આજના કાવ્ય દિને… a sharper tongue

00

 ભાષાની લાવણ્યતા અને સૌંદર્યને કાવ્ય દ્વારા જ પારખી શકાય. એક ફિલસૂફે સાચું જ કહ્યું છે કે માણસ જયારે બોલતા શીખ્યો એની વાણી કાવ્યરૂપે જ હતી….તો “કાવ્ય” એટલે શું?…કાવ્ય એ હૃદયની ભાષા છે..તો ચાલો આજના  દિને મારી રચના  તમારી સેવા માં…
કાવ્ય
ગીત ગઝલ કે ભજન લખ
વાત તો કાંઈ મઝાની લખ
રોજ હથેળી પર એની
મહેંદી વાળી ગઝલ લખ
કાંટા વિષે લખ ચાહે જેટલું
કોઈક વાર ફૂલ માટે લખ
લખ તું અમાસ પણ
પરંતું દિપાવલી લખ
કોઇક હોંઠો પર સ્મિત લખ
અસલી કે પછી નકલી લખ
મૌસમ અજબ મસ્તાની છે
કોઈ ગઝલ નીરાલી લખ
આખો બગીચો ખીલશે
પાનપાન પર ખુશી લખ
તારી કાલની ફિકર ફાંક
આજની ગૌરવકથા લખ

‘જુ દુનિયાથી અલગ લખ
અલગ તારી વાત,તે લખ
                                   લખવાનો આથાગ પ્રયત્ન કરવા છતાં નિર્મળ સ્મિત ના પ્રભાવ અંગે શબ્દો જડતા નથી બધા જ શબ્દો મલીન લાગે છે.કોઈ આ લખ લખની સમસ્યાનું સમાધાન કરશે?            અને ભાષાંતરનો પ્રયાસ…

π છે એક અત્યંત ગૂઢ આંક.
એક અનંત આંક, જેનો ગણિતના કોઈ પણ સમીકરણથી કદી પમાય નહીં પાર.
જો કે એનાં અંકોની મેળવી શકાઈ નથી કોઈ ચોક્કસ ગોઠવણી,
પરંતુ સમયની સાથે સાબિત પણ થયું નથી એવું કદી
કે એનાં અનંત અંકોની છે જ નહીં કોઈ ગોઠવણી.
π, આપણી વાસ્તિવકતાની પેલે પાર.
π, નાશવંત મનુષ્ય પણ પામી શકે ન કોઈ એનો પાર.
વર્તુળો તો રહેવાના સદા
આકારમાં અને ગ્રહોનાં ભ્રમણની કક્ષામાં,
અને તરંગોના રસ્તામાં.
અને જ્યાં જ્યાં વર્તુળ હશે, ત્યાં ત્યાં હશે π…
પરોક્ષ રીતે સમાયેલું એમાં જ.
π છે રહસ્યમય.
તેને પામવાના સઘળા પ્રયત્નોને કરે છે એ નિષ્ફળ.
તેનાં અંકોની હારમાળા એટલે જાણે છેડા વગરનો એક એવો અનંત સાપ,
જેને ગમે એટલું ખેંચતા રહો તોય એની પૂંછ સુધી તો પહોંચી જ ન શકો.
π છે પરિપૂર્ણ.
એનાં અંકોની ગોઠવણી લાગે તો છે અવ્યવસ્થીત, પણ છતાંયે છે એકદમ વ્યવસ્થીત.
વર્તુળ ભલે ને હોય મોટું અખિલ બ્રહ્માંડ જેવડું
કે પછી હોય એ નાની ગોટી જેવડું,
એની હદમાં સમાયેલો તેનો વ્યાસ તો થાય છે હંમેશા π જેટલો જ.
π નું અસ્તિસ્વ જણાય છે દરેક તરંગમાં અને રંગમાં,
એટલે જ દરેક ધવનિ π ની અભિવ્યક્તિ છે.
π નું અસ્તિસ્વ જણાય છે દરેક વર્તુળમાં, ચંદ્રમાં અને સૂર્યમાં,
એટલે જ બધા ગ્રહો અને તારાઓ π ની અભિવ્યક્તિ છે.
અણુએ અણુમાં એનું અસ્તિત્વ હોવાથી
બધા જ પદાર્થોની અનુભૂતીમાં વ્યાપ્ત છે π .
π છે એક અમર્યાદિત લાવણ્ય…
…અને કવિલોકમા આ રચના છપાઇ હતી
કવિલોક ગુજરાતી કવિતાનો રસથાળ
# On March 13, 2008 at 12:40 pm pragnaju said:

આવતી કાલે પાઈ(π) ડે છે.
માર્ચ ૧૪ -૧.૫ એ—(૩.૧૪–૧.૫)
આ નાના અછાંદસથી તેને અંજલી આપશો તેવી વીનંતી.
હું તમને ૩ આપું
અને ૧,૪,૧,૫
તો તમને પ્રેરણા મળે
મહાન આંકડાને જાણવાની

જો પાઈને ફ્ક્ત ૩ સુધી રાખીએ
તો સમસ્ત વર્તુલો થશે ષટકોણ
તો સમજો પાઈને
અને ભણો ટ્રીગો!

ઓહ નબર પાઈ
તું તારી વાત તો સનજાવ.
તું ૩ પછી બીન્દુ અને એક અને ચાર
અને સમય હોયતો બાદ અગણીત

ઓહ નબર પાઈ
અને વર્તુલની લંબાઈ અપાર
તું મધુર મધુર આંકડો
તારો ઉપયોગ પણ મહાન

જો ૨.પાઈ ત્રીજ્યા અને તું અને ત્રીજ્યાને સ્ક્વેર કરે
અને અર્ધુ વર્તુલ અને તું હાજર!
આજે અમે પાઇ વાનગી જરુર આરોગીએ

ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ

The word ‘comeback’ when referring to a well worded response to an insult, is relatively new, and yet the art of the comeback has been practiced many times over history, perfected by people of razor sharp intellect and a sharper tongue still, Here are some of my all time favorites!

1 ટીકા

Filed under Uncategorized

One response to “આજના કાવ્ય દિને… a sharper tongue

  1. વિશ્વ કવિતા દિવસે, આપની બનાવેલી,
    કાવ્ય પ્રસાદી, આરોગી, માણી, પ્રમાણી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s