લક્ષ્મીનારાયણ પરંપરા/સ્વામી સચ્ચિદાનંદજી

Side B – KACHCHH – લક્ષ્મીનારાયણ પરંપરા, પુરુષ પ્રધાન છે અને સ્ત્રી પણ પ્રધાન છે, કારણકે આપણાં પ્રત્યેક ઇષ્ટ દેવ નર-નારીનું સંયુક્ત રૂપ છે. શિવ અને શક્તિ એકબીજા વગર રહી શકે નહીં. આપણે પાલનકર્તા દેવ તરીકે વિષ્ણુની ઉપાસના કરીએ છીએ “आपो नारा इति प्रवृक्त:” નારા એટલે જળ. જળ રહેવાની જગ્યા છે, એટલે નારાયણ નામ અપાયું છે. ચિત્રમાં નારાયણ શેષ નાગ પર પોઢેલા છે અને લક્ષ્મીજી પગ દબાવે છે. તમને જીજ્ઞાસા થવી જોઈએ કે આમાં શું કહેવા માંગે છે? એના મેસેજને સમજો. જીવનની શરૂઆત જળમાંથી શરુ થાય છે. (આજકાલ અમેરિકા જે ઉપગ્રહો મોકલાવે છે, તે ત્યાં પાણીની તપાસ કરે છે, જો પાણી હોય કે પહેલા હતું તો ત્યાં પહેલાં જીવન હતું એવું પુરવાર કરી શકાય). જીવનની શરૂઆત જળથી શરુ થાય છે, એટલે જ્યાં જળ છે, ત્યાં જીવન છે. ચંદ્ર, મંગળ વિગેરે ગ્રહોમાં જળ નથી એટલે ત્યાં જીવન નથી. એક પ્રસિદ્ધ શ્લોક છે, “करारविन्देन पदारविन्दं ….. मनसा स्मरामि” એનો અર્થ એવો છે કે પોતાના મુખમાં જેણે પોતાનો અંગુઠો મુકેલો છે અને વડના પાંદડા પર સુતેલા છે એવા બાલમુકુંદનું હું મનથી સ્મરણ કરું છું. આ બાલમુકુંદ કોણ છે? એ ડાર્વિનનો એક કોષી અમીબા છે, એટલે એ પોતેજ પોતાના અંગુઠાનો રસ લઇ રહ્યો છે. એને રૂપકમાં કહ્યું છે કે આ અમીબા હજારો, લાખો, કરોડો વર્ષો વીત્યા પછી માછલું(મત્સ્યાવતાર)  થયું, પછી કાચબો થયો(કુર્માવતાર), જે જમીન અને પાણીમાં રહી શકે, એટલેકે જીવન જે પાણીમાં હતું તે ધરતી પર આવ્યું. પછી વરાહ અવતાર, જે માત્ર જમીન પરજ રહે છે, પછી નૃસિંહ અવતાર અર્ધ સિંહ અને અર્ધ માણસ પછી વામન અવતાર એમ એક પછી એક રામાવતાર(મર્યાદા પુરુષોત્તમ), કૃષ્ણાવતાર(પ્રેમાવતાર) અને બુદ્ધાવતાર(જ્ઞાનાવતર) થયા આ આપણો ક્રમ છે, આ ટુ-વે છે. વિષ્ણુ ભગવાન પોઢેલા છે, એની નાભીમાંથી કમળ નીકળે છે અને કમળ ઉપર બ્રહ્મા બેઠા છે, શું કહેવા માંગે છે? આપણાં  ચૌદ લોક છે, એનો મધ્ય ભાગ છે, એ નાભી છે. “भूर, भुव: स्वह्, मह, जन, तप, सत्य” આ ઉપરના સાત લોક છે. “अतल, वितल, सुतल, तरातल , रसातल, महातल, पाताल” આ નીચેના સાત લોક છે. એટલે આ ચૌદ લોક આપણે માનીએ છીએ, આ પાલન કરનારો વિષ્ણુ છે તો પાલન કરવું છે તો કેવી રીતે પાલન કરશો? પાલન કરનારી શક્તિ લક્ષ્મી છે, આ વૈદિક પરંપરા છે. વૈદિક પરંપરામાં સંસારની નિંદા નથી એમ સંસાર છોડવાનો પણ નથી. લક્ષ્મીને, સ્ત્રીને, દુકાનને, ખેતીને છોડવાની જરૂર નથી, ફક્ત સુધારવાની જરૂર છે. @6.42min. અમેરિકામાં એક સજ્જન મળવા આવ્યા, એમણે એમની પત્નીનો ત્યાગ કરવો છે, તે વિષે સાંભળો. એમની ચાર મોટેલો છે, પૈસાનો ઢગલો છે, પણ શાંતિ નથી, કહે છે, મને મોક્ષ નથી જોઈતો મને આ બૈરીથી છોડવો. એક ભૂજ જેવા શહેરની 5000 માણસોની સ્મશાન યાત્રા વિષે સાંભળો. @10.37min. આપણી વૈદિક પરંપરા કહે છે, તમે સારા બનો, સારી પત્ની બનો, સારા પતિ બનો. જે વર્ષો કાઢવાના છે તે હસતાં હસતા કાઢો, આનંદ કરો, એનું નામજ જીવન છે. વિષ્ણુ ભગવાન સપત્નિક છે, લક્ષ્મીના દ્વારા પોષણ કરે છે. પછી તો આપણો માર્ગ ફંટાઈ ગયો કે પૈસો પાપ છે, તમે સંસારના કીડા છો વિગેરે. વૈદિક પરંપરા કહે છે, તમારા ઘરમાં પૈસો હોવો જોઈએ, તો તમારે લાચારીનું જીવન ન જીવવું પડે. એટલે લક્ષ્મી છે એના ત્રણ રૂપ છે, સત્વ, રજસ અને તમસ, એ  વિષે સાંભળો. અધોગામી લક્ષ્મી એટલે એનાથી સોપારી આપવાનું કામ થાય છે. અમારા આશ્રમોમાં પણ સોપારી અપાય છે અને કેટલી હત્યાઓ થાય છે. એક મધ્યમ લક્ષ્મી છે, એટલે તમારું રાચ-રચીલું, બંગલો, દર-દાગીના, બંગલો બધું ખુબ વાપરો એ માધ્યમ લક્ષ્મી છે. એક ઉર્ધ્વ લક્ષ્મી છે. આ જે ત્રણ દિવસ ઉજવીએ છીએ એ ઉર્ધ્વ લક્ષ્મી છે. સમાજ માટે, ધર્મ માટે, માનવતા માટે સમૂહ લગ્નમાં પૈસા આપીએ છીએ, એ ઉર્ધ્વ લક્ષ્મી છે. હમણાં એક જગ્યાએ 51 સમૂહ લગ્નો થયેલાં,  એમાં એક એક દીકરીને 151 વસ્તુઓ આવી અને પાંચ-પાંચ તોલા સોનું આવ્યું. આ ઉર્ધ્વગામી લક્ષ્મી છે. એટલે આમ લક્ષ્મીના દ્વારા સંસારનું પાલન થાય છે. તમે ન્યાયથી કમાવ અને ન્યાયને રસ્તે વાપરો તો તમને ઘર બેઠાં સ્વર્ગજ છે. @15.56min. કાશીમાં એક ચીંથરેહાલ વૃદ્ધ, વિદ્વાન સન્યાસીની વાત સાંભળો કે જ્યાં એ વેદનો સસ્વર પાઠ કરે, પણ એની પાસે કપડાં નથી ત્યાં બધા અમે ભેગાં થયેલા સન્યાસીઓને કહ્યું કે મારે તમારા ઉતરેલા કપડાં ની જરૂર છે, નહિ તો હું ટાઢે થથરીને મરી જઈશ. યુવાવસ્થાની એ વૃદ્ધની વધુ વાત સાંભળો. લક્ષ્મીજીનું વાહન ઘુવડ કેમ છે? તે સાંભળો. એ મેસેજ આપે છે કે જો તમારા ઘરમાં એકલી લક્ષ્મીજી આવશે તો ઘુવડ પર બેસીને આવશે, એને અજવાળું (જ્ઞાન -પ્રકાશ) ના ગમે, તમે બધા સારા સારા સંબંધો કાપી નાંખશો. ખોટા ખોટા સંબંધો બાંધશો અને આખી રાત જુગાર રમશો. @21.18min. પાર્વતીના પણ ત્રણ રૂપ છે. અધોગામી, મધ્યમ અને ઉર્ધ્વગામી. આમ ત્રણ ત્રણ મળીને નવ દુર્ગા થાય છે. ઘણી બધી વાતો છે, પણ મારે તમને એટલુંજ કહેવાનું કે હિંદુઈઝમ ટુ-વે છે. વન-વે માં ૐકાર આવે છે, તમે ધારો તો ૐકારના ઉપાસક થઇ શકો છો “प्रणवनाद ॐ कारं……नमो नम:”  અને તમે ધારો તો ટુ-વે માં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નવદુર્ગા, પાર્વતી અને એના અવતારો, આટલે સુધી ચાલી શકો પણ એના નીચે જે વધાર્યું એમાં વ્યક્તિ પૂજા આવી. ભલા થજો, કદી પણ વ્યક્તિ પૂજક ન થશો. વ્યક્તિ પૂજાનો અર્થ છે, મને, તમે ભગવાન માની લો. હિંદુ પ્રજા વ્યક્તિ પૂજા પર ચઢી ગઈ છે, આપણે એનાથી બચવાનું છે. અમે બધા તો ભગવાનના મુનીમો છે, એટલે બધા ગાદી પર બેઠા છે. મુનીમગીરી કરતાં કરતાં કોઈ પેઢીનો માલિક થઇ જાય તો એ સાચા માલિકને ગમે ખરું? અહીં નાના અંગિયામાં સરસ મંદિર છે, સરસ પ્રતિમાઓ છે, સરસ વિધિ થઇ રહી છે. તમે બધા હળીમળીને આનંદથી ઉત્સવ ઉજવો અને એમાંથી પ્રેરણા મેળવો. બહેનો-ભાઈઓ અંધશ્રદ્ધામાંથી છૂટે, ભગવાન સૌનું ભલું કરે, કલ્યાણ કરે, આભાર, ધન્યવાદ, હારી ઓમ તત્સત. ભગવાન લક્ષ્મીનારાયણની જય. @27.42min. હિંદુઈઝમના બે માર્ગો બતાવ્યા એ વિષે સ્વામીજીનું વધુ સ્પષ્ટીકરણ સાંભળો. @31.44min. વર્ણવ્યવસ્થાથી હાની @38.25min. ભજન – અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ – આશિત દેસાઈ @42.07min. लक्ष्मी नारायण स्तुति – पंडित जशराज.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s