વેદના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા / સ્વામી સચ્ચિદાનંદજી

…..સૌજન્ય જુ’ભાઇ
– વેદના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા – સરદાર પટેલ એજ્યુકેશન ટ્રષ્ટ – અમદાવાદ – વેદમાં રાષ્ટ્રની એક બહુ સુંદર કલ્પના કરવામાં આવી છે. તમે કોઈપણ ધર્મ, સંપ્રદાયમાં માનતા હોવ તો માનો, એનો વિરોધ નથી, પણ આપણાં બધ્ધાનું મૂળ વેદ છે, એટલે થોડું ઘણું પણ વેદનું અધ્યયન જરૂર કરજો. વેદનો ઋષિ કહે છે, “स्वस्ति साम्राज्यं, भौज्यं, महाराज्यं, आधिपत्य मयं आ समुद्र पर्यन्त एक राड् इति”પાંચ લક્ષણો બતાવ્યા છે, અમારું રાષ્ટ્ર કલ્યાણકારી હોય. માત્ર એકજ વસ્તુ હોય તો રાષ્ટ્ર કલ્યાણકારી થઇ જાય તે કાયદો અને વ્યવસ્થા(Law  & Order) છે. કાયદાની સ્થાપનાનું નામજ રાષ્ટ્ર છે. કાયદાની સ્થાપના ન હોય તો અરાજકતા ફેલાઈ જાય. રામ રાજ્યનો બીજો કોઈ અર્થ નથી. તમે ગૌ શાળાઓ, અન્ન ક્ષેત્રો, શાળાઓ, કોલેજો બનાવી સારું કર્યું, કરવુંજ જોઈએ પણ પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી મુક્ત કરાવે, એનાથી મોટું કોઈ પૂણ્ય નથી, એથી મોટો કોઈ યજ્ઞ નથી. @3.08min. કાયદો અને વ્યવસ્થાની સ્થાપના કરવી હોય તો તમારામાં ત્રણ તત્વો હોવા જોઈએ. પરાક્રમ, મુત્સદ્દીગીરી અને પ્રમાણિકતા. પરાક્રમ વિના રાજ કરીજ ન શકાય. મુત્સદ્દીગીરી હોવીજ જોઈએ, એના વગર પરાક્રમ આંધળું છે. રાજા પરાક્રમી હોવો જોઈએ પણ મંત્રી મુત્સદ્દી હોવો જોઈએ. ચંદ્રગુપ્ત યુદ્ધો કરે પણ વ્યૂહ રચના ચાણક્ય કરે. પરાક્રમ વિનાની મુત્સદ્દી લુચ્ચી છે. આ બંને તમારામાં હોય પણ એક ત્રુટી રહી જાય છે કે તમે કોઈના શરીર ઉપર રાજ કરી શકો પણ પ્રજાના હૃદયમાં, મન ઉપર રાજ કરવું હોય તો તમારામાં મોરલ હોવું જોઈએ. આ ત્રીજું તત્વ હોય તો તમે દંડ દઈ શકો તોજ તમે Law  & Orderની સ્થાપના કરી શકો. દુબઈનું ઉદાહરણ સાંભળો. ત્યાના શેખો ભારતના વેપારીઓનું બહું માન રાખે છે. ત્યાં કોઈ સોપારીવાળા કે ખંડણીવાળા નથી. આપણાં દેશમાં જયારે બાબરી મસ્જીદનો પ્રસંગ બન્યો, એનું રીએક્શન દુબઈમાં આવ્યું. મુસ્લિમોનું ટોળું હિંદુ મંદિર ઉપર એટેક કરવા ગયું. મંદિરના ટ્રષ્ટિએ શેખને ફોન કર્યો એટલે જે આવેલા એ બધાને મીલીટરીવાળા લઇ ગયા અને દેશ નિકાલ કર્યા. @7.28min. સૌરાષ્ટ્રમાં જશદણ સ્ટેટની વાત સાંભળો, ત્યાંના 17 વર્ષના કાઠી દરબારે, પ્રજાને અન્યાય કરવા બાબતે પોતાના સગા મામાને દેહાંત દંડ આપ્યો તે આખો પ્રસંગ સાંભળો. દુનિયાની બધી ક્રાંતિઓ બહેનોએ કરી છે. કોઈ દ્રૌપદી હોય તોજ મહાભારત થાય, સીતા હોય તોજ રાવણના દશ મસ્તક છેદાય. ફ્રાન્સમાં એક 17 વર્ષની છોકરીએ લશ્કરમાં શૂરાતન ભરી ભાગેડુ સૈનિકોને પાછા લડતા કર્યા. ફ્રાન્સમાં એનું સોનાનું સ્ટેચ્યુ (JON OF ARC) બનાવ્યું છે, તે આખો પ્રસંગ સાંભળો.@10.47min. હું અહીં આવ્યો ત્યારે મારા ઉપર બે દ્રશ્યોએ બહું અસર કરી. જયારે હું શહીદોને વંદન કરવા જતો હતો, ત્યારે ત્યાં દીકરીઓ કરાટે ખેલતી હતી. એક પ્રસંગ. હું તમને માળા અને તલવાર બંને આપવા આવ્યો છું. માળા ખોટી નથી પણ માળાના ધર્મ કરતાં તલવારનો ધર્મ ઘણો અઘરો છે. શિવજીએ તલવાર ફેરવી તો આપણું અસ્તિત્વ છે. આજે આ એક આખો સમાજ બદલાઈ રહ્યો છે. આ દીકરીઓ આગળ આવતા વંશને સુધારવાની છે. એક DSPની વાત સાંભળો કે સાંજે કાંકરીઆ પર એક રૂપાળી સ્ત્રીએ ત્રણ ગુંડાઓને કરાટે ખેલીને કેવી રીતે મારી ભગાડ્યા અને ભાગેલાને પાછી સ્કુટર પર જઈ પકડી લાવીને DSPને સુપરત કર્યા તે આખો કિસ્સો સાંભળો. હિંદુ પ્રજાએ જો જીવવું હશે તો બળવાન થઈને જીવવું પડશે. @14.54min. બીજો પ્રસંગ – દ્રશ્ય જોયું તો છત ઉપરથી કોઈ ઊતરી રહ્યું છે, કોઈ સડસડાટ જઈ રહ્યું છે, કેટલું સરસ? કેટલી હિંમત છે? આ સમાજ ભવિષ્યની માતાઓનો સમાજ છે. “स्वस्ति साम्राज्यं” મારું રાષ્ટ્ર, મારો દેશ કલ્યાણકારી હો. Law & Orderની એવી સ્થિતિ હોય કે “કોઈ ન પકડે બકરીનો કાન” તો એમ સમજવાનું કે તમારું શાસન સ્વસ્તી છે. પરાક્રમ કોની પાસે હોય? “પરથમ પહેલાં મસ્તક મૂકી વરતી લેવું નામ જોને, હરીનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને” સરદાર પટેલ પરાક્રમી હતા, વીર હતા, બહાદૂર હતા. જોતજોતામાં 500-600 સિંહો ઘૂઘવાટા કરતા હતા તે બંધ કરી દીધા. તમારે જો લોકોના હૃદય ઉપર રાજ કરવું હોય તો MORAL (નૈતિકતા) જોઈએ. એવું કહેવાય છે કે સરદાર પટેલનું જયારે મૃત્યુ થયું ત્યારે બેંકમાં એમના 200 થી 400 રૂપિયાજ હતા. એમના દીકરા ડાહ્યાભાઈને બિરલાએ ગાડી આપેલી તે બાબતે એમને ખખડાવી નાંખેલા. બીજી વાત છે, “स्वस्ति साम्राज्यं भौज्यं” એટલે ધન-ધાન્યથી પરિપૂર્ણ, ભોગોથી ભરપુર હોય. આપણી સંસ્કૃતિ વૈભવની પૂજક છે. સુદામા આદર્શ છે પણ સુદામાનો સમાજ કે દેશ ન હોય. એક મંત્રી કહે છે સત્તા પરથી ઉતર્યા પછી કોઈ મળવાજ નથી આવતું. સત્તા ઉપર લાખનો અને ઊતર્યા પછી સવાલાખનો થાય તો સમજવું કે એ સાચો અમલદાર છે. સરદાર પટેલ બહું લાંબુ ન જીવ્યા, ભારતનું દુર્ભાગ્ય સમજો કે સરદારને પ્રધાનમંત્રી ન બનવા દીધા અને જેને બનાવવાની જરૂર ન હતી તેને બનાવ્યા. @20.31min. એટલે તમારી પાસે આ ત્રણ તત્વો હોય તો તમે સાચા શાસક થઇ શકો. આપણે ગુમરાહ થયેલી પ્રજા છીએ. પ્રજાના વૈભવમાંથી રોજી આવતી હોય છે. તમારી ગાડી, બંગલો, વૈભવ કોઈને રોજી આપે છે. દરિદ્રતામાં પણ સુદામાનો આદર્શ છે કે હું લેવા માટે નહિ, પણ આપવા માટે જઈશ.એક જગ્યાએ સ્વામીજીની વિદાય વખતે એક ચીંથરેહાલ ડોસાએ સ્વામીજીને એક રૂપિયો આપવાનો પ્રયત્ન કર્યો તે પ્રસંગ સાંભળો. @23.25min. શંકરાચાર્ય જયારે નાના હતા, ગુરુકુળમાં ભણે, ભિક્ષા લાવીને જમવાનું હોય. એક વિધવા બ્રાહ્મણીના ઘરે ઊભા રહ્યા. બ્રાહ્મણીના ઘરમાં કશું ન હતું. એક ઝાડ પરથી આંબળું તોડી એની ઝોળીમાં નાંખ્યું. શંકરાચાર્ય પરિસ્થિતિ કળી ગયા અને ત્યાજ એમણે લક્ષ્મીનું સ્ત્રોત્ર બનાવ્યું અને કહ્યું જગદંબા તારું અસ્તિત્વ હોય અને મારી ભક્તિ સાચી હોય તો આ બ્રાહ્મણીનું ઘર સોનાથી ભરી દે. ત્યાં તરતજ સોનાના આબળાંનો વરસાદ થયો. તમે બધું થાજો પણ લુખ્ખા ન થશો. આ બધા સ્ટેજ ઉપર બેઠા છે, એમને મન મુકીને માં-બાપના નામે દાન આપ્યા છે. દરિદ્રતા ઈશ્વરની આપેલી નથી. ગરીબાઈ તો માણસ પોતે પેદા કરે છે. ઈઝરાઈલ, હોંગકોંગને કુદરતે કશું આપ્યું નથી પણ આ દેશો ગરીબ નથી રહ્યા. પહેલી ભૂલ એ કે આપણે ચરખાના રવાડે ચઢી ગયા, એથી રાજ કંઈ વૈભવશાળી ન બને. મોડે મોડે ખાનગી રોકાણનું ભાન થયું. બંગાળ અને કેરળમાં આજે એની એજ દશા છે. મૂડી રોકાણ જ્યાં Law & Order હોય ત્યાં થાય એટલે ગુજરાતમાં “NANO” કાર આવી. @28.51min. “महा राज्यं”  અમારો મોટો દેશ હોય, કેવી રીતે થશે? ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને ચંદ્રગુપ્ત દ્વિતીય સુધીનો 600 વર્ષનો પીરીયડ તમે જુઓ તો તમારા સીમાડા ઠેઠ કાબુલ, કંદહાર, સમરકંદ, બગદાદ સુધી ફેલાયેલા છે. તમે ખૈબર અને બોલંદની પેલી પાર ગયા એટલે બધે ત્યાં હિંદુ-બૌદ્ધ ધર્મ હતો. પછી ચિંતન બદલાઈ ગયું એટલે ખૈબર અને બોલંદની પેલી પારના લોકોએ અહીં આવવાનું શરુ કર્યું. સત્તા કદી વેક્યુમ નથી સહન કરી શકતી. @30.00min.જો તમે ખૈબર અને બોલંદની પેલી પાર ગયા હોત તો પેલા નહિ આવી શક્યા હોત તો મંદિરો, મૂર્તિઓ, ધર્મ સલામત રહી શક્યો હોત. પણ પછી તમે નક્કી કર્યું કે હવે આપણે કોઈ સાથે યુદ્ધ નથી કરવું, તો પછી તમારા ઘરની ઉપર યુદ્ધ થાય. નહેરુને લીધે આપણે અડધું કાશ્મીર ખોયું. રક્ષણનો પહેલામાં પહેલો ઉપાય આક્રમણ છે અને આક્રમણ શક્તિથી થતું હોય છે. આપણી તટસ્થ મિત્ર વિહોણી નીતિ નુકશાન કારક છે. આ નીતિથી તમે આક્રમણ ન કરી શકો. મુત્સદ્દીગીરી, વિદેશ નીતિ અને ગૃહ નીતિ બરાબર હોય તો તમે સામ્રાજ્યને વધારી શકો. @33.24min. અકબરે કહેલું કે સેનાને કદી પણ નવરી ન રાખવી, આનું  અક્ષરસહ અમેરિકા પાલન કરે છે. લોકો વાંચે અને ચાણક્ય તરફ પાછા વળે એટલે મેં ચાણક્યનું પુસ્તક લખ્યું છે.”महाराज्यं” એટલે સમુદ્રનો કાંઠો દેખાય ત્યાં સુધી આપણું એકજ રાષ્ટ્ર હોય. સરદાર પટેલ અને જોધપુર, નિઝામ, હૈદ્રાબાદની વાત સાંભળો. @35.20min. મોરીસીયસમાં ૧૦૮ ફુટની મહાદેવજીની પ્રતિમા જોઇને હું ખુશ ખુશ થઇ ગયો અને મારા મનમાં એક સંકલ્પ ઊઠ્યો કે જો ભગવાન મને શક્તિ આપે તો ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા બનાવડાવું. એટલે મેં મારા આર્કિટેકને વાત કરી તેમણે ત્રણ માળની પોલી અંદર મ્યુઝીયમ બનાવી શકાય તેવી પ્રતિમાનું સૂચન કર્યું, એટલે મેં આપણા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળવા માટે ફોન કર્યો તો તેઓ સામેથી મને મળવા આવ્યા અને નકશા વિગેરે બતાવ્યા અને ત્યાંથી સરદારની ભવ્ય પ્રતિમાના નિર્માણનું કામ શરૂ થયું. આજકાલ સરદારના કાર્યને દિલ્હીવાળા ભૂંસી નાંખવાનો પ્રયત્ન કરે છે એટલે એમને ખબરપડે કે તમારો બાપ અહિ ઊભો છે અને આ પ્રજાના હ્રદયમાં મારું સ્થાન છે. પરમાત્મા સૌનું ભલું કરે, મંગળ કરે, આભાર ધન્યવાદ, હરિઓમ તત્સત.@40.14min. હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને – શ્રી મતિ મીનું પુરુષોત્તમ. 

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “વેદના મૂળમાં રાષ્ટ્રની ભવ્યતા / સ્વામી સચ્ચિદાનંદજી

 1. કડી સર્વ વિદ્યાલયમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે સ્કુલની લાઈબ્રેરીમાં જઈને કોડિયું સામયિક વાંચતો હતો .
  હજુ આજે પણ કોડિયું એનો પ્રકાશ ફેંકી રહ્યું છે એ કેટલા આનંદની વાત છે.

  યાદ આવી ગઈ મારી સ્વ-રચિત આ કાવ્ય પંક્તિઓ …

  એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં,
  માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી,
  અંધારાં ઉલેચતો ઘરદીવડો થવાનું મને ગમે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s