તુલસીદાસે કહ્યું, “बिना प्रेम रीझे नहीं, तुलसी नन्द किशोर.” @33.42min. આજે હિંદુ ધર્મ ઉપર સૌથી મોટું આક્રમણ અંધશ્રદ્ધાનું છે, આટલું આક્રમણ ગાંધીજીના સમયમાં ન હતું. જ્યાં ચમત્કારો થાય ત્યાં વધુ ભીડ થાય છે. અંધશ્રદ્ધા એ ધર્મનો દુશ્મન છે. જો તમને તમારો ધર્મ રક્ષવો હોય તો એમાં સતત સુધારો કરતા રહો, એટલે સજ્જનો, મારે આપને એટલીજ વાત કહેવાની છે કે જો ધર્મનું રક્ષણ કરવું હોય તો ધર્મને એક ફોરમેનની જરૂર છે, એક એવા વર્કશોપની જરૂર છે, જે સતત સુધારો કર્યા કરે. સંસ્કૃતિનું રક્ષણ કેવી રીતે કરશો? સંસ્કૃતિને વહેવા દો. સંસ્કૃતિ કદી સનાતન નથી હોતી. સંસ્કૃતિનો નાશ એને અવરોધવાથી થતો હોય છે, એક ઉદાહરણ સાંભળો. @36.27min. સ્વામી વિવેકાનંદની એક પક્ષીના ઉદાહરણથી જ્ઞાન, ભક્તિ અને કર્મની સમજણ. @42.20min.  सब तीरथ कर आयी तुमड़ियां – श्री नारायण स्वामी.

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “नानक नशा नामका चढ़ी रहे दिन-रात.સ્વામી સચ્ચિદાનંદજી

  1. શ્રી ભીખુભાઈ વર્ષોથી મિત્રોને શ્રી સચ્ચિદાનંદજીની આધુનિક વૈજ્ઞાનિક વ્યાખ્યાન માળા વહેંચતા રહે છે. સંસ્કૃતિની જાળવણીનો આ એક ઉત્તમ માર્ગ છે.

  2. Anila patel

    Swamijina shabdo yathatath svikarava yogy chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s