एकता परमो धर्म સ્વામી સચ્ચિદાનંદજી

Side B – एकता परमो धर्म – અમદાવાદ – રાજકોટ, આહીર સમાજ – (શરૂઆતમાં થોડી મીનીટોનું રેકર્ડીંગ થયું નથી). અમેરિકાના હુવર ડેમની વાત ચાલી રહી છે.અહિયાં મેઘા પાટકર આડે આવતી નથી.સ્વામીજીનું રશિયામાં જવાનું થયું ત્યાં લેક બાઈકલની વાત સાંભળો.આ સરોવરમાં ત્યાંની ૭૬ નદીઓ પડે છે. એનું પાણી ૨ કી.મી. ઊંડું છે. એ અમદાવાદ થી મુંબઈ જેટલું લાંબુ છે. દુનિયાનું ચોખ્ખામાં ચોખ્ખું પાણી ત્યાં ભરેલું છે. એટલું પાણી કે એને ખાલી કરતા ૩૫૦ વર્ષ લાગે. ત્યાં ખેતી લાયક બહુ સરસ જમીન પણ ત્યાં ખેતીજ નથી. તમને શું મળ્યું છે એ મહત્વનું નથી પણ તમે એનો કેટલો ઉપયોગ કો એ મહત્વનું છે. પેલા ગંગાજી ફર્યાજ કરતા હતા, એક ટીપું પાણી પણ બહાર નીકળી ન શક્યું. એટલે એનો અહંકાર ઊતર્યો અને શિવજીની માફી માંગી અને કહ્યું મને નીકળવાની જરા જગ્યા આપો. ઘણીવાર એવું કે તમે નજીકના માણસને ઓળખી ન શકો. નરસિંહ મહેતાને, કબીરને, વિવેકાનંદને એ હોય ત્યારે તમે એમને ન ઓળખી શકો પણ એ ન હોય, એ ગુજરી જાય પછી ઓળખો. મહાદેવે લટ ઢીલી કરીને ગંગાને જગ્યા આપી એમાંથી ગંગોત્રી બની, ગંગા સાગર બની અને એનાથી સગરના ૬૦,૦૦૦ પુત્રોનો ઉધ્ધાર થયો. તમારા માતા-પિતા, પૂર્વજો કોણ હતા એ તો તમે જાણો પણ તમારી પહેલી પેઢી વિકાસ કરી રહી છે. બીજી, ત્રીજી, ચોથી તો ડચકારાજ કરતી હતી. @5.10min. એ પૂર્વજોએ કેટલી મોટી તપસ્યા કરી હશે કે એ બધી પરિસ્થિતિમાંથી કોઈ ભગીરથ પેદા થાય અને કહે કે મારે મારા પૂર્વજોનો ઉધ્ધાર કરવો છે. તમે માતા-પિતા, પુર્વાજના નામ ઉપર છાત્રાલય બનાવો, એ જોઇને તમારા પૂર્વજ ખુશ થશે અને કહેશે ક બેટા સુખી થાવ. આને પૂર્વજોનો ઉદ્ધાર કરેલો કહેવાય. એવા ઘણા માણસો છે, જે મુંબઈ જાય પછી પોતાના માણસોને બોલાવે છે અને તેમને ધંધે વળગાવી તેમનો ઉધ્ધાર કરે છે. હવે બહુ મંદિર બાંધવાની જરૂર નથી પણ હવે વિદ્યાર્થીઓના મંદિર બાંધો, હોસ્પિટલોના મંદિર બાંધો. એક સજ્જન કહે છે કે હું દહેરાશર, મંદિર એટલા માટે બંધાવું છું કે એમાં ભગવાન બેઠેલોજ રહે છે, કદી ઊભો થતોજ નથી, એટલે આપણને શાંતિ. ઊભો થાય તો આપણી સામો થાય. આવા માણસો મરી જાય તો એની સ્મશાન યાત્રામાં ૨૫ માણસો નથી જવાના, કારણકે એ પોતાના પેટ માટેજ જીવે છે. એક ત્રીજો માણસ છે, જે લૂખા રોટલા ખાય છે, દેવું કરે છે પણ આવનારી પેઢીનો ઉદ્ધાર કરે છે. એ દેવું કરીને પણ પોતાના બાળકોને ભણાવે છે, એમનો ઉદ્ધાર કરે છે. @10.15min. હવે તમારે આવનારી પેઢીના ઉદ્ધાર કરનારા થવાનું છે. અને એ તમારે કરવાનું હોય તો તમારા છોકરાંઓને વધુમાં વધુ ભણાવો. સુપર પ્રજા હંમેશા માઈગ્રેશન કરતી અને ફરતી રહેતી હોય છે.હોય છે. ધર્મના નામથી યુરોપની ચીંથરેહાલ પ્રજા ભાગી અને અમેરિકા આવી. એણે આખા અમેરિકાને નવું રૂપ આપ્યું. અમેરિકાની મૂળ પ્રજા આજે પણ એવી ને એવીજ છે. તમારે જાણવું હોય તો પટેલો પાસેથી બોધ-પાઠ લો. એમણે હળ પડતું મૂકી કલમ પકડી અને ત્રાજવાં પકડ્યા. જોતજોતામાં મોટા મોટા વેપારો એમના હાથમાં આવી ગયા. પટેલ બધુંજ છે. એન્જીનીઅર, ડોક્ટર, સાહિત્યકાર એમ બધુંજ છે. મેક્ષિકોના પ્રવાસ દરમ્યાન ખીચડી ખાવાનું મન થયું તો પ્રયત્ન કરતા ત્યાં પણ એક મોટેલવાળા પટેલ ભાઈ મળી ગયા. @15.06min. આખી દુનિયા તમારા માટે છે. આપણે માઈગ્રેશન ન કર્યું, સમુદ્રથી અભડાય એટલે ઓસ્ટ્રેલીયામાં આપણો ઝંડો ફરકાવી ન શક્યા. હવે તમારા માટે આ મેસેજ છે કે આ તમારી લાકડીને પડતી મુકો અને હાથમાં ત્રાજવું, કલમ લો, હવે આ ડચકારા બહુ ચાલવાના નથી. તમારા દીકરા-દીકરીઓને તો જરૂર આ કલમ અને ત્રાજવાં પકડાવો. સાથે સાથે એક ત્રીજી વસ્તુ તલવાર પકડવાની છે, કારણકે આતંકવાદીઓ ખુબ વધી ગયા છે. આવનારો સમય બહુ ખરાબ છે.એવું નથી કે તમારી પાસે બુદ્ધિ ઓછી છે, પણ બુદ્ધિને વિકસવાની તકો મળતી નથી. વનરાજ ચાવડાની વાત સાંભળો. ઈતિહાસ સાક્ષી છે કે અણહિલ ભરવાડનો સાથ ન મળ્યો હોત તો વનરાજ ચાવડો કદી સફળ થવાનો ન હતો. એટલે તમારે ત્રણ કામ કરવાના, કલમ પકડો, ત્રાજવાં પકડો અને આતંકવાદીઓ સામે તલવાર પકડો. લોઅર પ્રજા છે એ તો કડી ગામ છોડતીજ નથી. ચાણક્યે લખ્યું છે, “तातस्य कुपो यमितित ध्रुवाणा, क्षारम् जलंका पुरुषा पिवन्ति” આ મારા બાપનું ગામ છે, ખારું પાણી તો ખારું, મારે આજ પાણી પીવું છે. મારે આ ગામ છોડવું નથી. આવા લોકોનો ઉદ્ધાર થતો નથી. બહાર નીકળો, દુનિયા તમારી રાહ જોઇને બેઠી છે. મને જાણીને આનંદ થયો કે તમારામાંથી ઘણાખરા બિલ્ડરો થયા છે. અને જે લોકો મોટા ધંધામાં પડેલા છે, એજ મોટા દાન આપી શકે છે. એટલે આ ત્રણ માણસો છે, જે આવનારી પેઢીનો ઉધ્ધાર કરનારા છે.એવીજ રીતે ત્રણ ઊંધા માણસો છે, જે પોતાના પૂર્વજોના નામ ડુબાવે છે.@20.17min. અમદાવાદની નજીકમાં એક સાદડા ગામ છે, ત્યાં અંગ્રેજોએ પહેલી સ્કુલ માત્ર રાજાના કુમારો માટે બનાવેલી. પછી એનું મોટું રૂપ રાજકોટમાં આપ્યું, એટલે બધા ભણવા લાગ્યા. વાણિયા, બ્રાહ્મણો બધા ભણવા લાગ્યા. વણકરો અને દલિતો પણ ભણ્યા પણ તમે લોકો એમના જેટલું પણ ભણ્યા નહીં. તમે અભણ હતા પણ ખરાબ ન હતા.તમે બહુ મોડે મોડે જાગ્યા. હું તમારા વખાણ કરવા નથી કહેતો પણ તમારામાં રોયલ બ્લડ છે. એટલેકે  એકલો ભરવાડ જંગલમાં ગાયો ચરાવતો હોય અને કોઈ સોને મઢેલી દીકરી નીકળે તો એની દાનત નહિ બગાડે અને એના ગામ જઈને મૂકી આવે.ભરવાડ માટે કલંકની વાત ભાગ્યેજ સાંભળવા મળશે. આ એનું રોયલ બ્લડ છે. ભરવાડ એ ધાર્મિક કોમ છે. નરસિંહ મહેતાએ એના કાવ્યમાં ભગવાન કૃષ્ણને ભરવાડના ભાણેજ કહ્યા છે. એટલે એ શામળિયો તમારો પૂર્વજ છે. માર

This message has been truncated

Show Full Message

1 ટીકા

Filed under અધ્યાત્મ

One response to “एकता परमो धर्म સ્વામી સચ્ચિદાનંદજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s