ઉત્સવો અને વ્રતો/સ્વામી સચ્ચિદાનંદજી

Side A – SHARAD POONAM – KOLHAPUR – Kachchhee Patidar Samaj – શરદ પૂનમ – કોલ્હાપુર કચ્છી પાટીદાર સમાજ – ૩૬૫ દિવસમાં સૌથી સારામાં સારો દિવસ એ છે કે જે દિવસે તમારાથી સારું કામ થયું. માણસની અંદર બે વિચારધારા છે. ચિંતન પ્રધાન અને કલ્પના પ્રધાન. જેમ જેમ ચિંતનની ધારા પ્રૌઢ થતી જાય એમ એમ વાસ્તવિકતા વધારે દ્રઢ થતી જાય અને એથી ઉલટું જેમ જેમ ચિંતનની ધારા મંદ થતી જાય એમ એમ એની કાલ્પનિક ધારા વધારે જોર કરે. કબીર કાશીમાં જન્મ્યા, ત્યાં રહ્યા, પણ જ્યારે મરણનો પ્રસંગ આવ્યો ત્યારે ભક્તોને કહ્યું કે મને મઘહર લઇ જાવ. કેમ?  “काश्यां मर्णां मुक्ति:” કાશીમાં મરવાથી લોકોની મુક્તિ થાય, એટલે લોકો કાશીમાં મરવા જાય છે. જે મગહરમાં મરે એ નરકે જાય, એવી માન્યતા છે.  કબીરમાં ચિંતનની પ્રધાનતા આવી. વહેમ, અંધશ્રદ્ધા, કુમાન્યતાઓ ચિંતન વિના દૂર ન થઇ શકે. બિહારમાં મગહરની કર્મનાશા નદી વિશે સાંભળો. કર્મનાશા નદીનું એવું મહાત્મ્ય છે કે એમાં જે ન્હાય એના પુણ્ય બળીને ખાક થઇ જાય. @5.02min. આને તમે ધાર્મિકતા નાં કહેશો, આ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધાને તોડવી એ ધર્મને બચાવવાની અનિર્વાર્ય શરત છે. ધર્મ કદી નાસ્તિકોથી નથી મરતો, નાસ્તિકોની તાકાત નથી કે ધર્મને હાની પહોંચાડી શકે. ધર્મને અંધશ્રધાળુઓથી હાની પહોંચે છે. મહારાષ્ટ્રમાં તુકારામે લખ્યું છે“पावस पडला, कीचड़ जाला, नदियाला भरपूर, बाबा इथेज पंढरपुर”  કયો દિવસ સારો? તમને ઈશ્વર પર વિશ્વાસ નથી એટલે ભટક્યા કરો છો? જેણે સોમવાર બનાવ્યો એણેજ રવિવાર બનાવ્યો છે, બધા કાળ એના બનાવેલા છે. સ્વામીજીએ આશ્રમમાં બધાં કામ “કાળ” ચોઘડિયાંમાં કરાવ્યા છે.  ચોગડીંયાં હિંદુ જ્યોતિષમાં નથી એતો જૈનોના છે. દોઢ કલાકમાં શું એવું થઇ જાય છે કે શુભમાંથી કાળ થઇ જાય છે. પરદેશીઓ એ બાબતમાં સુખી છે કે એમને ત્યાં કોઈ ચોઘડિયાંજ નથી એટલે ન્યુયોર્કમાં દર ત્રણ મીનીટે એક જમ્બો જેટ ઉડે છે. @10.00min. ચોઘડિયાં અને શુકન જોતા એક વહેમીલા શેઠની વાત સાંભળો. પ્રજાને ધાર્મિક બનાવવી જોઈએ સાથે સાથે આત્મબળવાળી પણ બનાવવી જોઈએ. વહેમીલી નહિ, અંધશ્રદ્ધાળુ નહિ. આ વાતને તમે યાદ રાખજો કે સારામાં સારો દિવસ એ છે કે જે દિવસે તમે સારાં કામ કરો છો. અને તમે ૩૬૫ દિવસો સારાં કામ કરતાં હોવ તો તમારા માટે આખું વર્ષ સારું. મારા એક જૈન સજ્જન છે એ દર વર્ષે મને કહેતા હોય છે કે હું ક્યાં કોઈને ઓળખવા જાઉં, પણ મારી ફેક્ટરીમાંથી થોડી સાડીઓ લઇ જજો, ધોતિયાં લઇ જજો અને કોઈને પહેરાવજો.  આ સજ્જાના બધાં દિવસો સારા.કોઈ સંતની કસોટી કરવી હોય તો જાણવું કે એનામાં ઈર્ષ્યાપણું કેટલું ઘટ્યું છે? @15.02min. પ્રજાને માપવાની આ કસોટી છે. અને બીજાને ખીલેલા જોઇને એ કેટલો ખીલે છે? એક ગામમાં એક પટેલ અને એની વહુની વાત સાંભળો. વહુનો ભાઈ આવ્યા પછી શું થયું તે સાંભળો. આ ભાઈએ આખા ગામને લડાવવાનો પ્રયત્ન કર્યો પણ ગામના લોકો બહુ ડાહ્યા હતા. @20.08min. વધુ આગળ સાંભળો. એવા માણસો ન હોય તો મહાભારત ના બને, રામાયણ ના બને. સ્વામીજી કહે છે હું હાર નથી પહેરતો. દેવોને, માતાજીને પહેરાવું. એક માણસને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે એ મને પસંદ નથી. તમારી ભાવનાને પણ એક લગામની જરૂર છે. ગાંધીજીએ એક સુતરની આંટીનો સરસ રસ્તો શોધી કાઢ્યો, જેથી કોઈને કરમાવવાની જરૂર ન પડે. સારામાં સારી રીતે સન્માન કરવાનો રચનાત્મક પ્રયોગ વિશે સાંભળો કે બહેનોએ છાબડીમાં ચાર-પાંચ પ્રકારના ફળ મૂકી ઉપર એક ફૂલ મુક્યું. રાણા પ્રતાપ અને ભામાષા વિશે સાંભળો. આ દેશમાં એક બળવાન માણસ હતો, એનું નામ હતું રાણા પ્રતાપ, એને પણ એક વખત લાચાર થવું પડ્યું હતું, જ્યારે આખું રાજસ્થાન દીકરીઓ-બહેનો આપીને લીલા લહેર કરતુ હતું. ત્યારે આ એક માણસ દીવાદાંડીની માફક અડીખમ ઊભો હતો. ધર્મ અને સંસ્કૃતિ બચાવવા ભામાષાએ પ્રતાપની તલવાર અને પૈસાનો સરવાળો કરાવ્યો.@25.20min. ઈતિહાસ સાક્ષી છે, જ્યાં સુધી રાણા પ્રતાપનું નામ રહેશે, ત્યાં સુધી ભામાષાનું નામ રહેશે. પ્રત્યેક સમાજમાં કોઈએક ભામાષા હોય છે અને એ સમાજના ડૂબતા નાવને ઉપર લાવતો હોય છે. તમને કોઈને ખીલવતા આવડે છે? આજે આ પાટીદાર સમાજ, પાડીદાર વાડી સાથે ખીલી ઊઠ્યો છે. એટલે ચંદ્રની પાસે કંઈ શીખવા જેવું છે કે એ સોળ કળાએ ખીલે છે. પણ ચંદ્ર પાસે એક બીજી વસ્તુ શીખવા જેવી છે કે ખીલેલો માણસ કોઈવાર નીતિભ્રષ્ટ થાય છે. ચંદ્ર રાત્રીને જોઇને કહે છે કે હું તને મળ્યો તો તું ઉજળી થઇ એટલે મારો આભાર માન. @29.55min. રાત્રીએ કહ્યું કે, સાચી વાત છે અને કહ્યું હું તને મળી તો તમે ખીલી શક્યા, બાકી તો સૂર્યની આગળ તમે બિલકુલ ઝાંખા દેખાવ છો. એકવાર એક નેતાએ કહ્યું કે અમારો સમાજ સંસ્કાર વિનાનો એટલો નીચો છે કે, સમાજમાં જવાનું મન નથી થતું. સ્વામીજીએ કહ્યું એટલા માટે સમાજમાં તમે પૂજાઓ છો. તમે મહાન થજો પણ તમારું સન્માન કરનારનો તમે તિરસ્કાર ન કરશો. બાર પૂનમની રાત્રિઓમાં સારામાં સારી પૂનમ કઈ? શરદ પૂનમ. ઉપનિષદનો રસ એ અંતર્મુખતાનો રસ છે, પરમાત્મા રસરૂપ છે. અને જેમાંથી રસ ઉત્પન્ન થાય તેને રાસ કહેવાય. ઉપનિષદનો રસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે. ભાગવતનો રાસ  છે, એ રસને સાકાર રૂપ આપવાનો રાસ છે. “हसनं मधुरं रुदनं मधुरं, मथुरदिपते रखिलं मधुरं” રાસ અને રસ બંને એકજ વસ્તુ છે, માત્ર ઉપાસના જુદી છે. @35.18min. શ્રી મદ વલ્લભાચાર્યે જયારે કહ્યું કે “मथुरदिपते रखिलं मधुरं” એનું બધું માધુર્યમય છે. ભાગવતને આપણે સમજી ન શક્યા. અર્થનો અનર્થ કર્યો. ભાગવતના ભાવને સમજવું હોય તો સ્વામીજીનું “શ્રી કૃષ્ણ રહસ્ય” વાંચો. “सत्यम शिवम् सुन्दरम” ગીત વિશે સાંભળો. નાભીમાંથી અવાજ નીકળે છે, “ईश्वर सत्य है” અને જોરથી ડંકો વાગે છે. આ ઉપનિષદનું રૂપ છે. નાભીમાંથી બીજો અવાજ નીકળે છે, “सत्य ही शिव है” એ કોરું સત્ય નથી પણ એ કલ્યાણકારી પણ છે. હવે ભાગવત આવ્યું, “सत्य ही सुन्दर है” વિસ્તારથી સાંભળો. ત્રિચિનાપલ્લીમાં ભગવાનના અનન્ય ભક્ત શ્રી રામાનુજાચાર્ય અને રથ યાત્રાનો પ્રસંગ અવશ્ય સાંભળો. @46.29min.પરમેશ્વર સુંદર છે, એટલા માટે ચંદ્ર સુંદર છે, એ રસરૂપ છે એટલા માટે એ રાસ રચાવે છે. ઉપનિષદ ને કોઈએ પૂછ્યું આ ચંદ્ર છે એ આટલો બધો સુંદર કેમ છે? કહ્યું કે એને સોળ કળાઓ છે તે વિશે વિસ્તારથી સાંભળો અને સમજો. ભગવાન પાસે હિન્દુએ શું માંગ્યું અને મુસ્લિમે શું માંગ્યું એ કાલ્પનિક વાત સાંભળો. એના ઉપરથી ખબર પડશે કે આપણો કેમ ક્ષય થાય છે? અને એમની કેમ વૃદ્ધિ થાય છે? 

Leave a comment

Filed under અધ્યાત્મ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s