પનામા પેપર્સ: અઢળકતા વિરુદ્ધ અલ્પતાની માનસિકતા/પરેશ પ્ર વ્યાસ

Живое фото. Бабочки
પાઠ્યપુસ્તકમાં ‘પનામા’ની વ્યાખ્યા છે: ભરપૂર માછલીઓ, ઘેઘૂર વૃક્ષો અને પુષ્કળ પતંગિયા જ્યાં છે
એવી જગ્યા. હવે એમાં ઉમેરો થયો છે; પનામા એટલે અઢળક પૈસાનું જ્યાં રોકાણ થાય એવી જગ્યા!
“એક પણ વસ્તુ એવી નથી જે પૈસો નથી. પૈસો, પૈસો, બધે જ પૈસો અને છતાં અપૂરતો. પૈસો છે તો બધું છે. અને પછી… નહીંવત પૈસો,થોડો પૈસો, થોડો વધારે પૈસો કે પછી વધારે ‘ને વધારે પૈસો, પણ પૈસો..હંમેશા પૈસો. તમારી પાસે પૈસો છે… અથવા નથી, આ પૈસો છે તો તમારી ગણના છે….. પૈસો પૈસાને બનાવે છે, પણ એ શું છે જે પૈસાને પૈસો બનાવે છે?”
–અમેરિકન લેખક હેન્રી મિલર; પોતાની અર્ધઆત્મકથાત્મક નવલકથા ‘ટ્રોપિક ઓફ કેપ્રિકોન’ (1939)
આપણે જેને સિગારેટ, હેટ કે કેનાલનાં સંદર્ભે પનામા (Panama) કહીએ છીએ; એનો સાચો ઉચ્ચાર ‘પેનમા’ છે. પનામા લેટિન અમેરિકન દેશ છે. આજકાલ ચર્ચાનાં ચકડોળે ચઢેલા ‘પનામા પેપર્સ’ ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમે મચાવેલો વિશ્વવ્યાપી તહેલકો છે. વિશ્વનાં ચાલીસ દેશોમાં જેની શાખા છે એ પનામા સ્થિત લૉ ફર્મ અને કોર્પોરેટ સર્વિસ પ્રોવાઇડર મોઝેક ફોનસિકાની કોઇ શાખ રહી નથી. વિદેશમાં રોકાણ કરવું અલબત્ત કોઇ ગુનો નથી. પરંતુ દુનિયાભરનાં ગુનાખોરો, રાજકારણીઓ,ફિલ્મી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓને અહીં એક પંગતમાં બેઠેલા ઝડપાયા છે. આઇસલેન્ડ દેશનાં પ્રધાનમંત્રી પનામા પેપર્સની
ગરમીમાં પહેલાવહેલા પીગળી ગયાનાં સમાચાર છે. કંઇ કેટલાનાં તપેલા ચઢી જવાની ધારણા છે. આમ જુઓ તો પૈસાનો કોઇ રંગ હોતો નથી. સાચી રીતે મહેનત કરીને મેળવેલી પરસેવાની કમાણી હોય કે પછી માફિયા સ્ટાઇલ ડ્રગ્સ, જિસ્મફરોસી,ખૂનામરકી પ્રેરિત લોહીની કમાણી હોય, કોઇ પણ પ્રકારે પેદા કરેલો પૈસો આખર પૈસો છે. અને આવા પૈસા અઢળક પ્રમાણમાં  હોય તો એને રાખવા માટે લેટિન અમેરિકન દેશ પનામા ટેક્સ હેવન છે. ખ્યાતનામ હો કે પછી કુખ્યાત, બધા પ્રકારનાં ધનવાનો અહીં થાપણદાર છે, જે પોતાની કમાણી ચોરી ચોરી ચૂપકે ચૂપકે અહીં જમા કરાવે છે. જેની પાસે અઢળક પૈસો હોય એને વેરો ભરવો નથી કારણ કે સરકાર વેરની વસૂલાત કરતી હોય એમ વેરાની વસૂલાત કરે છે. પ્રશ્નો ય ઘણાં પૂછાય, હેરાનગતિ ય થાય. અને ભ્રષ્ટ આચાર તો હોય જ. બચકે રહેના રે બાબા, બચકે રહેના રે, તુજ પે નજર હૈ…. અને પછી પૈસાવાળાઓએ પનામા ભણી નજર દોડાવવી પડે છે. પણ એ નક્કી છે કે આ બધી હેરાનગતિ પૈસાવાળાને થાય છે. જેનાં પ્યાલામાં ચીની કમ હોય એવા લોકોને ડાહ્યાબીટિસ(!) થતા નથી.
લેટિન અમેરિકન દેશ પનામાનું નામ પેનમા શી રીતે પડ્યુ?- એ વિષે અલગ અલગ માન્યતાઓ છે. કોઇ કહે કે અહીં એક ખાસ પ્રકારનાં વૃક્ષ ભરપૂર પ્રમાણમાં હતા. એ વૃક્ષનું નામ પેનમા અને એ પરથી પ્રદેશનું નામ પેનમા આપવામાં આવ્યું. તો કેટલાંક વળી માને છે કે પ્રથમ વાર અહીં વસવાટ કરવા આવેલા સ્પેનિશ લોકો ઓગસ્ટ મહિનામાં પહોંચ્યા હતા ત્યારે અહીં પુષ્કળ પતંગિયા હતા. સ્થાનિક ભાષામાં પુષ્કળ પતંગિયાની જગ્યા એટલે પેનમા. આ ઉપરાંત એક વધારે જાણીતી વાત એ છે કે એન્ટોનિયો ટેલો નામનો વહાણવટી સને 1515માં અહીં આવ્યો હતો. એ સમયે પેનમા એક નાનકડું ગામ, દરિયા કાંઠો અને
અઢળક માછલીઓ. સ્થાનિક ભાષામાં અઢકળ માછલીઓને પેનમા કહેતા. એ પાછો સ્પેન ગયો ત્યારે એણે રાજા સમક્ષ આ નાનકડા માછલીઓનાં ગામની અખૂટ કુદરતી સંપત્તિનાં ગુણગાન ગાયા. એ પરથી સને 1519માં રાજાએ અહીં વસાહત બનાવવાનું નક્કી કર્યું અને નામ આપ્યું પેનમા. આજે પનામા દેશની નિશાળોમાં ભૂગોળનાં પાઠ્યપુસ્તકમાં ‘પેનમા’ની વ્યાખ્યા છે: ભરપૂર માછલીઓ, ઘેઘૂર વૃક્ષો અને પુષ્કળ પતંગિયા જ્યાં છે એવી જગ્યા. હવે એમાં ઉમેરો થયો છે. પનામા એટલે અઢળક પૈસાનું જ્યાં રોકાણ થાય એવી જગ્યા ! અહીં અઢળક, વિપુલ, પુષ્કળ શબ્દો મહત્વનાં છે.
પૈસો અલબત્ત જરૂરી છે. પણ યક્ષ પ્રશ્ન એ છે કે કેટલો પૈસો પૂરતો છે? માણસને એની ખબર નથી અને પછી એકઠું કર્યે જ જાય, કર્યે જ જાય. પછી પૈસો પૈસાને ખેંચે. બેનાં પાંચ, પાંચનાં પચ્ચીસ, પચ્ચીસનાં છસો પચ્ચીસ. પછી તો લાખ, કરોડ, અબજનાં ગુણાંકમાં પૈસો એકઠો થાય. આમ કરવા પાછળ આપણી અછતની અથવા તો અલ્પતાની માનસિકતા (Scarcity Mentality) જવાબદાર છે. પનામા પેપર્સમાં જેનો નામોલ્લેખ છે એવા અમિતાભ બચ્ચન સહિત ઘણાં કહે છે કે અમારું વિદેશી રોકાણ ગેરકાયદેસર છે એવું કોઇ કહેતુ નથી. વાત સાચી છે. પણ વિદેશમાં રોકાણ શા માટે કરવું પડે? કારણ કે આપણે કાલથી ડરીએ છીએ. કાલે પૈસો ખૂટી ગયો તો? લક્ષ્મી ચંચળ છે. ઐશ્વર્ય પણ ચંચળ છે. અને ભવિષ્યમાં કમાઇ લેવાની તક ન પણ મળે. જે એશઆરામથી ટેવાયા હોઇએ એ પછી સુલભ ન બને તો? આપણે જાણે કે શાહઆલમનાં સગા અને… ભવિષ્યમાં ભીખ માંગીએ શેરીએ! ભવિષ્યમાં પડનારી આવી કાલ્પનિક અછતનો ડર માનવીને ઘેરી વળે ત્યારે આપણે જરૂરિયાત કરતા વધારે કમાઇ લેવાનું અને એ કમાણીનું રોકાણ કરવાનું નક્કી કરીએ છીએ. બચત સારી વાત છે. રોકાણ સારી વાત છે. પણ કેટલું પૂરતું
થશે?- એની ખબર નથી. ભવિષ્યમાં અલ્પતા કે અછતની માનસિકતા મનમાં ચિંતા, ડર અને ઘેરી નિરાશા પેદા કરે છે. પણ સાહેબ, આપણી પાસે ઘણું છે. જે છે એનો તો આપણે વિચાર જ ક્યાં કરીએ છીએ? અને હા, પૈસાનાં મામલે થોડા, બલકે વધારે વ્યવસ્થિત બનવાની જરૂર છે, જેથી ખ્યાલ આવે કે આટલો પૈસો આપણી પાસે છે અને પૂરતો છે. પૈસો કોઇની ‘પાછળ’ખર્ચવા કરતા કોઇને ‘માટે’ ખર્ચો તો ય ચિંતા ઘટે. દાન પુણ્ય કોઇ બીજા માટે નથી, આપણાં પોતાના સંતોષ માટે છે. એ પણ સમજી લેવું કે ન કરે નારાયણ ‘ને તકલીફ આવી પડે તો એ તક પણ જોડે લઇને આવતી હોય છે. ‘તકલીફ’માં ‘તક’ સમાયેલી જ છે. મારી પાસે જે છે તે અઢળક છે, હું રાજી રાજી છું, એવી માનસિકતા હોય તો પછી કોઇ ટેન્સન નથી. આ અઢળકતાની માનસિકતા (Abundance Mentality) છે. મને તલાશ છે એવી મોઝેક ફોનસિકા લૉ ફર્મ અને સર્વિસ પ્રોવાઇડરની જે પનામા જેવા ટેક્સ હેવનમાં મારી ખુશીઓનું રોકાણ કરે. પછી માહિતી લીક થાય અને છપાયેલા પનામા પેપર્સમાં મારું નામ આવે. નકરો રાજીપો નીતરે અને ગીત સંભળાય, આ ચલકે તુઝે મૈં લેકે ચલું… લેન્ડ ઓફ એબન્ડન્સ ..!
શબ્દ શેષ: “અઢળકતા એટલે પૈસાદાર હોવું, પૈસા સાથે અથવા તો પૈસા વિના !” -અમેરિકન લેખિકા અને ટીવી હોસ્ટ સુઝી ઓર્મન Attachments

Preview attachment babymoney.jpg

babymoney.jpg 593 KB

1 ટીકા

Filed under Uncategorized

One response to “પનામા પેપર્સ: અઢળકતા વિરુદ્ધ અલ્પતાની માનસિકતા/પરેશ પ્ર વ્યાસ

  1. ગઈકાલે જ બલ્બોઆ નું જીવન ચરિત્ર વાંચવાનું પુરું કર્યું. પેસિફિક મહાસાગર જોનાર પહેલો યુરોપિયન.
    યુરોપિયન એક્સ્પ્લોરરોમાં સાવ અલગ જ ભાત પાડતો સજ્જન. જો બીજાઓ એના જેવા થયા હોત તો, દક્ષિણ અને મધ્ય અમેરિકાની તવારીખ સાવ અલગ હોત.

    https://en.wikipedia.org/wiki/Vasco_N%C3%BA%C3%B1ez_de_Balboa

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s