ખરીદારીમાં જ સમજદારી/ પરેશ પ્ર વ્યાસ

ખરીદારીમાં જ સમજદારી

માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.                                                                                                 – હેમેન શાહ

હજી ત્રીસની ય નથી થઇ ત્યાં ત્રીજો નેશનલ એવોર્ડ જીતીને કંગના રેનોટ આજકાલ લંડન પેરિસની બજારમાં ખરીદી કરી રહી છે. કહે છે કે ખરીદી કરવી એ મનોરોગનો રામબાણ ઇલાજ છે. એટલે તો એને રીટેલ થેરપી કહેવાય છે. શું કંગનાને કોઇ માનસિક મુશ્કેલી છે?  સમાચાર હતા કે ‘આશિકી-3’  ફિલ્મ માટે કંગનાને હીરોઇન તરીકે લેવા સામે હીરો રિતિક રોશને વાંધો લીધો. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘સિલી એક્સ’(પાગલ પૂર્વ પ્રેમી) તો એવું કરે. રિતિકે અકળાઇને કહ્યું કે કંગના મનઘડંત વાતો કરે છે. અમારા બે વચ્ચે ક્યારેય પ્રેમસંબંધ હતો જ નહીં. કંગનાએ કહ્યું કે એણે ઇ-મેલ મોકલ્યા છે. તો રિતિક કહે છે કે ઇ-મેલ તો કોઇ અજાણ્યા સાયબર ધુતારાનાં કારસ્તાન છે. હવે આ ઇ-મેલ સાચા છે કે ખોટા એની તપાસ પોલિસની સાયબર ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. રિતિકનાં મતે કંગના ઍસ્પર્ગર્સ સિન્ડ્રોમથી પીડાઇ રહી છે. અર્થાંત વાણી વ્યવહારમાં અનાડી છે. કંગનાને એક પ્રકારની મનોરોગી કહીને રિતિક કંગનાને કદાચ ધમકાવતો હશે. પણ કંગના કહે છે કે મારું તન નાજુકડું છે પણ મન મજબૂત છે. વાહ કંગના! જો કે આ મીડિયા મટરગશ્તીની વાતો જવા દઇએ. પણ કંગના આજકાલ કરી રહી છે એ ખરીદી ખરેખર કોઇ મનોરોગનો ઇલાજ હોઇ શકે?   

સફળ ફિલ્મી હીરોઇન ખરીદી કરવા વિદેશ જાય. આપણે દેશનાં મોલમાં મોલ ચકાસીને ખરીદી કરીએ. અથવા તો ફૂટપાથ બજારમાં ભાવ કસીને વસ્તુઓ ખરીદીએ. ખરીદી કરવી આપણને ગમે છે. ઓફ-લાઇન કે ઓન-લાઇન, ખરીદી માત્ર ખુશીને પાત્ર. એક દિલકશ રોમાંચ છે ખરીદીની પ્રક્રિયામાં. એવો રોમાંચ જે કદાચ વસ્તુનાં ખરીદાઇ ગયા પછી રહેતો નથી. એમાંય એકની સામે એક ફ્રી અથવા તો બમ્પર ડિસ્કાઉન્ટ.. તો તો ક્યા બાત હૈ !

ગ્રાહકની ખરીદી વર્તણુંક(કન્ઝ્યુમર બિહેવીયર) વિષે સંશોધન કરનાર ડો. કિટ યેરો રીટેલ થેરપીનાં ફાયદા વર્ણવે છે. જીવનમાં દરેક સ્થિતિ બદલાતી રહે છે. મન પર વધારાનો ભાર આવતો રહે છે. બદલાયેલી સ્થિતિને અનુરૂપ નવી વસ્તુ ખરીદીએ એટલે મનને શાંતિ મળે. ઘર બદલાય, નોકરી બદલાય, શહેર બદલાય, ક્યારેક તો જીવનસાથી ય બદલાય! નવી કલ્પના સાથે નવી ખરીદી ભાવિ સુખનાં એંધાણ લઇને આવે. ચિંતા દૂર કરે, કામને વેગવાન કરે. નવા કપડાંની ખરીદી કરીએ અને પહેરીએ એથી આત્મવિશ્વાસ વધે. કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં.. બુદ્ધિશાળી માણસ પણ જો લઘરવઘર જાય તો એની કદર ના થાય. અને હા, મનદુરસ્તી માટે સર્જનાત્મકતા(ક્રીએટીવીટી) જરૂરી છે. ક્યારેક બારીનાં પડદા કે સોફાનાં કવર પણ ખરીદીએ તો કેવી મઝા પડે. ફૂલદાની, ચિત્ર કે પછી એક ખૂણામાં નવું માછલીઘર..વાહ! ખરીદી કરો અને મઝા કરો. ખરીદી ઘણીવાર અણગમતી પરિસ્થિતિમાંથી છટકવાનો નવતર નુસખો પણ છે. કાંઇ ના ખરીદવું હોય તો પણ નીકળી પડો. વિન્ડો શોપિંગ હવે માઇક્રોસોફ્ટ વિન્ડોથી ઓનલાઇન પણ થાય! ઘરમાં ધણીનાં ત્રાસથી અને ઓફિસમાં બે માથાળા બોસની કનડગતથી બચવું હોય તો બજારમાં નીકળી પડવું એ એક કુદરતી(!) ઇલાજ છે. અને બજારમાં તમને કેટલાંય ઓળખીતા મળી જાય. આજકાલ મોલ એ સામાજિક મિલનની જગ્યા છે. માણસને માણસ વગર આમ પણ ક્યાં ચાલે છે? માટે… ખરીદી કરવી જ જોઇએ. દારૂની જેમ સીમિતમાત્રામાં એનું સેવન ગુણકારી છે. અલબત્ત દરેક દવાદારૂની માફક એની પણ સાઇડ ઇફેક્ટસ છે. એનાથી બચવા થોડી ટિપ્સ એ છે કે ક્રેડિટ કાર્ડ નહીં પણ ડેબિટ કાર્ડથી ખરીદો. તેમાં ય કેશ-ઓન-ડીલવરીવાળો વિકલ્પ સૌથી સારો છે. અને ન ગમે તો પરત ય કરી શકાય. ઇન ફેક્ટ, ગમે કે ન ગમે, પરત કરતા રહેવું જોઇએ. કુરિયરવાળાને ય કાંઇ કામ તો મળે ! અને હા, કામ છોડીને ખરીદી કરવા જવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટૂંકમાં ચાદર હોય એટલો પગ લંબાવવો. અથવા નિદા ફાઝલી કહી ગયા એમ: મેરી ચાદર મેરે પૈરો કે બરાબર કર દે…  

cloths cc

1 ટીકા

Filed under Uncategorized

One response to “ખરીદારીમાં જ સમજદારી/ પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  સુ શ્રી દિવાળીબેનને અમારી શ્રધ્ધાંજલી આ અમર સૂરો સાથે
  Gujarati folk song_Mare Todale Betho Mor re…. – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 5:41

  Oct 13, 2010 – Uploaded by gujjuadda
  great indian folk art song, diwaliben bhil, is the singer. one of the gems of … Gujarati Lockdayro | Diwadiben …
  Diwaliben Bhil | Ram Na Ban Vagya | Superhit Santvani … – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 22:03

  Oct 16, 2015 – Uploaded by Studio Nandini Dayro – All Best Santvani
  Title – Ram Na Ban Vagya | Superhit Santvani 2015 Singar – Diwaliben Bhil Studio Nandini Dayro …
  Bhikhudan Gadhvi | Diwaliben Bhil | Lokgeet | Vanma … – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 9:17

  Dec 30, 2014 – Uploaded by Studio Sangeeta Official
  For more videos subscribe to our channel.If u like the videos then share it with others. Studio Sangeeta Presents …
  Gujarati Song | Diwaliben Bhil – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 6:52

  Sep 18, 2014 – Uploaded by Saregama Regional
  Movie- Goral Garaasani Song- Sita Ne Toran Ram Singer- Diwaliben Bhil Music Director- C. Arjun Lyricist …
  Diwaliben Bhil & Praful Dave – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 1:49

  Sep 9, 2014 – Uploaded by Saregama Regional
  Movie- Ganga Sati Song- Duha -Gokul Gadh Singer- Diwaliben Bhil/Praful Dave Starcast- Arvind …
  Bhikhudan Gadhvi | Diwaliben Bhil | Lokgeet | Meli Diyo Ne … – YouTube
  Video for youtube Diwaliben Bhil▶ 7:49

  Dec 26, 2014 – Uploaded by Studio Sangeeta Official
  For more videos subscribe to our channel.If u like the videos then share it with others. Studio Sangeeta Presents …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s