ધે : જાતિ નિરપેક્ષ એકવચન સર્વનામ/પરેશ પ્ર વ્યાસ

૪

ધે: જાતિ નિરપેક્ષ એકવચન સર્વનામ

એના પાયામાં પડી બારાખડી

ચોસલાંથી શબ્દોનાં ભીંતો ચણી

ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન

ને અનુસ્વારોનાં નળિયાં છાપરે

થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું

ટોડલે નામોના દીવા ઝળહળ્યા

જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો

ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો

– અદમ ટંકારવી

ભાષાનાં ખેરખાંઓની બનેલી અમેરિકન ડાયાલેક્ટ (વિશિષ્ટ ભાષા, બોલી, ઉચ્ચાર) સોસાયટી દર વર્ષે  ‘વર્ડ ઓફ ધ યર’ની તાજપોષી કરે છે. કયો શબ્દ ગત વર્ષે ચર્ચામાં રહ્યો? એ તદ્દન નવો શબ્દ ય હોઇ શકે. અથવા જરી પુરાણો પણ આજકાલ ચલણમાં હોય.

2015માં ઘણાં શબ્દો ચર્ચામાં રહ્યા. માઇક્રોએગ્રેસન (Microaggression) એટલે એવો બારીક પક્ષપાત કે જાતીય ભેદભાવ, જે

આસાનીથી કળી ના શકાય.  માઇક ડ્રોપ (Mic drop) એટલે ચર્ચા ચાલતી હોય, એમાં જોરદાર દલીલ કર્યા પછી ચર્ચા જ બંધ કરી

દેવી. સામાવાળાને જવાબ દેવાનો મોકો જ ન આપવો. એમ્મોસેક્યુઅલ(Ammosexual) એટલે બંદૂકપિસ્તોલ માટેનો આંધળો પ્રેમ.

એક અન્ય શબ્દ યાસ્સ્સ(Yaaasss) એટલે પૂરેપૂરી ઉત્તેજનાથી કોઇ વાત સાથે પૂર્ણ રીતે સહમત થવું. ડેડ બોડ(Dad bod) એક

મઝાનો શબ્દ છે. ડેડ એટલે પિતા અને બોડ એટલે બોડી. એક પિતા જેવી બોડી. જો કે ડેડ બોડ ડેડી હોય તે જરૂરી નથી. વાત જાણે

એમ છે કે સિક્સ પેક્સ પુરુષો હવે સ્ત્રીઓને ગમતા નથી. ફાંદાળા પુરુષોને પણ સ્ત્રીઓ ધિક્કારે છે. ડેડ બોડ એટલે એવો પુરુષ જેની

ફાંદ પણ ન હોય અને સિક્સ પેક્સ મસલ્સ પણ ન હોય. નોર્મલ પુરુષ. બિયર પણ પીવે, પીત્ઝા પણ આરોગે, ક્યારેક ક્યારેક જીમમાં

પણ જાય. પણ કોઇ વાતનું ગાંડપણ નહીં એ ડેડ બોડ. અન્ય બે શબ્દો તો અમેરિકાનાં વર્તમાન પ્રમુખ ઓબામા અને ભાવિ

પ્રમુખપદનાં સંભવિત ઉમેદવાર ટ્રમ્પ સાથે સંબંધિત હતા. ‘થેંક યૂ ઓબામા’ (Thank You Obama)  કટાક્ષમાં કહેવાતા શબ્દો છે.

કાંઇ પણ ખોટું થાય, છીંક આવે, દૂધ ઉભરાય જાય, ઠોકર વાગે, એમાં વાંક તો ઓબામાનો જ કહેવાય. આપણે ત્યાં દરેક બાબતે

નમોને તક્સીરવાર ઠેરવવામાં આવે છે એ રીતે. અચ્છે દિનની દુહાઇ દેવાય. અને બૂરે દિન માટે થેંક યૂ નમો, યુ સી!  અન્ય એક દેખીતી રીતે હલકટ શબ્દ સ્કોલોંગ (Schlong)  ડોનાલ્ડ ટ્રમ્પે ચર્ચાને ચકડોળે ચઢાવ્યો. મૂળ યિડ્ડિશ( જર્મન યહૂદી બોલી)માં સ્કોલોંગનોઅર્થ થાય પુરુષનું શિશ્ન. ડેમોક્રેટિક પક્ષનાં સંભવિત મહિલા ઉમેદવાર હિલેરી ક્લિન્ટન 2008માં એનાં પક્ષની ઉમેદવારી મેળવવા અસફળ થયા હતા; એને ટ્રમ્પે સ્કોલોંગ થયાનું કહી સનસનાટી મચાવી. એમનાં મતે સ્કોલોંગ વલ્ગર નથી. ખરાબ રીતે હારી જવાને સ્કોલોંગ થયા એવું કહેવાય, એવો ખુલાસો એમણે કર્યો. કોઇ સ્ત્રી માટે આવી અભદ્ર ભાષા જાહેરમાં બોલો અને ચાલી જાય; એ અમેરિકા છે. ટોલરન્ટ અમેરિકા. અન્ય એક શબ્દ ઘોસ્ટ (Ghost) પણ હરીફાઇમાં હતો. ઘોસ્ટ આપણે જાણીએ છીએ. ભૂત. પણ

અહીં એનો અર્થ થાય, સાવ અચાનક સંબંધોને કાપી નાખવા, ખાસ કરીને ઓન લાઇન સંદેશા વ્યવહાર બંધ કરીને ગાયબ થઇ જવું.

ભૂતની માફક. પણ વર્ષ 2015માં ચલણમાં રહેલા આવા તમામ શબ્દોની રેસમાં મેદાન મારી ગયો તે શબ્દ છે ‘ધે’ (They) . એ એક

સર્વનામ છે. આમ જૂનો પણ આમ અર્થનાં નવા વાઘા સજીને સાંપ્રત બોલીમાં સર્વસ્વીકાર્ય શબ્દ. ગુજરાતીમાં અર્થ થાય ‘તેઓ’.

તેઓ એટલે એકથી વધારે લોકો. પુરુષ હોઇ શકે, સ્ત્રી હોઇ શકે અથવા એલજીબીટી પણ હોઇ શકે. પુરુષમાં ય ન હોય અને સ્ત્રીમાં ય

ન હોય એવી વ્યક્તિ એલ.જી.બી.ટી. એટલે લેસ્બિયન (સમલિંગી સ્ત્રી), ગે (સમલિંગી પુરુષ), બાયસેક્સ્યુઅલ (ઉભયલિંગી),

ટ્રાન્સજેન્ડર (જાતિવિરૂપ) કહેવાય છે. ઇંગ્લિશ ભાષામાં કોઇ પણ પ્રકારનાં એકથી વધારે લોકોને ‘ધે’ તરીકે સંબોધવામાં કોઇ મુશ્કેલી

નથી. ત્રીજો પુરુષ બહુવચન- ‘ધે’નો ઉપયોગ કરો એટલે બધાં આવી ગયા. પણ ઇંગ્લિશ ભાષાની મુશ્કેલી ત્રીજો પુરુષ એકવચનમાં

છે. ઇંગ્લિશ ભાષામાં હી, શી અને ઇટ એવા જાતિવાચક સર્વનામ છે. હવે એ પુરુષ છે, સ્ત્રી છે કે એલજીબીટી, એ જાણતા ન હોઇએ

તો શું કહીએ? મિસ્ટરને મિસ કહી ના શકાય અને મિસને મિસ્ટર કહેવામાં ય જોખમ. વચ્ચે એમને મેક્સ (Mx) કહેવાનું ચાલુ થયું

પણ એ સ્વીકાર્ય બન્યું નહીં. ઇંગ્લિશ ભાષાને નર, નારી અને નાન્યતરની પોતાની પહેચાન છે. ગુજરાતીમાં જો કે સરળ છે. ‘તે’ કહો

એટલે ચાલી જાય. કેટલાંક વ્યાકરણપટું અનુવાદકો એક સ્ત્રી માટે ‘તેણી’ સર્વનામ ઉપયોગ કરતા હતા પણ એનું ચલણ હવે નહીંવત

છે. ગુજરાતી ભાષામાં જો કે જાતિવાચક સર્વનામ વાપરવું જ હોય તો પેલો, પેલી, પેલું- એવું વાપરી શકાય. નહીંતર ‘તે’ કે ‘એ’થી

કામ ચાલી જાય. ઇંગ્લિશ ભાષામાં એવું નહોતું. હવે જાતિસમાનતાનાં યુગમાં, જાતિવાચક સર્વનામ પ્રોબ્લેમનો હલ અમેરિકન

ઇંગ્લિશે શોધી કાઢ્યો છે. તેઓએ ‘તેઓ’ શબ્દને એકવચનમાં વાપરવા માંડ્યો. એટલે એક પુરુષ હોય, એક સ્ત્રી હોય કે એક

એલજીબીટી હોય, કોઇ પણ એક જ વ્યક્તિ હોય તો પણ એને ‘ધે’ કહી શકાય. કોઇને ખોટું ન લાગે. સાવ પોલિટિકલી કરેક્ટ. અને

આમ ‘ધે’ સર્વનામ વર્ષનો સૌથી વધુ લોકપ્રિય શબ્દ તરીકે મેદાન મારી ગયો.

સૌજન્ય ગુજરાત સમાચાર

4 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ

4 responses to “ધે : જાતિ નિરપેક્ષ એકવચન સર્વનામ/પરેશ પ્ર વ્યાસ

  1. પરેશ ભૈ જોગ….
    આપણે પશ્ચિમી પ્રજાને સેક્સ પાછળ પાગલ ગણતા હોઈએ, પણ આપણી ભાષાઓ જેટલી સેક્સી ભાષાઓ બીજે ક્યાંય નહીં હોય.
    કર્તા, વિશેષણ , ક્રિયાપદ બધામાં સેકસનું ધ્યાન રાખવું પડે – નિર્જીવ કર્તા હોય તો પણ !
    દા.ત.
    મોટી ખુરશી ખૂણામાં પડેલી હતી.

    ડામચિયા પર લાંબો ચોરસો વાળેલો મુક્યો.

    નાનું ટેબલ ગબડી ગયું .
    પ ભૈ માટે સરસ ટોપિક ગોતી કાઢ્યો ને? !

  2. અંગ્રેજીમાં અંકલ શબ્દ એવો છે જે ઘણી વાર સંબંધ શું છે એ ગુજરાતીમાં સમજવામાં ગોટાળો કરે છે. કાકા, મામા અને ફુઆ અને પિતાના મિત્ર એ દરેક માટે અંગ્રેજી શબ્દ અંકલ નો ઉપયોગ કરવામાં આવે છે. એવું જ આન્ટી શબ્દનું છે.

  3. pragnaju

    શબ્દ અંગે સ રસ ધ્યાન દોરવા બદલ ગ્જન્યવાદ
    આજે ધે પર ચિંતન છે
    હલકટ શબ્દ સ્કોલોંગ (Schlong) ડોનાલ્ડ ટ્રમ્પે ચર્ચાને ચકડોળે ચઢાવ્યો. ત્યારે અહીં બધા હસતા હતા પણ મને અર્થ ખબર ન હતી !

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.