ચિ પરેશના ૫૭ મા વર્ષમા પ્રવેશવેળાએ/૨૦૧૫ની જીવનશૈલી નિરૃપણ કરતા નવતર શબ્દો

અનેકાનેક શુભાશીસો શુભેચ્છાઓ સહ 0906winter swimming1Munna & Paresh

પરેશ૧૧

૨૦૧૫ની જીવનશૈલી નિરૃપણ કરતા નવતર શબ્દો

 જ્યારે હિંદી ફિલ્મનાં જમ્પીંગ જેક જીતેન્દ્ર પડદા પર ગાતો કે… સોમવાર કો હમ મિલે, મંગલવારકો નૈન, બુધકો મેરી નીંદ ગઈ, જુમ્મેરાતકો ચૈન, શુકર શનિ કટે મુશ્કિલસે, આજ હૈ એતવાર, સાત દિનોમેં હો ગયા જૈસે સાત જનમકા પ્યાર… ત્યારે લાગતું કે પ્રેમ આમ સાવ ફટાફટ અને સટાસટ તે વળી થતો હશે ?

શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !
– ભરત ત્રિવેદી

સાંપ્રત સમયને અનુલક્ષીને ભાષા નવા કલેવર સજે છે. નવી જીવનશૈલી. નવા શબ્દો. ઈમેઈલ અને વોટ્સએપમાં ઓતપ્રોત યુવા પેઢીને ‘તારટપાલ’ શબ્દ ન સમજાય એ સમજી શકાય તેમ છે. રમેશ પારેખનાં ‘ફળિયે મોંસૂઝણાંનું ઝાડ’ કે ‘વાલમજી બથ ભરે એવડું’ આજનાં જુવાનિયાને સમજાવવા માટે ઈંગ્લિશ શબ્દો ‘ટ્વિલાઇટ’ કે ‘એમ્બ્રેસ’નો સહારો લેવો પડે. આખી રાત ઈન્ટરનેટની માયાજાળમાં મચ્યા રહેતાઓને મોંસૂઝણાંની સમજણ શી રીતે હોય ? વાલમજીની બથ બથ તો ભૈ સમજ્યા, એનો તો ટાઇમ જ ક્યાં છે ? શારીરિક સંબંધો હવે ઈન્સટન્ટ થઈ ગયા છે. એક જમાનો હતો જ્યારે હિંદી ફિલ્મનાં જમ્પીંગ જેક જીતેન્દ્ર પડદા પર ગાતો કે… સોમવાર કો હમ મિલે, મંગલવારકો નૈન, બુધકો મેરી નીંદ ગઈ, જુમ્મેરાતકો ચૈન, શુકર શનિ કટે મુશ્કિલસે, આજ હૈ એતવાર, સાત દિનોમેં હો ગયા જૈસે સાત જનમકા પ્યાર… ત્યારે લાગતું કે પ્રેમ આમ સાવ ફટાફટ અને સટાસટ તે વળી થતો હશે ? આજે સોમવારે સવારે મળે અને સોમવારે રાતે જ હમબિસ્તર થાય તો નવાઈ લાગતી નથી. આધુનિક શબ્દો આપણી ભાષામાં આવે તો સ્થિતિને કકડી બોલમાં સમજાવી શકાય. વર્ષ ૨૦૧૫નાં કેટલાંક ઈંગ્લિશ શબ્દો અને એનો દેશી અનુવાદ વહાલા વાચકો સમક્ષ રજૂ છે.
૧. ડયુડવોર્સ  : ડયુડ + (ડાઇ)વોર્સ : ‘ડયુડ’ એટલે ભાયડો, પુરુષ, યાર, જિગરી ભાઈબંધ, એવો જે થોડો વરણાગિયો હોય કે છેલ હોય. અને ‘ડાઈવોર્સ’ તો આપણે જાણીએ છીએ. છૂટાછેડા. બે ભાયડાઓ આમ તો જીગરી હોય, રાતદિવસ સાથે રખડતા હોય, એક લારી પર સાથે ચા પીતા હોય, ગર્લ્સ કોલેજની બહાર સાગમટે આંખ આંજતા હોય અને એક દિવસ હસતા રમતા સાવ અચાનક કોઈ નજીવી બાબતે, કોઈ પૈસાની લેતીદેતી કે પછી કોઈ પ્રેમપ્રકરણ… અને બન્ને છૂટા પડવાનું નક્કી કરે. સંબંધોનું આજકાલ એવું. એક ઢૂંઢો તો ફેસબુક પે હજાર મિલતે હૈ ! અને પછી તારે ને મારે હવે કટ. બે ભાયડાનાં છૂટાછેડા એટલે ડયુડવોર્સ, ઉર્દૂ સ્ટાઈલમાં ગુજરાતી અનુવાદ ‘છૂટાછેડા-એ-ભાયડા.’
૨. નોનવર્સેશન  : નોન + (કોન) વર્સેશન : ‘નોન’ એટલે નહીં અને ‘કોન્વર્સેશન’ એટલે વાતચીત, વાર્તાલાપ, સંભાષણ, નોનવર્સેશન એટલે વાતચીત થાય ખરી પણ બધી નકામી વાતચીત. કેમ છો ? સારું છે ? આજકાલ બહુ ઠંડી પડે છે, નહીં ? મુદ્દાની વાત ન થાય. આપણી સંસદ આજકાલ શું કરે છે ? ચોમાસુ સત્ર ધોવાયું, શિયાળુ સત્ર ય ઠરી ગયું. નોનવર્સેશનનો ગુજરાતી અનુવાદ ‘વ્યર્થાલાપ.’ વ્યર્થ + (વાર્તા)લાપ.
૩. મેસ્ટરડેટિંગ (MASTURDATING) :  મેસ્ટર્ (બેશન) + ડેટિંગ : મેસ્ટરબેશન એટલે હસ્તમૈથુન અને ડેટિંગ એટલે મિલનટાણું. મોટે ભાગે વિજાતીય વ્યક્તિ સાથે નિયમિત ફરવા જાય એને ડેટિંગ કહેવાય. આમ બન્ને શબ્દોનો તાલમેલ નથી. પહેલી ક્રિયા એકલતા બતાવે છે. બીજી ક્રિયા બેકલતા. પણ ઘણાં એવા હોય જે એકલપંડા હોય. ફિલ્મ જોવા એકલા જાય. રેસ્ટોરન્ટમાં પણ એકલા ફરે. એ કાંઈ ખોટું તો નથી જ. એમ કોઈ એકલા એકલા એન્જોય ના કરી શકે ? ગુજરાતી અનુવાદ ‘એકલરખડાટ.’
૪. સેલફિશ (CELLFISH) : સેલ (ફોન) + (સેલ) ફિશ : સેલફોન આપણે જાણીએ છીએ. મોબાઈલ ફોનનું અમેરિકન નામ સેલ્યુલર ફોન. સેલ  (ભીનન) શબ્દ આમ તો બાયોલોજીનો શબ્દ છે. શરીરનાં કોષને સેલ કહેવાય. શરૃઆતી સંદેશા વ્યવહાર ભૌગોલિક વિસ્તાર પૂરતા સીમિત હતા જે સેલ કહેવાતા, તે પરથી સેલફોન શબ્દ પ્રચલિત થયો. સેલફિશ  (જીનકૈજર) એટલે સ્વાર્થી. પોતાનાં માટે જ જીવતો માણસ. બીજાની જેને કોઈ પડી ન હોય. હવે આ સેલફોન આવ્યા એટલે દૂરનાં લોક નજીકનાં થયા પણ નજીકનાં લોક દૂર થયા. ધારો કે એક સાંજ આપણે મળ્યા અને આપણે હળ્યા. પણ સેલફોન આપણને નડયા… ! સામે છે તેની સાથે ઈન્સ્ટોલમેન્ટમાં વાત થાય. વચ્ચે સેલફોન પર વાતચીત તો ચાલુ ને ચાલુ. કંઈ કેટલા સોદા ચાલુ. સેલફિશ કહીંકા… ! ગુજરાતીમાં ‘ફોનસ્વાર્થી.’
૫. ઈન્ટરનેસ્ટ (INTERNEST) : ઈન્ટર(નેટ) + નેસ્ટ, ઈન્ટરનેટ આપણે જાણીએ છીએ. દુનિયાભરની માહિતીનું જાળું. દુનિયાભરનાં સ્પાઈડરમેન ભેગા મળીને ગૂંથે તો ય આટલું મોટું જાળું ગૂંથવું શક્ય નથી. ઈન્ટરનેટ એટલે પલકવારમાં માહિતીનું આદાનપ્રદાન કરતું જાળું. આપણે ઈન્ટરનેટનાં હેવાયા છીએ. પથારીમાંય રીઅલ પાર્ટનર સાથે કમ અને વર્ચ્યુઅલ પાર્ટનર સાથે વધારે ગુફતેગુ થતી રહે. શિયાળાની ઠંડીમાં તો ખાસ. બહારનો વ્યવહાર અંદરથી ઓનલાઈન ચાલે. ખાસ્સો સમય પથારીમાં તકિયારજાઈ અને ઓશીકાની વચ્ચે ગુજારીએ. જાણે તમે પંખી અને પથારી તમારો માળો. નેસ્ટ. ઈન્ટરનેસ્ટ. યુ સી ! ગુજરાતીમાં ‘જાળાનો માળો.’

ભેગા મળીને ગૂંથે તો ય આટલું મોટું જાળું ગૂંથવું શક્ય નથી. ઈન્ટરનેટ એટલે પલકવારમાં માહિતીનું આદાનપ્રદાન કરતું જાળું. આપણે ઈન્ટરનેટનાં હેવાયા છીએ. પથારીમાંય રીઅલ પાર્ટનર સાથે કમ અને વર્ચ્યુઅલ પાર્ટનર સાથે વધારે ગુફતેગુ થતી રહે. શિયાળાની ઠંડીમાં તો ખાસ. બહારનો વ્યવહાર અંદરથી ઓનલાઈન ચાલે. ખાસ્સો સમય પથારીમાં તકિયારજાઈ અને ઓશીકાની વચ્ચે ગુજારીએ. જાણે તમે પંખી અને પથારી તમારો માળો. નેસ્ટ. ઈન્ટરનેસ્ટ. યુ સી ! ગુજરાતીમાં ‘જાળાનો માળો.’
૬. ચિપટીઝ (CHIPTEASE) : ચિપ્(સ) + (સ્ટ્રિપ)ટીઝ : સ્ટ્રિપટીઝ શબ્દમાં સ્ટ્રિપ એટલે સાંકડાં કપડાંનો મોટો ટૂકડો. ટીઝ એટલે શણ કે ઊનમાંથી ખેચવું, ગૂંથવું, અલગ કરવું, નૃત્યાંગના એક પછી એક પોતાનાં કપડાં ઉતારે (અથવા ઉતરાવડાવો) એવું કામોદ્દીપક નૃત્ય છેક બેબીલોન સંસ્કૃતિથી ચાલી આવે છે. સ્ટ્રિપટીઝ ડાન્સ ગલગલિયાં કરાવે પણ આમ કોઈ લાભ નહીં. છેલ્લે છેલ્લે છેતરાયા હોવાનો એહસાસ થાય. અને ચિપ્સ એટલે વેફર્સ ઊર્ફે બટાકાની કાતરી. હવે તમે મોટું ફેમિલી પેક ખરીદો અને પછી એ પેકને નિ:વસ્ત્ર કરો તો પણ નાઇટ્રોજન વાયુથી ભરેલી કોથળીમાં માંડ ગણીગાંઠી વેફર નીકળે. બટાકાની કાતરી ખરીદીમાં છેતરાયાનો અહેસાસ. ચિપટીઝ, ગુજરાતી અનુવાદ ‘છેતરવેફર.’
૭.    કાર્કોલેપ્સી (CARCOLEPSY) : કાર + કો(લેપ્સ) + (એપિ) લેપ્સી, ઘણાં સતત જાગૃત હોય છે. મોબાઈલ ફોન સામે કે પછી લેપટોપની ભીતરે. થાકી તો જવાય જ. પછી જેવા કારમાં બેસે એટલે ભેગો થયેલો થાક સ્વરૃપે ઊંઘનો એવો તો હૂમલો થાય કે તમે કોલેપ્સ (પડી જવું કે ધબી જવું તે) થઈ જાવ અને એપિલેપ્સી (ફેફેરું, ચક્કર ખાઈને બેભાન થઈ જવું.) થઈ જાય એ કાર્કોલેપ્સી. યુ સી ! પછી ડ્રાઇવરની જવાબદારી તમને સહીસલામત સ્થળે પહોંચાડે. પાર્ટીમાં દારૃ પીધા પછી તો ઘરે જતી વેળા કાર્કોલેપ્સી સહજ સાધ્ય છે. ગુજરાતીમાં ‘ધબકાર’નું ઊલટું ‘કારધબ’ એટલે કારમાં ધબ દઈને પડી જવું ! ધબકાર તો તોય ચાલે. હેં ને ?!
૮. આસ્કહોલ (ASKHOLE) : આસ્ક + (એસ)હોલ, આસ્ક એટલે પૂછવું, કાંઈ ન સમજાતું હોય તો પૂછી લેવું. એમાં કાંઈ પણ ખોટું નથી. પણ કેટલાંક એવા હોય જે પ્રશ્નાર્થ ચિત્રને ચરિતાર્થ કરી ચૂક્યા હોય. આવા ખદબદતી જિજ્ઞાાસાનાં ધણી સતત મૂર્ખ જેવા સવાલો પૂછે. આવા સવાલશૂરા કેવા હોય એનો નખશિખ ચિતાર હાસ્યનાં પર્યાય જ્યોતીન્દ્ર દવેનાં હાસ્યલેખ જેનું શીર્ષક જ ‘?’ છે – એ વાંચીને આવી શકે. તેઓ લખે છે કે ભાષામાં સૌથી ભયંકરમાં ભયંકર કોઈ વિરામચિહ્ન હોય તો એ પ્રશ્નચિહ્ન છે. કદાચ કોઈકે કંટાળીને પ્રશ્નચિહ્નનાં માથા પર જોરથી મુક્કો માર્યો હશે એટલે એ માથા આગળથી વળી ગયું છે. કોઈ એક હિન્દી પિકચરમાં અભિનેતા પરેશ રાવલ આવા જ ગાંડા જેવા અર્થહીન પ્રશ્નો પૂછતાં જોવા મળ્યા હતા. અંગ્રેજી શબ્દ એસહોલનો શબ્દાર્થ તો ગુદાદ્વાર થાય પણ અપમાનજનક અર્થમાં કોઈ માણસ મૂર્ખ, અણધડ, ઉદ્ધત કે તિરસ્કારપાત્ર હોય તેને એસહોલ કહેવાય. આસ્કહોલ એટલે એવો એસહોલ જે સતત મૂર્ખા જેવા પ્રશ્નો પૂછ્યા કરે. ગુજરાતીમાં ‘મૂર્ખપ્રશ્નબાણાવળી.’
શબ્દો તો અનંત છે. એની યાત્રા પણ અનંત. હવે છેક આવતા વર્ષે શબ્દસંહિતામાં મળીશું. ઈતિ.
શબ્દશેષ :
”ગત વર્ષનાં શબ્દો ગત વર્ષની ભાષાનાં હતા. આવતા વર્ષનાં શબ્દો કોઈ અવનવા અવાજની રાહ જોઈ રહ્યા છે.” – ‘ફોર ક્વાર્ટેટ્સ’નાં કવિ, લેખક ટી.એસ. ઈલિયટ (૧૮૮૮-૧૯૬૫)+પુસ્તક પ્રેમ એટલે કે…નું પ્રેમાર્પણ

11 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, Uncategorized