ॐ धन्वंतरये नमः॥ મને શું ? i ગઝલ યામિની ગૌરાંગ વ્યાસ

१

આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.
सर्ववेदेषु निष्णातो मन्त्रतन्त्र विशारद:।
शिष्यो हि वैनतेयस्य शंकरोस्योपशिष्यक:।।[11]

मंत्र

तक्षकेश्वर मंदिर में धन्वन्तरी की मूर्ति

ॐ धन्वंतरये नमः॥

ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:

अमृतकलश हस्ताय सर्वभय विनाशाय सर्वरोगनिवारणाय
त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप
श्री धन्वंतरी स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः॥

धन्वंतरी स्तोत्रम

ॐ शंखं चक्रं जलौकां दधदमृतघटं चारुदोर्भिश्चतुर्मिः।
सूक्ष्मस्वच्छातिहृद्यांशुक परिविलसन्मौलिमंभोजनेत्रम॥
कालाम्भोदोज्ज्वलांगं कटितटविलसच्चारूपीतांबराढ्यम।
वन्दे धन्वंतरिं तं निखिलगदवनप्रौढदावाग्निलीलम॥ 

મને શું ?

હ્રદયમાં ઉદાસી તો એમ જ રહે છે,જમાનો ભલેને હસાવે મને શું ?
નથી માણતું મન કોઈ વાતમાં પણ છતાં લાગણી મન મનાવે મને શું ?

તને પામવાના પ્રયત્નોમાં હું પણ ઘવાઈ જખમ તેં ય કેવા દીધા છે.!
નિરાધાર અશ્રુઓ વહેતાં રહ્યાં છે, બહાના હજારો બનાવે મને શું ?

સતા એક ઇચ્છા બહારો મળેને મહેંકથી ચમન તારું મઘમઘ કરી દઉં,
કળીઓનો ચિત્કાર તું સાંભળે ના, ફૂલો કંટકોથી સજાવે મને શું ?

ભલે હાર પામું, નથી જીતવાની, પરંતુ રમત તું રમત જેમ રમ ને !
ઘણી વાર પાનું બીજું ઉતરે તું, હુકમનો કદી સર છુપાવે મને શું ?

નથી કોઈ મારી પ્રતીક્ષા હવે ને નથી કોઈ પગરવ, નથી કોઈ દસ્તક,
કહેણ મોકલે આવવાના ન આવે, છતાં પણ સપનમાં સતાવે મને શું ?

– યામિની વ્યાસ 

Courtasy   અશોક જાની ‘આનંદ’ 

ઘણી વાર પાનું બીજું ઉતરે તું, હુકમનો કદી સર છુપાવે મને શું ?….

વાહ

.’મને શું ?’ રદીફમાં છતી થતી બેફિકરાઈની સામેની દરકાર દરેક શે’રમાં દેખાય છે..

સુંદર રીતે કહેવાયેલી લાંબી બહરની ગઝલ….

1 Comment

Filed under ગઝલ, યામિની વ્યાસ

One response to “ॐ धन्वंतरये नमः॥ મને શું ? i ગઝલ યામિની ગૌરાંગ વ્યાસ

  1. ॐ धन्वंतरये नमः॥

    ભલે હાર પામું, નથી જીતવાની, પરંતુ રમત તું રમત જેમ રમ ને !
    ઘણી વાર પાનું બીજું ઉતરે તું, હુકમનો કદી સર છુપાવે મને શું ?

    સરસ ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s