મેરા બાપ ચોર હૈ… /પરેશ પ્ર વ્યાસ .

000

મેરા બાપ ચોર હૈ…..                                                                                                                       (સિદ્ધાર્થ માલ્યાને ખુલ્લો પત્ર)
                                                      

ડિઅર સિડ,
આજકાલ સોશિયલ મીડિયા પર તને ગાળો ભંડાઇ રહી છે. તારા ટ્વિટર પર દસમાંથી નવ જણ ભૂંડાબોલ બોલી, સોરી… લખી રહ્યા છે. જિંદગીને દરેક  રીતે માણી લેવામાં માનતા બૉવીવૉ (Bon Vivant), અમારા ગુજરાતીમાં જેને ‘સ્વાદિયા’ કહેવાય એવા તારા પિતા, દેશની 17 બેન્કસનાં                                                                                         90000000000 રૂપિયા ઓળવીને વિદેશ ભાગી ગયા. પણ જો ભાઇ, આ બેન્કસ એટલે મની ચેન્જર્સ. પૈસો એક હાથમાંથી બીજા હાથમાં ચેન્જ થતો રહે. બેન્ક્સ આલ્યા પાસેથી પૈસા લઇને માલ્યાને આપે. માલ્યા વ્યાજ સાથે પાછા આપે એટલે જમાલ્યાને આપે અને એ પાછા આપે એટલે…..અને એમ પૈસો ફરતો રહે. ફક્ત ક્યારેક એવું બને કે બેન્ક આલ્યા પાસેથી લઇને માલ્યાને આપે અને દેવામાં ડૂબેલા માલ્યા પૈસા આમ તરત પરત દેવાની ના પાડી દે. અને એવું જ બન્યું.. હવે ચોમેરથી ફિટકારની ઝડી વરસી રહી છે. આ તો ભાઇ લોક છે. લોકોકા કામ હૈ કહેના. હૈ કી નહીં? અમે જાણ્યું કે તારા પિતાએ ટ્વિટર પર લોકોને અપીલ કરી છે કે ઉચાળા ભર્યા છે તો એ મેં ભર્યા છે. જો તમે એને ગુનો ગણો તો એ મેં કર્યો છે. મને ધિક્કારો પણ મારા કર્યાની સજા મારા દીકરા સિડને શા માટે? મને સમજાયુ કે ‘કિંગ ઓફ ગૂડ ટાઇમ્સ’ને એનાં બેડ ટાઇમમાં ‘પ્રિન્સ ઓફ ગૂડ ટાઇમ્સ’ની ચિંતા છે.  એક બાપ થઇને તેઓ બેટાની જાહેરમાં ચિંતા કરે, એ અમને ગમ્યું.  અલ્યા નેટચેટિયા નેટિઝનો, હાલી હું નીકળ્યા છો? બાપકે ગુનાહોકી સઝા બેટેકો ક્યું? તમે શા માટે એનાં હાથ પર છૂંદણા છૂંદી રહ્યા છો કે  ‘મેરા બાપ ચોર હૈ’?

બાપ હોય એ બેટાની ચિંતા કરે જ. પિતા અને પુત્રનો સંબંધ જ ગજબનો છે. શક્ય છે કે આ સંબંધ બોલકો ન પણ હોય. શક્ય છે કે એમાં લાગણીનાં દેખાડા ન પણ હોય. આ સોફ્ટવેર નથી, હાર્ડવેર  છે.  જીવનમાં ખરાબ સમય આવતો હોય છે. એમાં ગરીબ તવંગરનાં ભેદ નથી. પીડાની ગોઠવણી કે રચના જુદી હોઇ શકે પણ પીડા હોય છે જરૂર. તને યાદ હશે કે એમણે તારી જિંદગી સંવારવા બધું જ કર્યું છે. ઇંગ્લેંડમાં તારો સ્કૂલ કોલેજનો અભ્યાસ. ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડીગ્રી. તને એ પણ યાદ હશે કે યુનિવર્સીટીની ફિલ્ડ હોકી ટીમમાંથી તું રમતો ત્યારે કોઇ પણ સામાન્ય પિતાની માફક તારા પિતા તારી દરેક મુવમેન્ટને ફોલો કરતા હતા. પછી લંડનની સૌથી મોટી દારૂ બનાવનારી કંપની ડિઆગોમાં સ્વતંત્ર રીતે તેં કામ કર્યું તો એમાં પણ તેઓ રાજી હતા. હવે તને શૉ બિઝનેસમાં મોડેલ અને હોલીવૂડમાં ફિલ્મ એક્ટર બનવાનાં અભરખાં છે તો એમાં પણ એમનો ટેકો છે. એ વાત અલગ છે કે તારી ફિલ્મી કેરીયર એકલદોકલ લો બજેટ ફિલ્મથી આગળ વધી શકી નથી. પણ જીવનમાં કોઇ પણ સમયે એમનો તને ટેકો જરૂર રહ્યો છે.

આ અર્વાચીન કાળ છે. આજકાલ પિતા જલાલુદ્દીન અકબર નથી હોતા. સલીમ અનારકલીનાં જ્ઞાતિભેદ હવે અદ્રશ્ય થતા જાય છે. પુત્રને કાંઇ કહેવું હોય તો પહેલાં માતા મારફત કહેવું પડે કારણ કે શિસ્તનાં આગ્રહી પિતા કડક સ્વભાવનાં હોય.  પિતા અને પુત્રનાં સંવાદ આજકાલ સીધા થાય છે. અંગત વાતો પણ આજકાલ શે’ર થાય છે. કોઇ કોઇ કિસ્સામાં એક ટેબલ પર સાથે બેસીને છાંટાપાણી ય થતા હશે! આમ પણ તું 28 વર્ષનો થયો. હવે તો સખાભાવ જ હોય ને?

આ પત્ર તને એટલાં માટે લખી રહ્યો છું કે કસોટી કાળમાં બધું જ એરણે ચઢતું હોય છે. પિતા પુત્રનાં સંબંધ પણ. મને ખુશી છે કે તમારા સંબંધ હજી અકબંધ છે. છેલ્લે વિપિન પરીખની ટ્રેડમાર્ક અછાંદસ કાવ્યપંક્તિથી પત્ર પુરો કરું:   હું તને એમ નહીં પૂછું “તારી આંખમાં આંસુ કેમ છે ?” માત્ર એટલું જ કહીશ “આવ, મારી બાજુમાં બેસ !”   

લિખતિંગ અર્વાચીન ચિંતન કરતો એક અદનો કટાર લેખક પરેશ વ્યાસ.  Живое фото. Собачка                                       

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “મેરા બાપ ચોર હૈ… /પરેશ પ્ર વ્યાસ .

  1. pragnaju

    harnish jani
    11:15 PM (19 hours ago)

    to me
    Nice. Thank you.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s