કાળી ત્વચા અન-ફેર એન્ડ હોમલી?/પરેશ પ્ર વ્યાસ

000

 

शामल शामल बरन, कोमल कोमल चरण 

 तेरे मुखड़े पे चंदा, गगन का जड़ा 

 बड़े मन से विधाता ने तुझ को घड़ा  

 -भरत व्यास (चित्रपट : नवरंग)

કવિ નવરંગ પત્નીનાં શ્યામલ વર્ણની પ્રશસ્તિ ભલે કરે પણ કાળી ત્વચા કોઇને ગમતી નથી. એક શ્રીકૃષ્ણ અને બીજા રજનીકાંત સિવાય અન્ય કોઇ વ્યક્તિની કાળા રંગની ત્વચાની તારીફ થતી  નથી. બધાને ગોરા થાવું છે. બ્યૂટી પાર્લરનો ધંધો એટલે તો ફૂલ્યોફાલ્યો છે. આપણે માનીએ છીએ કે કાળો રંગ ખરાબ છે. શબ્દકોષમાંકાળું’ શબ્દનો અર્થ નઠારું; દુષ્ટ; અઘોર; અનીતિમય (જેમ કે, કાળું કામ, બજાર o) અથવા તો લાગણી વગરનું ઘાતકી, નિર્દય, સખત, તીવ્ર, કઠોર થાય છે. બજેટમાં દેશનાં કાળા નાણાંને સફેદ કરવાની યોજના પર વ્યંગ કરતા રાહુલ ગાંધી એને ફેર એન્ડ લવલી ઉપનામ આપે છે. અરુણ જેટલી રાહુલની ફેર એન્ડ લવલી કોમેન્ટને રંગભેદી ગણે છે. વાત સાચી છે.

કાળો રંગ એટલે ખરાબ; એવું નાનપણથી ઠસાવી દેવાયું છે. એટલે જ સુંદરતા ત્વચાનાં રંગની મોહતાજ છે. ફિલ્મી નાયક-નાયિકા ગોરા હોય છે. નાયિકાઓનાં ગોરા રંગનાં ગુમાન-નાં ગીતો અર્વાચીન દોરની નાયિકાઓએ ચાલુ રાખ્યા છે. નાયિકાઓની ડીમાન્ડ અલબત્ત બદલાતી રહે છે. શોપિંગ કરા દે, રોમેંટિક ફિલ્મ દિખા દે-ની માંગણી મુકીને કહે છે કે ચિટીયા કલાઇયાં વે, હો બેબી મેરી ચિટીયાં કલાઇયાં વે, ઓ બેબી મેરી તેરે હિસ્સે આઇવાં રે…કલાઇ એટલે કાંડું અથવા પહોંચો અને ચિટીયાં એટલે ગોરું. મારો ગોરો ગોરો પહોંચો હવે તારા ભાગમાં આવ્યો છે. લો બોલો ! આ તો પહોંચો દઇને આંગળી પકડવાની વાત છે !  પણ પહોંચો જો કાળો હોત તો? તો પછી શોપિંગ, રોમેંટિક ફિલ્મની વાત જ ના આવત.

 આપણે ગોરાઓનાં ગુલામ હતા. આ ગોરા ગુલામીની માનસિકતા હવે આપણાં લોહીમાં વણાઇ ગઇ છે. વિદેશી પ્રતિનિધિમંડળમાં એનઆરઆઇ ભેગા ધોળિયા હોય તો ધોળિયાને વધારે મહત્વ દેવામાં આવે છે. અલબત્ત મહેમાનગતિ આપણી પરંપરા છે. પણ ધોળી ચામડી પર ઓળઘોળ થઇ જવાની આપણી માનસિકતા છે. ફાઇવ સ્ટાર હોટલ્સમાં ધોળાઓનાં અછોઅછો વધારે થાય છે. વિદેશમાં એ ભલે મજૂરી કરતો હોય પણ અહીં એમને સાયેબનાં સન્માન મળે છે કારણ કે એ ધોળો છે. ફેર હોય એ જ લવલી હોય એવી માનસિકતા ત્યજવાનો સમય છે. અથવા જેમની ચામડીનો રંગ ગોરો ન હોય એ અનફેર(કાળી)  વ્યક્તિઓ  હોમલી (કદરૂપા, બેડોળ) હોય એ આખી વાત જ અનફેર (ગેરવ્યાજબી, અનુચિત) છે. વિવાદાસ્પદ લેખક સલમાન રુશદીથી અંજાઇ જઇને એમને પરણેલાં અને પછી એની સતત સેક્સની માંગણીથી ત્રાસીને છૂટાછેડા લીધેલા મોડેલ અને પાકશાસ્ત્રનાં નિષ્ણાંત લેખિકા પદ્મા લક્ષ્મીની આત્મકથા ‘લવ, લોસ એન્ડ

વ્હોટ વી એટ’ (પ્રેમ કરવો, ખોઇ દેવું અને આપણે શું ખાધું)માં તે લખે છે કે પ્રથમ વાર અમેરિકામાં આવી ત્યારે અમેરિકન્સ એની ત્વચાનાં રંગને ત્રીજા વિશ્વની ઝૂંપડપટ્ટી, મેલેરીઆ અને સુગંધીદાર ખાદ્યવાનગીઓ સાથે જોડી દેતા હતા. અમેરિકામાં આ વર્ષે દમદાર અભિનય છતાં કાળા એક્ટર્સને ઓસ્કાર નોમીનેશન ન મળતા તેઓએ એવોર્ડ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. ભારતમાં પણ ચર્મરંગ આધારિત ભેદભાવનાં બનાવ બનતા રહે છે. મહારાષ્ટ્રમાં સો આદિવાસી છોકરીઓને સરકારી સહાયથી એરહોસ્ટેસની તાલીમ તો મળી પણ પછી નોકરી માત્ર આઠને મળી અને એ પણ ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે. ભારતમાં ફેશન મોડેલ તરીકે પસંદગીમાં પણ શ્યામ ત્વચા બાધારૂપ છે. કાળી હોય એટલે કંઇ સારી ના દેખાય, એવું આપણે માનીએ છીએ.   

જો કે ગોરાપણાંનાં ગાંડપણ સામે કાંઇ થતું નથી એવું પણ નથી. ચેન્નઇ સ્થિત એનજીઓ ‘ડાર્ક ઇઝ બ્યુટીફુલ’ સૂત્ર સાથે કાળી ચામડી હોવાનાં કારણે જે ભેદભાવ રાખવામાં આવે છે એની સામે ઝુંબેશ ચલાવે છે. અભિનેત્રી નંદિતા દાસ એમનાં બ્રાન્ડ એમ્બેસેડર છે. વાત તો સાચી છે. વ્યક્તિની ચામડી ધોળી પણ શરીર ગાભા જેવું હોય તો એ શું સારી લાગે? સોચ બદલવી પડે. ત્વચાનો રંગ ગમે તે હોય, શું ફેર પડે છે? શું ફેર? શું અનફેર? શું લવલી? શું હોમલી?

Shyamal Shyamal Baran – Navrang – YouTube

https://www.youtube.com/watch?v=X8Ky3pUpzZk
Dec 3, 2009 – Uploaded by Suhanee2

Shyamal Shyamal Baran – Navrang. … 50+ videos Play all. Play now. Mix – Shyamal Shyamal Baran .

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s