મહાત્મા ગાંધીજી શ્રધ્ધાંજલી

1111

પ્રાર્થના હ્રદયની હોય, જીભની નહિ.

પ્રાર્થના તો અદભુત વસ્તુ છે.
ઘણી વસ્તુ એકલા ન કરીએ તે
સમુદાયમાં આપણે કરીએ છીએ.                                                                                                                     

 ગાંધીજી રચિત પ્રાર્થના

હિન્દુ મુસલમાન નામ જુદા, હિંદના સૌ બાળ છે.

નથી કોઈ જુદા કોઈથી, સહુ એક વૃક્ષે ડાળ છે.

એમ સમજીને સદા જો ખુદને સંભાળશો,

તો તમારા દેશની ચડતી થયેલી ભાળશો.

ઉજ્જડ થતો દેખાય છે એ દેશ નંદનવન થશે.

કંચન હતો આ દેશ, પાછો ફરી કંચન થશે.

મો.ક.ગાંધી…… સ્વામી સચ્ચિદાનંદજી

મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે. ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે. _Swamiji
Side A – GANDHI VANDANAA – GORAJ – ગાંધી વંદના – ગોરજ – મુની સેવાશ્રમમાં(વૃદ્ધાશ્રમ) ગાંધી જયંતીના દિવસે ગાંધીજીની પ્રતિમાનું ઉદઘાટન નિમિત્તે પ્રવચન – @3.42min. સંગીતકાર શંકર જયકિશનના ઉદાહરણથી ધર્મગુરુ કેવા હોવા જોઈએ તેની સમજણ. વાજિંત્ર વાગતું નથી, એને વગાડનારો વાગે છે. મિલ મજૂરોથી મિલ નથી ચાલતી, મેનેજરથી મિલ ચાલે છે. @8.21Min. ધર્મ અને શાસ્ત્રો ગમે તેટલા ઉત્તમ હોય પરંતુ ધર્મગુરૂ કે તેનો વ્યાખ્યાતા સારો નહિ હોય તો તે ધર્મને અધોગતિએ પહોંચાડી દેશે. ધર્મ સનાતન છે. સંપ્રદાયો, પંથો કાળે કરીને વિલીન થાય છે. સનાતન ધર્મની ચેતનાને કાયમ રાખવા માટે એનો વ્યાખ્યાતા દેશ, કાળ અને પરિસ્થિતિનો જાણકાર હોવો જોઈએ. દેશ પ્રજાથી નહિ પણ નેતાથી ચાલતો હોય છે. ઈંગ્લેન્ડના ચેમ્બરલેન-ચર્ચિલનું ઉદાહરણ સાંભળો. પ્રજા માટીનો લોંદો છે. નેતા એને ઘાટ આપે છે. નેતા વિનાની પ્રજા એ ટોળું છે. દ્વારિકા અને શ્રી કૃષ્ણનું ઉદાહરણ સાંભળો. શ્રી કૃષ્ણે પાંડવોનો ઉદ્ધાર કર્યો પરંતુ દ્વારિકાના યાદવોનો ન કરી શક્યા. કદાચ એજ દશા પોરબંદરની હશે. બુદ્ધ અને મહાવીર જે ભૂમિ ઉપર જન્મ્યા હતા ત્યાંજ સૌથી વધુમાં વધુ માફિયાઓ પેદા થયા છે. હીરો જ્યાં જન્મે ત્યાં કોડીનો હોય, મુંબઈમાં જાય ત્યાં લાખનો થાય. @15.13min. સદીઓથી ગુલામ એવા ભારત દેશમાં અવ્યવસ્થા-અન્યાય વિશે સાંભળો. ધાર્મિક લેબલવાળી સતી પ્રથા, કોણ વિરોધ કરી શકે? સ્ત્રીઓને અફીણ પીવડાવીને સતી બનાવવામાં આવતી. બંગાળમાં 70,000 સ્ત્રીઓને ચિતા પર ચઢાવવામાં આવી હતી. આજે પણ સતી પ્રથાના સમર્થકો છે. કાશીની કરવત અને જગન્નાથના રથ નીચે કચડાઈ જવાની પ્રથાને કોઈ ધર્મગુરુએ અટકાવી નહિ. આખો દેશ અમાવાસ્યાના અંધકારમાં ડૂબેલો અને અમે લોકોને નશો કરાવતા રહ્યા કે આપણાં જેવો મહાન કોઈ દેશ નથી, સંસ્કૃતિ નથી. પશ્ચિમના લોકોને તો ઊંઘ નથી આવતી. અંધકારમાં માણસને પોતાની જાતની ખબર નથી પડતી. @20.00min. યાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ સાંભળો.@23.16Min. ગાંધીજી આવતાં પહેલાં એક મોટી ભૂમિકા તૈયાર થઇ હતી પરંતુ તેની વ્યાપક અસર થઇ ન હતી.  ભાગવત, કૃષ્ણ અને મહાવીર વિશે સાંભળો. એક વર્તમાન ભગવાન, જે હમણાંજ દેવ થયા છે એમના શિષ્યો કહે છે કે એમના ભગવાનને મહાવીર કરતાં પણ વધારે જ્ઞાન થયું છે. @27.19min. કાશીમાં એક સંપ્રદાયના સાધુ સાથેની વાત સાંભળો. મુજફ્ફર નગરમાં ૧૦૮ રામાયણની સપ્તાહ વિશે સાંભળો. @33.05Min. ગાંધીજીના ઘણા વિચારો સાથે હું સંમત નથી છતાં હું મારી પૂરી નિષ્ઠા સાથે કહું છું કે મારા હાથ બળવાન હોય અને એક તરફ ગાંધીજીને મુકું અને બીજી તરફ ઘણા લોકોને મુકું તો એ ગાંધીજીનું પલ્લું નીચેને નીચેજ રહે. અત્યાર સુધી જે લોકો આવ્યા, એમણે માળા ફેરવતાં, ધ્યાન કરતાં, કુંડળી જગાડતાં, ઘર છોડતાં, પત્નીનો ત્યાગ કરતાં, પરલોક સિદ્ધ કરવા વિશે શીખવાડયું પણ દેશના પ્રશ્નો કેવી રીતે ઉકલે એના તરફ કોઈનું ધ્યાનાજ ન રહ્યું. આ દેશ ગુલામીમાંથી કેમ છૂટે? બેરોજગારીમાથી, આભડછેટમાંથી, અનેક જાત-પાતના બંધનોમાંથી કેમ છૂટે? સ્ત્રીઓના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય, એનો કોઈએ ટચજ ના કર્યો. પ્રશ્નો ઉપર ધૂળ નાંખો તો આ દેશમાં મહાપુરુષ થવું બહુ સહેલું છે. કશું ન કરનારા અને ઘણું બગાડનારાઓ મહાપુરુષ થયા જેમણે લોકોને આભડછેટ શીખવાડી. અનેક જાત-પાતના બંધનોમાંથી કેમ છૂટે? સ્ત્રીઓના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય, એનો કોઈએ ટચ જ ના કર્યો. પ્રશ્નો ઉપર ધૂળ નાંખો તો આ દેશમાં મહાપુરુષ થવું બહુ સહેલું છે. કશું ન કરનારા અને ઘણું બગાડનારાઓ મહાપુરુષ થયા જેમણે લોકોને આભડછેટ  શીખવાડી. @36.51Min.  કાશીમાં બ્રહ્મભોજન વિશે સાંભળો. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ચૂસ્ત આભડછેટમાં માનનારા વાણિયાને ત્યાં ગાંધીજીનો જન્મ. જે જીવન ચરિત્રોની અંદર ડગલેને પગલે ચમત્કાર ભર્યા હોય તેને કચરાની ટોપલીમાં નાંખી દેજો. આ તો નર્યું જુઠાણું લખ્યું છે. ગાંધીજીએ સત્યના પ્રયોગો લખ્યા છે. ચમત્કારોની વાતથી તમારા વૈજ્ઞાનિક માઇન્ડને આઘાત લાગશે અને તેમાંથી એવી અંધશ્રદ્ધા ઊભી થશે કે આખી જીન્દગી તમને દુઃખ આપ્યા કરશે. @40.26Min. ગાંધીજીએ કહ્યું પહેલ્લા દિવસે જયારે મેં માંસ ખાધું ત્યારે આખી રાત મારા પેટમાં બકરા કુળવા લાગ્યા. પછી તો હું રવાડે ચઢી ગયો, પૈસા ખૂટ્યા એટલે ઘરમાં સોનાની ચોરી કરી. પણ ગાંધીજી અભિજાત છે. એમને પ્રશ્ચ્યાતાપ થયો. તમે તે ગમે તે ધર્મના હોવ, ગમે તે સંપ્રદાયના હોવ  પણ “સત્યના પ્રયોગો” જરૂર વાંચજો એ આજના સમયની ગીતા છે, બાઈબલ છે. @45.59min. ધાર્મિકતાની શરૂઆત ભય અને લાલચથી શરૂ થતી હોય છે. ગાંધીજી લખે છે, કામવાળીનો આપેલો રામનો મંત્ર મને ન મળ્યો હોત તો હું દુનિયામાં ત્રણ સ્ત્રીઓને બહેન કહેવાને લાયક ન રહ્યો હોત. ગાંધીજી એકલા ધર્મ ચિંતક ન હતા પણ એક ઊંચી કોટીના ભક્ત હતા. છેલ્લી ઘડી સુધી રામ કહેતા રહ્યા. “तेषामहं समुद्धर्ता…..मय्यवेशितचेतसाम …..(गीता 7-12). 
Side B – GORAJ – ગાંધીજીના જીવનની રૂપરેખા. ગાંધીજીએ પોતાની આત્મસ્લાઘા ન હતી કરી અને તેઓ ખરેખર મેઘાવી હતા. ગાંધીજીના બાળલગ્ન થયેલા અને જયારે વિલાયત ભણવા ગયેલા ત્યારે બાપ બનીને ગયેલા. અભણ કસ્તુરબાની કોઈ દિવસ ફરિયાદ ન હતી કરી અને ઉલટા વખાણ કર્યા હતા. પત્ની તરીકે પણ કસ્તુરબા સો ટકા સફળ છે. પુનામાં આગાખાન મહેલમાં ગાંધીજીના ખોળામાં માથું રાખીને કસ્તુરબાએ બહુ શાંતિથી જીવનની પૂર્ણતાએ દેહ છોડ્યો હતો. @5.51Min. ગાંધીજીનો અંદરનો આત્મા વિદ્રોહી છે અને તે અનિષ્ટને અને અસત્યને સહન નથી કરી શકતો. અનિષ્ટને સહન કરવું એ રમતની વાત નથી. ગાંધીજીને એના પરિણામો સહન કરવા પડ્યા એવા પ્રસંગો સાંભળો. @9.02min. ગાંધી મુવી વિશે સાંભળો. આપણાં રત્નોને પછી એ કલાના દ્વારા હોય કે કલમના દ્વારા હોય કે બીજી કોઈ દ્વારા હોય, પરદેશવાળાએજ હાઇલાઈટ કર્યા છે. આપણે તો આપણાં માણસોને ઓળખીજ નથી શક્યા. ગાંધીજી સાબરમતીનો આશ્રમ બનાવી રહ્યા છે ત્યારે રવિશંકરનું ધીમું ધીમું સંગીત “એકજ દે ચિનગારી” ચાલી રહ્યું છે. ટ્રેન માંથી બહાર ફેંકી દીધા પણ લડ્યા અને ટ્રેનવાળા પાસે માફી મંગાવી. દક્ષિણ આફ્રિકાના આંદોલનો પછી દેશ પાછા આવ્યા. @11.32Min. ગાંધીજી પાસે શું શીખવા જેવું છે?  ગાંધીજીએ કહ્યું વિરોધ તો રહેવોજ જોઈએ પણ વિરોધીઓની સાથે કેવો વહેવાર કરવો તે ગાંધીજી પાસે શીખવા જેવું છે. જેને સિદ્ધાંત છે તેને વિરોધ તો હોવાનોજ. ગોરાઓના છોકરાઓ ગાંધીજી પર તૂટી પડ્યા, પછી શું થયું તે સાંભળો. ગાંધીજી આખી જીંદગી અંગ્રેજો સામે લડ્યા, પણ અંગ્રેજોને દ્વેષ થાય એવું એકેય વાક્ય ન લખ્યું. અત્યારે તો લોકો ગાંધીજીને ગાળો લખવા માંડ્યા કે જે ગાંધીજીએ એમના માટે આખી જીંદગી હોમી દીધી. સૂર્ય ઉપર ધૂળ ઉડાડનારનેજ ધૂળ પડતી હોય છે. ગાંધીજીએ જોયું કે આ દેશ તો વેર-વિખેર છે. @16.55Min.વીસ હજાર જાતિઓ-જ્ઞાતિઓ અને વીસ હજાર સંપ્રદાયોમાં વહેંચાયેલી આ દેડકાની પાંચશેરી જેવી પ્રજા એને રાજકીય રીતે એક કેવી રીતે કરવી? એમની પાસે રસ્તો હતો “सर्व धर्म समभाव” એમણે જોયું કે દયાનંદ સરસ્વતીનો રસ્તો છે બધ્ધાનું ખંડન કરો, ખોટા સાબિત કરો તો કશું હાથમાં નહિ આવે, તમે કંઈ નહિ કરી શકો. પણ બધ્ધામાં જે સારું સારું છે તેનો સ્વીકાર કરો અને એને એક એવા લેવલ ઉપર પહોંચાડો કે પછી આપોઆપ નિર્ણય કરતો થઇ જાય. એટલે એમણે બધ્ધા સંપ્રદાયોની એકતા કરવાનો પ્રયત્ન કર્યો.  ગાંધીજીની સફળતામાં અસહયોગના મૂખ્ય બળ સાથે અહિંસાનું પૂરક બળ હતુ અને અંગ્રેજો પણ ખરા. અંગ્રેજોની જગ્યાએ જો જર્મનો હોત, રશિયાનો, સ્પેનીશો, ઇટાલિઅનો હોત તો જે પરિણામ આવ્યું તે ન આવી શક્યું હોત.ગાંધીજી 15મી ઓગષ્ટે જાણી કરીને ગેરહાજર રહે છે. માઉન્ટબેટન કહે છે કે મારું લશ્કર નોવાખલીમાં હારી ગયું છે, થાકી ગયું છે અને મારે હવે એક માણસનું લશ્કર મોકલવું છે અને તે માણસ તમે છો. કલકત્તા ભડકે બળી રહ્યું છે ત્યારે  આ ગાંધી છે “स्थितप्रज्ञस्य का भाषा…..केशव….(गीता 2-54). @22.30Min. પૂર્ણ આધ્યાત્મિકતાનું સાચું પ્રતિક આજ સુધીમાં મને દેખાયું હોય તો તે છે મહાત્મા ગાંધી છે. ગાંધીજીના વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરીએ તો ખરેખર એવો પ્રશ્ન થાય કે શું ઇતિહાસમા આવો કોઇ માણસ થઇ શકે? @28.28Min. બુદ્ધ-મહાવીરે સાધુઓના ટોળેટોળાં આપ્યાં અને બધાને પલાંઠીવાળતા શીખવ્યા, પરંતુ ગાંધીજીએ કાર્યકર્તાઓ આપ્યા. સંત શ્રી બાલજી વિશે સાંભળો. હું ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું કે ગાંધીજીનો, મુની મહારાજનો, સંત બાલજીનો સંદેશો અમારા સૌના જીવનમાં ઉતરે અને અમે સૌ ધર્મની વાસ્તવિકતાને, વ્યહવારિકતાને, પ્રસ્તુતાને સમજીએ અને એ રીતે ચાલીએ એવી પરમેશ્વર અમને શક્તિ દે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @34.35min. દુનિયા તમારી મુઠ્ઠીમાં @36.56Min. गाँधी गीत – सुनो सुनो ये दुनियावालो बापुकी ये अमर कहानी – महंमद रफ़ी साहब.
Side A –  MAHATMA GANDHIJI EK RAASHTRIYA SANT – DANTALI ASHRAM – મહાત્મા ગાંધી એક રાષ્ટ્રિય સંત – દંતાલી આશ્રમ – ૧૮મી અને ૧૯મી શતાબ્દીમાં જે સંતો થયા, તે સમાજ લક્ષી, માનવતા લક્ષી અને રાષ્ટ્ર લક્ષી થયા. કોઈમાં સમાજની, કોઈમાં માનવતાની તો કોઈમાં રાષ્ટ્રની પ્રધાનતા હતી. સમાજ ઉપર પ્રેસની અને સ્ટેજની હંમેશા અસર થતી હોય છે. માણસોના વિચારો ઘડાતા અને બદલાતા હોય છે અથવા એના ચિંતન માટે પ્રેરક બળ ઉભું થતું હોય છે. આ બધાની અસર થઇ એનું પરિણામ એ આવ્યું કે ૨૦મી શતાબ્દીમાં જે મોટું આંદોલન થયું અને તેને વેગ આપ્યો મહાત્મા ગાંધીએ. @4.45min. એમણે ચાર મોટાં પરિવર્તનો આપ્યા. પ્રવૃત્તિ નિર્માણ લક્ષી – રચનાત્મક બનાવી. જેમાંથી રચના ન થાય એવા વાંઝીયા, અર્થહીન વિચારોને શું કરવાના હતા? ધાર્મિક મુલ્યોને બદલવા યજ્ઞોનું રૂપાંતર કર્યું. શ્રમ યજ્ઞ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ વિગેરે. @11.03min. 
ભારતમાં નાસ્તિકતાનો કોઇ પ્રશ્નજ નથી, પ્રશ્ન છે વધુ પડતી ધાર્મિકતાનો (એક પ્રકારની અંધશ્રદ્ધા) એટલે ભક્તિને રૂપાંતર આપ્યું “માનવ સેવા એજ પ્રભુ સેવા” મધર તરેસા વિશે. લોકો ખરાબ નથી. લોકોને પ્રેરણાની જરૂર છે. એક માજીનું ઉદાહરણ. @14.15Min. તુલસી વિવાહ વિશે સાંભળો. તુલસી એટલે ભક્તિ(વૃંદા) અને તે મોહ નામના રાક્ષસની પત્ની થઈને બેઠેલી છે, એટલે ભક્તિ સંસારની થઇ ગઈ છે. ભગવાન એને પોતાના તરફ વાળી દે એટલે એ પરમેશ્વરની ભક્તિ થઇ જાય, આ આધ્યાત્મિક રહસ્ય છે. જલારામ કોઈ જગ્યાએ તપ કરવા ન ગયા માત્ર ટુકડો આપતા રહ્યા. પણ રણછોડજીના મંદિર કરતાં દશ ઘણા પૈસા જલારામના ગલ્લામાં જમા થાય. “जिसको न दे अल्ला उसको दे जल्ला” તમારા મંદિર ઊંચા હોય, સોનાના કળશ હોય મોટી ધજા ફરકતી હોય, ભોગો ધરાતા હોય અને ગરીબના મોમાં એક ટુકડો ન જતો હોય તો શું આગ લગાડવી છે એવા મંદિરોને? પણ એક ઝૂંપડું હોય, અતિથી જમતા હોય, કોઈને આશરો વિસામો મળતો હોય તો એનું નામ કહેવાય નિર્માણ લક્ષી કાર્ય. આમ વીસમી શતાબ્દીમાં યજ્ઞોનું અને પ્રભુ ભક્તિનું રૂપ બદલાયું. ગાંધીજીએ કોઈ ચમત્કારો ન કર્યો, પણ સૌથી મોટો ચમત્કાર એમણે કર્યો.@21.44Min. સાંવલીના આધુનિક આદર્શ અને નિર્માણલક્ષી સંત પૂજ્ય મોટા ચુનિલાલ ભગતનું ચરિત્ર. @43.00min.મહાપુરુષ કોણ?@44.55min. फ़िल्मी गीत – साबरमतीके संत तुने कर दिया कमाल.
महात्मा गांधी के जीवन से जुड़ी 16 बातें जो शायद आप नहीं जानते
Mahatma Gandhi-Documentary

Gandhi katha in Gujarati by Shree Narayan … – YouTube

www.youtube.com/watch?v=M8Q7mni14Zk

Apr 21, 2012 – Uploaded by Mona Naik

Gandhi katha in Gujarati by Shree Narayan Desai, a son of Shree Mahadev Desai (Gandhiji’s personal …

How to draw Mahatma Gandhi – Children’s day … – YouTube

www.youtube.com/watch?v=LQXkW7VDEmY

Nov 14, 2013 – Uploaded by EthansHowToDraw

This video help you to draw Mahatma Ghandi, the father of our nation. He united the Indians and fought …A_NEWS LETTER – 39, OCTOBER 15

…………કેટલાક  યાદગાર ચિત્રો
11111111111

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “મહાત્મા ગાંધીજી શ્રધ્ધાંજલી

  1. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને એમની જન્મ જયંતીએ હાર્દિક શ્રધાંજલિ

  2. Anila patel

    “Ek sabhama prarthanaoma pratigya sau e karjo,
    bapuna aadarshne jivan mate dharjo;
    Ashish devo sau dejo,
    Amar e sant purush rahejo.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s