રાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો./સ્વામી સચ્ચિદાનંદજી ++

 રાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો. અતિ વ્યક્તિવાદી, અતિ કોમ વાદી અને ચુસ્ત સંપ્રદાયવાદી. ત્યારે રાષ્ટ્રવાદમાં શું કરવું જોઈએ? મારો દેશ, મારું રાષ્ટ્ર, ઓફિસની બહાર નીકળો એટલે પંખો બંધ કરીને નીકળો.  જયારે તે મોટેભાગે લોકો ઘરમાં પંખો બંધ કરીને બહાર નીકળતા હોય છે પણ ઘણીવાર ઘરમાં પણ ચાલુજ રાખતા હોય છે, કારણકે બધું ડાયરેક્ટ કરેલું હોય છે. હવે આ રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રદોહ કહેવાય? “हर शाखपे उल्लू बैठा है, अंजामे गुलिस्ताँ क्या होगा?” જેને રાષ્ટ્ર ઉપર પ્રેમ નથી તેતો જળોઈનું કામ કરે છે. એક તરફ “वन्दे मातरम” બોલીએ અને બીજી તરફ એજ માતરમનું લોહી ચુસીયે એને રાષ્ટ્રવાદ ન કહેવાય.

@3.20min. માનવતાની કોઇ સીમા નથી. માનવતા વિશ્વવ્યાપી છે. અમેરિકાના એક સજ્જનની વાત સાંભળો. કદી પણ ઈશ્વરને શોધવા ન જશો, ઈશ્વરને એની કૃતિમાં જુઓ. પણ જ્યાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવતા હોય એવી શિબિરમાં ન જશો, બિલકુલ જુઠ્ઠી વાત છે. જેને ઈશ્વરનો સાક્ષાત્કાર નથી થયો એવા લોકો આ ધંધો લઈને બેઠા છે . જેની કુંડળી જાગી નથી એ બધાની કુંડળી જગાડવા નીકળ્યા છે, આવા તરકટમાં કદી પડશો નહીં. લંડનમાં નડીયાદના પટેલ, સોહમ ભગવાનની જાણવા જેવી વિગતો સાંભળો કે એ ભગવાન કેવી રીતે પૈસા બનાવે છે? સોહામ ભગવાનનું ગણિત સમજો. 
@7.42min. માનવતા એ બહુ મોટામાં મોટી વસ્તુ છે, ગુણ છે. માનવતા માણસના લેવલને ઉપાડતાં ઉપાડતાં એવી લેવલે પહોંચી જાય કે પછી એના સંપ્રદાયો વિલીન થઇ જાય, પંથો વિલીન થઇ જાય. એકજ પરમાત્માના બધા બાળકો છે, કોઈ ભેદ ન રહી જાય ત્યારે એમ સમજવાનું કે આ માણસ સુપર કક્ષાએ પહોંચેલો છે. તમે કર્મચારી તરીકે રાષ્ટ્રવાદી હોવ,પણ સાથે સાથે માનવતાવાદી પણ હોવા જોઈએ. પેલા અમેરિકાના એક સજ્જનની વાત પાછી અહિ સાંભળો. એમની પત્નીને પ્રસુતિ વખતની મુશ્કેલી અને ઈશ્વરની ગજબની રચના વિષે સાંભળો.  હોસ્પિટલમાં ડ્યુટી પૂરી થાય પછી માનવતા શરુ થાય છે.  @11.36min.સજ્જનો આ એક રાષ્ટ્રીય શિબિર છે. રાષ્ટ્રને મજબુત બનાવવા માટેની શિબિર છે અને રાષ્ટ્રના રોગને છોડાવવા માટેની શિબિર છે. ભારત દુનિયાનો બહુ મોટો પણ ભારત દુનિયાનો સૌથી મોટો રોગીષ્ટ દેશ છે. ઘણા લોકો વગર જોતું બોલ બોલ કરે છે કે “हम महान है, हम महान है.” અરે બોલવાનું બંધ કરો, બોલવું હોય તો બોલો “हम बीमार है, हम बीमार है.” એ બીમારીની શરૂઆત ધર્મસ્થાનોમાં મંદિરોમાં મઠોમાં અને મસ્જિદોમાં પણ છે. સૌથી મોટી બીમારી સરકારી કર્મચારીઓમાં છે. એટલે ભારત બદનામ અને દુર્બળ થાય છે. @14.04min. હોંગકોંગના એરપોર્ટ ડીઝાઇન કરનાર એક ભારતીય ઇજનેર(NRI)નો, સરકારી કર્મચારીઓ સાથે માઠો અનુભવ સાંભળો. એકવાર તમારી મનની અંદર એક મક્કમતા આવી જાય કે મારો પગાર એજ મારી આવક છે. એ પગાર મારે વસુલ કરવો છે, મારે પુરેપુરો ટાઇમ આપવો છે અને આ જનતા એ મારી ભારત માતા છે એનું સામે ચાલીને હું કામ કરીશ. આ રાષ્ટ્રીય મહાવ્રત છે. અને આ રાષ્ટ્રીય મહાવ્રતનું તમે પાલન કરતા હો તો અગિયારસ, શનિવાર, મંગળવાર, અઠ્ઠાઈ કરવાની કે રોજા રાખવાનીએ જરૂર નથી. @19.51in. મારે આપ સૌને હાથ જોડીને પ્રાર્થના કરવાની છે કે આ શિબિરનું આપણાં મુખ્ય મંત્રી શ્રીએ આયોજન કર્યું છે, એ વ્યર્થ ન જાય અને શિબિરમાંથી ગયેલો માણસ ભારતમાતાનું સચ્ચાઈથી કામ કરે અને એક આદર્શ દેશનો કાર્યકર્તા બને તો આવનારા વર્ષોમાં ભારત ખરેખર મહાન બનશે. આપણે રાષ્ટ્રવાદી થવાનું છે. તમારે નમાજ પઢવી હોય તો ઘરે જઈને પઢો, માળા ફેરવવી, પાઠ કરવો હોય તો ઘરે જઈને કરો પણ તમારી ડયુટીને મહત્વ આપો. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @21.07min. સીનીયર સીટીઝનની સભામાં પ્રવચન. @37.1min.વાસ્કો ડી ગામાનું રાષ્ટ્રીય તપ @41.28min. देशभक्तिके फ़िल्मी गीत – अपनी आज़ादीको हम हरगिज़ – महमद रफ़ी साहब, इन्सानका इन्सानसे हो भाई चारा – श्री मन्ना डे. वन्दे मातरम  
……………………………………………………………………………………………..

 

1 ટીકા

Filed under અધ્યાત્મ, ઘટના, Uncategorized

One response to “રાષ્ટ્રવાદના ત્રણ દુશ્મનો./સ્વામી સચ્ચિદાનંદજી ++

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s