એટલે આપણે દીવો પ્રગટાવી છીએ.પરેશ વ્યાસ/ શુભ દિપાવલી / મહાલક્ષ્મી પૂજન

c1la1

 

 

 

 

 

 

 

 

 

ॐ नमः भाग्यलक्ष्मी च विद् महे।
अष्टलक्ष्मी च धीमहि।
तन्नोलक्ष्मी प्रचोदयात्।

શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ સખી…

“દિવાળી આવી પણ મનને સાતા નથી. ગાયપે ચર્ચા ચાલે છે. અને આપણી સહનશીલતા ઘાસ ચરવા ગઇ છે. સમાચારો એટલે હિંસાની મીમાંસા, એનાં સિવાય બીજુ કાંઇ નથી. અને વિરોધમાં એવોર્ડ-વાપસીનો નયો દૌર ચાલી રહ્યો છે. એક જમાનો હતો જ્યારે અખબાર માત્ર શ્વેત-શ્યામ છપાતા, ટીવી ય બ્લેક એન્ડ વ્હાઇટ હતા.  હવે રંગીન છાપા આવી ગયા. અને ટીવી તો ન જાણે કેવા કેવા ટ્યુટુમ્યુલસ ફ્યુટુમ્યુલસ અલ્ટ્રા એચડી ક્રિસ્ટલ કલરનાં આવી ગયા. તો પછી શાહી કાળી જ કેમ ચોપડવામાં આવે છે?” કોકિલાએ પૂછ્યું.

મારી પત્ની કોકિલાનાં પૂર્વજ યક્ષ હોવા જોઇએ. કારણ કે અઘરાં પ્રશ્ન પૂછવામાં એ પાવરધી છે. ‘પાવરધી’ શબ્દનો હંસા અનુવાદ એટલે… ‘પાવર’ મતલબ પાવરફુલ… અને ‘ધી’ એટલે બુદ્ધિ, અક્કલ, સમજદારી!  હું મારા પ્રફુલ્લપણાંને પોરસાવું છું. પણ કોકિલાનાં તાર્કિક પ્રશ્નનો મારી પાસે કોઇ માર્મિક ઉત્તર હોતો નથી. અને હોય તો પણ હું ચૂપ રહેવામાં શાણપણ સમજુ છું. અને મને એ ય ખબર છે કે કોકી જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે એનો ઉત્તર તો એ જાણતી જ હોય છે. માત્ર મને ચકાસે છે. હું પણ ઠોઠ નિશાળિયાની માફક એની શરણાગતિ સ્વીકારી લઉં છું. અમારા પ્રસન્ન દાંપત્ય જીવનનું આ રહસ્ય છે. બાય ધ વે, કોકિલાને હું વ્હાલથી કોકી કહીને પણ બોલાવું છું.

“ કાળો રંગ વિરોધનું પ્રતીક છે.” મેં કહ્યું.

“ એટલે તમે કોકિલાનો વિરોધ કરો છો?”

શાર્પ-શૂટર જેવો સવાલ અને મારામાં દયારામ જેવી શક્તિ તો છે નહીં  કે જે કહી શકે કોકિલાનો શબ્દ હું સૂણું નહીં કાને, કાગવાણી શુકનમાં લાવું. શ્યામ રંગ સમીપે જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે જાવું. મારી કોકિલા સવાલ પૂછીને મને લાજવાબ કરી દેતી હોય છે. પણ પછી એ પ્રશ્નનો જવાબ એ પોતે જ આપે છે.

“દયારામે ભલે સર્વ કાળા રંગ ત્યાજ્ય ગણ્યા હતા. આઇ મીન, જમનાનાં નીરમાં ન નહાવું, જાંબુ-વંત્યાક ન ખાવું, કાજળ ન આંખમાં અંજાવુ કે કાળી કંચૂકી ન પહેરું, મરકતમણિ ને મેઘ દ્રષ્ટે ન જોવા વગેરે વગેરે..પણ છેલ્લે એમણે નહોતું કીધું કે મુખે આ નીમ લીધો જે પલક ના નિભાવું.” કોકિલાનું શ્યામ રંગ વિશ્લેષણ મને ઘણાં બધા મુંઝવતા પ્રશ્નનો ઉત્તર દઇ દે છે. દયાનાં પ્રીતમની વાત જ નીરાળી છે. પણ મને કોણ જાણે કેમ જેઠાલાલ દેખાયા કરે છે, તે સમજાતુ નથી. હશે. દયારામ પછી શિવસેનાએ કાળા રંગને વિરોધ કરવાની રીત તરીકે ફરી લોકપ્રિય કર્યો છે. એમના મતે આ અહિંસક(!) વિરોધ છે. ખેર, શિવસેનાને તો આપણે કાંઇ કહી ના શકીએ પણ…. આપણને કાંઇ ગમે નહીં અને એ કારણે આપણે એવો નીમ ભલે લઇએ પણ એને પલક ના નિભાવીએ. ખરું ને? શાહી ચોપડીને કરવામાં આવતો વિરોધ અલબત્ત હિંસક છે. ભલે એમાં શારીરિક ઇજા ન થતી હોય પણ મન અને માન પર ચોટ કાયમ રહી જાય છે.

દિવાળીની રાત્રે ચંદ્રમા હોતો નથી. કવિમિત્ર ઉદયન ઠક્કર લખે છે કે સમગ્ર સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે. હું નથી માનતો, આ ચંદ્ર તો ગપોડી છે. ગપોડીનો દાવો પોકળ હોય એ સ્વાભાવિક છે. અને એટલે આપણે દીવો પ્રગટાવી છીએ. ઉજાસ ફેલાવીએ છીએ. આજકાલ સૌને હૈયે ઉચાટ છે. દાળનાં ભાવ, મીઠાઇની ભેળસેળ, વાઇરલ તાવનો વાવરો, અનામતી અત્યાચાર..ઇલાજ શો છે? સેન્સ ઓફ હ્યુમર માત્ર બે ચાર ગણ્યાગાંઠ્યા હાસ્ય લેખકો કે પછી લોક્સાહિત્યનાં સીટ-ડાઉન હાસ્ય કલાકારો સુધી સીમિત રહી ગઇ છે. દરેક વેળાએ સોશિયલ મીડિયાનાં વળગણમાંથી છૂટવાની હું વાત કરું છું પણ મને લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર માત્ર વોટ્સ એપનાં સંદેશમાં જ બચી છે. અને હા, આ સેન્સ ઓફ હ્યુમર મારી કોકિલાની વાતોમાં છે, એનાં સવાલોમાં, અને એણે જ આપેલા એનાં જવાબોમાં.. કોકિલા મારો એવોર્ડ છે, જે પરત કરવાનો મારો કોઇ ઇરાદો નથી. કોઇ ભલે આંખનું કાજળ મારા ગાલે ઘસે.. મારો ગોપીભાવ અકબંધ છે. જે ગમે છે, તે શ્યામ રંગ છે.

 

6 ટિપ્પણીઓ

Filed under અધ્યાત્મ, ઘટના, પરેશ વ્યાસ, Uncategorized

6 responses to “એટલે આપણે દીવો પ્રગટાવી છીએ.પરેશ વ્યાસ/ શુભ દિપાવલી / મહાલક્ષ્મી પૂજન

 1. શ્રી પરેશભાઈએ હાસ્યની ફૂલઝડી વડે ખુશાલી વહેંચી…શ્રી પરેશભાઈની ફૂલઝડી ઘરમાં જ સુલભ છે…પણ બીજા બધાના નશીબ એટલા લાંબા ક્યાં હોય? માફી સાથે ..શુભ દીપાવલિ.

  આપના લેખમાં વ્યથા છે પણ મુખ પર આપે દિવાળીના ઉમંગને મુરઝાવા ના દીધો..એટલે તો આપ પરેશભાઈ છો. આદરણીય પ્રજ્ઞાબેન અને પરિવારજનોને નવલું વર્ષ ઉમંગોથી ભરપૂર રાખે એવી શુભેચ્છા.

  સાદર

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. pragnaju

  Happy D iwali

  Happy Diwali
  Please CTRL+ Click the following link and enjoy fireworks show. You’ll be amazed.

  Salam
  Asghar Vasanwala

 3. pragnaju

  DINESH AND SAROJ VORA

  Dinesh and Saroj Vora
  Description: cid:image001.gif@01D0FA99.4C386910

  [1]
  ON THE AUSPICIOUS OCCASSION OF DIPAWALI,
  WE WISH YOU ALL THE WONDERFUL TIME

  AND A VERY HAPPY NEW YEAR
  MAY THIS DAY COMES INTO YOUR
  LIFE AGAIN AND AGAIN WITH LOTS OF LOVE,
  JOY, HAPPINESS, PROSPERITY AND WELL BEING.
  DIPAWALI DAY Wednesday, November 11th, 2015
  NEW YEAR’S DAY Thursday, November 12th, 2015
  image002.gif
  [2]
  DIWALI MESSAGE FROM OUR
  USA PRESIDENT BARRACK OBAMA
  copy and paste or click the link below

  [3]
  YOUTUBE VIDEO
  HAPPY HALLOWEEN CELEBRATION 2015
  copy and paste or click the youtube link below

  cid:image005.gif@01D0FF62.375464E0
  BEST REGARDS
  Dinesh and Saroj Vora

 4. pragnaju

  Harish Dhruv
  To jjugalkishor Vyas Today at 2:46 AM

  e mail harishdhruv1@yahoo.com

  May the gleam of Diyas remove all ignorance and
  fill our minds with thoughts of peace , courage ,
  health , hope and prayer !
  Wishing all of you and All yours,
  a very Happy n Blissful Diwali and Happy, Healthy and Prosperous Nutan Varsha!!!

  Sincerely,

  Harish Dhruv and Family
  OFBJP USA

 5. pragnaju

  L*a’Kant sends Greetings [ **Responds’INNER CALL’ ]*

  *Dear Aatman….*
  **Jay ho* .*

  -​ ઢગલાબંધ આભાર ! કન્ટેન્ટ જેવો અને જેટલો ​

  *- L.M.Thakkar /​11-11-15​*
  *”Sharing enriches”!Just DO IT *Wishing U ALL the BEST for your journey
  ahead*
  [Cel*l** 09320773606 **/ **Additional WhatsApp-No. :- +91 9819083606 /

 6. pragnaju

  pankaj parekh pankajrparekh@yahoo.co.

  WISH YOU AND YOUR FAMILY : A VERY HAPPY DIWALI & PROSPEROUS NEW YEAR.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s