ભક્ત કવિ નરસિંહ મહેતા ચરિત્ર /સ્વામી સચ્ચિદાનંદજી

 ભક્ત કવિ નરસિંહ મહેતા ચરિત્ર – દંતાલી આશ્રમ – પ્રીષ્ટ ભૂમિ – નરસિંહ મહેતા શ્રીમદ વલ્લભાચાર્ય પહેલાં થયા. નરસિંહ મહેતા સગુણ સાકારનું પ્રતિનિધિત્વ કરે છે. એની ભૂમિકામાં મસ્તિષ્કની પ્રધાનતા નહિ પણ હૃદયની પ્રધાનતા છે. જ્ઞાન પ્રધાન ભક્તિમાં નકાર ઘણા અને હૃદય પ્રધાન ભક્તિમાં હકાર ઘણા તે વિશે સાંભળો. જ્ઞાનમાં શુષ્કતા આવે, હૃદયની વાતમાં લુખ્ખાપણું  ન હોય. સગુણ સાકાર ભક્તિ ભાગવત પરંપરાની છે અને એ ભાગવત પરંપરામાં જે વૈષ્ણવો થયા તેમાં નરસિંહ મહેતા ૧૫મિ શતાબ્દીમાં થયા. પાંચજ વર્ષની નાની ઉંમરમાં માં-બાપ દેવ થયા અને મોટાભાઈ તથા ભાભીને આધીન થઇ ઉછરવાનું થયું. નરસિંહ ત્યારે આ પાંચ વર્ષની ઉંમરે ગુંગા હતા, ભાભીને નરસિંહ જરાયે ગમે નહિ. @6.02min. મંદિરમાં ગયા, કોઈ મહાત્મા આવેલા. મહારાજે માથા ઉપર હાથ મુકાવી “રાધેશ્યામ” બોલાવ્યું. નરસિંહ બોલતો થયો, એટલે એને ૯ વર્ષની ઉંમરે માણેક જોડે પરણાવી દીધા. હવે તો નરસિંહ અને માણેક બંને ભાભીને ભારરૂપ થયા. ભાભીના મહેણાથી ગૃહત્યાગ કર્યો. જંગલમાં મહાદેવના મંદિરમાં ખુબ ભાવથી પૂજા કરી અને હઠ કરીને બેઠા કે દર્શન દો નહિ તો માથું પછાડીને મારી જઈશ. મહાદેવ પ્રગટ થયા અને માંગવાનું કહ્યું, ત્યારે કહ્યું કે તમને જે વહાલામાં વહાલી ચીજ હોય તે આપો. મહાદેવે વહાલામાં વહાલી રાસલીલા બતાવી. નરસિંહ મહેતાની ભક્તિ કૃષ્ણ ભક્તિમાં રૂપાંતર થઇ. @13.00min. ૧૫ વર્ષની ઉંમરે નરસિંહ અને માણેક પછાત કોમની ઓસરીએ જઈને રહ્યા. વણકરોના વાસમાં આખી રાત ભજન કર્યા અને વણકરોનો પ્રસાદ ખાધો. ન્યાતમાં બદનામ થયા. કૃષ્ણ સિવાય કોઈ બીજો રસ્તો નહિ. બે સંતાનો થયા – કુંવરબાઈ અને શામળશા. પ્રેમમાં બુદ્ધિની નહિ પણ હૃદયની પ્રધાનતા છે. ભાગવત ધર્મને પાંખો ફૂટવા લાગી અને એમાં સમર્પણ ભાવ તે નરસિંહ મહેતાનું રૂપ થયું. કમાય નહિ અને મંદિરમાં નાચે, સાધુઓના ભેગા રહે એટલે સમાજમાં એની કોઈ પ્રતિષ્ઠા નહિ. કુંવર કહે છે આ છોકરાને કન્યા કોણ આપશે?  “अनन्यास्चिन्त्यन्तो मां ये जना:….योगक्षेमं वहाम्यहम् ….(गीत ९-२२). વડનગર દિવાનના પુરોહિત મુરતિયો શોધવા આવ્યા, શામળશાએ સચોટ જવાબ આપ્યા. @21.28min. જાન જવાના સમયે શું થયું તે સાંભળો. ભગવાને શરત પ્રમાણે પ્રસંગ પૂરો પડ્યો. માણસ જ્યારે જીવતો હોય છે ત્યારે લોકો એને સમજી શકતા નથી. માણસની મહત્તા તો એના મર્યા પછી થતી હોય છે. માણેક ગુજરી ગયા. નરસિંહ મહેતાએ કહ્યું “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ” નરસિંહ મહેતાએ માણેક પાસે ક્ષમા માંગી.@24.50min. ભાગવત પરંપરાનો સૌથી મોટામાં મોટો યોગ વિરહ છે. ભક્તિ એટલે પ્રેમ. પ્રેમની પરકાષ્ટા વિયોગ છે. પ્રેમ બરાબર કોઈ પીડા નહિ અને એ પીડામાંથી જે અગ્નિ પ્રગટ થાય એનાથી સાધકના પાપ, તાપ, સંતાપ, મેલ, ગાંઠો બધું બળીને ખાક થઇ જાય. આ આખી ભાગવત ધર્મની ભૂમિકા છે, એને જો નહિ સમજવામાં આવે તો એક માર્ગ બીજા માર્ગની અને બીજો માર્ગ પહેલા માર્ગની ઠેકડી ઉડાવે, તેના ઉદાહરણો સાંભળો. સગુણ સાકાર માર્ગમાં પરમેશ્વરને શોધવાનો નથી, જવા દો,  એ પંડિતોનો, જ્ઞાનીઓનો  વિષય છે. તું જેવો હોય તેવો પણ મારે તને પામવાનો છે. એટલે શ્રીમદ વલ્લભાચાર્યે કહ્યું છે કે ઈશ્વરની પ્રાપ્તિ સાધનોથી નહિ પણ કૃપાથી થતી હોય છે. @31.15min. જરા તુલના કરજો, બુદ્ધે કહ્યું કશુંજ પ્રાપ્ત કરવાનું નથી, માત્ર આઠ પ્રકારના નિયમો પાડી જીવન જીવો તો તમને શાંતિ પ્રાપ્ત થશે. નરસિંહ મહેતાએ એજ સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રેમ લક્ષણા ભક્તિ શરુ કરી દીધી. નરસિંહ મહેતાની ભક્તિમાં કૃષ્ણના વિરહના પદો તથા ગોપીઓના ગીતો છે. ‘વા વાયાને વાદળ ઉમટ્યા” ભજન વિશે. @35.57min. સંસારમાં ઘણા સંબંધો છે. એમાં પતિ પત્નીનો પણ સંબંધ છે. જીન્દગીમાં સાથે ચાલ્યા પણ બંનેનું મૃત્યુ સાથેજ આવે એવું લખી આપ્યું છે? બેય જુદા પડે અને એ પહેલાં વૈરાગ્યની ભૂમિકા તૈયાર થઇ હોય તો મરનાર અને મૃત્યુને જોનાર બંનેને તૃપ્તિ હોય. નરસિહ મહેતા વિધુર થયા અને થોડાજ સમય પછી પુત્રવધુ પણ વિધવા થઇ, એનામાં પણ કવિત્વ શક્તિ હતી અને એણે પણ કેટલાંયે ભજન નરસિંહના નામે કર્યા. નરસિંહ મહેતાના ભજનમાં ત્રણ મોટા આંતરાઓ છે. પ્રેમ-લક્ષણા વાળા, નીતિ-નિયમ વાળા અને શુદ્ધ વેદાંતના ભજનો છે. @40.00min. ઘણા પ્રસંગોમાના એક-બે પ્રસંગો વિશે. વેવાઈ મળ્યા, હંમેશા એમની મશ્કરી કરે. વેવાઈ કહે છે કોઈવાર ભગવાન મળે તો બતાવજો, એકલાને એકલા મોક્ષે ન જતા. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાને ૫૬ વાર દર્શન આપ્યા. વેવાય સાથે દ્વારિકા જઈ રહ્યા છે અને ભગવાને ત્યાં પ્રત્યક્ષ ગોવાળિયાના સ્વરૂપમાં દર્શન આપ્યા પણ વેવાઈને ખબર પડી નહિ. @46.51min. જૂનાગઢમાં રા’ માંડ્લીકનું રાજ ચાલે. નાગરોએ ફરિયાદ કરી અને નરસિંહને જેલમાં પૂરી દીધો પછી આગળ શું થયું તે સાંભળો. 

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s