સુપરમૉમદેવો ભવ પરેશ પ્ર વ્યાસ /HOW TO LOVE MOTHER

SUNDAY MAY 8TH  2016 WISHING YOU ALL HAPPY MOTHER’S DAY
ENJOY & LEARN FROM THE FOLLOWING HOW TO LOVE YOUR MOTHER
“Life is like a flowing river of opportunities so is love of mother.

It is up to you to stand up with a bucket or with a spoon.”

 

Warm Wishes From Across The Miles!

Warm Wishes From Across The Miles!

…………………………………………………………………………………………..

સુપરમૉમદેવો ભવ

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે  માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!                            

રમેશ પારેખ, ‘ગધેડીનાં’ કાવ્યમાં

 

યુદ્ધ, હોનારત, ભૂખમરો, હાહાકાર….ઇશ્વર આપણો ગુનેગાર. પણ એણે માતાનું સર્જન કર્યું છે એટલે આપણે એને માફ કરી દેવો જોઇએ. આજે મધર્સ ડે છે. આ અમેરિકી તહેવાર છે. અમેરિકી આંતરવિગ્રહ(1861-1865) દરમ્યાન બન્ને પક્ષનાં ઇજાગ્રસ્તોની સારવાર કરતી શાંતિ સેનાની નારી ઍન જાર્વિસનાં સમ્માનમાં એની દીકરીએ સન 1908માં સ્થાનીય ચર્ચમાં શ્રદ્ધાંજલિ સભા કરી અને દુનિયાની દરેક માનાં સન્માન અર્થે દર વર્ષે મધર્સ ડે ઉજવવાની સરકારને વિનંતી કરી. સરકારે શરૂઆતમાં ના પાડી. ઠેકડી પણ ઉડાડી કે મધર્સ ડે નક્કી કરીશું તો ક્યાંક મધર-ઇન-લૉ ડે(સાસુ દિવસ) ઉજવવાની માંગણી પણ આવશે. પણ પછી અમેરિકામાં 1914થી અધિકૃત રીતે મધર્સ ડેની રજા જાહેર થઇ. એ અનુસાર આજે માતાનાં ગુણગાન ગાવાનું ટાણું છે. સીએનએનની સલાહ છે કે તમારી માતા સર્જનશીલ હોય તો એને રંગ,પીંછી કે કેનવાસ દઇ શકાય. લાગણીશીલ હોય તો બાળપણની યાદગીરી કોઇ ચિત્ર, કોઇ તસવીર દઇ શકાય. વ્યવહારકુશળ હોય તો કોઇ બગડેલી તૂટેલી વસ્તુ રીપેર કરાવી શકાય. રસોઇકુશળ હોય તો રાંધવાની અવનવી મોંઘી સામગ્રી અર્પણ કરી શકાય. બાકી મધર્સ ડેનું વ્યાપારીકરણ તો થયું જ છે. અને આપણે અનુકરણ કરીએ છીએ. પશ્ચિમી સંસ્કૃતિનાં આંધળા અનુકરણની કેટલાંક ભડવીરો આદૂ ખાઇને ટીકા કરે પણ આપણે ત્યાં તો જનની જોડ નહીં જડે રે લોલ. યુઉ સી! માતૃવંદના ભારતીય સંસ્કૃતિમાં ઇન-બિલ્ટ છે.  આપણે મન માનું માત્યમ બારે માસ અને બત્રીસે પહોર છે. ખરેખર એવું છે ખરું?

અલબત્ત છે. આપણે માવડિયા છીએ. ગુજરાતી લેક્સિકોન અનુસાર માવડિયા એટલે મા પર હેત રાખીને એને જ જોનારા, માનું કહ્યું જ માનનારા. માવડિયા હોવું દરેક દીકરા દીકરીનો જન્મ સિદ્ધ અધિકાર છે. અર્વાચીન સંતાન એમની માતા સાથે સદા સર્વદા અટૅચેડ઼્ છે. એનું કારણ ટેકનોલોજી છે. બાળક નાના હોય ત્યારથી એને મોબાઇલ ફોન પકડાવી દેવામાં આવે છે. બાળકને મોબાઇલ ફોન પર સ્પીડ ડાયલ કરતા આવડી જાય અને હેલ્લો હેલ્લો કરીને સાચૂકલી વાત શરૂ કરે એ વાત માતાને મન સંતાનની પરમ સિદ્ધિ છે.  માતાનાં ગર્ભમાં બાળકનું ભરણપોષણ નાભિનાળથી થતુ. જન્મ્યા બાદ એ નાભિનાળ કપાઇ. બાળક હવે સ્વતંત્ર છે. પણ પછી આ મોબાઇલ ફોન સ્વરૂપે નવી નાભિનાળનું જોડાણ થાય છે. અલબત્ત આ નાળ કાન સાથે જોડાયેલી હોવાથી એને કર્ણનાળ કહી શકાય. 4જીનાં આવવાથી વીડિયો કોલિંગ હવે વધશે. પછી આ કર્ણનાળ કર્ણ-ક્મ-નયન નાળ થઇ જશે! આ દુનિયાની સૌથી લાંબી નાળ છે. કવરેજ ઘણું સારુ છે. ક્યારેક ક્યારેક કોલ-ડ્રોપ થાય પણ અન્યથા કમ્યુનિકેશન કાયમ છે. બાળક મોટા થાય પણ દરેક બાબતમાં માતા પર નિર્ભર રહે. એવી બાબતમાં પણ જેમાં બાળક પોતે સ્વતંત્ર રીતે સક્ષમ છે. માતા આજકાલ ‘સુપરમોમ’ છે. બધું જ કરી શકે. બધું જ કરે. નોકરી ય કરે, ઘર પણ સાચવે અને દીકરા દીકરીને ય ઊછેરે. અને પછી થાય એવું કે દીકરા દીકરી મોટા થાય તો પણ માતૃ આધારિત રહી જાય. મા નહીં હોય ત્યારે? આમ પણ સ્વતંત્ર રીતે વિચારી શકીએ એવો તો આપણી પાસે સમય જ ક્યાં છે? વિચાર વાસ્તે આપણી પાસે બે વિકલ્પ હાજરાહજૂર છે. એક માતા અને બીજુ ગૂગલ. એના વિના હવે નહીં ચાલે. શું કરવું?

માતૃવંદના જરૂરી છે. મધર્સ ડે હોય કે ન હોય. માનો પ્રેમ, માની ચિંતા, માની સલાહ, માની મદદ રહેવાની જ. સંતાનની જવાબદારી છે કે માતા વૃદ્ધ થાય તેમ એમનાં સ્વાસ્થ્યની, એમની સગવડની, એમની સુખાકારીની ચિંતા કરે. પણ ક્યાંક ખાલી જગ્યા રાખવી જોઇએ. ખલિલ જિબ્રાનનાં મતે બાળક માતામાંથી નહીં, માતા થકી આવે છે. બાળકની પોતાની લાઇફ છે. અને માતાને માલમ થાય કે મરણમૂડી ક્યારેય સંતાનોને દેવી નહીં. પોતે સક્ષમ રહેવું, સ્વતંત્ર રહેવું. બાકી લાગણીનાં મધર્સ ડે વર્ષમાં 365 છે.

1 ટીકા

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ, સમાચાર

One response to “સુપરમૉમદેવો ભવ પરેશ પ્ર વ્યાસ /HOW TO LOVE MOTHER

  1. માતૃ દેવો ભવ ..

    માતૃ દિને સૌ માતાઓને વંદન અને અભિનંદન …

    હેપ્પી મધર્સ ડે … માતૃ દિન મુબારક …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s