શબરીનું વ્યક્તિત્વ અને નવધા ભક્તિ /સ્વામી સચ્ચિદાનંદજી

 

 શબરીનું વ્યક્તિત્વ અને નવધા ભક્તિ – દંતાલી આશ્રમ – ગોસ્વામી તુલસીદાસ મહરાજ વિરચિત રામચરિત માણસની કથાના પ્રસંગો સાથે મેળવીને જીવનના પ્રસંગોને સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. શબરીનું આ એક અદભૂત પાત્ર છે. ભૂંડી દશા ભલે આવે પણ એવી દશામાં પણ કોઈ સારા માણસ એટલે કોઈ સંતનો, મહાપુરુષનો સાથ મળે તો લાકડાને વળગી રહેવાથી નદીના પુરમાં તણાતા હોવ અને તમે બચી જાવ એમ સારા માણસનો સંગ કરવાથી એ તમને ડૂબવા ન દેશે. સંસાર એક પુર છે. ભલભલા હાથી એમાં ડૂબી જતા હોય છે. શબરી એ ભીલડી નથી પણ બ્રાહ્મણી છે, ભીલડી હોય તો પણ વાંધો નથી. એને બચપણથીજ વૈરાગ્ય-ભક્તિભાવ છે અને એને એવી ઉત્કંઠા છે કે ભગવાન મને ક્યારે મળશે? એટલે એ ઉત્કંઠાને પૂરી કરવા એણે લગ્ન કર્યા નથી. એણે વિચાર કર્યો કે મને કોઈ પ્રતિકુળ માણસ મળશે તો મારી અપેક્ષાઓ પૂરી થશે નહીં. એની બેસેન્ટનું ઉદાહરણ સાંભળો. એની બેસેન્ટે ભારતમાં થીઓસોફીકલ સોસાયટીની સ્થાપના કરી હતી. એ બહુ આસ્તિક-ધાર્મિક હતી. એના બે સંતાનો એકી સાથે મરી ગયા એટલે એણે એટલો આઘાત લાગેલો કે એને ઈશ્વર પરથી શ્રદ્ધાજ ઊઠી ગઈ. કહે છે, ક્યા છે એ ભગવાન? @5.08min. ભગવાન હશે તો એ કસાઈ છે. મેં એનું શું બગાડ્યું હતું? ઘરમાંથી ફોટા વિગેરે કાઢીને ફેંકી દીધું. એના પતિ પાદરીએ બહુ સમજાવ્યું કે એની મહિમા, એની લીલાને સમજી શકાય નહીં. એમના છુટા છેડા થયા અને એકલી થઇ ગઈ. નાસ્તિકતા સોએ સો ટકા પકડી શકાતી નથી અને આસ્તિકતા છોડી શકાતી નથી. ગુમ-સુમ બગીચામાં બેસી રહે અને એમ મહિનાઓ પસાર થઇ ગયા. એને અંદરથી અવાજ આવે કે તું ઇન્ડિયા જા. ભારત આવ્યા પછી એનામાં ઘણું પરિવર્તન થઇ ગયું. એટલી આસ્તિક થઇ ગઈ કે નાસીક્તા પછીની આ આસ્તિકતા બહુ સચોટ થઇ ગઈ. એ થિયોસોફીકલ સોસાયટીની પ્રમુખ બની. કોંગ્રેસમાં રહી, છોકરીઓને ભણાવવાની સ્કુલ ચાલુ કરી અને એણે ઘણાં કામો કર્યા. એના પતિનું શ્રાદ્ધ નાંખે, બ્રાહ્મણોને જમાડે. એટલી આસ્તિક થઇ ગઈ કે એક જગ્યાએ એણે લખ્યું છે કે હવે મને એમ લાગે છે કે, મારા છોકરાઓ મરી ગયા એ સારું થયું. જો એ ના મર્યા હોત તો હું મારું જીવન અટવાવીને બેસી રહેવાની હતી. એ મર્યા તો મારું જીવન વિકાસ-વિશાળ થઇ ગયું. તમારા અંદર પ્રતિભા, મેઘા, આયોજન-વ્યવસ્થા શક્તિ છે, પણ એ સિમિત મોહના કેન્દ્રમાં ખીલી શકતી નથી. ભગવાને એના મોહના કેન્દ્રને તોડી નાંખે છે. “यस्याहम अनुगृह्णामी हरीश्ये ततधनम्  सनैहि” ભાગવતમાં લખ્યું છે કે મારે જેના ઉપર કૃપા કરવી હોય, હું એના વહાલા માણસોને પહેલા ઉપાડી લઉં છું. પછી એ મારા શરણે આવી જાય. શબરી એવું એક સ્ત્રી પાત્ર છે, જેને બચપણથીજ આધ્યાત્મિક વૃત્તિ જાગી છે કે મનથી ભગવાનનું નામ લેવું અને તનથી ઋષિઓની સેવા કરવી. એટલે શબરી રોજ સેવા ધર્મ કરતી હતી. @10.04min. સેવા અને પ્રેમ જો અહંકાર અને સ્વાર્થ હોય તો કરી શકાય નહીં. જેના આ બે દોષો દૂર થયા હોય એજ સેવા અને પ્રેમ કરી શકે. શબરી રામની રાહ જોતાં-જોતાં વૃદ્ધ થઇ ગઈ. એના વાળ સફેદ થઇ ગયા. પણ એના મનમાં એકજ વાત છે કે આ સેવા અને સ્મરણની સાધના બદલવી નથી. શબરી ઋષિઓના આશ્રમમાં જાય અને ખુબ પ્રેમથી સેવા કરે. એનું મન-હૃદય અત્યંત નિર્મળ અને એ સરસ ભજન ગાતાં-ગાતાં સેવા કરે. સહજાનંદ જયારે નીલકંઠ વર્ણી હતા ત્યારે આખા આશ્રમનો કચારો કાઢતાં. ગાયોનું છાણ ઊંચકે. એ છાણ લાવીને એના છાણાં થાપવાનું કામ કરે અને ગામે-ગામ ફરીને અનાજ ઉઘરાવતા. એ બબ્બે મણ અનાજના પોટલાં ઊંચકે, રસોઈ કરે, વાસણ ઘસે, કચરા કાઢે, ચોકો કરે એમ બધુંજ કરે આને એવા કહેવાય. અત્યારના સંન્યાસીઓ તો પલાંઠી વાળી સીધા ગાદીએજ બેસી જાય. વિવેકાનંદે શીખવાડ્યું કે જાઓ, ગરીબોની-દુ;ખીઓની સેવા કરો, એમ સન્યાસનું રૂપ બદલી નાખ્યું. શબરી આ રસ્તે ચઢી ગઈ એટલે એ નીચેના રસ્તે જતી અટકી ગઈ.@14.50min. ભક્તિમાર્ગને જયારે તમે આડંબર કરી મુકો છો, ત્યારે એ પછી એ પ્રાણ વિનાની થઇ જાય છે. આડંબર એટલે બીજાને બતાવવા માટે ચોક્કસ પ્રકારના ટીલાં-ટપકાં કરો છો અને એક વાડો બનાવી મુકો છો ત્યારે એ મડદું થઇ જાય છે, એમાં તેજ રહેતું નથી. રામ કહે છે, તું ભક્તિમાર્ગ ઉપર આખી જીંદગી ચાલી. બધા માણસો લગ્ન કેમ નથી કરતા? કેટલાક માણસોને શારીરિક અનુકુળતા ન હોય, કેટલાકને માનસિક-બૌદ્ધિક અનુકુળતા ન હોય તો વળી કેટલાકને કૌટુંબિક-આર્થિક અનુકુળતા ન હોય એવા માણસો / સ્ત્રીઓએ લગ્ન માટે લાયક કહેવાય નહીં. વિવેકાનંદે એક જગ્યાએ લખ્યું છે કે તમે કોઈ તીર્થ ક્ષેત્રમાં રક્તપીતિયાને જઈને પૂછો, તો એ પણ લગ્ન કરવા તૈયાર થઇ જશે. વધારે પૂછશો તો એ કહેશે કે એને હું મારી બાજુમાંજ ભીખ માંગવા બેસાડીશ. હાટા-પેટાના રિવાજમાં દોઢ વર્ષની કન્યાને ૨૫ વર્ષના મુરતિયા જોડે પરણાવવી દેવી પડતી. આવી તો કેટલીયે કન્યાઓ વેદી પર ચઢી ગઈ હતી. તમારો સમાજ ક્યાં ગયો? સંસ્કૃતિ ક્યાં ગઈ? શબરી એવી એક તપસ્વિની છે કે જે શારીરિક, માનસિક, આર્થિક રીતે એમ સમજે છે કે હવે મને ભગવાનને રસ્તેજ જીવન ગાળવા દે. જે માર્ગે જઈને આપણે સફળ ન થઈએ, દુઃખી થઈએ અને આપણાથી બીજા દુઃખી થાય એવા માર્ગે જવાનો શો અર્થ છે? ઋષિઓની વચ્ચે જીવન વિતાવવાનો એણે સંકલ્પ કર્યો. @20.00min. સમૂહની બહુ મોટી અસર હોય છે. શબરી ઋષિઓની વચ્ચે રહે છે અને એની વૃત્તિ રામ પાસે રાખે છે. તમારા મગજની અંદર કોઈને કોઈ પ્રકારનું લક્ષ્ય હોવું જોઈએ. એ રોજ ફૂલની માળાઓ બનાવે છે. માળાઓ બનાવવામાં જે એનો સમય વીતે છે, એ એની ભક્તિ છે. પૃષ્ટિ માર્ગમાં એજ પ્રમાણે ભગવાનના વાઘા બનાવવા, ભગવાન માટે રસોઈ બનાવવી એમાં જે સમય વપરાય એજ ભક્તિ થઇ જાય. ગાંધીજીએ કહ્યું  “જનસેવા એજ પ્રભુ સેવા”  હવે તમે ભગવાનના બદલે કોઈ ગરીબ માટે શીરો બનાવો અને એવા દુઃખીને તમે આપો એજ ભક્તિ થઇ જાય. આપવા કરતાંયે અપાવવાનું પુણ્ય વધારે છે. એટલે શબરીની અપેક્ષા-લક્ષ્ય આજે રામ આવ્યા એટલે પુરા થયાં. રામે નવધા ભક્તિની વાત કરી. “प्रथम भक्ति संतन कर संगा” રામ કહે છે કે તું એવા સંત પાસે જઈને બેસજે કે જ્યાં તને શીતળતા અને શાંતિ મળે. “दूसरी  रति मम कथा प्रसंगा” અહીં  रति એ કામદેવની પત્ની છે. તારી જે  रति છે, એ મારી કથામાં આવી જશે. રતિ અને કામ કદી મરતાં નથી. જેમ વ્યસનીને વ્યાસન વળગ્યું હોય એમ આ ભક્તિમાર્ગવાળાને કથા વળગી હોય કે હું ક્યા જાઉં કે મને કથા સાંભળવાની મળે. “અખૈ રાજપૂત” ની વાત સાંભળો.ઘરેથી છુપી રીતે પાંચ માઈલ દૂર ભૂતનાથ મહારાજ પાસે ચાલ્યો જાય અને ભજન લલકારે. જ્ઞાનમાર્ગી ભજનો ગળતી રાત સુધી ગાય. @25.04min. નાભીમાંથી પરાવાણી નીકળતી જાય અને એકત્ર સાથે એટલી તન્મયતા આવી જાય કે ક્યારે રાત પસાર થઇ જાય એ ખબર નહિ પડે. એ રોજ ઘાસનો પુળો પથારીમાં ઢાંકીને જાય. એક દિવસે એની ભાભીએ ચોકી કરી એટલે ખબર પડી કે મારો દિયર રાત્રે કશે જાય છે. એટલે એણે એના પતિને કહ્યું કે કોઈ અવળે રસ્તે ચઢી ગયો છે. મોટાભાઈએ એક દિવસ પીછો કર્યો અને જોયું ત્યારે એના પગે પડી ગયો અને ખેતીનું કામ બંધ કરાવ્યું અને કહ્યું તુંજ ખરી ખેતી કરે છે. “भूतनाथ चरणे भणे अखईयो” પુનીત મહારાજે લખ્યું છે, “રામનામ લાડવારે દૂધ સાકરથી અતિ મીઠડા” “तीसरी गुणगान प्रसंगा” કથા સાંભળવાનો એક આનંદ છે.ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં જીવ ગોંસાઇની વાત સાંભળો. @31.41min. “मम गुणगान तजहि अभिमान” પછી અભિમાન છોડીને મારા ગુણગાન ગાવા લાગી જાય. “चौथी भक्ति वेद प्रकाशा, पंचम भजन सुभेद प्रकाशा” પછી એણે વેદનો પ્રકાશ થાય, વેદ એટલે જ્ઞાન. જ્ઞાન બે રીતે આવે છે એક નાભીમાંથી અને બીજું મગજમાંથી આવે છે. મગજમાંથી જે જ્ઞાન આવે છે, એ માહિતી જ્ઞાન છે. નાભીમાંથી જે જ્ઞાન નીકળે છે એ પરાવાણી છે. રામકૃષ્ણ પરમહંસ ભણ્યા ન હતા, પણ એની નાભીમાંથી જ્ઞાન નીકળતું હતું અને શ્રોતાઓ ત્યાં લખી લેતા હતા.ઉપનિષદમાં લખ્યું છે કે સાધનની અમુક કક્ષા થાય તો નીચેની પરાવાણી હ્કુલી જાય, પછી એણે કોઈ ગ્રંથની જરૂર નહિ પડે. એ જે બોલે એજ ગ્રંથથી જાય અને એજ શાસ્ત્ર થઇ જાય. @35.46min. “पंचम भजन सुभेद प्रकाशा” પાંચમી કક્ષાએ પહોંચે ત્યારે વેદ ભણવા પાઠશાળામાં ભણવા જવું નહિ પડે. પાઠશાલા પોતાની પાસે આવે. મહંમદ પયગંબર કે કબીર કદી પાઠશાળામાં ભણવા ન હોતા ગયા. “छठदम शील बिरति बहु धर्मा” જયારે છઠ્ઠી કક્ષાએ પહોંચે ત્યારે સહજ રીતે એનામાં દમન વૃત્તિ આવે. જેમ ઘોડાને લગામ હોય એ પ્રમાણે. એટલેકે શીલવૃત્તિ અને વૈરાગ્ય વૃત્તિ આવે. “सप्तम मोहिमय हजग देखा” જયારે સાતમી કક્ષામાં પહોંચે તો આખું બ્રહ્માંડમાં પરમાત્માજ દેખાય. “मोंते अधिक संतकर लेखा” મારાથી પણ કોઈ સંતની અંદર એને વધારે પ્રેમ થાય. “अष्टम लाभ जथा संतोषा” જે મળ્યું એમાં સંતોષ અને “नवम सरल सब छल हीना” જયારે નવમી કક્ષાએ પહોંચે ત્યારે કોઈની સાથે છળ-કપટ નહિ કરે. કૃષ્ણ કનૈયા લાલકી જાય.@38.34min. સત દેવીદાસ @41.19min. સંતનું કામ @45.21min. गीत – नवधा भक्ति  

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s