Daily Archives: જૂન 1, 2016

ઓમકારનો માર્ગ. સ્વામી સચ્ચિદાનંદજી

00
 
Side B – UNAAVA – લક્ષ્મણે કહ્યું કે જે જે વ્યક્તિઓએ મદદ કરી તેનું સન્માન કરવું. બધાને કૈક આપવુ. બધ્ધાને અપાઈ ગયા પછી ખબર પડી કે હનુમાનજી મહારાજ રહી ગયા. રામે કહ્યું હનુમાનને આપવાનું ન હોય. પોતાના માણસ સાથે વ્યહવાર કરવાનો ન હોય. જ્ઞાની તો મારો આત્મા છે (ગીતા) @4.56min. લક્ષ્મણે હનુંમાંનજીને હાર પહેરાવ્યો. હનુમાનજીએ દાંતેથી મોતીઓ તોડવા માંડ્યા અને ઉપસ્થિત લોકોમાં હાસ્યનું કારણ બન્યા. પ્રત્યેક મહાપુરુષો ઉપર અનાડી લોકો હસતા હોય છે. લક્ષ્મણને પણ આંચકો લાગ્યો. રામે કહ્યું આખી દુનિયામાં હનુમાનને હું જ જાણું છું અને મને એક હનુમાનજ જાણે છે. રામે લક્ષ્મણને કહ્યું કે જા, હનુમાનને  પૂછ કે મોતીઓ કેમ તોડીને ફેંકી દે છે? હનુમાન કહે છે કે મને આ મોતીઓમાં મને રામ દેખાતા નથી. મેં મારા જીવનમાં રામ સિવાય કોઈ બીજી વસ્તુનો સંગ્રહ કર્યો નથી. એટલે લોકો હસ્યા અને કહ્યું કે તો તો તમારા કાળજામાં પણ રામ હશે ખરુંને? હનુમાને તરત છાતી ફાડીને બતાવ્યું કે અંદર રામનો જય જયકાર છે. એ બતાવવા માટે આ મંદિરમાં, આ હનુમાનજીનું સ્વરૂપ બનાવ્યું છે.@8.06min. મારુતિનો અર્થ. હનુમાન પરાક્રમનો દેવ છે. સૂર્યને પકડવા દોડ્યા અને પછી પછડાયા એટલે પગ લંગડો થઇ ગયો અને તેને ટેકો આપવા પનોતી રાખી અને એનું પરિણામ એ આવ્યું કે હનુમાનને પનોતી લગેજ નહિ. જીવનમાં સારામાં સારો કાળ પનોતીનો છે, જો તમે એને સારી રીતે પાર કરી શકો તો. પનોતીના કાળમાં તમારા જીવનનું ઘડતર થતું હોય છે. જે પનોતી આખી દુનિયાને નડે છે તેને હનુમાને પગની નીચે દબાવી છે. એકલા રામનું મંદિર ન હોય પણ એકલા હનુમાનનું મંદિર હોય. “संकट मोचन नाम तिहारो” શ્રદ્ધાને સત-પ્રતિસક બુદ્ધિથી માપી શકાય નહિ. @12.22min. જીન્દગીમાં મોયણ (તેલ) એટલે ચિકાસની જરૂર છે. ચિકાસ એ ભાવના છે, લાગણી છે. શ્રી અંબાલાલભાઈને ભાવના હતી એટલે અમેરિકાથી આવ્યા છે. વિવેકાનંદનું પ્રવચન વિશે. હનુમાનજી શ્રદ્ધાનું, દ્રઢ નિષ્ઠાનું, પરાક્રમનું અને આજ્ઞા પાલનનું પ્રતિ છે, એટલે એ બધાના પરિણામ સ્વરૂપ એકલા પનોતીને દબાવીને બેઠા છે. ઉનાવા જેવા ગામમાં, હનુમાનજી જેવી જગ્યા,આવો સરસ હોલ અંબાલાલભાઈએ તથા બીજા દાતાઓએ બંધાવ્યો એનો મધ્યમવર્ગના લોકો માટે લગ્નની વ્યવસ્થા થાય તો એક સમાજ કલ્યાણનું મોટું કામ થયું કહેવાય. @18.16min. ચરોતરમાં લગ્ન પ્રસંગે ત્રણ ના બદલે છ હાજર જાનૈયાઓ આવ્યા. આ હોલ ઉનાવાનું ઘરેણું છે. @22.32min. એક બ્રાહ્મણનો દીકરો આવો સરસ હોલ બનાવવા નવ લાખ રૂપિયા એ નાનીસુની વાત નથી. સૌ સુખી થાય, સૌનું મંગલ થાય, અભાર, ધન્યવાદ. @22.54min. પ્રગટ-અપ્રગટ ઉપાસના. @36.00min. ઓમકારનો માર્ગ. @40.24min. શ્રી હનુમાન ચાલીસા – શ્રી ગુલશન કુમાર.
 

1 ટીકા

Filed under અધ્યાત્મ