चांद के साथ..+Rebloged આકાશી નથણી !!Net-ગુર્જરી

 1111

जगजित सिंगने गायलेली ही एक गझल-

चांद के साथ कई दर्द पुराने निकले..
कितने गम थे जो तेरे गम के बहाने निकले..

दश्ते-तनहाई-ए हिज्रा में खडा सोचता हूं..
हाये क्या लोग मेरा साथ निभाने निकले!

(दश्ते-तनहाई-ए हिज्रा= [विरहामुळे आलेल्या] एकटेपणाच्या अंगणात)

दिल ने ईक इंट से तामिर किया ताजमहल..
तूने ईक बात कहीं.. लाख फसाने निकले !
(तामिर= प्लॅन करणे)0

Side B –  KOLHAPUR – મુસ્લિમોનું પ્રતિક બીજના ચંદ્ર વિશે સાંભળો. ઉપનિષદ કહે છે “सोळस कलोयं पुरुषः”  જેમ ચંદ્રને અજવાળિયું અને અંધારિયું છે એમ આત્માને પણ એની કળાઓ દ્વારા અજવાળિયું અને અંધારિયું છે. તુલસીદાસજીએ એક સરસ વાત લખી છે. “समपाख दुहुँ, विधिजस अपजस बिन्न” આખા અંધારિયામાં અને આખા અજવાળિયામાં સરખોજ પ્રકાશ હોય છે. પણ વિધાતાએ એકનું નામ અજવાળિયું અને બીજાનું નામ અંધારિયું રાખ્યું છે. અજવાળિયું કેમ રાખ્યું? કારણકે લોકો જાગતા હોય અને પ્રકાશ હોય. અંધારિયામાં પણ પ્રકાશ હોય પણ લોકો ઊંઘી ગયા હોય પછી ચંદ્ર ઊગે, એટલે એ અજવાળિયું આપણને દેખાય નહીં. જેમ ચંદ્રને અજવાળિયું અને અંધારિયું છે, એમ આત્માને પણ એની કળાઓના દ્વારા અજવાળિયું અને અંધારિયું છે. આ કળાઓ કઈ કઈ છે? પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, ચાર અંતઃકરણ, મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આ ૧૪ કળાઓ દેખાય, બે કળાઓ ગુપ્ત.કળાનો અર્થ એ છે કે જે ન હોવાથી તમને ખોડીલા કહે એનું નામ કળા. જીવનના અંધારીયા અને અજવાળીયા વિશે સાંભળો. @5.18min. એક ગામમાં એક ભગત સાથે વાત સાંભળો. ભગવાને એને કશું નથી આપ્યું એની એકજ ફરિયાદ. સ્વામીજીએ એને કેવી રીતે સમજાવ્યું તે સાંભળો. શરીરના અજવાળિયા અને અંધારિયાની વાત સમજો. દા.ત. પગ. તમે જયારે મંદિરે જાવ છો, સત્સંગમાં જાવ છો, ત્યારે એનું અજવાળિયું આવે છે. તમે સેવાના કામમાં લાગો છો ત્યારે એનું અજવાળિયું આવે છે. કૃષ્ણે પતરાળાં ઉપાડ્યા, પગ ધોયા, આ તમારી કર્મેન્દ્રીયોનું એ અજવાળું છે. તમારા પગ છે, એ થીયેટર, દારૂનું પીઠું, જુગારના અડ્ડા સિવાય બીજે કશે જતાજ નથી. આ તમારી કળાનું અંધારિયું છે. @10.09min. એક માણસની જાત્રામાં લાડવા ચોરવાની વાત સાંભળો. એન્જીને ટક્કર મારી અને જમવા જાય ત્યારના ચોરેલા લાડવા લોટામાંથી પડી ગયા. આ પૈસાદાર માણસ છે અને જાત્રા કરવા નીકળ્યો છે, તો પણ એનું અજવાળિયું થતું નથી. હાથ છે, એ ચોરીમાં વાપરે છે, કોઈને મારઝૂડ કરવામાં વાપરે છે. આ હાથનું અંધારિયું છે. એક બિહારની સ્ત્રીની વાત સાંભળો કે એનો પતિ એને રોજ મારે છે. મારે આ કહેવાની જરૂર ન હોય, પણ કદી સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડશો નહીં. જે સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડે છે, એ કાયર માણસ છે. એક માણસ છે એનો હાથ આખો દિવસ કોઈને અનાજ આપે છે, કોઈને પુસ્તકો આપે છે, કોઈને પ્રસાદ આપે છે, કંઈ  ને કંઈ આપતોજ રહે છે. આ હાથ અજવાળિયામાં ચાલ્યો છે. આવીજ રીતે પાંચે પાંચ ઈન્દ્રિયોનું સમજી લેજો. આવીજ રીતે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એટલે સજ્જનો, આ પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો આ દશ છે, એના અજવાળિયાંએ છે અને અંધારિયાંએ છે.@15.00min. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચાર આ બીજી કળાઓ છે.  મનનું અંધારિયું પણ છે અને અજવાળિયું પણ છે. એક ગામના પટેલની વાત અને યાદવાસ્થળીની વાત સાંભળો. @20.06min. આપણે ત્યાં જ્ઞાનની સાત ભૂમિકાઓ છે. સૌથી પહેલી ભૂમિકા છે, શુભેચ્છા. શુભેચ્છા મોકલવાથી તમે તમારા દુશ્મનનું મગજ પણ બદલી શકો છો. જે શક્તિ તલવારથી નથી થઇ શકવાની એ તમારા અંદરના વિચારોના મોજાંથી તમારા દુશ્મન ઉપર પણ સારી અસર ઉત્પન્ન કરે છે. જેમ તમારો વાયરલેસ જાય છે, એમ તમારા અંદરના મોજાં પણ જાય છે. એટલે જયારે અજવાળિયું આવવાનું હોય ત્યારે એના મનમાં સારી-સારી ઈચ્છાઓ થાય. અંધારિયામાં જીવનારને શુભેચ્છા આવતીજ નથી. તમારી બુદ્ધિથી લોકોના ઝગડા મિટાવો, આ બુદ્ધિનું અજવાળિયું છે. એથી ઊલટું લોકોના ઝગડા વધારો. ઝગડા વધારવા માટે પણ બુદ્ધિની જરૂર પડે છે એટલે એ બુદ્ધિનું અંધારિયું છે. એજ પ્રમાણે બાકીની કળાઓ વિષે સમજવું. @24.00min.  ઉપરની આ ચૌદે ચૌદ કળાઓ પુરુષમાં જાગે તો એના ચરણની રજ લઈને લોકો માથે ચઢાવે. બે કળાઓ ગુપ્ત રહે. જેમ અમાવાસ્ય અને એકમનો ચંદ્ર દેખાતો નથી એમ તમારા અંદર બે કળાઓ છે, જેને સાંખ્ય શાસ્ત્ર બતાવે છે તે મૂળ પ્રકૃત્તિ અને મહત્તત્વ દેખાતા નથી પણ આ બધી ચૌદે ચૌદ કળાના બીજરૂપ આધાર થાય છે. એટલે ચંદ્રની સોળે-સોળ કળાને જીવન સાથે સરખાવી અને તેને શરદ પૂનમના ચંદ્રની જેમ ખીલવવી એ જીવનની પૂરેપુરી સાધના છે. સજ્જનો આજે શરદ પૂર્ણીમાની રાત છે, શરદ ઋતુ શરુ થઇ, “शिशिर वसंतौ पुनरायात: काल:क्रीडति गच्छत्यायु तड्पिनमुंचत त्यासा:पायु, भज गोविन्दम भज गोविन्दम गोविन्दम भज मूढ़मते”  કેટલી ઋતુઓ વીતી ગઈ, કેટલી દિવાળીઓ ગઈ અને તેમાં તમે મેળવ્યું શું? સમાજને શું આપ્યું? માનવતાને શું આપ્યું? તમારા અંદર એક તૃપ્તિ છે? તમને એમ છે કે હવે હું આજ મરી જાઉં તો એ મને શાંતિ છે? એટલે આપણે શરદોત્સવ ઉજવીએ છીએ. આયુર્વેદે ચંદ્રનું નામ રસરાજ આપ્યું છે જેમ સૂર્યમાં તત્વો (વિટામીન D) છે, એમ ચંદ્રમાં પણ તત્વો છે. એ રસરાજ છે, કે ચંદ્ર રસોનો રાજા છે. તમારા મગજને ખીલવે છે. ગુનાહ શોધકે રીસર્ચ કર્યું છે કે માણસ સૌથી વધારે ગુન્હા ક્યારે કરે છે? આપણા વેદમાં લખ્યું છે કે “चन्द्रमा मनसो जातः”  આપણા મનનો દેવ ચંદ્ર છે. ચંદ્ર જેમ સમુદ્રને હિલોળા લેવડાવે છે તેમ તમારા મનને પણ હિલોળા લેવડાવે છે. ચંદ્રની શુક્ષ્મ શક્તિ તમારા મન ઉપર અસર કરે છે. આજે આપણે રાસ કેમ રમીએ છીએ? 

Leave a comment

Filed under કવિતા, ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s