ફૂડીપણું એ કાંઇ ખાવાના ખેલ નથી…/ પરેશ પ્ર વ્યાસ

00

શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?

નાથ મારાનાં નેણાં નીરખી,

હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – દાસી જીવણ

આમ જુઓ તો પ્રેમનાં ભોજન અને ભોજનનાં પ્રેમ વચ્ચે કોઇ ભેદ નથી. ભક્તિ અને રક્તિ એક જ હોઇ શકે. 1984માં બે પત્રકારો એન બાર અને પૌલ લેવીએ ‘ધ ઓફિસિયલ ફૂડી હેન્ડબૂક’ પ્રકાશિત કરી એનાં આમુખમાં ફૂડી(FOODIE)ની વ્યાખ્યા આપતા લખ્યું કે ફૂડી એટલે ખાવાનામાં ખૂબ ખૂબ ખૂબ રસ દાખવનાર. ‘ઇન્ડિપેન્ડટ’ અખબારમાં રોબર્ટો ફ્રેડમેન લખે છે કે આજે કોઇને ફૂડી કહેવું એનાં અપમાન કરવા જેવું છે. પણ શબ્દ જ્યારે

સર્જાયો ત્યારે એવું નહોતું. શું સારું સારું ખાવું એ ગુનાહિત પ્રવૃત્તિ છે? જરા ય નહીં. હા, સારુંસરખું ખાવું એ બિનજામીનપાત્ર ગંભીર ગુનો છે ! પણ સારું ખાવું, મજેદાર ખાવું, આંગળા ચાટતા ચાટતા ખાવું, સિસકારા બોલાવતા બોલાવતા ખાવું એ ગુનો ન જ હોઇ શકે. ખાવા માટે જીવવું એ ય પ્રેમ લક્ષણા ભક્તિ જ છે. સવાલ માત્ર ક્વૉંન્ટિટીનો છે. થોડા જથામાં જીભનાં ચટાકા પરમ સુખદાયી છે.આજકાલ ફૂડ વિષે બધા બધુ જાણે છે. દુનિયાભરની રી-સર્ચને ટાંકીને અખબારો નિતનવા અહેવાલ પ્રસિદ્ધ કરતા રહે છે. ઘણીવાર આવા અહેવાલો તદ્દન વિરોધાર્થી વાતો કરતા જોવા મળે છે. કોઇ કહે છે કે ગ્રીન ટી એન્ટિ-ઓક્સિડન્ટ છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનાં સંપર્કમાં આવ્યેથી ફૂડ પ્રોડક્ટસ બગડવાની પ્રક્રિયા. સફરજન કાપીને રાખો તો કેમ કાળું પડી જાય છે? એન્ટિ-ઓક્સિડન્ટ એટલે શરીરનાં કોષનાં બગાડાને અટકાવે તે. ગ્રીન ટી એટલે સારી ગણાય. ત્યાં સમાચાર આવ્યા કે યુકેની એક ષોડસી કન્યા રોજ ગ્રીન ટી પીતી’તી એટલે એનાં પિત્તાશયમાં સોજો આવી ગયો. ગ્રીન ટીનું વધારે પડતું સેવન એને માટે કમળાનું અને પાંડુરોગનું કારણ બની ગઇ. લો બોલો ! કોઇ કહે છે કે ઘી ખાવું હૃદય માટે સારું નથી. કોઇ કહે કે ના, ખાઇ શકાય; બલકે ખાવું જ જોઇએ. કોઇ કહે કે આપણું તલનું તેલ અને શીંગતેલ લાભકારી છે. વિદેશી ઓલિવ ઓઇલ સાવ નકામું છે. કોઇ કહે તેલ બદલતા રહેવું જોઇએ. કોઇ કહે કે તેલ સાવ બંધ કરી દો. કોઇ કહે કે કાચુ ઇ હાચુ. કોઇ કહે પકવો નહીં તો પચે નહીં. ટોળે વળીને ટોળટપ્પા કરીએ ત્યારે ફૂડ એ ફેવરિટ વિષય છે. અને ડાયેટિંગ પણ. ડાઇ ઇટિંગ…!

કોઇની સલાહ લેવાની જરૂર નથી. કોઇ આઉટસોર્સિંસ કરવાની જરૂરિયાત નથી. ક્રાઉડસોર્સિંગ તો બિલકુલ નહીં. કોમન સેન્સ, યુ સી ! પોતાનાં મનની જ માનો. તમારે સાજા નરવા રહેવું જરૂરી છે. એ વિષે શું કરવું એ તમે જ જાણો છો. પ્રેરણાદાયી માર્ગદર્શન દેનારા લેખક વક્તા રોબિન શર્માને ટાંકીને કહું તો 21 દિવસનો નિયમ બદલાવ લાવવામાં મદદ કરે છે. ઓછું ખાવાનું તય કરો અને 21 દિવસ એમ કર્યે જાઓ તો પછી એ તમારી આદત  બની જાય. બાકીની વાત સાવ સિમ્પલ છે. બહાર ક્વચિત જ ખાવાનું.આજકાલ લગ્નમાં ચાંલ્લા ફૂલનો અસ્વીકાર કરવાનો રિવાજ છે. આપણે પણ લગ્નમાં ખાવાનો અસ્વીકાર ન કરી શકીએ?

ઘરમાં પણ જાતે બનાવીને ખાવાનું. અવનવી વાનગીઓ બનાવવાની જરૂર પણ તૈલી પદાર્થોને કંજુસાઇ અથવા મખ્ખીચૂસાઇથી વાપરવા. ખાવાનું પ્રમાણ ભાન જાળવવું. વળી પોતાનાં આવા સિમ્પલ ફૂડીપણાનો ઢંઢેરો પીટતા રહેવું જરૂરી છે. બધાને કહેતા રહો તો બધા જાણે કે આ ભાઇ તો સાવ સાદું ઘરે પકાવેલું જાતે બનાવેલું જ ખાય છે એટલે કોઇ તમને આગ્રહ પણ ન કરે. પછી તમારે ખાવું હોય તો પણ ન ખાઇ શકાય. તંદુરસ્ત રહો એટલે બધુ બરાબર થઇ જાય. કોઇનો સહારો લેવો ન પડે. અને હા, એવું કરો કે જે કાયમી ધોરણે જાળવી શકો. વધારે પડતું ખાવું એ તમારો પોતાનો નિર્ણય છે. આજકાલ ખાવા માટે કોઇ તાણ કરતુ નથી કે મોઢામાં કોળિયો ઠુંસતું નથી. સેલ્ફ સર્વિસનો જમાનો છે. માંગ્યા વિના હવે તો સેલ્ફ સર્વિસ ય ના પીરસે !

0000 000

3 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

3 responses to “ફૂડીપણું એ કાંઇ ખાવાના ખેલ નથી…/ પરેશ પ્ર વ્યાસ

  1. સરસ લેખ. આભાર સહિત રીબ્લોગ કરું છું.

  2. ‘ફૂડી’નું ગુજરાતી ખાઉધરો/ ખાઉધરી?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.