સંત શિરોમણી ભક્ત કબીર ચરિત્ર / સ્વામી સચ્ચિદાનંદજી

https://i0.wp.com/45.media.tumblr.com/69e11f5622a5eb312c9d30c0253091d9/tumblr_nrmmi4eNJ31saq3w2o1_500.gif
– સંત શિરોમણી ભક્ત કબીર ચરિત્ર – દંતાલી આશ્રમ – કબીરનું ચરિત્ર અત્યંત નિર્મળ અને મહાન છે. કાશીમાં હજારી પ્રસાદ ત્રિવેદી બહુ મોટા વિદ્વાન થયા, એમણે લખ્યું છે કે કબીર જેવી વિભૂતિ આજ સુધી મેં જોઈ નથી. કબીરના જીવનમાંયે કેટલી વેદના છે. વિધવા બ્રાહ્મણ સ્ત્રીને થયેલું બાળકને તરતજ ત્યજી દેવામાં આવ્યું. કુદરતી વ્યવસ્થા પ્રમાણે જુઓ કે તમારી વ્યવસ્થા અને કુદરતી વ્યવસ્થામાં વિરોધ થાય તો કોણ જીતશે? @4.43min. જ્યારે ૮-૧૦ વર્ષની વિધવા બાળકી ૧૫-૧૭-૨૦ વર્ષની થાય અને જ્યારે ૨૨ વર્ષની ઉંમરે પગ મુકે ત્યારે જે કુદરતી આવેગ આવે અને એ આવેગની સામે એ ટકી ન શકે અને કોઈવાર એનો પગ કોઈ જગ્યાએ પડી જાય તો પરિણામ કોને ભોગવવાનું? આવી સ્થિતિમાં જે પાપ થયું તેમાં સમાજ રચનાનું કારણ ખરું કે નહિ? સ્ત્રીઓ માટેના નિયમો પુરુષોએ બનાવ્યા અને તેથી એ નિયમોમાં વ્યહવારિકતા નથી. ઉ.પ્ર. અને બિહારમાં જો કોઈ વિધવા થયેલી બહેન કે દીકરી હોય અને એની જો આવી સ્થિતિ થઇ ગયેલી હોય તો બહુ દૂર મેળામાં લઇ જાય અને ત્યાંથી છુટા પડી જાય અને એકલીને ભટકતી મૂકી દે. હવે આ સ્ત્રીને કંઈ આધાર ખરો? અંતે કોઈ વેશ્યાવાડાવાળો માણસ મળી જાય અને એ કામમાં ધકેલાય જાય. માં-બાપનો પણ દોષ નથી કારણકે સમાજ એને સ્વીકારવા તૈયાર નથી. @10.56min. પશ્ચિમના લોકોની આપણે આલોચના કરીએ અને કહીએ કે અમારી સંસ્કૃતિ મહાન તો તમે તમારી સંસ્કૃતિની બીજી બાજુ કેમ જોતા નથી, કે અહી વિધવાઓ આખી જીન્દગી સુધી રીબાઇ રીબાઇને જીવતી હોય છે. સિકંદર લોદીનું રાજ ચાલે, આ સગર્ભા સ્ત્રીને એવું થયા કરે કે મારા અંદર કોઈ અદભૂત દિવ્ય આત્મા આવેલો છે. અને એનું મારે રક્ષણ કરવું છે. કાશીમાં લહેરતારા તળાવમાં પ્રસુતિ થઇ અને બાળકને તરતજ ત્યજી દીધું. @14.50min. બાળક તળાવને કિનારે પડેલું, બરાબર એજ સમયે એક મુસ્લિમ ઝુલાહા દંપતી પસાર થઇ રહ્યું છે, એમને સંતાન ન હતું, એમની નજર આ નવા જન્મેલા બાળક પર પડી અને પુરુષ નીરુ કહે છે, આપણે નથી લેવું પણ એની સ્ત્રી નીમાના આગ્રહથી બાળક લઇ લીધું. મુસ્લિમ બાળકો સાથે બાળક મોટું થવા લાગ્યું. બીજા બાળકો અલ્લાહનું નામ બોલે તો આ બાળક રામ બોલે. તિલક કરે, કોટમાં માળા રાખે, કોણે એને સંસ્કાર આપ્યા? માં-બાપના સંસ્કાર પડ્યા. @22.48min. કેટલીયે કોશિશ પછી પણ બાળક બદલાયો નહિ. માં-બાપ હાર્યા. આ સમયે કાશીમાં રામાનંદ સ્વામીનું ખુબ મોટું નામ,એમને કબીરે કેવી રીતે ગુરુ બનાવ્યા તે સાંભળો. કબીરના લગ્ન થયા એની પત્નીનું નામ છે લોઈ. લોઈને બે સંતાનો થયા. દીકરાનું નામ કમાલ અને દીકરીનું નામ કમાલી. @27.30min. વિરોધી તો રહેવાનાજ. કબીરે જે ભજનો રચ્યા તે બધા શાળ ચલાવતાં. જે રચે એ યાદ રહી જાય. “मसी कागळ छुओ नहीं, कलम गयो नहीं हाथ” પાછળ એક ધર્મદાસ સ્વામી થયા, બીજા સ્વામી થયા એમણે આખા બીજકનું સંપાદન કરી ગ્રંથ બનાવ્યો. એક માણસે એક દિવસ આવીને કહ્યું કે તમે ઘરમાં આટલું મોટું કામ-ધંધો કરો છો તો પણ ભગવાનનું ભજન કેવી રીતે કરો છો? સંસારમાં રહીને તમે આટલી મોટી ભૂમિકા પર કેવી રીતે પહોંચી શક્યા છો? જવાબ સાંભળી લેવો. @33.19min. કમાલ અને કમાલીને એણે ઉપદેશ આપ્યો, “कहे कबीर कमालकु, दो बांता शीख ले. कर साहबकी बंदगी और भुखेको कछु दे” આ સંત માર્ગ છે. સંત માર્ગમાં કોઈ કર્મકાંડ નથી ભગવાનનું ભજન કર અને દુઃખીઓને મદદ કર. કબીરની મહત્તા વધવા લાગી. હિંદુઓ અને મુસલમાનો બંને કેમ દુશ્મન થયા તે સાંભળી લેવું. @35.25min. “मोको कहाँ ढूंढेरे बन्दे, मैं तो तेरे पास हूँ” કબીરનો ભગવાન હૃદયમાં રહેલો છે. @36.17min.  “कामी क्रोधी लालची, इनसे भक्ति न होय. भक्ति करे को शुरवा,जो जात वरण कुल खोई” કબીરની મહિમા  દિલ્હીમાં સિકંદર લોદી સુધી પહોંચી. સિકંદર લોદીને આખા શરીરમાં બળતરા ઉપડી અને કોઈના કહેવા પ્રમાણે કબીરને દિલ્હી બોલાવ્યા અને બળતરા મટી ગઈ. બાદશાહના કાન ભંભેરવામાં આવ્યા અને કબીરની સામે ગાંડો હાથી છોડવામાં આવ્યો. કબીરે કહ્યું તું મારો સાંઈ. અને હાથીનું મગજ ફરી ગયું. હાથી ઢીંચડીએ પડી, સૂંઢથી કબીરને પીઠ ઉપર બેસાડી, નાચતો નાચતો બાદશાહ આગળ આવીને ઊભો રહી ગયો. બાદશાહે મુલ્લાઓને કહ્યું, તમે આની પાછળ ન પાડો, તમે આની સ્થિતિ સમજી શકતા નથી, આ સૂફી છે. કબીર પાછા કાશી આવ્યા અને પંડિતો બધા વિરુદ્ધ થઇ ગયેલા. કબીરને મારવા મારા મોકલ્યા પણ જેવી કબીરની વાણી સાંભળી, એમના વિચારો બદલાઈ ગયા. પછી એક સ્ત્રીને શીખવાડી મોકલાવી, શું થયું તે સાંભળી લેવું. @42.01min. બૌદ્ધ ધર્મમાં ઘણી સારી વાતો હતી પણ એમાં જગતનો કર્તા ન હતો, એટલે આ નાસ્તિકતાને દૂર કરવા કબીરે વારંવાર કહ્યું કે એકજ ઈશ્વર છે એના સિવાય બીજું કશું નથી અને એ તમારા હૃદયમાં છે. “चार वेद पढवो करे, हरिसो नाहीं हेत. माल कबीरा ले गया, पंडित ढूंढे खेत” આનું પરિણામ એ આવ્યું કે કબીર સંપ્રદાયે પછાત વસ્તીને સ્વીકારી હિંદુ બનાવી રાખી ઘણો ઉપકાર કર્યો. કબીરની વાણી અમર વાણી  @45.25min. કોઈપણ સંતના ચરિત્રને પૂરેપૂરો ન્યાય આપવો હોય તો તે સમયની પ્રીષ્ટભૂમિ જાણવી જરૂરી છે. બુદ્ધના સમયમાં હિંસાના રીએક્શન રૂપે અહિંસાનો નાદ જગાડવો એ એમના માટેનું કાર્યક્ષેત્ર હતું. કબીરના સમયમાં એટલેકે ૧૫મી શતાબ્દીમાં મુસ્લિમ શાસન આખા દેશમાં સ્થાપિત થઇ ચુક્યું હતું. એની એક મોટી અસર મંદિરો તૂટવાની હતી. જેને તમે હાજર હજૂર દેવ માનતા હોવ એવા મંદિરને, મૂર્તિને કોઈ રમતમાં આવીને ટૂકડે-ટૂકડા કરી નાંખે અને તોડનારને કશું આંચ ન આવે એટલે તમારી જે શ્રદ્ધા, આસ્થા છે એણે બહુ મોટો ધક્કો લાગે.

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “સંત શિરોમણી ભક્ત કબીર ચરિત્ર / સ્વામી સચ્ચિદાનંદજી

  1. માનીતા સંતનું ચરિત્ર માનીતા સંતની કલમે માણવાની મજો આવી ગઈ.
    કબીર જો આખા દેશમાં લોકપ્રિય થયા હોત તો કદાચ.
    ભારત દેશ અખંડ રહ્યો હોત. એ પણ ‘પાક’ બની ગયો હોત !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s