‘પરંપરા’/યામિની વ્યાસ

                                           સુરત મહાનગરપાલિકા યોજિત ૪૩મી નાટ્ય સ્પર્ધાના પહેલાં દિવસે રંગકર્મી, સુરત દ્વારા ‘પરંપરા’ નાટકની રજૂઆત થઇ. સોલેમ આલ્કેમની રશિયન વાર્તા પર આધારિત આ નાટકનું રૂપાંતર નરેશ કાપડીઆએ અને દિગ્દર્શન ઋચા કિનારીવાલાએ કર્યું છે.

Scene-of-Parampara-1મૂળ કથા ૧૯૦૩માં રશિયામાં આકાર લે છે, જયારે તેના આ રૂપાંતરમાં ૧૯૬૦માં દક્ષિણ ગુજરાતમાં બનતી ઘટનાઓ દ્વારા તેને પ્રસ્તુત બનાવાઈ છે. દક્ષિણ ગુજરાતના એક કાલ્પનિક સુંદર નદીના કાંઠે વસેલા સુંદરવન ગામમાં રહેતાં એક રબારી પરિવારની આ સામાજિક કથા છે. ગરીબ ઘરનો મુખિયો ગોપાલ દૂધવાળો છે અને તેની પત્ની ગોપીના સહકારથી તેઓની ત્રણ પરણવા લાયક દીકરીઓ તારા, સિતારા અને કિનારાને ઉછેરે છે.

જુનવાણી સમાજ અને રૂઢિગત પરંપરાઓ સાથે સુંદરવન ગામ જોડાયેલું છે. પરંતુ એ સમાજનો નિયમ છે, તે મુજબ સરકાર સતત પડતા દુકાળથી બચવા માટે સુંદર નદી પર બંધ બાંધવાની શરૂઆત કરે છે અને દાયકાઓ જૂની પરંપરાઓ બદલાવા માંડે છે. તેના પ્રતીક રૂપે ગોપાલ અને ગોપીની ત્રણે દીકરીઓ પોતપોતાના જીવન સાથી પરંપરાની વિરુદ્ધ જઈને કેવી રીતે પસંદ કરે છે તેની આ રસપ્રદ કથા છે.

‘પરંપરા’ના નિર્દેશક ઋચા કિનારીવાલા

‘પરંપરા’ના નિર્દેશક ઋચા કિનારીવાલાના કહેવા મુજબ પચાસ વર્ષ પહેલાં ઘટતી આ કથા આજના સમયમાં વધુ પ્રસ્તુત છે. આજે આપણે સતત અને ઝડપથી બદલાતા જતા મૂલ્યો અને રીતી-રીવાજોનો સમાજ સામે આજે જેટલો પડકાર છે તેટલો અગાઉ ક્યારેય નહોતો. સોસીયલ મીડિયા અને કમ્પ્યુટર-ઈન્ટરનેટના જબ્બર પ્રવાહ સામે દરેક સમાજના રીવાજો – પરંપરા ઓગળી રહ્યાં છે. આ નાટકનો એ જ સંદેશ છે કે આ જગતમાં બધું જ બદલાતું રહે છે અને જેઓ બદલવા તૈયાર રહે છે, તેઓ જ તેમાં ટકી શકશે. આ કથામાં હાસ્ય-કરુણ રસનું અદભુત મિશ્રણ છે. બધું જ રોચક અને હળવી રીતે હકેવાયું છે માટે તે પ્રેક્ષકપ્રિય જરૂર બનશે એવો વિશ્વાસ છે.

આ કથાને રંગમંચ પર ગીત-સંગીત-નૃત્યો-કાવ્યો દ્વારા સજાવીને રજૂ કરાય છે. નાટકનો મુખ્ય સંદેશો એ છે કે આ જગતમાં કશું જ કાયમી નથી, બધું જ બદલાતું રહે છે. બદલાતા સમય અને સંજોગો સાથે જેઓ તાલ મિલાવી શકે તેઓ જ ટકી શકશે.

‘પરંપરા’ના મુખ્ય પત્રો ગોપાલ અને ગોપી પીઢ અભિનેતાઓ નરેશ કાપડીઆ અને યામિની વ્યાસે ભજવ્યું. તેમની સાથે ત્રણ દીકરીઓ રૂપે ઋચા કિનારીવાલા, જહાનવી મહેતા અને ઐશ્વર્યા નાયક તથા તેમના ત્રણ પ્રેમીઓ સ્વરૂપે ભાવિન રાઠોડ, યશ ઉપાધ્યાય અને અભિષેક કર્ણિક છે. પોલીસ પટેલ રૂપે ‘કૌન બનેગા કરોડપતિ’ ફેમ મયંક ત્રિવેદી અને કસાઈની ભૂમિકામાં મનીષ ઉપાધ્યાય છે. તે ઉપરાંત કીમિયો ભૂમિકાઓમાં કૃતિ પાઠક, જીત ઉપાધ્યાય, પ્રીતિ પિમ્પલખરે છે. નિશાંત ભટ્ટ, પરમ જોષી, વિશ્વા રાઠોડ, ક્રિશ્ના જરીવાલા અને વૃંદા જરીવાલા તેમને સાથ આપે છે.Scene-of-Parampara-1s

નાટકના ગીતો યામિની વ્યાસના છે અને સંગીત સહાય પ્રેમસાગર ઉમરાવ, રવિ અગ્રવાલની છે. તેનું ધ્વનીમુદ્રણ અંધજન શાળાના રેકોર્ડીંગ સ્ટુડીઓમાં થયું છે. સંગીત સંચાલન જ્યોતિ જરીવાલા . પ્રકાશ આયોજન અને સંચાલન વિજય જોષી. નાટકના નેપથ્યના કલાકારો મનીષ ઉપાધ્યાય, નિશાંત ભટ્ટ, પરમ જોષી, ચિત્ત કાપડીઆ અને જયના કાપડીઆ છે.
રંગકર્મી, સુરતનું બે અંકી સામાજિક નાટક ‘પરંપરા’ મંગળવાર, તા. ૨૯ સપ્ટેમ્બરે સુરત મહાનગરપાલિકાની ૪૩મી નાટ્ય સ્પર્ધાના શુભારંભ રૂપે સુરતના સંજીવ કુમાર ઓડીટોરીયમમાં રજૂ થયું…પરં

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “‘પરંપરા’/યામિની વ્યાસ

  1. આ જગતમાં કશું જ કાયમી નથી, બધું જ બદલાતું રહે છે. બદલાતા સમય અને સંજોગો સાથે જેઓ તાલ મિલાવી શકે તેઓ જ ટકી શકશે.

    પરિવર્તનનો મહિમા કે તકવાદ?!

  2. Parivartan eti srushtino niyam chhe. Yaamini bahenane khoob khoob abhinandan.

  3. યામિની બેનને એમની નાટ્ય પ્રવૃત્તિ માટે ધન્યવાદ . સમાજમાં જાગૃતિ લાવવા માટે આ સરસ પ્રવૃત્તિ છે. આનંદ આપવા સાથે સંદેશ આપવાની એક તક.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s