બ્રાન્ડેડ વસ્ત્રો , બ્રાન્ડેડ નેશનાલિઝમ/ પરેશ પ્ર વ્યાસ

0000000

કબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા

સતત વણાય નહીં કંઈ મજા ન આવે તો        

  -ભરત વિંઝુડા

હવે બધુ બ્રાન્ડેડ છે. મશીનમાં વણાય, મશીનમાં વેંતરાય, મશીનમાં સીવાય, મશીનમાં જ ગાંસડી બંધાય. ક્યાં બને? અને ક્યાં ખપે?- કાંઇ નક્કી નહીં. જો કે ‘થ્રી ઇડિયટ્સ’માં થયેલી મશીનની સીધીસાદી વ્યાખ્યાને માનીએ તો તકલી, ચરખો કે સીવવાનો સંચો પણ મશીન જ કહેવાય.  એવી કોઇ પણ વસ્તુ છે માનવ શ્રમને ઘટાડે કે સમય બચાવે એ મશીન. પણ હું અહીં કારખાનાનાં તોતિંગ મશીનની વાત કરું છું. અહીં સતત વણાય છે પણ એ કબીરી મજા ફેક્ટરીનાં વણકરને આવતી નથી. મશીન મશીનમાં ય ફેર હોય છે. હેં ને? એ અલગ છે કે બ્રાન્ડેડ વસ્ત્રો પહેરનારને મજા આવે છે. ડીઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશનનું વૈવિધ્ય છે. પસંદગીને અવકાશ છે. લખલૂટ(પુષ્કળ) વસ્ત્રો. લખલૂંટ(બેશુમાર) ખર્ચાનો ય અવકાશ. સરકારે બજેટમાં હજાર રૂપિયાનાં બ્રાન્ડેડ વસ્ત્રો પરની એક્સાઇઝ ડ્યુટી 2% વધારી દીધી છે. સરકાર હવે એમ પણ કહે છે કે શુક્રવારે ખાદી પહેરશે સરકારી કર્મચારીઓ. આપણાં કારીગરોને રોજીરોટી દેવાનો વિચાર ફરીથી રજૂ થાય છે. સ્વદેશીની વિચારધારા લઇને મહાત્મા ગાંધીનું નેશનાલિઝમ હવે બ્રાન્ડ સ્વરૂપે ફરીથી હાજર થાય છે. જગજીતસિંઘે ગાયેલી સઇદ રાહીની ગઝલનો શે’ર યાદ કરીને કોંગ્રેસને થતું હશે કે મેરી દાસ્તાં કો જરા સા બદલકે, મુઝે હી સુનાયા સવેરે સવેરે..! 

વસ્ત્રો સ્વદેશી? કે વિદેશી?-ની વાત આજકાલ જગતકાઝી ગણાતા અમેરિકામાં ચર્ચાય છે. ત્યાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એમાં હાલ આગળ ચાલતા રીપબ્લિકન ઉમેદવારીપદ વાછુંક  ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી મતદારોને રીઝવવા આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મુકવાની વાત કરે છે. અમેરિકાનું કોઇ કામ બહાર નહીં દેવાનાં વચન આપે છે. ચીન, ભારત અને મેક્સિકો એમનાં હિટલિસ્ટમાં છે. ટ્રમ્પ ધનાઢ્ય બિઝનેસમેન છે. એ એવું કરી શકે. પણ ગત નવેમ્બરમાં એમની દીકરી ઇવાન્કાનાં નામે સ્થાપિત બ્રાન્ડ ‘ઇવાન્કા ક્લોધિંગ લાઇન’ દ્વારા 107651 બ્લાઉઝ શાંઘાઇથી ખરીદાયા હતા. અમેરિકન બેકારોને કામ મળે તેવી જાહેરાત કરતા ટ્રમ્પ પોતાની બ્રાન્ડ માટેનાં વસ્ત્રો તૈયાર કરવાનું કામ ચીનમાં આઉટસોર્સ કરે છે. અમેરિકા ય સ્વદેશીની વાતો કરે છે પણ એનું અમલીકરણ અઘરું જણાય છે. ઉકેલ આપણી પાસે છે. પસંદગી આપણી પાસે છે. પરંપરાગત વસ્ત્રો એથ્નિકવેર નામે બ્રાન્ડેડ થઇને આપણી સામે રજૂ થાય છે. મને લાગે છે કે દરેક વસ્ત્ર ક્યાં બન્યુ, કોણે બનાવ્યું, એની વાત આપણે જાણવી જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી આપણે સ્વદેશી અપનાવીએ. આપણાં કારીગરોને કામ મળે એ જોવાની જવાબદારી માત્ર સરકારની જ નથી. આપણી પણ છે. અને એમ કરીને આપણે બીજા પર ઉપકાર નથી કરી રહ્યા. ફાયદો આપણો જ છે. એક તો આપણે આપણાં જ દેશબાંધવોને મદદ કર્યાનો  સંતોષ મળે છે. અને બીજું કે દેશમાં દરેકને કામ મળે એ આપણા પોતાનાં ફાયદામાં છે. બેકારી હોય તો શું થાય? ચોરી લૂંટફાટ વગેરે વધે. કાં જીવ દઇ દેય, કાં જીવ લઇ લેય. પોલિસ કાંઇ કરતી નથી, કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે- એવા નિવેદનોની ભરમાર થતી રહે છે. પોલિસગીરીની પદ્ધતિઓથી આપણે વાકેફ છીએ. ચાલો, આપણે માણસગીરી કરીએ. વસ્ત્રોમાં સાવ સાદાઇ સારી પણ એ રાખવી જરૂરી નથી. લઘરવઘરતા, રૂખડતા ય સારી નથી. નિતનવા ફેશનેબલ વસ્ત્રો પરિધાન ન જ કરવા એવી કોઇ વાત અહીં નથી. ભડકીલા, રંગીલા વસ્ત્રોથી પરહેજી પાળવાનાં કોઇ ફતવા અહીં નથી. પણ સૌમ્ય રંગનાં સ્વદેશી વસ્ત્રો સારા લાગે એવું આપને નથી લાગતું? વંચિત કુકમાવાલાનો શે’ર છે કે  વસ્ત્ર પાદર પર ઉતારી નાખવાં તો ઠીક છે, ઘર, ગલી ને ગામ તરછોડી શકે, તો ચાલ તું ! આપણે ત્યાગી નથી. ભોગી છીએ. આપણે બુદ્ધ ભલે નથી પણ પ્રબુદ્ધ તો છીએ જ.  મશીનલૂમ કરતા હેન્ડલૂમ વસ્ત્રોની આગવી પ્રતિભા છે. કલાકારો એવા વસ્ત્રો પરિધાન કરે છે. અને પ્રબુદ્ધ પણ. એક નૂર આદમી, હજાર નૂર કપડા- ભલે હો, પણ આપણું નેશનાલિઝમ કરોડ નૂર છે..00000000

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “બ્રાન્ડેડ વસ્ત્રો , બ્રાન્ડેડ નેશનાલિઝમ/ પરેશ પ્ર વ્યાસ

 1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
  વસ્ત્રો સ્વદેશી? કે વિદેશી?-ની વાત આજકાલ જગતકાઝી ગણાતા અમેરિકામાં ચર્ચાય છે. ત્યાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. એમાં હાલ આગળ ચાલતા રીપબ્લિકન ઉમેદવારીપદ વાછુંક ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી મતદારોને રીઝવવા આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મુકવાની વાત કરે છે. અમેરિકાનું કોઇ કામ બહાર નહીં દેવાનાં વચન આપે છે. ચીન, ભારત અને મેક્સિકો એમનાં હિટલિસ્ટમાં છે. ટ્રમ્પ ધનાઢ્ય બિઝનેસમેન છે. એ એવું કરી શકે.

 2. માનનીય પ્રજ્ઞાબેન, સરસ લેખ આભાર સહિત રીબ્લોગ કર્યો છે.

 3. પણ સૌમ્ય રંગનાં સ્વદેશી વસ્ત્રો સારા લાગે એવું આપને નથી લાગતું?
  ——–
  ખયાલ અપના અપના, પસંદ અપની અપની !!

 4. આપણે ત્યાં કચ્છી ભરત કામ કરેલાં કલાત્મક ડીઝાઈનનાં વસ્ત્રો નવરાત્રી પર ધૂમ વપરાય છે અને વિદેશોમાં પણ વખણાય છે.

  નરેન્દ્ર મોદી એ શરુ કરેલ મેઇક ઇન ઇન્ડિયા અભિયાન સફળ થાય એમ ઈચ્છીએ .

  ડોનાલ્ડ ટ્રમ્પ ની વાંતો હાથીના દાંત જેવી છે- બતાવવાના અને ચાવવાના દાંત જુદા છે.

  રીપબ્લીકનો એને કેમ આટલા બધા મત આપે છે એ એક કોયડો છે. !

 5. pragnaju

  કચ્છી ભરત કામ કરેલાં કલાત્મક ડીઝાઈનનાં વસ્ત્રો …સુંદર હોય છે અને અમારી પહેલી પસંદ છે.મેઇક ઇન ઇન્ડિયા સફળ અભિયાન સફળ થાય તેવી પ્રભુ પ્રાર્થના પણ
  રાજકારણમા ગતાગમ ઓછી તેથી ડોનાલ્ડ ટ્રમ્પ ની વાતો સમજાતી નથી તેના પસંશકને પૂછતા કહેવાયું કે પરીવર્તન જરુરી છે તો જ ડ્રગ અને આતંગથી બચાશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s