રા ષ્ટ્ર વા દ / સ્વામી સચ્ચિદાનંદજી

હરિ ૐ
 રાષ્ટ્રવાદ 
– રાષ્ટ્રવાદ, સુણાવ – કર્મચારી વર્ગની કર્મયો ગી શીબિર. જયારે કોઈ રાષ્ટ્ર મજબુત થવાનું હોય ત્યારે સૌ પ્રથમ તેનું કર્મચારીઓનું વહિવટી તંત્ર આપોઆપ બળવાન અને કર્તવ્ય પરાયણ બનતું હોય છે. પણ જયારે કોઈ રાષ્ટ્ર અંદરથી તૂટવાનું થાય ત્યારે એની પહેલી નિશાની છે કે એનું વહીવટી તંત્ર તુટવા માંડે. વહીવટી તંત્ર તૂટે ત્યારે એને લાખ પ્રયત્નો કરો તો પણ રાષ્ટ્રને મજબુત બનાવી શકો નહિ. કર્મચારીઓના પાંચ વિભાગ – કર્મચારી વ્યક્તિવાદી છે?, કોમવાદી, સમાજવાદી, સંપ્રદાયવાદી કે રાષ્ટ્રવાદી છે? આ પાંચમાંથી તમે તમારી જાતને ક્યા ગોઠવો છો? @3.07min. વ્યતિવાદી એટલેકે અહંકારી, ડંખીલા, સ્વકેંદ્રિત માણસો કોઇ જોડે ભળી શકતા નથી. આવા માણસને અપમાનની બહુ અસર થતી હોય છે અને બહુ જલ્દી બીજાનું અપમાન કરતો હોય છે. જો તમે બીજાને માન ન આપી શકો તો સ્વમાનના અધિકારી નથી થઇ શકતા. અપમાનથી અપમાન, ઘ્રણાથી ઘ્રણા, પ્રેમથી પ્રેમ, નિષ્ઠાથી નિષ્ઠા આવતી હોય છે. જીન્દગી જીવવી હોય તો ભળતા અને ભેળવતા શીખો. @7.43min. રશિયા વિશે સાંભળો. આખું સૈબેરિયા પાર કર્યું. વાંચવા કરતાં જોવાથી જ્ઞાન વધારે થાય છે. ત્યાં એક પુરુષ વચ્ચે ત્રણ સ્ત્રીઓ છે. પહેલા બીજા વિશ્વયુદ્ધમાં કરોડો માણસો મરી ગયા, સ્ટાલિને સામ્યવાદનો ઝપાટો બોલાવવા માટે બે કરોડ માણસો મારી નાંખ્યા. આમ 6-7 કરોડ માણસો મરી ગયા. 15-17 કરોડની વસ્તીમાં 7 કરોડ માણસો મરી જાય તો શું થાય? તમે ગીતા વાંચજો. “स्त्रीषु दुष्टासु….वर्णशङ्कर:”….(गीता 1-41). संकरो नरकायैव….क्रिया:….(गीता 1-42). કૃષ્ણ, તમે આ યુદ્ધ કરવો છો તો આ 18 યક્ષોહીણીનો નાશ થશે તો એમની સ્ત્રીઓનું શું થશે? કૃષ્ણે જવાબ નથી આપ્યો. એનો અર્થ એવો છે કે એનું પરિણામજ જવાબ છે. અર્જુન જો અત્યારે આ યુદ્ધ નહિ કરવામાં આવે, કોઈ દ્રૌપદી સલામત નહિ રહે. સારા રાજ્યોની પહેલી નિશાની છે કે સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે? દિલ્હીમા જઇને કોઇને પુછી જુઓ. સ્વિડનમાં બળાત્કારનું પ્રમાણ શૂન્ય છે. સ્ત્રીની રક્ષા છે એજ રાજ્યની પહેલામાં પહેલી કસોટી છે. આઝાદી પહેલાં વહીવટી તંત્ર મજબુત હતું એટલે સ્ત્રીઓ સુરક્ષિત હતી. @15.35min. સ્વામીજીનો એર ઇન્ડિયાનો અનુભવ સાંભળો. વ્યક્તિવાદી અને લોકવાદી વચ્ચેનો ભેદ સમજો. વ્યક્તિવાદી લોકોમાં ભળી ન શકે, કોઈને કામ નહિ આવે, જયારે લોકવાદી લોકોમાં ભળી જાય. અને લોકોના પ્રશ્નો ઉકેલે. ઉદાહરણો સાંભળો.  @19.11min. એક બીજો માણસ છે એ કોમવાદી છે. આ એક બહું મોટું ભારતને માટે ગુમડું છે. અમેરિકામાં કોમવાદ નથી. તમે કહી શકો કે લિંકન કઈ કોમના હતા? બુશ કઈ કોમના છે? ટોની બ્લેર કઈ કોમના છે? લોકો મને પૂછે છે કે મહારાજ તમારું દૂધ કયું? માણસનો પરિચય અહીંથી શરુ થાય છે અને જો એકબીજાની નાત મળતી આવે તો ખુશ ખુશ થઇ જાય. પરદેશમાં કોમનો પ્રશ્ન નથી એટલે ત્યાં દીકરા-દીકરીના લગ્નનો પ્રશ્ન નથી. આપણે ત્યાં અસ્પૃશ્યતા ઘણી દુર થઇ ગઈ છે પરંતુ સંપૂર્ણપણે દુર થઇ નથી. મુસ્લિમોમાં પણ આ દુષણ છે. તમારામાં કોમવાદ છે? તમારા અંદર કુટી કુટીને કોઈ કોમ પ્રત્યેનો તીવ્ર મોહ ભર્યો છે? અને જો ભર્યો હશે તો બીજી કોમ કોઈ પ્રત્યે ધિક્કાર ભર્યો હશે. કોમવાદ, રાગ, મોહ, ધિક્કાર વિનાનો હોયજ નહિ. એક વર્ગ જો તમને બહું વહાલો લાગે તો બીજો વર્ગ તમને એટલોજ ખરાબ લાગશે. અને જો બીજો વર્ગ એટલો ખરાબ લાગશે તો તમે સાચા રાષ્ટ્રવાદી અને માનવતા વાદી નહિ થઇ શકો. તો તમે રાષ્ટ્રને કમજોર બનાવશો. આ કોમવાદના દોષને તમે મિટાવી શકો તોજ રાષ્ટ્ર, વહીવટી તંત્ર મજબુત થઇ શકે. @24.58min. લંડનમાં રાણીના દીકરાને ગાડી ઓવર સ્પીડમાં ચલાવવા માટે દંડ કર્યો, ગુનો કબુલી દંડ ભરી દીધો, આવું ભારતમાં થાય ખરું? રાષ્ટ્રને મહાન બનાવવું હોય તો વહીવટી તંત્ર દુર્બળ ન હોવું જોઈએ. @27.54min. ભારત ધર્મનો દેશ નથી. સંપ્રદાયોનો દેશ છે. હિંદુ, બૌધ અને જૈનમાં વિશેષણ વિનાના ધર્મનો ઉપયોગ થયો છે. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો તફાવત સમજો. વ્યક્તિના દ્વારા ઉત્પન્ન થાય કે કોઈ સમૂહના દ્વારા ઉત્પન્ન થાય તે સંપ્રદાય કે મજહબ કે રીલીજીયન કહેવાય. એ ઉત્પન્ન થાય અને નષ્ટ થાય. અંગ્રેજીમાં ધર્મ શબ્દનો પર્યાય નથી. અમે એને ધર્મ કહીએ છીએ જે સનાતન છે અને જે પરમેશ્વરે માણસની સાથે મુકેલો છે. દયા, કરુણા, ઉદારતા, પરમાર્થ આ બધા સદગુણો માણસની અંદર ભગવાને મુકેલા છે અને એનો સહજ રીતે માણસના ઉપર જે પ્રભાવ પડે તે ધર્મ છે. મારું પુસ્તકનું નામ છે “ધર્મ” એની વ્યાખ્યા કરી છે કે માણસની અંદર રહેલા સદગુણોને વિકસાવી આપે તે ધર્મ. @32.23min. ગાંધીજી “સંપ્રદાયમુક્ત” ધાર્મિક છે.  વૈષ્ણવ સંપ્રદાયમાં જન્મ્યા પણ સાંપ્રદાયિક ન રહ્યા. એ મુસલમાન, ક્રિશ્ચિયન બધા સાથે બેસી શકે. કુરાનની આયાતો પ્રેમથી સાંભળી શકે,  બાઈબલના વાક્યો સાંભળી શકે. એને કોઈ એલરજી હોય નહીં અને સંપ્રદાય એલરજી વગરનો હોયજ નહીં. એલરજીવાળા શાષકોએ દુનિયાને બહું નુકશાન કર્યું છે. ઔરંગઝેબની ધાર્મિકતા વિશે સાંભળો. બીજા બધા બાદશાહોની તુલનામાં ઔરંગઝેબ ઘણો સારો બાદશાહ હતો. એ માણસ રાષ્ટ્રનો એક પૈસો ખાતો ન હતો, કુરાનની આયાતો લખે, સાદડીઓ બનાવે, એમાંથી એનું ગુજરાન ચલાવે. એની રસોઈ એની પત્ની જાતે બનાવતી હતી. હિંદુ પ્રજા સ્વભાવથીજ બિનસાંપ્રદાયિક છે. સંપ્રદાય બાહ્યાચાર ઉપર ભાર મુકે છે. ધાર્મિકતા તમારા સદગુણોપર અને સદવિચારોપર ભાર મુકે છે. આપણાં બધા ઋષીઓ ધાર્મિક છે પણ કોઈ સાંપ્રદાયિક નથી. @37.35min. તમે સંપ્રદાય પાળો એના સાથે કોઈ વિરોધ નથી પણ તમારા રોમેરોમમાં સંપ્રદાય બેસી જશે તો તમે રાષ્ટ્રવાદ અને માનવતાવાદને ક્યાં બેસાડશો? સેન્ટ ઝેવીઅર્સ કોલેજમાં સ્વામીજીના પ્રવચન વિશે સાંભળો. @43.00min.આખી દુનિયાને પ્રેમ કરતાં શીખવાડે, સૌને સ્વીકાર કરતા શીખવાડે તેવો ધર્મ અમૃત છે નહિ તો ઝેર છે. જૈનોના શ્યાદવાદ વિશે સાંભળો. શ્યાદવાદ નો એવો અર્થ થાય છે કે આ એન્ગલથી આ સત્ય છે અને આ એન્ગલથી આ પણ સત્ય છે. બધા સત્યોના સમુહને મેળવો એટલે એક પરમ સત્ય થશે. પણ ભલે તમે કોઈ સંપ્રદાય પાળતા હોવ, પણ જ્યાં તમે સરકારી ઓફિસમાં આવ્યા એટલે તમે રાષ્ટ્રના પ્રતિનિધિ છો એટલે તમારા સારા કે ખોટાં એક્શન રીએક્શન થશે એની અસર રાષ્ટ્ર પર પડવાની છે. વ્યક્તિની અંદર જો રાષ્ટ્રવાદ બેસાડ્યો હોય તો એનાથી બીજો કોઇ સારો સંસ્કાર નથી. @46.28min. એક મિલ્ટ્રીનો માણસ રાજીનામું આપીને કેમ પાછો આવી રહ્યો તે સાંભળો.

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s