પપ્પા / યામિની વ્યાસ ઽ ઓચિંતું કોઈ મને રસ્તે મળે…/ દ્રુવ ભટ્ટ

આવતી કાલે . પહેલી ઓકટોબરે અમારા પૂ પપ્પાની વર્ષગાંઠે સાદર પ્રણામ સહ કવિતા કોશમા પ્રગટ થયેલ કવિતા યામિની વ્યાસ

નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?

સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા‘તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા‘તા,
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું એ પાછો ફરશે પપ્પા?
એક સવાલ…

બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી‘તી,
હાથમાં ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઊઠતી‘તી!
ખોટ્ટેખોટ્ટું ઘર–ઘર રમતી એ ઘર– ઘર ખોટ્ટું મળશે પપ્પા ?
એક સવાલ…

ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો‘તો
આંગળી પકડી સ્કૂલે જાતા, રસ્તો આખો મલકાતો‘તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા!૦૦૦૦૦૦૦

 • આજે ભજવાયું પરંપરા નાટક  તેના દ્રુશ્યો  ૧૫
  ૧૨ ૧૪
  ……………………………………….
  ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કહે,ધીરે થી પૂછે કે કેમ છે.
  આપણે તો કહીએ કે દરિયા સી મોજ માં ને,ઉપરથી કુદરત ની રેમ છે.
  ફાટેલા ખિસ્સા ની આડ માં મૂકી છે અમે,છલકાતી મલકાતી મોજ.
  એકલો ઉભો ને તોય મેલા માં હોય એવું,લાગ્યા કરે છે મને રોજ.
  તાળું વસાયનહી એવડી પટારીમાં,આપનો ખજાનો હેમખેમ છે .
  આપને તો કહીએ કે દરિયા સી મોજ માં ને,ઉપર થી કુદરત ની રેમ છે.
  આંખોમાં પાણી તો આવે ને જાય નથી,ભીતર ભીનાશ નથી ઓછી.
  વધઘટનો પાઠઓં રાખે હિસાબ નથી, પરવાહ સમંદર ને હોતી .
  સુરજ તો ઉગે ને આથમીયે જા, મારી ઉપર આકાશ એમને એમ છે .
  ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કહે,ધીરે થી પૂછે કે કેમ છે.
  Last night we had Dhruv Bhatt. He always had a tremendous connectivity with the nature, in his novels like Samudrantike, Tatvamasi or Akupaar or his poems which he actually sang. We indeed had a great time with this down to earth personality. Ishwar chhe, Allah chhe, Paan naa be Gallaa chhe, Pahonchtu chhe Gaam, Vadhu shu maangu.. One does not have to worry as the village itself is quite capable to take care of all its residents.. I have never heard such a classical narration of a community initiative…What more I need?
  – પરેશ પ્ર વ્યાસ

3 ટિપ્પણીઓ

Filed under કાવ્ય, Uncategorized

3 responses to “પપ્પા / યામિની વ્યાસ ઽ ઓચિંતું કોઈ મને રસ્તે મળે…/ દ્રુવ ભટ્ટ

 1. Sharad Shah

  કુંભાર ઘડો ઘડે ત્યારે બહારથી કાચીમાટીને એક હાથે થપથપાવવી પડે અને બીજો હાથ અંદર રાખી તેને સહરો આપવો પડે ત્યારે કાચી માટી ઘડનુ રુપ ધારણ કરે અને પછી તે આગની ભઠ્ઠીમાં તપાવા મુકાય. બસ આવું જ બાળકને ઘડવામાં પણ મા-બાપે કરવું પડે છે અને બાળક જ્યારે યુવાનીનુ રુપ ધારણ કરે ત્યારે તેને સંસારની આગમાં તપાવવા મુકવું પડે જેથી તે પરિપક્વ બને. પિતાના ભાગે થપથપાવવાનુ છે અને માતાના ભાગે અંદરથી સહારો આપવાનુ કામ છે. મા અંદરથી સહારો આપે એટલે બાળકને મા પ્રિય હોય તે સ્વાભાવિક છે. આથી જ મા ઉપર દુનિયાના તમામ સાહિત્યમાં અનેક ગુણ ગાન ગવાયા. પરંતુ બાપનો રોલ જરા જુદો છે (થપથપાવવાનો) અને પરિણામે બાપ મોટા ભાગે યશનો ભાગી કે સરાહનિય નથી હોતો. આને આજની ભાષામાં “થેંકલેસ જોબ” કહેવાય. પરંતુ ઘડાને આકાર આપવા થપથપાવવું અનિવાર્ય છે. એકલો સહારો આપ્યે ઘડો ક્યારેય ન ઘડાય. ઘડો સરખો ઘડાયો હોય અને સરખો તપ્યો હોય ત્યારે યામીનીબહેનને પિતાને યાદ કરી જે કાવ્ય ફુટ્યું તેમે ફુટે. પરંતુ ઘડો કાચો રહ્યો હોય તો કાં કાણો કે નબળૉ નીકળે અને ઘણીવારતો નિભાડામાં જ ફુટી જાય.
  સુંદર પિતા પ્રત્યેના પ્રેમભાવને રજુ કરતું કાવ્ય. પ્રફુલભાઈને પણ અભિનંદન એક પિતા તરીકે યોગ્ય ઘડતર કર્યા બદલ.

 2. Anila patel

  Dikari mate pappani tole koi na avi shake.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s