મારું નખ્ખોદ કાઢજો,/ સ્વામી સચ્ચિદાનંદજી

– ભગવાન છેલ્લીવાર મળ્યા, કહ્યું નરસિંહ, છેલ્લું માંગી લે હવે હું આવવાનો નથી. નરસિંહ મહેતાએ કહ્યું મારું નખ્ખોદ કાઢજો, મારી પાછળ કોઈ વંશ ન જોઈએ. કૃષ્ણ પસંદ થયા, કહ્યું જ્યાં સુધી મારું નામ રહેશે ત્યાં સુધી તારું નામ રહેશે. @2.00min. 15મી અને 16મી શતાબ્દીઓમાં અનેક સંતો થયા, તેમણે પ્રજાના જીવન ઉપર એક બહુ મોટી અસર ઉભી કરી કે જ્યારે આખા દેશ ઉપર મુસ્લિમ રાજ સ્થાપિત થઇ ગયું હતું. પ્રજા ઘોર નિરાશામાં પડેલી હતી, ત્યારે આ સંતોએ લોકોનું મન પ્રભુ ભક્તિ તરફ વાળ્યું. દુઃખના સમયમાં જેનામાં થોડી પણ શ્રદ્ધા હોય એનું મન ભગવાન તરફ વધારે વળે. દુઃખ એ ભક્તિનું પ્રેરક બળ છે અને વિરોધી પણ છે તે વિશે સાંભળો. આ 15-16મી શતાબ્દીમાં આ પતિત થયેલી પ્રજા માટે ભગવાનનું નામ એ એકજ માર્ગ હતો. @7.31min. વૈદિક કાળમાં કોઈ રામ, કૃષ્ણ કે જલારામનું મંદિર જોવા નહિ મળે. જે કંઈ ઉપાસના છે તે કાંતો બ્રહ્મની કે દેવોની છે. ભાગવતનો ધર્મ પ્રગટ થયો એટલે કૃષ્ણ ભક્તિનો પાદુર્ભાવ થયો. કૃષ્ણનો પ્રચાર શ્રીમદ વલ્લભાચાર્ય ન થયા હોત અને ચૈતન્ય મહાપ્રભુ ન થયા હોત તો જેવો થયો તેવો ન થઇ શક્યો હોત. @10.18min. કેવલાદ્વૈત અને શુદ્ધાદ્વૈત નો ભેદ સમજો. સંકલ્પ શક્તિનું ઉદાહરણ સાંભળો. ઈશ્વર જ્યારે જગતની રચના કરે છે ત્યારે એ સ્વતંત્ર છે. @13.13min. નરસિંહ મહેતાએ રચેલા અને આ પ્રવચનમાં ઉલ્લેખાયેલા ભજનો સાંભળો, વિવિધ કલાકારોએ ગાયા છે – નાગર નંદજીના લાલ, રાત રહે જાહરે, રામ સભામાં અમે રમવાને ગ્યાતા, જાગીને જોઉં તો જગત દીસે નહિ, વ-વાયાને વાદળ ઉમટયા અને વૈષ્ણવજન તો તેને રે કહીએ. 

 

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s