એકેશ્વરવાદ. ઈશ્વર એકજ છે/ સ્વામી સચ્ચિદાનંદજી

– મુસ્લિમ શાસનકાળની એક મોટી અસર સમાજ પર થયેલી, સમાજ મુંઝવતો હતો. જે પૌરાણિક સમાજ હતો તે મોટાભાગની પ્રજાનું સમાધાન કરી શકતો ન હતો. આખી પ્રક્રિયાને સમજવી હોય તો, પૂજાનાં ચાર પ્રકાર છે. બ્રહ્મ પૂજા, દેવ પૂજા, પ્રકૃતિ પૂજા અને વ્યક્તિ પૂજા. સૌથી ઊંચી બ્રહ્મ પૂજા છે. જે એક બ્રહ્મમાં સ્થિર હોય તેને કોઈ ભ્રાન્તિઓ થાય નહિ. કબીરનું મૂખ્ય કામ આ ભ્રન્તિઓને ભાંગવાનું હતું. સમાજમાં પેસી ગયેલી રૂઢિઓ, ધાર્મિક કુમાન્યતાઓ, કુઉપાસનાઓ ઉપર પ્રહાર કર્યો. અને એ પ્રહાર કરવા માટે પહેલું કામ કર્યું તે એકેશ્વરવાદ. ઈશ્વર એકજ છે. ઉપનિષદમાં એક બ્રહ્મવાદ હતો પણ વહેવારમાં તો લોકો દેવોનીજ પૂજા કરતા હતા. આખો સમાજ દેવવાદ અને પ્રકૃતિવાદમાં વહેંચાઇ ગયેલો હતો. @4.46min. પ્રકૃતિની પ્રશંસા કરવીજ જોઈએ કારણકે એ પરમેશ્વરની કૃતિ છે. પણ પ્રશસા કરતાં કરતાં એ કૃતિ કર્તાનું રૂપ ન ધારણ કરી લે નહિ તો કર્તા ગાયબ થઇ જશે અને કૃતિને રમાડતા થઇ જશો. સૌથી વધારેમાં વધારે વ્યક્તિ પૂજા હાનિકારક છે. @8.48min. અત્યારે વ્યક્તિપૂજાનો જમાનો છે. સંત એ સંત છે, ગુરુ એ ગુરુ છે અને ઈશ્વર એ ઈશ્વર છે. એટલે કબીરે લખવું પડ્યું કે “साहब सबका बाप है, बेटा किसीका नाही. जो बेटा होके अवतरे वो तो साहब नाही” ભગવાનને ૨૦૦ વર્ષ થયા, ભગવાનને ૪૦૦ વર્ષ થયા, અરે ભગવાનને વર્ષ ન થાય. વર્ષ તો માણસને થાય.જનમવું અને મરવું, આવવું અને જવું, એ તો માણસો ની પ્રક્રિયા છે. ભગવાન તો મહાકાળ છે,કાળાતિત છે. કબીરે ૧૫મી શતાબ્દીમાં એમના સમયમાં જે લોકો ભટકતા રખડતા હતા એ બધાને એક જગ્યાએ એકેશ્વરવાદમાં સ્થિર કરી દીધા. એવી માન્યતા છે કે મગહરમાં કોઈ મરે તો એનો જન્મ ગધેડાનો થાય. અજ્ઞાનની નિવૃત્તિ જેવું કોઈ પૂણ્ય નથી. કબીર જ્યારે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા અને વધુ જીવાય એવું લાગતું ન હતું ત્યારે એમનો ખાટલો મગહર લઇ જવા ઉપડાવ્યો, એમણે કારણ બતાવ્યું કે “जो कबीरा काशी मुए हरिको कौन निहोरी” જો મારી ભક્તિ સાચી હશે તો હું મગહરમાં મરીને પણ મુક્ત થઈશ.  @16.04min. એવું કહેવાય છે કે એમની બે પરંપરાઓ હતી. મુસ્લિમ એમને પીર માને અને હિંદુઓ સંત માને. સ્વામીજીને પહેલો વૈરાગ્ય ભિખારીએ ગાયેલા કબીરના ભજનથી થયો. “मन फुला फुला फिरे जगतमे कैसा नाता रे” ભજન સાંભળ્યા પછી એક પારસીએ લખેલું પુસ્તક “કબીર વાણી” વાંચ્યું. આખી લાઈન બદલાઈ ગઈ. નોવેલો વાંચવાની જગ્યાએ ધાર્મિક પુસ્તકો વાંચતો થઇ ગયો. એમના હિંદુ અને મુસ્લિમ બંને અનુયાયીઓ. કબીર પોતે રૂમમાં બેઠા, બારણું બંધ છે, બહાર કીર્તન થઇ રહ્યું છે. બારણું ઉઘડ્યું તો માત્ર ફૂલનો ઢગલો હતો. બંને કોમોએ ફૂલોને વહેંચી લીધા. મગહરમાં એક તરફ કબર છે અને બીજી તરફ સમાધિ છે. હિંદુ અને મુસલમાન બંનેને મેળવવાનો પ્રયત્ન કર્યો તે સફળ રહ્યો. એ સફળતા દૂર દૂર સુધી ફેલાઈ,એના મૂળમાં એમની વેદની રુચા જેવી વાણી. આ કબીરની મહિમા છે. @23.16min. એમની બહુ પ્રસિદ્ધિ થઇ, એટલે લોકો એમની દિક્ષા લેવા આવ્યા તે વિશે સાંભળો. કબીરની બાજુમાંજ કતલ ખાનું, રોજ હિંસા થાય, ગંધ આવે, એમને એક સુંદર સાખી લખી “कबीरा तेरी जोंपड़ी,गल-कट्तोके पास. करेगा सो पायेगा तू क्यों फिरे उदास” યોગ સુત્રકારે કહ્યું ચાર પ્રકારની વૃત્તિ રાખે તો માણસ સુખી થાય. સુખી માણસો સાથે મૈત્રી, દુઃખી માણસો સાથે કરુણા, પુણ્યાત્માઓને જોઇને પ્રસન્ન અને પાપીઓને જોઇને ઉપેક્ષા કરો.“कबीरा खड़ा बाजारमें लिए लकुटी हाथ, जो जालो घर आपना चले हमारी साथ” તરત સમાધાન કર્યું. “घर बाले घर उबरे, घर राखे घर जाय” 
@31.51min. “कबीरा खड़ा बाजारमें सबकी पूछे खैर. न काहुसे दोस्ती न काहुसे बैर” બીજી વધુ સાખીઓ સાંભળી લેવી. @37.46min.આજે તો સ્થિતિ એ છે કે આટલું બધું કહ્યા પછી પણ કબીરના મંદિરો છે, એમની મૂર્તિઓ છે, એમના પગલાં પૂજાય છે, આરતી થાય છે, પૂજા થાય છે, નૈવેધ ધરાય છે. મૂર્તિ પૂજાય છે એટલે સમાજ ત્યાંનો ત્યાંજ આવી ગયો. @40.11min. ઉલ્લેખાયેલું કબીર ભજન – भजन – मन फुला फुला फिरे जगतमे कैसा नाता रे – श्री हेमंत चौहाण.

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “એકેશ્વરવાદ. ઈશ્વર એકજ છે/ સ્વામી સચ્ચિદાનંદજી

  1. Ramesh Patel

    સંત કબીરજીની અંતરને તર-બતર કરતી વાણી..ને સચ્ચિદાનંદજીની એટલી જ મનનીય પ્રસાદી.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s