હરિ ૐ ધર્મમાં અધર્મ

Side A – Side A – DHARMA-MAAN ADHARMA, ધર્મમાં અધર્મ,  MUMBAI, “संमानात ब्राह्मणो नित्यम् उद्विजेत विषादिव” જેને પોતાના બ્રાહ્મણત્વની રક્ષા કરવી હોય એણે પોતાના સન્માનથી ઉદ્વેગ પામવો, દૂર ખસી જવું. વખાણનો એક નશો હોય છે અને નશો પછી ચસકામાં બદલાતો હોય છે. દારૂનો ચસ્કો કદાચ છોડાવી શકાય પણ એકવાર જો વખાણ સાંભળવાનો ચસ્કો લાગ્યો, તો એને છોડાવવો કઠીનમાં કઠીન કામ છે. એટલે અમારામાંના ઘણાં લોકો વખાણ કરનારા લોકોને રાખે છે અને એના કારણે જે સત્ય અને જે સત્ય અને જે ધર્મ લોકોના આગળ આવવું જોઈએ તે આવી શકતાં નથી.માણસ ચાર જગ્યાએ ભાન ખોટો હોય છે, તે સાંભળો. @4.31min. વિષય છે “ધર્મમાં અધર્મ” કલ્પના કરી શકો કે ધર્મમાં અધર્મ હોય અને હોય તો પછી અધર્મમાં પણ ધર્મ હોય. ધર્મ, સત્ય અને ન્યાય આ એકબીજાના પર્યાય શબ્દો છે. જે ધર્મ સત્ય ન હોય અને જે સત્ય ન્યાય ન સાબિત કરી શકતો હોય તો એ ધર્મ નથી. ધર્મને સંપ્રદાયના અર્થમાં લેવો નહિ. ભારતમાં ખાસ કરીને હિંદુ, જૈન અને બૌદ્ધ આ ત્રણે ત્રિપુટીઓ ધર્મ શબ્દને વિશેષણ વિનાનો માને છે, એ વિષેની સમજણ સાંભળો. @7.29min. સૌથી વધુમાં વધુ સારી વ્યાખ્યા મહર્ષિ કણાદે કરી છે. “यतोभ्युदय निश्रेयस सिद्धि सधर्म:” (वैशेषिक दर्शन). જે જે કર્મ કરવાથી આ લોકનું ભલું થાય અને મૃત્યુ પછી મોક્ષની પણ સિદ્ધિ થાય એનું નામ ધર્મ. ઉત્તરવર્તી કાળમાં ધર્મની વ્યાખ્યામાં પરલોકની પ્રધાનતા આવી. આ લોકનો વિરોધ થયો. આ કણાદ શું હતા? કોણ હતા? અને કેમ હતા? તે વિસ્તારથી સાંભળો. મહર્ષિ કણાદે શા માટે રાજાની સેવા લેવાની ના પાડી, તે સાંભળો. @14.59min. ઋષિ પરાવલંબી ન હોય અને જેનું પેટ પરાધીન એના વિચાર પણ પરાધીન. જો તમારે મગજને સ્વતંત્ર રાખવું હોય તો પેટને કદી પરાધીન ન થવા દેશો. પેટને અને મગજને બહું સંબંધ છે. ઋષિની  વ્યાખ્યા હોય પણ પછી લોકો એમાં પોતાની વાતો ઉમેરતા હોય છે અને ઉમેરતાં ઉમેરાતાં  જે માળખું તૈયાર થાય એને આપને ધર્મ માની લઈએ છીએ. આવું આખી દુનિયામાં ચાલતું ઘણા વર્ષોથી થતું આવ્યું છે. ધર્મમાં અધર્મ ક્યારે થયો તે વિષે સાંભળો. દેવવાદ પ્રાચીન કાળમાં આખી દુનિયામાં હતો. ગ્રીકોમાં, દક્ષિણ અમેરિકામાં અને ચાઈના પણ હતો. દુકાળ કેમ પડે છે? આગ કેમ લાગે છે? સમુદ્રમાં તોફાન કેમ થાય છે? એ બધું દેવો કરે છે, કારણકે એમને તૃપ્ત નથી કર્યા. અને તૃપ્ત કરવાનો રસ્તો નીકળ્યો તે પશુબલિ. હજારોની સંખ્યામાં વર્ષોથી પશુઓ કપાવા લાગ્યા. આ ધર્મમાં અધર્મ છે. પશુબલિથી બે આત્માઓ કકળી ઊઠ્યા તે બુદ્ધ અને મહાવીર. @19.33min. અમારે ત્યાં ચાણક્યે લખ્યું છે, “व्रुक्षान्सछ्हीत्वा पशु नहत्वा कृत्वा रुधिर कर्दमम यत्केवं  गम्यते स्वर्गे, नरके केन गम्यते”  હે ભાઈઓ જો વૃક્ષોને કાપીને, પશુઓને મારીને જો સ્વર્ગમાં જવાતું હોય તો નરકમાં જશે કોણ?  એક નાના અવાજમાંથી, અવાજ મોટો થતો થતો એટલો મોટો થયો કે આજે આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગેની પશુ હત્યાઓ બંધ થઇ ગઈ છે. ધર્મમાં અધર્મનું બીજું ઉદાહરણ, અમેરિકાનો પ્રેસિડન્ટ  અબ્રાહમ લિંકન અને  “ROOT” ફિલ્મ વિષે સાંભળો. ભારતમાં અત્યાર સુધી ગૃહ યુધ્ધ (civil war) ન થયું તેના કારણો શું છે, તે જાણો. @24.30min. કાશીના એક દંડી સ્વામીની કહે છે, “आप फिकर मत करो, अब प्रभु अवतार लेने ही वाले हैं”   લિંકનના બલિદાન પછી ધર્મની સ્થાપના થઇ. માર્ટિન લ્યુથર કિંગ વિશે સાંભળો  વર્ષો સુધી લોકો માનતા રહ્યા કે હબસીઓમાં, પશુઓમાં અને સ્ત્રીઓમાં આત્માજ નથી એટલે તેનો મન ફાવે તેમ ઉપયોગ કરી શકાય. આ ધર્મમાં અધર્મ છે. એવીજ સ્થિતિ મહાભારતમાં, કર્ણ, અર્જુન અને એક્લવ્ય વિશે સાંભળો. @28.27min. કેટલીક મીથ ઘટનાઓ હોય છે, પરંતુ જ્યારે તેને માન્યતા આપવામાં આવે ત્યારે બનેલી ઘટના કરતાં વધારે નુકશાન પહોંચાડે છે. રામાયણમાં શુદ્ર એવા નિર્દોશ અને તપ કરતા સંબુકનો વધ એ ધર્મમાં અધર્મ છે અને એના ફળ રૂપે આજે અનામતનો પ્રશ્ન આપણું લોહી પી રહ્યો છે.  અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાની સ્થિતિ વિશે અને ધર્મમાં અધર્મના સાંભળવા જેવા વધુ ઉદાહરણો જેમાં કાશીમાં કરવત, પ્રયાગરાજમાં વટવ્રુક્ષ પરથી કુદવા વિષે અને જગન્નાથમાં રથ નીચે કચડાઈ મરવાની પ્રથા વિષે સાંભળો. @33.28min. આવું યુરોપમાં પણ ચાલતું રહ્યું. મૂળમાં  આખી દુનિયાને સૌથી વધારેમાં વધારે પીડા દેનારું તત્વ કોઈ હોય તો એ પરલોક છે, જેને કોઈએ જોયો નથી, કોઈ પાછો આવ્યો નથી, કોઈ સમાચાર નથી. વ્હોરા સમાજની આવીજ એક પરલોકની  વાત સાંભળો. સ્થાપિત હિતો અને જર્મનીમાં માર્ટીન લ્યુથરે પડકાર ફેંક્યો તે વિષે સાંભળો. @36.35min. અંગ્રેજો ભારતમાં આવ્યા અને ધીરે ધીરે આખા ભારત ઉપર એમનું રાજ્ય સ્થાપિત થયું. જેમ જેમ માણસોની કક્ષા ઉંચી થતી જાય એમ એમ ધર્મની વિકૃતિ પણ વધુ થતી જાય. બંગાળ, આખા ભારતમાં અને આખી દુનિયામાં સતિ પ્રથાનો રિવાજ  વિષે સાંભળો. આખી દુનિયામાં એક કે બીજી રીતે આ સતી પ્રથા હતી. ચીન અને મિસ્રના પીરમીડોનું ઉદાહરણ. બંગાળમાં 70,000 સ્ત્રીઓને સતી બનાવી દેવામાં આવી. આ ધર્મમાં અધર્મ છે. @40.47min. રાજા રામમોહનરાય પોતાની ભાભીના સતીપણાંમાંથી જાગ્યા અને ત્યારના વાઇસરોય વિલીઅમ બેન્ટીન સાથે સતીપ્રથાના પ્રતિબંધ પર કાયદો સહી કરાવ્યો અને એ પ્રથા બંધ કરાવી, ત્યાર પછી વિધાર્મીઓએ કેવી રીતે લાભ ઉઠાવ્યો તે સાંભળો. આ ધર્મના અધર્મને અટકાવવા કઈ ગાદીના  ગુરુ કે આચાર્ય કે સાધુ સંતે પ્રયત્નો કર્યા? @44.39min. ધર્મમાં અધર્મના બીજા ઉદાહરણો સાંભળો. વીસેક વર્ષ પહેલા આગ્રામાં એક અગ્રવાલ કુટુંબની સાત બહેનોએ આત્મહત્યા કરી. કેમ? તે સાંભળો. ભારતનો ધર્મ જયારે અધ્યાત્મમાં પરિવર્તિત થાય છે ત્યારે એક ભગવાન પેદા થાય છે, અવતાર પેદા થાય છે અને એ ભગવાન કે અવતારનું કામ એકજ છે કે પ્રશ્નને ન અડવું, પ્રશ્નને એક તરફ રાખો. 

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “હરિ ૐ ધર્મમાં અધર્મ

  1. Anila patel

    Swamijie ketali saras vat kahi-” jo magajne svatantr rakhavu hoyato petne paradhin na thava desho”- mane aa swamijina lectures bahuj game chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s