દારૂ પે ચર્ચા / પરેશ પ્ર વ્યાસ

કળિયુગમાં મદિરાની ઇજ્જત કરો ‘મરીઝ’

સત્યયુગની શોધની આ એક જ નિશાની છે.

 –મરીઝ
બિહારમાં નીતીશકુમારે મદિરાસેવન પર પ્રતિબંધની નીતિ અમલમાં મુકી. સત્યયુગની શોધ સાચી પણ કળિયુગમાં મદિરા ઝેર છે. દારૂનું વ્યસન એટલે કુંટુંબની બરબાદી. છતાં દારૂડિયાને મન આ તો જોરજુલમ છે. અમેરિકન બિઝનેસમેન ફ્રેંક રેન્ડ કહેતા કે જીવનમાં જે સારું કે મઝાનું છે, એ સઘળું કાં તો ગેરકાયદેસર છે, અથવા તો અનૈતિક છે, અથવા તો એવું છે કે જે ખાવાપીવાથી શરીરે જાડા થઇ જવાય છે ! દારૂ પીવે એને મઝા આવે એ વાત સાચી પણ કળિયુગમાં એ અનૈતિક છે. નીતિમત્તા જેનાં નામમાં છે એવા નીતીશકુમારે દારૂનાં વેચાણ એવમ્ સેવનને એક ઝાટકે ગેરકાયદેસર ઠેરવી દીધો. ગુજરાત, નાગાલેન્ડ,
મિઝોરામ પછી બિહાર ભારતનું ચોથું રાજ્ય બન્યું જ્યાં દારૂબંધી લાગુ થઇ. નીતીશકુમાર પોતે ટીટોટેલર(Teetotaller) છે.
ના, આ ટીટોટેલર શબ્દમાં ‘ટી’ એટલે ચાય પીનારા એવો અર્થ નથી. 19મી સદીની શરૂઆતમાં પ્રેસ્ટન, ઇંગ્લેંડમાં દારૂથી દૂર રહેવાની ચળવળ ચાલી હતી. જે દારૂથી ટોટલી દૂર રહેતા એ ટોટલર. દરઅસલ દારૂથી સદંતર દૂર રહેવાની ભલામણ કરતા એક ચળવળિયા નેતા નામે ટર્નર તોતડા હતા. તેઓ તોતડાતા તોતડાતા બોલ્યા કે આપણે ટી..ટી..ટોટલર થવું જોઇએ. અને શબ્દ બન્યો ટીટોટેલર. ટી(T) એટલે ટોટલ અને ટોટલ એટલે ટોટલ, સંપૂર્ણ પ્રતિબંધ. પણ આ પ્રયત્ન લોકોનો હતો, સરકારનો નહોતો. અમેરિકામાં સરકારી દારૂબંધી સને 1920માં દાખલ થઇ પણ 1933 સુધી જ ટકી શકી. સરકાર માટે એનો અમલ કરવો અઘરો હતો.
હવે મહારાષ્ટ્રની વાત. મહારાષ્ટ્રમાં મદિરા બને છે. પ્રમાણસર મદિરાસેવન સ્વાસ્થ્ય માટે સારું છે. હૃદય મજબૂત કરે છે. દિમાગનો ઘસારો રોકે છે. (કોલોન) કેન્સર, ટાઇપ 2 ડાયાબીટીસને ટાળે છે. તમે દારૂ પર રીસર્ચ કરો તો કાંઇ પણ પૂરવાર કરી શકો ! વિદેશી સહેલાણીઓ દારૂ પીતા હોય છે. દારૂબંધી હોય ત્યાં એમને તકલીફ રહેવાની. હવે મુંબઇમાં સહેલાણીઓને આકર્ષવા ‘હો-હો’ (હોપ ઇન, હોપ આઉટ- એવી બસ જે એક રૂટ પર પંદર વીસ મીનીટનાં અંતરે દોડતી રહે અને સહેલાણી હરીફરીને એક ટિકિટ પર જુદા જુદા બસ-સ્ટોપથી ઉતરી ચઢી શકે) બસમાં દેશી વિદેશી સહેલાણીઓને વેલકમ ડ્રીંક તરીકે વાઇન પીરસવાની પ્રપોઝલ છે. વાઇન આખર મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે. જાહેરાત પણ તો થાય ને?! દેવેન્દ્ર ફડનવીસ દેવલોકની સૂરા મોહમયી મુંબઇની બસમાં પીરસશે, એવા એંધાણ છે. આ માટે બેસ્ટ અને એમટીડીસીએ લાયસન્સ માટે અરજી પણ કરી દીધી છે.
આપણે કરવું શું? દારૂ સારો કે ખરાબ? અલબત્ત, ખરાબ. પીનારા માટે તો દારૂ ખરાબ જ છે. ઉપરાંત દારૂનો નશો બીજા અનેક ગંભીર ગુનાઓ જેવા કે હિટ-એન્ડ- રન, બળાત્કારનો દ્યોતક છે. તેમ છતાં તમારી પાસે પૈસા હોય અને લિમિટમાં પીવાની ત્રેવડ હોય અને તમને એમાં મઝા પણ આવતી હોય તો… મૈં નશેમેં હૂં.. ગુણગણતા ગણગણતા પીવામાં ખાસ વાંધા જેવું નથી. પણ સવાલ એ છે કે સરકાર શા માટે વચ્ચે આવે? બિહારમાં પુરુષ નશો કરે, મહિલા અને બાળકોને ખાવાનાં સાંસા પડતા હોય ત્યારે સરકાર કાયદો ઘડે એ સારી વાત. શ્રેષ્ઠ વાત એ છે કે લોકો પોતે આ વાતને સમજે. વ્યસનમુક્તિ એ રાજકારણનો નહીં પણ
સમાજશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનો વિષય છે. ગુજરાતમાં તો કદાચ અનાદિકાળથી સરકારી દારૂબંધી છે. પણ આમ જોઇએ તો જોઇએ ત્યાં, જોઇએ ત્યારે, જોઇએ તે પ્રમાણમાં અને જોઇએ તે દારૂની બોતલ આસાનીથી મળી જાય છે. હમણાં હમણાં લોકોમાં ખાસ કરીને મધ્યમ વર્ગમાં દારૂનું સેવન વધ્યું છે. મિત્રો સાથે મળવું અને દારૂ પીવાનો અવસર હવે એકમેકનાં પર્યાય થઇ ચૂક્યા છે. દારૂ પીવો અનૈતિક છે એવી વિચારધારાનાં વહેણ હવે બદલાતા જાય છે.ઇતિહાસ કહે છે કે સરકારી દારૂબંધી અસરકારક હોતી નથી. પણ અ-સરકારી દારૂબંધી અસરકારક હોય છે. આપણી સમજણ પરિપક્વ કરીએ.
સૈફ પાલનપૂરીનો શેર છે,
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

000000

8 ટિપ્પણીઓ

Filed under Uncategorized

8 responses to “દારૂ પે ચર્ચા / પરેશ પ્ર વ્યાસ

 1. બધી જાતના શરાબ પર પ્રતિબંધ? !!!!!

 2. હો… હો…
  વોશિંગ્ટન ડી.સી. , ૧૯૮૮… ટર્ન મોબાઈલ ,,, પાંચ દિવસ એનો લાભ લીધો હતો – એ યાદ તાજી થઈ ગઈ.

  • pragnaju

   ગાલિબ સાહેબની વાત
   પિયૂઁ શરાબ અગર ખ઼ુમ ભી દેખ લૂઁ દો ચાર
   યે શીશા-ઓ-ક઼દહ-ઓ-કૂજ઼ા-ઓ-સુબૂ ક્યા હૈ
   રહી ન તાક઼ત-એ-ગુફ઼્તાર ઔર અગર હો ભી
   તો કિસ ઉમ્મીદ પે કહિયે કે આરજ઼ૂ ક્યા હૈ

 3. અમેરિકામાં સરકારી દારૂબંધી સને 1920માં દાખલ થઇ પણ 1933 સુધી જ ટકી શકી.

  આ આશ્ચર્ય ઉપજાવે એવા સમાચાર. આજે તો અમેરિકામાં રોજ કેટલો દારુ પીવાતો હશે એની કોઈ કલ્પના થઇ શકે એમ નથી. આજે દારૂબંધી અમેરિકામાં કરવી એ તો બિલકુલ અશક્ય.

  ડ્રગ્ઝ અને દારૂના ખપ્પરમાં દેશના યુવાનો આજે પોતાની બરબાદી કરી રહ્યા છે.

  એનો પવન બધે ફેલાયો છે. ડ્રગ્ઝ અને દારૂ એક ધીકતો આંતર રાષ્ટ્રીય ધંધો બની ગયો છે.

  • pragnaju

   અમેરિકાની લોબી ગન,નશો,જુગારને માટે કહે કે બ ધારણ પ્રમાણે છૂટ આપવી પડે !
   નફો ખૂબ કરે દાન પણ આપે! તેથી સમજુએ જાતે જ સમજવાનું અને આ અંગે સ્નેહીઓને સમજાવવાના
   જેને ખબર નથી કે સુરા શું ને જામ શું એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?
   સાકી જે મયકશીની અદબ રાખતા નથી પામી શકે એ તારી નજરનો મુકામ શું ?
   અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?
   મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?
   – શૂન્ય પાલનપુરી

 4. pragnaju

  himatlal joshi

  to me
  राम युगमे दूध मिला और कृष्ण युगमे घी
  गांधी युगमे दारु मिला बेटा दबा दबाके पि

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s