કકળે દડો –પીયુ પરદેશે (છંદઃ પૃથ્વી / સોનેટ)/ જુગલકીશોર.

૧૧   એક સાવ નવો પ્રયોગ પણ કર્યો છે ! છંદ હરીણીમાં ગઝલ તો ખરી જ ને પાછી સોનેટના ખાનામાંય સમાવવા પ્રયત્ન કર્યો છે !! જુઓ :
–––
કકળે દડો             

(હરીણી છંદમાં સોનેટી–ગઝલ)

સખત બળથી ઝીંકાયેલો જુઓ, સરકે દડો.

સકલ કળથી ફેંકાયેલો અહો, દદડે દડો !

જગતભરને ખુણેખુણે સહુ નીરખી  રહ્યાં –

રમત રમતો, કે જુના વૅરને રદડે દડો ?!

જનમ ધરીને એકી સાથે ઉછેર થયો ભલે –

અલગ પડીને  સામે  ઉભેલને  કનડે દડો.

ભવભવ તણા જાણે વૅરી હતા, પણ “આખરે

અવ, રમત અંતે થાશે ઐક્ય શું ?” બબડે દડો. (૮)

 

સમયસમયે પંપાળ્યા જેમના અહમો, “હવે

બસ, નહીં વધુ કાલાવાલા”  હવા પકડે દડો.

‘રમત’ રમતાં આઘે બેઠેલ ચોગમ સોગઠાં

કઠપુતળીઓનો જોતો નાચ, ને કકળે દડો !  (૧૨)

 

રમત પતી, હાર્યું ને જીત્યું બધું સરખું; જુઓ

ખડખડ હસી, ફંટાયેલો કશે, ખખડે દડો !!   (૧૪)

– જુગલકીશોર.

–––(સંદર્ભ : ભારત–પાક ક્રીકેટ) 

૨ =
(છંદઃ પૃથ્વી / સોનેટ)

હજીય ફરક્યાં કરે સ્મરણ કેટલાં પાંપણે,
અનુરણન કર્ણને સતત રાખતાં જાગૃત;
ત્વચાય અનુકંપનો અનુભવે શી રુંવેરુંવે !
સુગંધ તવ સ્નેહની થકી બની રહું આવૃત.
ગયાં વરસના બધા અનુભવોતણે તાંતણે
રહ્યું છ લટકી બધું, સતત રાખતું ઝંકૃત.

અહો, જરીક જેટલી ચકમકેય તે આપણે
કશા નીકટતા તણા અવસરો હતા ઉજવ્યા !
કદીક વળી ઉજવી સહજ ઉગતી ઉગ્રતા.
(ધીખ્યાં હૃદય તોય શું ધડક કાંઈ છાની રહે ?!)

વટાવી જઈ સાત સાગર વસું ભલેને અહીં,
બધો સમય તો રહ્યો ધબકતો ભુમીમાં ત્યંહીં !

હવે, બસ થયું બહુ; અવ અસહ્ય આ દુરતા.
ક્ષણેક્ષણ હવે સહે હૃદય આ નરી ક્રુરતા.

પ્રતિભાવ

જુ’ભાઇએ હરીણી છંદમાં કકળતો દડો  આપણી તરફ મોકલ્યો . હવે દડો આપણે રમવાનો…ભલે આ નો સંદર્ભ;   ભારત-પાક ક્રીકેટ હોય પણ ન ભુલાય  કોર્ક અને લેધરના બનેલા ક્રિકેટના દડા માટે અનેક નિયમો  છે. જોકે આમ છતાં અનેક ભૌતિક પરિબળોની મદદથી પ્રમાણિત દડા સાથે છેડછાડ કરીને બોલિંગને વધારે ધારદાર કરવાના અને બેટ્સમેનને મૂંઝવણમાં મૂકી દેવાના પ્રયોગો 

સખત બળથી ઝીંકાયેલો જુઓ, સરકે દડો.

સકલ કળથી ફેંકાયેલો અહો, દદડે દડો !

જગતભરને ખુણેખુણે સહુ નીરખી  રહ્યાં –

રમત રમતો, કે જુના વૅરને રદડે દડો ?! 

થતા રહે છે ! તો ફિલ્ડીંગ બાજુએ અનુકૂળ પરિસ્થિતી એક ચાવીરૂપ ભૂમિકા બને છે. ક્રિકેટનો દડો એવું પ્રાથમિક માધ્યમ છે

જનમ ધરીને એકી સાથે ઉછેર થયો ભલે –

અલગ પડીને  સામે  ઉભેલને  કનડે દડો.

ભવભવ તણા જાણે વૅરી હતા, પણ “આખરે

અવ, રમત અંતે થાશે ઐક્ય શું ?” બબડે દડો 

જેને ફટકારીને રન લેવું સલામત છે કે પછી દડાને બાઉન્ડ્રીની બહાર મેળવી શકાય છે એ નક્કી કરીને પછી બેટ્સમેન રન બનાવી શકે છે.ટેસ્ટ ક્રિકેટ અને બીજી સ્થાનિક કક્ષાએ રમાતી મોટાભાગની રમત અનેક દિવસો સુધી ચાલે છે અને એમાં વપરાતો દડો પરંપરાગત રીતે લાલ રંગનો હોય છે. ઘણી એક દિવસીય ક્રિકેટ મેચોમાં, દડાનો રંગ સફેદ હોય છે. આ સિવાય તાલીમ દરમિયાન અથવા તો બિનસત્તાવાર મેચોમાં વિન્ડ બૉલ અથવા તો ટેનિસ બૉલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાની ગુણવત્તા એ રમવા માટે નકામો થઈ જાય એ સ્તર સુધી બદલાતી હોય છે અને આ બદલાવના દરેક તબક્કા દરમિયાન એના ગુણધર્મોમાં સતત ફેરફાર થતો રહે છે જેની મેચના પરિણામ પર ભારે અસર પડે છે. આ કારણે જ મેચ દરમિયાન ક્રિકેટના સત્તાવાર નિયમોમાં જેટલી મંજૂરી આપવામાં આવી છે એની લક્ષ્મણરેખાની બહાર દડામાં ફેરફાર કરવા પર પ્રતિબંધ છે 

સમયસમયે પંપાળ્યા જેમના અહમો, “હવે

બસ, નહીં વધુ કાલાવાલા”  હવા પકડે દડો.

‘રમત’ રમતાં આઘે બેઠેલ ચોગમ સોગઠાં

કઠપુતળીઓનો જોતો નાચ, ને કકળે દડો !

૧૫૬ થી ૧૬૦ ગ્રામ જેટલા વજનનો ક્રિકેટનો દડો એની સખતાઈ તથા એને વાપરતી વખતે થતી ઇજાને કારણે જાણીતો છે. ક્રિકેટ રમતી વખતે રક્ષણાત્મક સાધનોની શોધ માટેનું મુખ્ય કારણ ક્રિકેટનો જોખમી દડો છે. ક્રિકેટ મેચો દરમિયાન દડાને કારણ ઘણીવાર ઇજા થવાના પ્રસંગ બને છે અને આ દડો ગણ્યાગાંઠ્યા કિસ્સાઓમાં તો જીવલેણ પણ સાબિત થયો છે.થાય

હવે, બસ થયું બહુ; અવ અસહ્ય આ દુરતા.
ક્ષણેક્ષણ હવે સહે હૃદય આ નરી ક્રુરતા.

…….

કોઈને કચ્છમાં શરૂ થયેલી ફિલ્મ મોહેંજો દડો યાદ આવે !

તો અહીં ટોપલી દડો કહે

ભવભવ તણા જાણે વૅરી હતા, પણ “આખરે

અવ, રમત અંતે થાશે ઐક્ય શું ?” બબડે દડો 

     જેમા છેલ્લી પળે દડો પડ્યો ટોપલીમા અને 

નોર્થ કેરોલીના ટીમના ચાહકો ધ્રુસ્કે ચઢ્યા !

તો રોજ ભક્તોને કૃષ્ણ નો ગેડી દડો યાદ થાય

ગમે તે રમત હોય પણ છેવટનું આ સત્ય…

રમત પતી, હાર્યું ને જીત્યું બધું સરખું; જુઓ

ખડખડ હસી, ફંટાયેલો કશે, ખખડે દડો !!

………..દીદીએ મારી બબ્બે કવીતાાોને સાંકળીને સરસ જવાબ મોકલ્યો. સાનંદ, સાભાર – જુ.

2 ટિપ્પણીઓ

Filed under ઘટના

2 responses to “કકળે દડો –પીયુ પરદેશે (છંદઃ પૃથ્વી / સોનેટ)/ જુગલકીશોર.

  1. જુ’ભાઈની આ રચનાઓ ઈ-મેલમાં વાચેલી એને અહીં ફરી માણીને આનંદ થયો.

  2. હરીણી કે પૃથ્વી? કે હરિત પૃથ્વી !!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s