હવે મેલો સંતાકૂકડી/અજ્ઞાત

.

પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી  !

દિશાશૂન્ય હું ,  ભવરણ ભટકી

થાકી મુજ આંખલડી. .. પ્રભુ ! હવે …

ગભરુ નેણલાં ઝાઝું ન ઝાંકે,

નમતી જર્જર કાયા ,

શી વિધ ભીતર ભાળું ? ગુરુવર !

અંતર ધૂંધળાં છાયાં .

આવો, કર ધારો , ન સમો ;

ના કકળાવો આંતરડી. .. પ્રભુ ! હવે …

મનમંદિરનાં તેજ ઘવાયાં ,

અંતર તિમિર ઘણેરાં છાયાં ;

આતમદીપ ઝગે ઝળહળ ના ,

વીંટી દુગુણી માયા .

આવો, રઘુવર ! દેર કરો ના ,

આરજુ આ અંતરની .

પ્રભુ ! હવે મેલો સંતાકૂકડી

3 ટિપ્પણીઓ

Filed under કાવ્ય

3 responses to “હવે મેલો સંતાકૂકડી/અજ્ઞાત

 1. sharad shah

  સુંદર ભાવવાહી રચના. અંતરયાત્રાના સાધકને આવો ભાવ સહજ ઊઠે. પરમાત્મા ભિતર બેઠો છે અને આપણે બહાર મંદિર, મસ્જીદ, ગુરુદ્વારામાં શોધીએ છીએ. બધા સતગુરુઓ કહે કે ભિતર જુઓ. પણ આપણે ભિતર જેવું જોઈએ કે ભિતરતો અંધકાર સિવાય કાંઈ નથી. વાસનાઓનો અને વિકારોનો ભંડાર ભર્યો છે ભિતર. અને જીવ મુંઝાય. ક્યારેક તો દુશા શુન્યતા જેવું બને. લાગે કે આટઆટલો પ્રયત્ન કરું છું પરંતુ પરમાત્મા સંતા કુકડી રમી રહ્યો છે અને પ્રગટ નથી થતો. પરંતુ સાધનામાં ધૈર્ય રાખવું જરુરી હોય છે.
  મારા ગુરુને કોઈએ પૂછ્યું સાધનાનુ સુત્ર શું છે. તો ગુરુએ કહ્યું,” પ્રતિક્ષા અને તિતિક્ષા” અનંત કાળ સુધી પ્રતિક્ષાની તૈયારી અને સહન કરવાની શક્તિ, સાધનાના જગતના પાયાના સુત્રો છે.
  એક કથા યાદ આવી. બે મિત્રો પરમાત્માની શોધમાં નીકળેલાં. અનેક ગુરુઓ પાસે ભટક્યા, અનેક ધ્યાન અને વિધીઓના પ્રયોગો કર્યા. આમને આમ દસ વર્ષ વીતી ગયા પણ કાંઈ હાથ ન આવ્યું. એક દિવસ બન્ને મિત્રો એક લીમડાના ઝાડનીચે બેઠા હતાં અને ત્યાંથી નારદમુની પસાર થયા. બન્ને નારદમુનીના ચરણોમાં પડ્યા.
  એકએ પૂછ્યું,” હે, ગુરુવર, અમે બન્ને મિત્રો, દસ વર્ષથી સાધનામાં લાગેલા છીએ, પરંતુ પ્રભુદર્શન થતા નથી. મને અને મારા મિત્રને પ્રભુદર્શન થાય તેમાં હજી કેટલો સમય લાગશે? નારદજી હસ્યા અને કહ્યું,” તને ૮૦વર્ષ અને તારા મિત્રને આ લીમડાના ઝાડમાં જેટલાં પર્ણ છે તેટલાં વર્ષ લાગશે.”
  પૂછનાર સાધક તો નારદજીની વાત સાંભળી હતાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ચાલીસ તો થયા અને હજી બીજા ૮૦ વર્ષ કાઢવાના? આટલાં વર્ષતો જીવવાનો પણ નથી.ભાડમા ગયો પરમાત્મા. ભગવા વસ્ત્ર ફગાવી ઘરભણી રવાના થયો.
  બીજા મિત્રએ નારદજીની વાત સાંભળી તેણે વિચાર્યું કે બહુ બહુ તો આ ઝાડમાં એકાદ લાખ પર્ણ હશે. પણ એકવાત તો નક્કી થઈ ગઈ કે લાખ વર્ષે હું પરમાત્માના દર્શન કરી શકીશ. અને એ આનંદથી નાચવા માંડ્યો. કહે છે કે એ જ ક્ષણે તેને પરમાત્માના દર્શન થઈ ગયા.
  અનંત પ્રતિક્ષાની તૈયારી હોય તો પરમાત્મા ઢુંકડો છે. જલાબાપા કહેતાં,” ભુખ્યાને ટુકડો તો પરમાત્મા ઢુંકડો.

 2. પ્રભુ દર્શન માટે અંતરની આરઝુ વ્યક્ત કરતું ભાવવાહી પ્રાર્થના ગીત .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s