હે પ્રભો ! રવિન્દ્રનાથ ટાગોર

moon
હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું,
એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.   ટાગોરે લગભગ ૨,૨૩૦ કાવ્યો લખ્યાં હતાં અને તેઓ એક સારા ચિત્રકાર પણ હતા. તેમના કાવ્યોમાં રવિન્દ્રસંગીત બંગાળી: রবীন্দ্র সংগীত (બંગાળીમાં ……ટાગોરના ગીત) છલકે છે, જે બંગાળી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. ટાગોરના સંગીતને તેમના સાહિત્યથી અલગ કરી શકાય તેમ નથી. તેમના કાવ્યો એ નવલકથા, વાર્તાઓ અને નાટકોના ભાગ સમાન છે અને તે તેમના ગીત બની ગયા છે. પ્રાથમિક રીતે તેના પર હિંદુસ્તાની સંગીતની ઠુમરી નો પ્રભાવ છે. તેમાં માનવીની તમામ સંવેદનાઓનો સમન્વય થાય છે. તેમાં મરશિયા જેવી ભક્તિભાવથી ભરેલી રચનાઓથી લઇને ઉત્તેજના જગાવતી રચનાઓ પણ સામેલ છે. તેમાં શાસ્ત્રીય રાગના વિવિધ રંગોનો સમન્વય છે. ઘણી વખત તેમના કાવ્યોમાં અમુર રાગની મધુરતા જોવા મળે છે અને તેમણે પોતાની કૃતિઓમાં વિવિધ રાગના તત્વોને પણ આવરી લીધા છે
ક્લાન્તિ અમર ખોમા કોરો, પ્રોભુ
પોથે જોડી પીછીયે પોરિ કોભુ
એઇ જે હિયા થોરો થોરો કાપે આજી એમોન્તોરો,
ઇ બેડોના ખોમા કોરો, ખોમા કોરો પ્રોભુ.ઇ દિનોતા ખોમા કોરો, પ્રોભુ,
પિછોન-પાને તાકાઇ જોડી કોભુ.
દિનેર ટાપે રૌદ્રોજાલી શુકાએ માલા પુજાર થાલીયે,
શેઇ મ્લાનોતા ખોમા કોરો, ખોમા કોરો, પ્રોભુ

.DB-Madhu Rye-2015-12-09(2)

DB-Madhu Rye-2015-12-09(1) (1)

GM-DP-Harnish Jani-2015-12-09

GM-Dr.Shashikant Shah-2015-12-09

સૌજન્ય  Uttam Gajjar <uttamgajjar@gmail.com>

Kabir tan Jogi

t1 t2

Leave a comment

Filed under અધ્યાત્મ, કવિતા, પ્રકીર્ણ, Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s