-સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ/ સ્વામી સચ્ચિદાનંદજી

 -સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ – દંતાલી આશ્રમ – ઉપનિષદની ખાસિયત છે કે, તમને કોઈને સંપ્રદાયવાદી ન બનાવે, એટલેકે કોઈને ચુસ્ત વૈષ્ણવ ન બનાવે કે કોઈને ચુસ્ત શૈવ ન બનાવે. પણ બધાને  “સનાતન” બનાવે. સનાતનમાં વૈષ્ણવ આવ્યા, શૈવ આવ્યા, જૈન આવ્યા એમ બધા આવી ગયા. કારણકે આ એક વિશાળ મોટો સમુદ્ર છે અને એ ક્યારે બની શકે  કે તમે જયારે બધાની સાચી-સારી વાતો સ્વીકાર કરો ત્યારે.  પરમેશ્વર એ સાકાર પણ છે અને નિરાકાર પણ છે, નિષ્ક્રિય છે અને સક્રિય પણ છે, નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે. જે બે જુદાં-જુદાં પરસ્પરમાં વિરોધી એવા જે લક્ષણો છે, એ બંને એમાં આવી શકે છે. એ સાકાર છે, તે કલાના દ્વારા સાકાર છે. ઉદાહરણ સાંભળો.દુનિયામાં જો આપણે દરેક જગ્યાએ કલાનું અસ્તિત્વ જોતા હોઈએ તો પરમેશ્વર કલાકાર છે કે નહીં? પરમેશ્વર સૌથી મોટામાં મોટો કલાકાર છે. નટરાજ એ ભગવાન શિવની મૂર્તિ છે. હમણાં આપણે વિલાયતથી પછી લઇ આવ્યા, ચિદમ્બરમમાં એ મૂર્તિ સ્થાપિત   કરેલી છે. એ મૂર્તિના ૫૦ કરોડ પૌંડ આપવા તૈયાર થયા. આપણને એની કદર નથી, કારણકે આપણે કલાકાર નથી એટલે કલાની કદર નથી કરી શકતા. એ મૂર્તિ કલાની દ્રષ્ટિએ અદભૂત છે. અહિયાં જયારે શિવ કલાકાર છે ત્યારે વિષ્ણુ એ નટવર છે. આ જે કલાનો અંશ છે એ તાત્વિક નથી, એ ભાવનાત્મક છે. @5.00min. ભક્તની ભાવનાને પૂરી કરવા માટે એ સાકાર છે. એટલે આપણે બે રૂપ માન્યા છે કે ઈશ્વર સાકાર છે અને નિરાકાર પણ છે. બીજો પ્રશ્ન થાય કે એ દૂર છે કે નજીક? નિરાકાર બ્રહ્મ તો બધે સરખો છે પણ જે સાકારવાળો થયો એ તો દૂર રહેવાનો. જ્ઞાનમાં એટલે નિરાકાર માન્યતામાં પરમેશ્વર સમીપમાં છે અને જે સમીપમાં હોય એની કિંમત ન હોય. સાકાર એટલે દૂર હોય, એનીજ કિંમત હોય. આપણે ત્યાં બે માર્ગો છે, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. કર્મ માર્ગ પણ છે, પણ હમણાં આપણે આ બે માર્ગ્નીજ વાત સાંભળો. જ્ઞાનમાર્ગમાં સમજણની પ્રધાનતા છે અને ભક્તિમાર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. સમજણમાં એક સમાધાન છે પણ એમાંથી રસ નિષ્પન્ન થતો નથી. ઉદાહરણ સાંભળો. ઉપનિષદમાં આગળ એક શ્રુતિ આવશે, “रसोवैस: रसंएवायं लब्ध्वा नंदी भवति” આ પરમેશ્વર તો રસરૂપ છે. એ નિરાકાર છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, પણ નીરસ નથી. એ તો રસ-રસનો ભંડાર છે. જો તમને સંસારના કોઈ નાના સરખા પદાર્થમાં પણ રસ આવતો હોય તો જેણે આવડો મોટો સંસાર બનાવ્યો છે, એ રસ વિનાનો હશે? એ પોતે પણ રસરૂપ છે. તો એ રસની નિષ્પત્તિ કેવી રીતે થાય? રસની નિષ્પત્તિ જેમાંથી થાય, એનું નામ કહેવાય રાસ.@9.56min. રસમાં કેમ થાક નથી લાગતો? એ એક ઉદાહરણથી સમજો. રાસમાં રસ આવે છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગમાં આટલો ફરક છે. ભક્તિમાર્ગમાં રસ છે અને એ રસનો ખજાનો ભગવાન છે. એ તો રસાધિપતિ ભગવાન છે, એનું નામ રસરાજ છે. હવે જ્ઞાનમાર્ગમાં સામીપ્યનું સુખ નથી, કારણકે ભગવાનને કશે ખોળવા જવાનું નથી, એ તો મળેલોજ છે, એની પાસેજ છે. “जिधर देखता हु उधर तू ही तू है” આ રામતીર્થના કાવ્યનો અર્થ સાંભળો. એક ગામમાં ચાતુર્માસ કર્યા પછી, સ્વામીજી ગામના બધા મંદિરોમાં થોડા લોકો સાથે ગયા, ત્યારનો અનુભવ સાંભળો. અમુક લોકો ભગવાનનો સમન્વય નથી કરી શકતા કારણકે તેઓ સાંપ્રદાયિક છે, એટલે બીજા ભગવાનને પગે લાગતા નથી. ઉપનિષદ તમને સાંપ્રદાયિક વૃત્તિમાંથી બહાર કાઢવા માંગે છે. ભક્તિમાર્ગમાં પ્રેમની પ્રધાનતા છે અને એની પરાકાષ્ટા વિયોગ છે. જ્ઞાનની પરાકાષ્ટા યોગ છે. ગોપીઓ પ્રેમમાં ઝૂરે છે અને એ ઝૂરે છે, એજ એની ભક્તિ છે.તમને તમારા પરમેશ્વરનો વિરહ થતો હોય એટલે એની વેદના-પીડા થાય અને એ પીડામાં આંસુ પડે, દુઃખ થાય એનું નામ છે ભક્તિ. @15.06min. ચૈતન્ય મહાપ્રભુના સમયનો એક પ્રસંગ સાંભળો. વૃંદાવનમાં કથા એવી ચાલે કે એમાં વિરહની વાત આવે, એટલે લોકો રડવા માંડે. એક મહંત એટલો કઠોર કે એનું હૃદય દ્રવે નહિ અને આંસુ નહિ પડે. તુલસીદાસે લખ્યું છે, જેનું હૃદય નહિ દ્રવે, નહિ શ્રવે એ જીવને ધિક્કાર છે. આ મહંતે મરચાંની પોટલી બનાવી અને આંખે લગાડવા માંડી, જેથી આંસુ આવે. માણસની જે પ્રકૃત્તિ છે, એમાંથી એને છોડાવવો બહુ મુશ્કેલ કામ છે. કથામાં પણ લોકો વાત કરતા હોય છે, કેટલાક તો આજુબાજુમાં શું થાય છે એ જોયા કરતા હોય છે. આમાંના એક ભાઈએ મરચાંની પોટલી જોઈ અને કથાકાર ગદાધર ભટ્ટને વાત કરી. મહાપુરુષો આગળ તમે ગમે તેવી વાતો રાખો પણ એમાંથી સવળો અર્થ કરે એનું નામજ મહાપુરુષ. સારામાં સારી વાત રાખો અને એમાંથી અવળો અર્થ કાઢે એ દુર્જન કહેવાય. બીજે દિવસે રડવાનો પ્રસંગ આવ્યો કે તરત ગદાધર ભટ્ટ વ્યાસપીઠ ઉપરથી ઊઠીને સીધા પેલા મહંત પાસે જઈને એકદમ દંડવત કર્યા. એટલું રડ્યા એટલું રડ્યા કે ઊભાજ ન થવાય પછી એને પેલા મહંતે ઊભા કર્યા. પછે ગદાધર ભટ્ટે કહ્યું ધન્ય છે તને, આ બધાની અંદર સાચો ભક્ત તું છે અને આ તો બધા મરચાંની કાળજી રાખવા વાળા છે. એમ સવળો અર્થ કર્યો. @20.38min. એટલે પ્રેમલક્ષણા જે ભક્તિ છે, એ ભક્તિ માટે અનિર્વાર્ય પોષક તત્વ વિરહ છે. જો ભગવાનના સમીપ તમને રાખી દેવામાં આવે તો તમારી ભક્તિ ખતમ થઇ જાય. મંદિરનો પુજારી ભાગ્યેજ ભક્તિવાળો હોય છે. અને જે દૂર રહેતો હોય તો મંગલા કરવા દોડતો આવે. પુજારી ભગવાનની સામે નથી જોતો પણ એ આવનાર ભક્તોની સામેજ જુએ છે. ભક્તોની દ્રષ્ટિ ભગવાન ઉપર હોય છે. કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિની અત્યંત સમીપમાં રાખી દો, પછી એમાં રસ આવતો નથી. જયારે એને થોડો દૂર રાખશો તો એને રસ આવશે. એટલે કહ્યું છે, “तदेजति तन्नईजति तद्दूरे” દૂર છે એટલે તો એનો વિરહ છે, પ્રેમ છે, એટલે તો મળવા જાય છે. જ્ઞાની માટે ભગવાન નજીકમાંજ છે, એટલે એને આંખમાં પાણી નથી આવતું, ઉમળકો નથી આવતો, ભાવ-વિભોરતા નથી આવતી અને જયારે હોય ત્યારે એ ભાવહીન દશામાં બેઠો હોય છે. એટલે ઉપનિષદ કહે છે કે જ્ઞાનના દ્વારા બધાને ભાવહીન બનાવી નથી દેવા પણ પરમેશ્વરને દૂર માની એ બધાને ભાવ-વિભોર બનાવવા છે. એટલે પરમેશ્વરને પામવા માટે તમે દોડો, રખડો, વહેલા ઊઠો અને જયારે તમે દોડતા-દોડતા ભગવાન પાસે આવો છો, તો ભગવાનને ખબર પડશે કે નહિ કે એક ભક્ત મારા માટે દોડતો આવે છે? એ વિચારશે કે મારો ભક્ત કેટલો લાગણીવાળો છે કે મારા માટે દોડતો આવે છે અને આ પુજારી તો મારી સામું જોતો પણ નથી અને પેટી તરફજ જુએ છે કે કોણે કેટલું નાંખ્યું? પંડિત ઉદયનાચાર્ય અને મધુસુદન સરસ્વતીની વાત સાંભળો. બૌદ્ધ પંડિતો ઈશ્વરનું ખંડન કરતા કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, ત્યારે ઉદયનાચાર્યે “ईश्वर सिध्धी” નો મોટો ગ્રંથ રચ્યો અને મોટા નૈયાયિક થયા. જયારે ઉદયનાચાર્ય પૂનમ ભરવા જગન્નાથ ગયા ત્યારે દરવાજા બંધ થઇ ગયા. પુજારીને ઘણી આજીજી કરી પણ દરવાજો ખોલ્યો નહીં. @25.09min. ધર્મસ્થાનોની અંદર રહેનારા માણસોમાં ભાગ્યેજ સદગુણોનો વિકાસ તમને જોવાને મળશે. એ લોકોમાં તોછડાઈ, હલકી ભાષા, સ્વાર્થ જોવાના મળશે.ઉદયનાચાર્યને રીસ ચઢી. રીસ જ્યાં પ્રેમ હોય ત્યાંજ ચઢે, જેવી રીતે છોકરું માંથી રિસાઈ જાય છે. છોકરું ખાધા વિના ચાલ્યું જાય તો માંને ગમતું નથી, કારણકે એને પ્રેમ છે. પ્રેમ હોય તોજ રીસ હોય. ઉદયનાચાર્યનો પ્રેમ જગન્નાથ ઉપર છે, એટલે એને રીસ ચઢી અને કહ્યું,  “ऐश्वर्य मदमत्तोसी ओ हो जगन्नाथ” ઐશ્વર્યના કારણે મહુ મદ ચઢી ગયો છે, એમને? એટલે દરવાજા બંધ કરીને બેઠા છો? પણ યાદ રાખજો  “उपस्थितेसु बौध्धेसु मदधिना तवस्थिति:” આ ચોકમાં જયારે બૌદ્ધ પંડિતો આવશે અને કહેશે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી, ત્યારે હુંજ તમારી સિદ્ધિ કરીશ. તમે છો એનું પ્રમાણ હું આપીશ. આવા કડવા વેણ સંભળાવ્યા ત્યારે દરવાજો ધડામ કરીને ખુલી ગયો. આ છે પ્રેમ લક્ષણા ભક્તિ. હવે આવી ભક્તિ પેલો જે વ્યાપક માનનારો જ્ઞાની છે, એને થાય નહીં. કારણકે એને ગૌડ દેશમાંથી જગન્નાથ જવાનું ન હોય. દરવાજા બંધ થયા તો માનશે કે “इधर भी तू है और उधर भी तू है” એમ એને ભાવ-વિભોરતા આવતી નથી. ઉપનિષદ સમજે છે કે બધા માણસો મસ્તિષ્કના જોરેથાવાના નથી. કેટલાક હૃદયના જોરે જીવનારા થશે. અને જેમ મસ્તિષ્કનો આદર કરવો છે, એમ હૃદયનો પણ આદર કરવો છે. પણ હૃદય આંધળું ન થવું જોઈએ અને મસ્તિષ્ક કર્કશ ન થવું જોઈએ. મસ્તિષ્ક જ્યારે હૃદય વિનાનું થાય ત્યારે કર્કશ થાય અને મસ્તિષ્ક વિનાનું હૃદય થાય ત્યારે તે આંધળું થાય. એટલે આ બેય પક્ષોના બેય દોષો છે, એને દૂર કરવાનો રસ્તો છે, બેયનો ત્રિવેણી સંગમ. એટલે માણસમાં પૂરેપૂરું જ્ઞાન છે અને લાગણી છે. એટલે ભગવાન જ્ઞાનીને સમીપમાં છે અને પ્રેમ લક્ષણા ભક્તિવાળા માટે દૂર છે. @30.08min. જો તમે એમ કહી દો કે ભગવાન તો તમારી પાસેજ છે, તો એને ઉમળકો રહેશે નહીં. જયારે તમે કોઈને મળવા જતા હોવ ત્યારે તમને ઉમળકો આવે. એટલે આ બંને પક્ષને સાચવવા માટે સાચી વાતોનો મેળ કર્યો. ત્યારે આટલું બધું કર્યા પછી પણ ગરબડ ક્યાં થઇ? હિંદુ પ્રજા માટે ગોટાળો ક્યાં થયો? ગરબડ એ રીતે થઇ કે આ કલા પક્ષ પર કોઈ જાતનું નિયંત્રણ રહ્યું નહીં. પછી લોકોએ પોતાને ગમે એટલા ભગવાનના રૂપો બનાવ્યા અને જાત-જાતના મંદિરો બનાવી વાડાઓ ઊભા કર્યા અને એની પાછળ આજીવિકા લગાવી. ઉપનિષદો એ વાડો કાપનારા ગ્રંથો છે. જો તમારા મગજમાં આ વાત બરાબર બેસશે તો એકેએક મંદિરમાં એકજ બ્રહ્મ દેખાશે અને એકેએક નામમાં પણ એનુંજ નામ દેખાશે. “तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य” એ બધાના અંદર છે અને  “तदुसरवस्य बाह्यत” એ બહાર પણ છે. જે જ્ઞાની પુરુષ છે એના અંદર ભગવાન છે અને જે ભાવનાવાળા છે, પ્રેમવાળા છે એને બાહ્ય ભગવાન છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે કે મારે સાકાર નથી થવું પણ સાકર ખાનારો થવું છે. સુદામા ભગવાન માટે તાંદડા લઇ ગયા હતા. આટલા માણસો પાસે કદી ખાલી જવું નહીં. ભગવાનના મંદિરમાં કદી ખાલી હાથી જવું નહીં. એક ફૂલ લઇ જાવ, એક તુલસી પત્ર લઇ જાવ, બહુ થઇ જશે. જેવી શક્તિ હોય એ પ્રમાણે લઇ જાવ. “रिक्त हस्तौ न गच्छेत्” પણ ખાલી હાથે દેવ પાસે જવું નહીં. રાજા એટલે કોઈ મોટો ઓફિસર પાસે ખાલી હાથે જવું નહીં. માણસના મનને જીતવાની આ પધ્ધતિ છે. તમારે ત્યાં કોઈ મહેમાન હાથ હલાવતાં આવે અને હાથ હલાવતાં જાય તો તમને સારું લાગશે? ગુરુ પાસે, સંતની પાસે ખાલી હાથે જવું નહીં. નીતિકારે લખ્યું છે, પત્નીના પાસે પણ ખાલી હાથે જવું નહીં. @35.10min. જો તમે ખાલી હાથે જાવ તો એમાં પ્રેમની નિષ્પત્તિ નહિ થાય. કંઈકને કંઈક લઇ જાવ તો ચારે તરફથી તમને પ્રેમ અને સફળતા મળશે. ઉદાહરણ તરીકે સ્વામીજી સાથે વાણીયાઓ સાથેનો અનુભવ સાંભળો. વાણીયાઓને વિનય-વિવેક આવડે છે, એટલે એમને કામ કઢાવતાં આવડે છે. તો જે જ્ઞાની માટે પરમેશ્વર અંદર બેઠેલો છે એટલે એ કહે છે, તમે ઘટમાં જુઓ. જયારે પેલો પ્રેમ ભાવવાળો મંદિરે-મંદિરે જાય છે. જશોદાને કૃષ્ણમાં જે પ્રેમ આવે છે અને હૈયું છલકાય એ જ્ઞાનની ભૂમિકામાં છલકાય નહીં. એટલે ભાગવતમાં કૃષ્ણની વિદાયનો પ્રસંગ સાંભળો. સુરદાસનું પદ “अखियाँ हरि दर्शनकी प्यासी” વિષે સાંભળો.  ઉદ્ધવ ભગવાનને કહે છે, તમે ગોપીઓ કાયમ રડતી રહે છે, એટલે એને સમજાવી આવો. ભગવાને ઉદ્ધવને કહ્યું કે તું મોટો સમર્થ જ્ઞાની છે, એટલે તુંજ સમજાવી આવ. જ્ઞાનને અહંકાર હોય છે અને પ્રેમ-સેવાને કદી અહંકાર હોયજ નહીં. પ્રેમ અને અહંકાર કદી સાથે રહી શકે નહીં. જ્ઞાનમાં, તપમાં, દાનમાં, શૌર્યમાં કોઈ ને કોઈ પ્રકારનો અહંકાર હોય છે.@40.09min. ઉદ્ધવે ગોપીઓને ભેગી કરી અને જ્ઞાનની વાતો કરવા માંડી કે કૃષ્ણ ગયોયે નથી અને આવ્યોયે નથી. સુરદાસે એના ઉપર સંવાદ લખ્યા છે, એનાથી ખબર પડે છે કે જે ઉદ્ધવ ગુરુ થવા આવ્યો હતો એ શિષ્ય બનીને આવ્યો. ભક્તિની દિક્ષા લીધી અને કૃષ્ણને જઈને કહ્યું મારા થોથાં, પોથાં બધા જમુનાજીમાં પધરાવું છું. ખરો કૃષ્ણ તો મેં ત્યાં જોયો. દહીં વલોવતી ગોપીઓમાં મેં કૃષ્ણને જોયો. બીજા આચાર્ય મધુસુદન સરસ્વતી, એમણે અદ્વૈત સિદ્ધિની રચના કરી. આ પ્રખર વિદ્વાન ફરતા ફરતા ગોવિંદજીના મંદિરમાં ગયા પછી સામે ઊભા રહ્યા અને જોતાજ રહી ગયા. એમણે પ્રસિદ્ધ શ્લોકની રચના કરી. “बंसी विभूषितकरां नवनीरदाभात, पीताम्बरात् अरुण बिंब फरा धरोस्टात. पूर्णेन्दु सुन्दर मुखात अरविन्द नेत्रात, कृष्णः परम तत्वं अहम न जानी” જેના હાથમાં વાંસળી છે અને જે નવું નવું વાદળું આવેલું હોય એવી એની આભા છે, જેનું મુખ પૂર્ણ ચંદ્રમાં જેવું છે, જેની આંખો કમળ જેવી છે અને જેના હોઠ બિંબના ફળ જેવા છે એવા જે કૃષ્ણ છે, એનાથી કોઈ વધારે તત્વ છે, એની મને ખબર નથી. એકદમ તન્મય થઇ ગયા. આશ્રમ ઉપર આવ્યા પછી બધા પોથાં હતાં તે જમુનાજીમાં પધરાવી દીધા અને આખી જિંદગીભર કૃષ્ણની ભક્તિ કરતા રહ્યા. આ જ્ઞાનનો પરિપાક છે. ભક્તિનો પરિપાક જ્ઞાન અને જ્ઞાનનો પરિપાક ભક્તિ. કર્મનો પરિપાક ભક્તિ અને ભક્તિનો પરિપાક જ્ઞાન અને જ્ઞાનનો પરિપાક પ્રેમ લક્ષણા ભક્તિ. એ અજ્ઞાની નથી પણ હૃદય એકદમ ભાવવિભોર તન્મય છે. એટલે  “तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य, तदु सरवस्य बाह्यत”  ઉપનિષદ આ બેય તત્વનો સમન્વય કરે છે. એટલે ઉપનિષદનાં માર્ગને સમજવાની આ ખાસ કાળજી રાખજો કે તમે કોરા જ્ઞાની ન બનો, એ રસ વિનાના કોરા જ્ઞાનથી માનસ અંદરથી ખોખળો થઇ જાય છે. કોરું જ્ઞાન ખોખાળું છે અને આંધળી ભક્તિ એ વેવલાપણું છે. એમાં અંધશ્રદ્ધા છે, ઉપનિષદ બંનેનો સમન્વય કરે છે. વિવેકાનંદે આજ વાતનું બહુ સુંદર રૂપક આપ્યું છે. પક્ષીની બે પાંખો કર્મ અને ભક્તિ(ઉપાસના) છે. પૂછડું એ જ્ઞાન છે. @45.00min. આ રૂપકને સાંભળો કે પક્ષીને ઉડવા માટે બંને પંખો અને પુછાડાની જરૂર છે એમ જીવનમાં પણ જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વયની જરૂર છે. બીજું જીવનમાં ઉપનિષદ અને ગીતા તમને હંમેશાં સમ સમુચ્ચય શીખવાડશે અને એમ કહેશે કે તમારા અંદર પ્રચંડ જ્ઞાન હોવું જોઈએ પણ હૃદયને મૂરઝાવી નાંખવું નહીં. જ્ઞાનનો અર્થ તમારું હૃદય પણ ખીલેલું હોવું જોઈએ. જેનું હૃદય ખીલે છે, એનું મોંઘવારીમાં પણ ખીલે છે. સુદામા જયારે કૃષ્ણને ત્યાં ગયા હતાં ત્યારે ભાવ વિભોર થઇ ગયા હતા. સિંહાસન છોડીને દોડ્યા હતા. ઉત્તરીય(કપડું) પણ પડી ગયું હતું, ચાખડીઓ નીકળી ગઈ હતી. કારણકે હૃદય ખીલ્યું હતું. હૃદય કદી પણ વાંઝિયું નથી હોતું. જ્ઞાન વાંઝિયું હોય પણ હૃદય ખીલે એટલે એના પરિણામો આવવાનાજ. એટલે આ ઉપનિષદ તમારું હૃદય અને મગજ પણ ખીલવવા માંગે છે એટલે ભક્તિ અને કર્મ રૂપી બે પાંખો અને જ્ઞાન રૂપી પૂછડું પણ રાખવા માંગે છે, એટલે તમે સાચી દિશામાં ગતિ કરી શકો. ॐ શાંતિ: શાંતિ: શાંતિ:
 સાહિત્‍ય જગતના સર્વોચ્‍ચ માનસન્‍માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડો. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદનક્ષ

 

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “-સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ/ સ્વામી સચ્ચિદાનંદજી

 1. સાહિત્‍ય જગતના સર્વોચ્‍ચ માનસન્‍માન જ્ઞાનપીઠ એવોર્ડ
  વિગત મેળવી આપશો, તો આભારી થઈશ.
  —————
  સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ

  All is well!

 2. pragnaju

  Ramesh Patel
  To Niravrave Blog
  CC Niravrave Blog Today at 1:33 PM
  A moment of proud for all of us….સાહિત્‍ય જગતના સર્વોચ્‍ચ માનસન્‍માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડો. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન

 3. pragnaju

  himatlal joshi
  To Niravrave Blog Niravrave Blog Today at 12:37 PM

  બહુજ અભિનંદનો રઘુવીર ચૌધરીને અને કલાકાર યામિની ને

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 4. pragnaju

  Ramesh Patel
  1:33 PM (4 hours ago)

  to me, Niravrave
  A moment of proud for all of us….સાહિત્‍ય જગતના સર્વોચ્‍ચ માનસન્‍માન જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર ડો. રઘુવીરભાઈ ચૌધરીને હાર્દિક અભિનંદન
  ………….
  જ્ઞાનપીઠ પુરસ્કાર ..ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરીને …સંકલન ને રજૂઆત–રમેશ પટેલ(આકાશદી

 5. pragnaju

  vinodbhai patel
  12:40 PM (6 hours ago)

  to me
  યોગ્ય સાહિત્યકારને યોગ્ય એવોર્ડ .
  પોતે ખેતી સંભાળે છે અને સાહિત્યનું ખેતર ખેડીને મબલખ પાક લણે છે એવા શ્રી રઘુવીરભાઈ ને અભિનંદન અને શુભેચ્છાઓ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s