૭૬ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ…તેઓ ક્યાં છે ?

 ૦૦૧

મા શ્રી પ્રવીણ શાસ્ત્રીને જન્મ દિન મુબારક ! કરવા ગયા- ત્યાં કહેલી વાત-‘ અરે વાહ ! અમે તમારી નકલ કરી ! ૧૯૩૯ના ઓકટોબર ૧૧, ભાદ્ર વદ ચૌદશ આ વર્ષે ફરી પાછા તિથી તારીખ એક જ આવ્યાં ! સુરત જનરલ હોસ્પીટલ અને રાશી પણ કન્યા! કડોદના અમારા પૂ ભાઇશંકર આજાબાપા પોતે ,વૈદ્યુ,જ્યોતિષ અને ગોરપદુ કરતા પણ પહેલી સુવાવડ કરાવવા આવેલી મારી બાની ખૂબ કાળજી કરતા છતા વધુ કાળજી માટે અમારા ગજરી માશી અને માસાજી ઇશ્વરલાલ ઇચ્છારામ દેસાઇ પોતાને ઘેર સુરત લઇ આવ્યા હતા..જીભ મોચવાઇ તેવું નામ પ્રજ્ઞા રાખ્યું પણ બધા વડીલો પરમધામ ગયા ત્યાં સુધી તેમની બેબી જ રહી ! મારા કરતા ૨૬ દીવસ મોટા તમને અભિનંદન અને શુભેચ્છાઓ

ત્યાની પસંદ પડેલી વાત રી બ્લોગ ભાદરવો માસ ભાદ્રપદથી પણ ઓળખાય છે. ભાદ્ર શબ્દ બન્યો છે, “ભદ્ર” પરથી. “ભદ્ર” અર્થાત શુભ, કલ્યાણકારી. શ્રાવણ માસમાં ખરા અર્થમાં શ્રવણ થયું હોય તો બીજના દિવસે કલ્યાણકારી બીજ ભિતર રોપાય છે. અને ભાદ્ર સુદ પૂનમે તે સોળે કળાએ ખીલી ઊઠે છે. આપની ભિતર પણ આવું કલ્યાણકારી બીજનુ રોપણ થાય અને પૂર્ણતાએ પહોંચો તેવી શુભ કામનાઓ.

બીજું ભાદરવા મહિનાથી શ્રાધ શરુ થાય છે. ૧૬ સરાધીયાથી આપણે ઓળખીયે છીએ. સંસાર વહેવારમાં આપણે જે તે તિથીએ માતા-પિતા કે અન્ય પિત્રુઓએ દેહ છેડ્યો હોય તે દિવસે આપણે કાગડા, કુતરા કે ગાયને ખવરાવીએ છીએ. ખરેખર પિત્રુનો અર્થ છે આપણી અગાઊ જે જીવાત્માઓ જન્મ્યા અને શરીર છોડી ચાલ્યા ગયા તે સર્વ જીવોએ આપણું જીવન વધુ સુખમય અને સુવિધાપૂર્ણ બને તે માટે કાંઈક ને કાંઈક ફાળો આપેલ છે. આજે આપણે જે સગવડો અને સુવિધાઓ ભોગવીએ છીએ તેમાં તેમનો ફાળો છે. તેમને યાદ કરી કૃત્ઘ્નતાનો ભાવ પ્રદર્શીત કરવાનો આ અવસર છે. જેમાનુ પિતૃઋણ અતિ મહત્વનુ છે જે ચુકવવું પડે છે. બીજું મહત્વનુ રૂણ છે ગુરુનુ જે ક્યારેય ચુકવી શકાતું નથી. એ ચુકવવાનો એક જ માર્ગ છે કે તમે પણ એ ગુરુનુ ચૈતન્ય જે લેવલે છે તે લેવલે પહોંચી જાઓ. સોળે પ્રકારના ઋણ ચુકવાયા પહી નવરાત્રી મહોત્સવ શરુ થાય અને જીવ રાસ રમવા લાગે. જીવનનો રસ હવે જીવને આવવા લાગ્યો. બસ આપ પણ આ રાસમાં ડુબો અહીં ચારે બાજુ પરમાત્માનો રાસ ચાલે છે. માત્ર મનુષ્ય જ વિટંબણાઓથી ઘેરાયેલ છે. આપનો જન્મ દિવસ અને હવે પછીનુ જિવન એક રાસ બની રહે તેવી શુભ કામનાઓ.
પ્રભુશ્રીના આશિષ.

શરદ………………..

બ્લોગ જગતમા ઘણા મિત્રો મળ્યા.તેમા આ વર્ષે જેમનો સંપર્ક નથી   સૌ પ્રથમ                                                                                                                                                ડો. ચંદ્રવદન મિસ્ત્રી છેલ્લા સમાચાર તેઓ પથારીવશ છે પછી ખબર નથી.                                                                                                                                        

 તેઓ જલ્દી  સ્વસ્થ થઇ    બ્લોગ પર આવે તેવી પ્રાર્થના                                                                                                                                                                                 ૦૧૨૩૪

   તેઓની છેલ્લી પોસ્ટ  પ્રભુકૃપા છે ન્યારી !

પ્રભુ, કૃપા તારી છે ગજબ અને અતિ ન્યારી,

શબ્દોમાં કહેવા માટે શક્તિ નથી મારી !…(ટેક)

રૂપા,વિરલ નામે જગમાં અજાણ બે જીવો રહે,

એકબીજાને જાણી, એઓ તો જીવનસાથી બને,

પ્યારના સબંધે રહી, પ્રભુ સ્મરણ  કરતા રહે,

પ્રભુ-ઈચ્છારૂપી કૃપાના દર્શન તમે કરો !…(૧)

સંતાનસુખના વિચારોમાં રૂપા વિરલ રહે,

સંતાન નહી, છતાં સમય તો વહેતો રહે,

જે થકી, પ્રભુભક્તિનુ પુષ્પ ખીલી રહે,

અહીં, શ્રધ્ધારૂપી મહેકમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !.(૨)

પ્રભુશ્રધ્ધા થકી શુભ સમાચાર જાણવા મળે,

આનંદના ઝરણાઓ એમના હૈયેથી વહે,

એવા આનંદના વર્ણન માટે ના કોઈ શબ્દો રહે,

પ્રભુકૃપારૂપે આશાઓ ફળી એવા દર્શન તમે કરો !……(૩)

સંતાનસુખ હશે એવા વિચારોમાં રૂપા વિરલ આનંદીત બને,

સમય વહેતો રહે અને પ્રભુકૃપાથી બાળ દેહ બનતો રહે,

ભક્તિભર્યા અને આનંદભર્યા દિવસોનો અનુભવ બાળને મળે,

કુદરતી શક્તિમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……….(૪)

૨૦૧૫ની સાલે રૂપા વિરલ જ્યારે માતા પિતા બનશે,

ત્યારે જ, કિરીટ- વર્ષા દાદા-દાદી ‘ને ચંદ્ર -કમુ આજા-આજી હશે,

આવી વિચારધારામાં હૈયે સૌ આનંદ ભરી, પ્રભુકૃપા જ સમજે,

એવા આશાભર્યા શણગારમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !……(૫)

પ્રભુકૃપા વરસે ક્યારે અને કેવી રીતે, એનું કોઈ ના જાણે,

પ્રભુલીલાને ના કોઈ  સમજી શકે, એવું જગમાં સૌ કહે,

પ્રભુ તો છે હંમેશા દયાળુ, ચંદ્ર એવું જરૂર સમજે,

બસ, આવી સમજમાં પ્રભુકૃપાના દર્શન તમે કરો !….(૬)

કાવ્ય રચના ઃ તારીખ,માર્ચ,૧૪,૨૦૧૫ સુ શ્રી ડૉ  ચંદ્રવદનભાઇ

તેઓનો અમારા પ્રતિભાવનો પ્રતિભાવ આવો રહેતો                                                                                                                                                                                                      Pragnajuben,
You too being on this Post is the “Greatest” encouragment for me.
Your Words takes the Reader to that “Higher Level” of thinking.
MAN (Mind), SHARIR (Body) and the KAAM ( Actions).
Face & fight the Adverse Situations in the Life…Do not run away from it…

Running away is NOT the ANSWER to the Situation.This is the PRACTICAL APPROACH

in our Journey of this Life as the HUMANS !
Thanks, Pragnajuben ! Chandravadan                                                                                                                                                                                                           પ્રજ્ઞાજુબેન  “ચંદ્રપૂકાર”પર આવી અનેક પોસ્ટો માટે પ્રતિભાવો આપ્યા…અને આ કાવ્ય લખવા પ્રેરણા મળી !

        ચંદ્ર મિત્રતાના ભાવે નિહાળે પ્રજ્ઞાજુબેનને !                                                                                                                                                                               મિત્રતાના ભાવે , થાય છે પરિચય પ્રજ્ઞાજુબેનનો !…..(ટેક)

 ક્યારે કેવી રીતે પ્રજ્ઞાજુબેનને જાણ્યાં ખબર નથી એની,  
પણ, “ચંદ્રપૂકાર” શરૂ થયા બાદ, હશે શરૂઆત એની !
  
જે થયું તે સારૂં જ થયું !……..મિત્રતાના ભાવે………..(૧)  
ઈનટરનેટ પર ગુજરાતી બ્લોગોની સફરો હતી મારી ,
  
 વાંચી પ્રજ્ઞાજુબેન- પ્રતિભાવો,  હૈયે ખુશી હતી મારી !  
જે થયું તે સારું જ થયું !……મિત્રતાના ભાવે…(૨)
  
હવે તો, પ્રજ્ઞાજુબેન હતા “ચંદ્રપૂકાર” પર ફરી ફરી , 
ઉંડા “પ્રજ્ઞાજુ-વિચારો”વાંચી, થયો “ચંદ્ર” ખુશ ફરી ફરી !
  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૩)  
“નિરવ રવે”બ્લોગ પ્રજ્ઞાજુબેનનો થયો જ્યારે,
  
આનંદ ચંદ્ર હૈયે ઘણો હતો ત્યારે !  
જે થયું તે સારૂં જ થયું !……મિત્રતાના ભાવે…..(૪)
  
પ્રજ્ઞાજુ-વિચારો જાણવાનું થયું છે સરળ હવે,   
પણ,…ફોટોરૂપી દર્શન એમના ક્યારે હશે ?
 
હવે, જે થશે તે સારૂં જ હશે !….મિત્રતાના ભાવે….(૫) 
ચંદ્ર તો “બેન”પૂકારી, પ્રજ્ઞાજુબેનને યાદ કરતો રહે,
 
અને,  હૈયે બેનને મળવાની આશાઓ ભરતો રહે ! 
હવે, જે થશે તે સારૂં જ હશે !…..મિત્રતાના ભાવે….(૬)

4 ટિપ્પણીઓ

Filed under ગઝલ, પ્રકીર્ણ

4 responses to “૭૬ વટાવી ૭૭માં પ્રવેશ વેળાએ…તેઓ ક્યાં છે ?

 1. જેમના જ્ઞાન વૈભવથી પ્રભાવીત છું એ પ્રજ્ઞાબેનને સાદર વંદન સહિત જન્મદિનના વધામણાં. ગુરુસ્થાને બેસાડવી પડે એ “જીરિક” નાની બેનને ઘણી ઘણી ધણી શુભ્ચ્છાઓ. તંદુરસ્ત રહો. બસ આનંદમાં રહો.

 2. Anila patel

  Dr. Chandravadanbhai jaldi sara thay e mate Ishvarne prarthana.

 3. Sharad Shah

  પ્રિય પ્રજ્ઞાજુ બહેન;
  પ્રેમ.
  સુર્યની સાથે દિવસ અને ચંદ્રની સાથે તિથી જોડાયેલ છે.આજે તિથી છે, ભાદ્રપદ વદ ચૌદશ એટલે શિવરાત્રી છે અને આપનો જન્મ દિવસ પણ. જન્મ દિવસ ખુબ ખુબ મુબારક.
  બીજના ચંદ્રની સંસારી જીવ પૂજા કરે. બીજનો ચંદ્ર સર્જનનુ પ્રતિક છે. જેને હજી સંસાર માંડવાનો છે તે બીજના ચંદ્રની પૂજા કરે. પરંતુ જે જીવ હવે શિવમાં વિસર્જીત થવાની પ્રક્રિયામાં છે તેના પ્રતિકરુપે વદ ચૌદશનો ચંદ્ર છે. જે શિવજીએ જટામાં ધારેલ છે. કાલે અમાસના દિવસે તે વિસર્જીત થઈ જશે.આપનો જીવ પણ શિવમાં વિસર્જીત બને તેવી શુભ્ચ્છાઓ.
  બ્રહ્મા અને શિવની સતત રમત ચાલી રહી છે. બ્રહ્મા સર્જન કરે જાય છે અને શિવ વિસર્જન. આપણે કહીએ કે જેની ઉત્તપત્તિ છે તેનો નાશ છે. આ દેહ ઉત્પન્ન થયો છે તેનો નાશ અવશ્ય થવાનો. પરંતુ ભિતર એક અવિનાશી તત્વ છે જેને કોઈ બ્રહ્મ કહે કે કોઈ શિવ તત્વ કહે,કોઈ આત્મા કહે કોઈ પરમાત્માનો અંશ કહે, જેનો કદી નાશ થતો નથી. મળેલ દેહથી યોગ્ય જીવન યાત્રા થઈ હોય તો જીવનુ શિવમાં રુપાંતર થઈ જીવ મૂળ સ્રોતમાં પાછો વિલીન થઈ જાય છે. આપની જીવન યાત્રા શુભ બને.
  આધી, વ્યાધી અને ઉપાધીના ત્રણ પ્રકારના તાપ છે જેને ત્રિવિધ તાપ કહે. આધી છે આઈડેન્ટીફીકેશન, વ્યાધી છે શારિરીક રોગ, અને ઉપાધી છે ફોલ્સ પ્રશનાલીટી. આપણે બધા આ ત્રિવિધ તાપમાં શેકાતા જીવો છીએ. આ તાપમાંથી બહાર નીકળવા આપણને ચૌદકરણો આપેલ છે.પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને અંતઃકરણ (મન,બુધ્ધી, ચિત્ત અને અહંકાર).ચૌદશ આ ચૌદેય કરણોનો સદઊપયોગ અને શુધ્ધીનો દિવસ છે.ચૌદેય કરણ શુધ્ધ થતાં જીવનુ શિવમાં વિસર્જન શક્ય બને છે. આપના ચૌદેય કરણનો સદઊપયોગ અને શુધ્ધી થાય તેવી આપના જન્મદિવસે શુભેચ્છાઓ.
  ભાદરવા વદ ચૌદશ પિત્રુઓના શ્રાધનો પણ દિવસ છે.જે જીવ વાસના મુક્ત ન થયા હોય તે પૃથ્વી અને ચંદ્રની વચમાં ભટકતા હોય છે. આપણા એવા પિત્રુઓને આજના દિવસે તર્પણ કરવામાં આવે છે જેથી તે શાંત અને મુક્ત થાય.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

 4. શ્રી પ્રવીણ શાસ્ત્રી અને આપની જન્મ તારીખની સામ્યતાઓ નવાઈ પમાડે એવી છે. એવું પણ બને છે !

  આપના ૭૬ વટાવી ૭૭ મા વર્ષમાં પ્રવેશ માટે આપને જન્મ દિવસના ફરી ફરી અભિનંદન અને ખોબલો ભરીને શુભેચ્છાઓ ..

  ડો. ચન્દ્રવદનભાઈની નાદુરસ્ત તબિયત ને લીધે ચન્દ્ર પુકાર હમણાં બંધ છે .. એમની
  છેલ્લી પોસ્ટના કાવ્યમાં એમણે આનંદ સાથે કેવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે …

  ૦૧૫ની સાલે રૂપા વિરલ જ્યારે માતા પિતા બનશે,

  ત્યારે જ, કિરીટ- વર્ષા દાદા-દાદી ‘ને ચંદ્ર -કમુ આજા-આજી હશે,

  કુદરત ઘણીવાર માણસના આનંદમાં અચાનક કેવો વિક્ષેપ પાડી દે છે !

  ડો.ચન્દ્રવદનભાઈ ની તબિયત જલ્દી સુધરે અને તેઓ ફરી ચન્દ્ર પુકાર કરવા લાગે એવી હાર્દિક શુભેચ્છાઓ . ગેટ વેલ સુન …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s